Wednesday, 25 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 26-10-2017

અહીંથી તમે તારીખ ૨૫ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. મનોજ જોશીની દશક્રિયા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે

મનોજ જોશીને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર અપાવનાર ફિલ્મ 'દશક્રિયા'ને ૨૦થી ૨૪ નવેમ્બરના ગોવામાં યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન NFDC બજારમાં દશક્રિયા દર્શાવાશે. ૬૪મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ચાર પારિતોષિક મેળવનાર દશક્રિયાની વરણી મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ફિલ્મમાં મનોજ જોશીએ કર્મકાંડી બ્રાહ્મણની ભૂમિકા ભજવી છે. NFDC ફિલ્મ બજાર ફિલ્મ ફેસ્ટિવલમાં વર્ષ ૨૦૧૫થી મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠી ફિલ્મ મોકલી રહી છે. આ મહોત્સવમાં અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિર્માતા, દિગ્દર્શક, સમીક્ષક ઉપસ્થિત રહેતા હોવાથી ફિલ્મને વૈશ્વિક સ્પર્ધામાં સહભાગી થવાની સુવર્ણ સંધિ મળે છે.

૨. સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં ડો.પંકજ ત્રિવેદીની નિમણુંક

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃિત્ત અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃત ભાષા સાહિત્યના જતન, સંવર્ધન અને પ્રસાર-પ્રભાવ વિસ્તૃતિ માટે ભાષા સાહિત્ય સાથે સબંધિત વિદ્વાનોમાંથી સરકાર દ્વારા પાંચ વર્ષ માટે નિયુિક્ત કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં અમે.કે.ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન તથા પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત પી.એન.આર.શાહ મહિલા આર્ટસ-કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગાધ્યક્ષ તથા ઇ.ચા.આચાર્ય ડો.પંકજ જી.ત્રિવેદીની નિમણુંક કરવામાં આવેલ છે.

૩. અમદાવાદ જિલ્લાનો વૌઠાનો મેળો, સપ્ત સંગમના સ્થાને ગધેડા અને ઊંટનું વેચાણ

રાજ્યમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનાને મેળાનો મહિનો કહેવાય છે, પરંતુ અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક સાબરમતી અને વાત્રકના સંગમ સ્થાને વૌઠામાં લાભપાંચમના દિવસથી દેશભરમાંથી પશુઓના વેપારીઓ અને ખરીદનારાઓ પશુઓ સાથે ઊમટી પડે છે. અહીં કારતક મહિનાની પૂનમ સુધી મેળો જામે છે. દર વર્ષે અહીં ઊંટ અને ગધેડાનું મોટા પાયે વેચાણ થતું હોય છે. અંદાજે ચાર હજાર જેટલા ગધેડાનુું ખરીદ વેચાણ થાય છે. દેવદિવાળી એટલે કે કારતકી પૂનમે અહીં સપ્ત સંગમ એટલે કે સાત નદીના સંગમ પર સિદ્ધનાથ મહાદેવના વિશેષ દર્શનનો લ્હાવો લેવા રાજ્યમાંથી લાખો લોકો આવી પહોંચે છે. (તસવીર: જનક પટેલ)

૪. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ગાયિકા ગિરિજા દેવીનું હૃદય રોગના હુમલાથી નિધન

પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું કોલકાતામાં હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે.
ગિરિજા દેવી 88 વર્ષના હતા, તેમને 1981માં પદ્મભૂષણ અને 2016માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવમાં આવ્યા હતા.
ગિરિજા દેવીનું જન્મ 8મે, 1929ના રોજ વારાણસીમાં થયો હતો. તેમની એક કજરી બરસન લગીઘણી પ્રસિદ્ધ થઈ હતી.
તેમણે આઈટીસી સંગીત રિસર્ચે એકેડમી કોલકાતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ સેવાઓ આપી હતી. તેઓ અંતિમ શ્વાસ સુધી ગાયન સુધી જોડાયેલા રહ્યા હતા.

૫. બિહારમાં થાય છે ઐતિહાસિક પશુમેળાનું ત્રણ દિવસનું આયોજન, અંદાજે ૧૦ કરોડ રૂપિયાનો વેપાર

આજના આ બદલાતા નવા જમાનામાં ગામડાંઓમાં જળવાઈ છે આપણી સંસ્કૃતિ, આજે પણ ગામડાઓમાં શહેરોથી દૂર પશુમેળાઓનું આયોજન કરાય છે. આવો જ પશુમેળો ચિત્રકુટમાં લાગે છે.
આ ઐતિહાસિક મેળો મંદાકિની નદીના તટ પર લાગે છે જેનું વિશેષ મહત્વ છે. આ મેળામાં સૌથી વધુ આકર્ષણ ગધેડાઓનું છે, આ વખતે અહીં ૧૫ હજાર અલગ-અલગ જાતિના ગધેડાઓ લાવવામાં આવ્યા છે જે આ વિશેષ પશુમેળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ગધેડાઓની લાખો રૂપિયા સુધીની બોલી લગાવવામાં આવે છે.
દેશના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને બિહારના વિભિન્ન જિલ્લાઓના વેપારીઓ અને જરૂરિયાતમંદો આ મેળામાં ગધેડાઓના ખરીદ-વેચાણ માટે આવે છે. આ ગધેડાઓના કદ અને આકાર પ્રમાણે તેમની બોલી પાંચ હજારથી શરૂ થઇને લાખો રૂપિયા સુધી પહોંચી જાય છે.

૬. મુસાફરોની સરળતા માટે રેલ્વે લોન્ચ કરશે નવી વેબસાઇટ અને મોબાઇલ એપ

ભારતીય રેલ્વેએ જલદીથી એક નવી વેબસાઇટ અને એન્ડ્રોયડ એપ તથા લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ એપ રેલ્વેની માહિતી વધારે સરળતાથી આપશે. એક અહેવાલ મુજબ રેલ્વેની નવી વેબસાઇટ મુજબ લરળતાથી લોગ ઇન કરી શકાય છે.
જાણો નવી એપ અને વેબસાઇટ વિશે
જો યાત્રિકોને ટીકીટ બુક કરાવતી વખતે કન્ફર્મ ટીકીટ નથી મળતી તો તેમણે કન્ફર્મ ટીકીટ માટેન તારીખ જણાવવામાં આવશે, જેથીમુસાફરો તેમના પ્રવાસનું યોગ્ય રીતે આયોજન કરી શકે.
મૂળ સમયે ચાલનારી ટ્રેનના અવરજવરનો સમયએસએમએસ દ્વારા જાણી શકશે.
તત્કાલ ટિકીટ સર્વિસના દુરૂપયોગને પણ ઓછો કરવામાં આવશે.
જો કોઈ કારણવશ ટ્રેન મોડી પડે તો તેની જાણકારી બધા મુસાફરોને એસએમએસ દેવારા મોકલવામાં આવશે.
ISROની લેવામાં આવશે મદદ
નવી વેબસાઇટ અને એપમા જોવના મળેવા બધા ફીચર્સ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની મદદ લેવામાં આવશે. તેનાથી યાત્રિકો સેટેલાઇટ દ્વારા ટ્રેનની યોગ્ય માહિતી અને લોકેશન જણાવવામાં આવશે. અન ટ્રેનને યોગ્ય સમયે ટ્રેક પણ કરી શકાશે.




આંતરરાષ્ટ્રીય:-  

૧. અમેરિકી વિદેશમંત્રી ભારતની મુલાકાતે: મોદી-સુષ્મા સાથે ગહન ચર્ચા

અમેરિકાના વિદેશમંત્રી રેકસ ટિલરસન પાકિસ્તાનનો પ્રવાસ કરી ગતરાત્રે ભારત પહોંચી ગયા હતા. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરશે. બન્ને પક્ષ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારતઅમેરિકા વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.
આ ઉપરાંત હિન્દપ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા સહયોગ વધારવા પણ વાતચીત થશે. ગત બે માસમાં ટ્રમ્પ તંત્રના બે મોટા અધિકારી ભારતના પ્રવાસે આવ્યા છે. આ પહેલાં ગયા મહિને અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મૈટિસ ભારત આવ્યા હતા. ટિલરસનની ત્રણ દિવસીય યાત્રા પહેલાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતઅમેરિકા ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા થશે. સુષ્મા અને ટિલરસન વચ્ચે થનારી મુલાકાતમાં રક્ષા, આતંકવાદ સામે લડત, સુરક્ષા, ઉર્જા અને વ્યાપાર અંગે વાતચીત થવાની આશા છે

૨. US પ્રેસિડેન્ટે 2 ગુજરાતી ઉદ્યોગપતિને કર્યા સન્માનિત, આપ્યું છે મહત્વનું યોગદાન

અમેરિકાઃઅમેરિકાના રાષ્ટ્રપતિડો નાલ્ડ ટ્રમ્પે બે ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિને અર્થવ્યવસ્થામાં તેમના નાના પરંતુ મહત્વના યોગદાન માટે સન્માનિત કર્યા છે. વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં ગત મંગળવારે ટ્રમ્પે શરદ ઠક્કર અને કરણ અરોરા સાથે સાત અન્ય નાના બિઝનેસના માલિકોને સન્માનિત કર્યા.
નોંધનીય છે કેશરદ ઠક્કર પોલિમર ટેક્નોલોજીસના અધ્યક્ષ છે. આ કંપનીને વર્ષની નાના સર્વશ્રેષ્ઠ એનર્જી કંપની પસંદ કરવામાં આવી હતી.

જ્યારે ફ્લોરિડામાં રહેતા કરણ અરોરા નેચરલ વિટામિન લેબના ડિરેક્ટર છેજેમણે વર્ષની નાની સર્વશ્રેષ્ઠ નિકાસ કંપની તરીકે પસંદ કરવામાં આવી હતી.

અરોરા 25 વર્ષથી વિશ્વભરના પાર્ટનર્સને નેચરલ હેલ્થ પ્રોડક્ટ સપ્લાય કરે છે.

 





રમત ગમત:-

૧. સુલ્તાન જોહર કપ : ભારતીય જુનિયર ટીમે અમેરિકાને ૨૨-૦થી કચડી નાંખ્યુ

મલેશિયામાં ચાલી રહેલા સુલ્તાન જોહર કપ ટૂર્નામેન્ટમાં ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે અમેરિકાને ૨૨-૦થી કચડી નાંખ્યુ હતું. બિલકુલ એકતરફી રહેલા મુકાબલામાં ભારતીય ટીમે અમેરિકાને એક પણ તક આપી નહોતી અને સાથે સાથે ગોલનો વરસાદ કરી દીધો હતો. આ સાથે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી હતી. ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન એટલુ શાનદાર રહ્યું હતું કે અમેરિકન ખેલાડીઓ બોલ પાસે રાખવા માટે પણ તરસી રહ્યા હતા. ભારતીય ટીમ તરફથી વિશાલ અંતિલ, દિલપ્રીત સિંહ, હરમનજીત સિંહ અને અભિષેકે હેટ્રિક ફટકારી હતી. હરમનજીતે આ મેચમાં ટોપ સ્કોરર રહ્યો હતો અને તેણે કુલ પાંચ ગોલ ફટકાર્યા હતા. ત્યારબાદ અભિષેકે ચાર, વિશાલ અને દિલપ્રીતે ત્રણ-ત્રણ ગોલ ફટકાર્યા હતા. આ ઉપરાંત મહેન્દ્ર સિંહે બે તથા પ્રતાપ લાકડા, રવિચંન્દ્ર મોઇરાંગથમ, રોશન કુમાર, શૈલેન્દ્ર લાકડા અને વિવેક પ્રસાદે એક-એક ગોલ ફટકાર્યો હતો. મેચ દરમિયાન ભારતીય ટીમે પ્રથમ હાફમાં આઠ અને બીજા હાફમાં ૧૪ ગોલ ફટકાર્યા હતા.

૨. પ્રો કબડ્ડી લીગ 2017: બંગાળને હરાવી ફાઇનલમાં પહોંચ્યું ગુજરાત

પ્રો કબડ્ડી લીગની સીઝન-5માં નવી ટીમ ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સે મંગળવારે પ્રથમ ક્વોલિફાયર મેચમાં બંગાળ વૉરિયર્સને એક તરફી મુકાબલામાં હાર આપી લીગની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતે બંગાળને 42-17થી કારમી હાર આપી હતી. જો કે, બંગાળની પાસે હજી પણ ફાઇનલમાં જગ્યા બનાવવાની એક તક છે. બંગાળ બીજી ક્વોલિફારમાં એલિમિનિટેર-3ની મેચની વિજેતા સામે રમશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં 28 ઓક્ટોબરે ગુજરાત સામે રમશે.
બંગાળની ટીમે પ્રથમ હાફમાં ગુજરાતને થોડી ટક્કર આપી હતી પરંતુ, બીજા હાફમાં તે ગુજરાતને ટક્કર આપી શકી ન હતી. ગુજરાતે પ્રથમ હાફમાં 13-10ની સરસાઇ બનાવી લીધી હતી. મેચનો પ્રથમ પોઇન્ટ ગુજરાતના નામે રહ્યો હતો. રાકેશ નરવાલે મેચની બીજી રેડમાં સફળતા હાંસલ કરી ગુજરાતનું ખાતુ ખોલાવ્યું હતું. ત્યાર બાદ બંગાળે પલટવાર કરતા ફરી 2-2ની બરાબરી કરી હતી પણ ગુજરાતે ફરી 4-2ની સરસાઇ હાંસલ કરી હતી. આ સરસાઇને ગુજરાતે જાળવી રાખતા બીજા હાફના અંતમાં 3 પોઇન્ટ આગળ રહ્યું હતું.




        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. પંજાબમાં હવે ગાય-ભેંસ-કૂતરા-બિલાડી વગેરે પાળવા માટે આપવો પડશે ટેક્ષ

પંજાબ સરકાર હવે ગાય, કૂતરા, બિલાડી તેમજ અન્ય જાનવરોને પાળવા પર પણ ટેક્ષ વસૂલ કરશે. આ નોટિફિકેશન સ્થાનિક નગર નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને નિગમોને મોકલી દેવામાં આવી છે. જેને થોડાક સમયમાં મંજુરી આપીને લાગુ કરાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સરકાર ગૌ સેસના નામ પર અનેક વસ્તુઓ પર ટેક્ષ વસુલ કરી રહી છે પરંતુ હવે ઘરોમાં જાનવરોની પાળવા પર લોકો પાસેથી ટેક્ષ વસુલ કરવામાં આવશે. યોજના હેઠળ પાળતુ જાનવરોના લાઇસન્સ બનાવામાં આવશે. લાઇસન્સને દર વર્ષે રીન્યુ કરાવવું જરૃરી બનશે. આ યોજના મુજબ કુતરા, બિલાડી, બકરી, સુવર, પોની, વાછરડુ, હરણ, ભેડ વગેરે પાળતા લોકોને ૨૫૦ રૃપિયા પ્રતિ વર્ષ આપવા પડશે તેની સાથે જ ભેંસ, ઉંટ, ઘોડા, ગાય, હાથી અને નીલ ગાય પાળતા લોકો પાસેથી દર વર્ષે ૫૦૦ રૃપિયા વસૂલાશે.

અન્ય

૧. CBSEની ધો.૧૦-૧રની પરીક્ષા હવે માર્ચ મહિનામાં જ લેવાશે

નવી દિલ્હી: ધો.૧૦ અને ૧રની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા સીબીએસઇના વિદ્યાર્થીઓને હવે પરીક્ષા માટે થોડો વધુ સમય મળશે. સીબીએસઇએ હવે બોર્ડની પરીક્ષા માર્ચમાં જ યોજવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ સીબીએસઇના બોર્ડે ફેબ્રુઆરીમાં ધો.૧૦ અને ૧રની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે આ નિર્ણય ફેરવવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીઓની દલીલ છે કે વહેલી પરીક્ષા યોજવાથી વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પર અસર પડી શકે અને તેથી જ માર્ચમાં પરીક્ષા લેવી જોઇએ.

૨. BREAKING:ગુજરાત વિઘાનસભા ઈલેક્શનની તારીખો જાહેર, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી અને મતગણતરી

વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબ્બકાનું મતદાન 9 ડિસેમ્બરેબીજા તબ્બકાનું મતદાન 14 ડિસેમ્બરે અને મતદાન 18 ડિસેમ્બરે યોજાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 4.33 કરોડ મતદારગુજરાતની 182 વિધાનસભા બેઠક માટે થશે ચૂંટણી, 7 દિવસો પહેલા વોટર સ્લીપ અપાશે, મતદાનમાં એક કલાકનો સમય વધારવામાં આવશેગુજરાતમાં 50128 મતદાન કેન્દ્ર બનાવાશે : મુખ્ય ચૂંટણી કમિશનર
આ ઉપરાંત કેન્દ્રને પણ ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગૂ, 10.46 લાખ નવા મતદાતા ઉમેરાયાચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં GPS લગાવાશે
14મી ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન માટે પ્રથમવાર VVPATનો ઉપયોગ કરવામાં આવશે
ખર્ચનો હિસાબ ઉમેદવારોએ 30 દિવસમાં આપવાનો રહેશેપેઈડ ન્યૂઝના મુદ્દે EC કડક વલણ અપનાવશે
ચૂંટણી રેલીઓની પણ વિડીયોગ્રાફી કરાશેચેકપોસ્ટ પર CCTVથી નજરચૂંટણી પ્રચારમાં ઉમેદવાર રૂ.28 લાખનો ખર્ચ કરી શકશે
ગુજરાત વિધાનસભાની રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ મહિનાઓ પહેલા આરંભી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની તારીખ ચૂંટણી પંચ જાહેર કરતું ન હતું. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ બપોરે સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી.



-પ્રશાંત ભટ્ટ
Educational Point