અહીંથી તમે તારીખ ૨૪ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ફિરોઝશાહ
કોટલાના ગેટ નંબર ૨ નું નામ હશે Virender Sehwag
દિલ્હી અને જીલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) એ ફિરોઝશાહ કોટલા મેદાનના એક ગેટનું નામ ટીમ
ઇન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર અને દિલ્હીના લોકલ બોય Virender Sehwag ના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.
કોટલા મેદાનના ગેટ નંબર બેને ૩૧ ઓક્ટોબરે
વીરેન્દ્ર સહેવાગના નામે રાખવામાં આવશે. તેના એક દિવસ બાદ ભારતીય ટીમને અહી
ન્યુઝીલેન્ડ સામે ૩ મેચની ટી-૨૦ સીરીઝની પ્રથમ રમવાની છે.
ડીડીસીએના સંચાલક ન્યાયમૂર્તિ વિક્રમજીત સિંહે
એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૂર્વવર્તી વ્યવસ્થાપને વીરેન્દ્ર સહેવાગની સિદ્ધિઓને ધ્યાનમાં રાખતા ગેટ
નંબર બે તેમના નામે રાખવાનું વચન આપ્યું હતું જેનાથી હું ગૌરવ લઇ રહ્યો છુ.”
૨. ધોરણ-૧૨
સામાન્ય પ્રવાહની ખાસ પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૨ સામાન્ય
પ્રવાહમાં નાપાસ થયેલા છેલ્લાં ૧૦ વર્ષના વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાનું આયોજન
કરવામાં આવ્યું છે. આ ખાસ પરીક્ષા ૨૫મી ઓક્ટોબરથી શરૂ થશે અને ૬ નવેમ્બર સુધી
ચાલશે.
૩. નોટીબંધીના 1 વર્ષ પૂર્ણ થવા પર
કૉંગ્રેસ સહિત 18 વિપક્ષી પાર્ટીઓ 8 નવેમ્બરને મનાવશે ‘કાળો દિવસ’
નવી દિલ્લી: નોટબંધીને સદીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવતા
વિપક્ષે આજે જાહેરાત કરી કે આ નિર્ણયને એક વર્ષ પૂરા થવા પર વિપક્ષી પાર્ટી આઠ
નવેમ્બરે ‘કાળો દિવસ’ તરીકે ઉજવશે તથા દેશભરમાં વિરોધ પ્રદર્શન
કરશે. વિપક્ષનો દાવો છે કે, નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા અને નોકરીઓને
નુકસાન થયું છે. રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે આજે જણાવ્યું કે ગત
વર્ષે આ આઠ નવેમ્બરે પ્રધાનમંત્રી 1000 અને 500 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.
વિપક્ષે ત્યારેજ નો આ નિર્ણયના કારણે અર્થવ્યવસ્થાની ખરાબ હાલત, બેરોજગારીમાં વધારો અને જીડીપી ઘટાડાની આશંકા
જતાવી હતી
૪. ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન
પદે મહેન્દ્રસિંહ સરવૈયાની તાજપોશી
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રસિંહ
સરવૈયા ગત ર૦૧રની વિધાનસભા ચૂંટણીમાં પાલિતાણા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે લડયા
હતા અને કોંગ્રેસના પ્રવીણ રાઠોડ સામે ૧૪૩રપ મતથી પરાજિત થયા હતા. આગામી ર૦૧૭ની
વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ પાલિતાણા બેઠક માટે ભાજપની ટિકિટના પ્રબળ દાવેદાર મનાતા
હતા. પરંતુ અચાનક આજે સોમવારે મહેન્દ્રસિંહને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન
બનાવવાની જાહેરાત કરાઈ છે.
૫. સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે
સિતાંશુ યશશ્ર્ચંદ્ર ચૂંટાયા
અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સિતાંશુ યશશ્ર્ચંદ્ર ચૂંટાઈ
આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. ર૦૧૮થી ર૦ર૦ના ગાળા માટે તેઓ પ્રમુખ તરીકે
ચૂંટાઈ આવ્યા છે. સિતાંશુ યશશ્ર્ચંદ્રને આ ચૂંટણીના ૭૧૫ મત મળ્યા હતા. જ્યારે
પ્રતિસ્પર્ધી એવા બળવંત જાનીને પ૧૪ મત મળ્યા હતા.
૬. સચિન
તેન્ડુલકરે MP ફન્ડમાંથી બે કરોડ રૂપિયા બ્રિજ બનાવવા માટે ફાળવ્યા
ક્રિક્રેટ આઇકન અને રાજ્યસભાના સભ્ય સચિન તેન્ડુલકરે એલ્ફિન્સ્ટન રોડ
સ્ટેશનના બ્રિજ પર થયેલી નાસભાગની દુર્ઘટનાના પગલે મુંબઈમાં રેલવે ફુટઓવર બ્રિજની
સુધારણા માટે મેમ્બર ઑફ પાર્લમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS ) ફન્ડમાંથી બે કરોડ રૂપિયા ફાળવ્યા છે.
૭. ગુજરાતમાં
ચૂંટણી પહેલા કુલ ૧૨ ઉપસચિવની ખાલી જગ્યા ભરાઈ : ૨૩ને બઢતી
રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગેની તારીખ
જાહેર થાય અને આચારસંહિતા અમલી બને એ અગાઉ રાજય સરકાર દ્વારા સોમવારે ૧૨ જેટલા
ઉપસચિવોની ખાલી જગ્યા ઉપર નિમણૂંકના આદેશ જારી કરવાની સાથે જ ૨૩ જેટલા અધિકારીઓને
ઉપસચિવ તરીકે બઢતી આપવાના આદેશ જારી કર્યા છે આ સાથે જ ત્રણ જેટલા આઈ.એ.એસ.
અધિકારીઓની બદલીના આદેશ કરવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગેની
આચારસંહિતાનો અમલ શરૂ થાય એ અગાઉ સરકારના સંયુકત સચિવ દ્વારા ૧૨ જેટલા ઉપસચિવોની
ખાલી જગ્યા પુરવાના આદેશ કરવામા આવ્યા છે.
૮. ગંગા નદી શુધ્ધીકરણ માટે શિપ
બ્રેકીગ એસોસીએશન દ્વારા 1 કરોડનુ
અનુદાન
ભાવનગરની જીવાદોરી સમાન અને અનેક લોકોને રોજગારી પુર્ણ પાડનાર અલંગ શી
રીસાયકલીગ ઉદ્યાેગના ઉદ્યાેગકારોના એસોસીએશન શીપ રીસાયકલીગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન
(ઇન્ડીયા) દ્વારા ઘોઘા દહેજ રો-રો ફેરી સવિર્સના લોકાર્પણ પ્રસંગે નરેન્દ્રભાઇ
મોદીને રૂા. 1,00,100,000.00 ( રૂપીયા એક કરોડ એક લાખ પુરા) નો ચેક પવિત્ર ગંગા નદીના શુધ્ધીકરણ નિમિતે
અનુદાન સ્વરૂપે અર્પણ કરવામાં આવેલ.
૯. IAFનાં ૨૦ ફાઇટર પ્લેન લખનઉ-આગરા
એક્સપ્રેસવે પર ઊતરશે
કટોકટીના સમયે એક્સપ્રેસવે પર ઉતરાણ કરવાની તાલીમ આપવા માટે આ કવાયત હાથ
ધરવામાં આવશે એમ સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એક્સપ્રેસવે પર ઉતરાણ
અત્યંત મુશ્કેલ ગણાય છે જેની પ્રૅક્ટિસ ૨૪ ઑક્ટોબરે કરવામાં આવશે અને આ પ્રૅક્ટિસમાં
IAFનાં ટ્રાન્સપોર્ટ
પ્લેન અને મિરાજ-૨૦૦૦ તેમ જ સુખોઈ ૩૦ ફાઇટર જેટ ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. ફરી હાર્યો મેસી, રોનાલ્ડો 5મી વખત બન્યો બેસ્ટ
ફૂટબૉલર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એક વખત લિયોનેલ
મેસીને પાછળ છોડી દીધો છે. ફૂટબૉલ ક્લબ રિયલ મેડ્રિડના પોર્ટગલ સ્ટારને 2017ના ફીફાના બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ આપવામાં
આવ્યો છે. રોનાલ્ડોને 5મી વખત આ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ માટે
રોનાલ્ડોની ટક્કર બાર્સિલોનાની તરફથી રમી રહેલા આર્જેન્ટિના લિયોનેલ મેસી અને
પેરિસ સેન્ટ જર્મનના બ્રાઝિલી ખિલાડી નેમારની સાથે હતી.
૨. અફઘાનિસ્તાનના
રાષ્ટ્રપતિ અશરફ ગની બન્યા ભારતના મહેમાન
અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની
દિલ્હીની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ અફધાનિસ્તાનની સુરક્ષા અને આંતકવાદનો
ખાત્મો કરવા કેવા પ્રકારના પગલા લેવા તેને લઇને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે
ચર્ચા વિચારણા કરશે.
આ ઉપરાંત તેઓ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ પ્રધાનમંત્રીના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ તેઓ PM મોદી સાથે બપોરનુ ભોજન લેશે.
આ ઉપરાતં તેઓ PM મોદી સાથે દેશોની મલ્ટી-ડાયમેન્શનલ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી અંગેની ચર્ચા વિચારણા કરશે. જેમાં વિકાસની નવી ભાગીદારી સામેલ હશે. આ ઉપરાંત બન્ને દેશોને લાભ થાય તેવા ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિચારણા કરશે.
આ ઉપરાંત તેઓ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ પ્રધાનમંત્રીના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ તેઓ PM મોદી સાથે બપોરનુ ભોજન લેશે.
આ ઉપરાતં તેઓ PM મોદી સાથે દેશોની મલ્ટી-ડાયમેન્શનલ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી અંગેની ચર્ચા વિચારણા કરશે. જેમાં વિકાસની નવી ભાગીદારી સામેલ હશે. આ ઉપરાંત બન્ને દેશોને લાભ થાય તેવા ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિચારણા કરશે.
૩. જાપાનમાં
લીન નામનાં તોફાનનો કહેર, ૫
ના મોત, ૩૫૦
વિમાન સેવા રદ
જાપાનમાં ચૂંટણીના દિવસે આવેલ લૈન વાવાઝોડાનો
આતંક હજી ચાલુ છે. પાંચ લોકો માર્યા ગયા છે અને ડઝનથી વધુ ઘાયલ થયા છે. સોમવારે આ
તોફાન નબળું પડ્યું છે, જો કે ભારે પવન અને ભારે વરસાદને લીધે મોટી
સંખ્યામાં ફ્લાઇટ્સો રદ કરવામાં આવી છે અને પરિવહન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.
જાપાન મેટ્રોલોજિકલ એજન્સી (જેએમએ) મુજબ, વાવાઝોડું લૈન 2017માં 21મું વાવાઝોડું છે. જાપાન, જાપાન એરલાઇન્સ (જેએએલ) અને ઓલ નિપ્પોન એરવેઝ
(એએનએ) ની બે મુખ્ય એરલાઇન્સે સોમવારે લગભગ 350 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી.
આનાથી આશરે 43
હજાર મુસાફરોને
અસર થઈ છે.
હાઈ સ્પીડ રેલ સેવા ટોકીડો શિંકાંસેન લાઇનને
પશ્ચિમી ભાગમાં જોડતી લાઈનોમાં પણ મુશ્કેલીઓ આવી હતી અને હોન્શુમાં હાઇવેના કેટલાક
ભાગો બંધ છે.
રમત ગમત:-
૧. એક
જ સમયે ત્રણેય એશિયન ટાઇટલ ધરાવનાર પ્રથમ ભારતીય હૉકી ટીમ
એશિયા કપ ઉપરાંત ભારતીય ટીમ પાસે અત્યારે
એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અને એશિયન હૉકી ચૅમ્પિયનશિપ ટ્રોફી પણ છે. આ એક જ સમયે
ત્રણેય ટાઇટલ ધરાવનાર ભારતીય ટીમ પ્રથમ એશિયમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે છેલ્લી
સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન ગેમ્સની ફાઇલનામં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં
૪-૨થી માત આપી હતી જ્યારે ૨૦૧૬માં મલેશિયામાં રમાયેલી એશિયન હૉકી ચૅમ્પિનશિપની
ફાઇનલમાં પણ કટ્ટર હરીફ પાકિસ્તાનને ૩-૨થી હરાવીને ટ્રોફી જીતી હતી.
૨. જીતુ, હિના આઈએસએસએફ એર
પિસ્તોલમાં જીત્યા સુવર્ણ પદક
જીતુ રાય અને હિના સિંધુએ ભેગા થઈને ભારતને
ઇન્ટરનેશનલ શૂટિંગ સપોર્ટ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડ કપમાં 10મી. એર પિસ્તોલ મિક્સડમાં પહેલું ગોલ્ડ મેડલ
અપાવ્યું.
રાય જે કોમનવેલ્થ અને એશિયન ગોલ્ડ મેડલીસ્ટ લઈ
ચુક્યા છે. સિંધુ પણ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા રહી ચૂક્યા છે તેમણે
બન્ને પહેલી વાર ભેગા મળીને ગોલ્ડ મેડલ જીત્યું છે.
૩. એકવાર ફરી ચેન્નાઈ સુપર કિંગ્સનો KING
બનશે
માહી! પૂણેની ટીમને કહેશે Bye-Bye
આઈપીએલ સંચાલન પરિષદના એક પ્રસ્તાવ અનુસાર
આવતી સીઝનમાં વાપસી માટે તૈયાર ચેન્નાઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સને પાછલા બે
વર્ષમાં રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ અને ગુજરાત લાયન્સની તરફથી રમનાર ખેલાડીઓને રિટન
કરવાની સ્વીકૃતિ આપી શકે છે.
૪. શ્રીકાંતે લીને ફક્ત રપ મિનિટમાં
કચડી ડેનમાર્ક ઓપન ટાઈટલ જીત્યું
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી
શ્રીકાંતે એકતરફી મુકાબલામાં ૭,પ૦,૦૦૦ ડોલર ઈનામી રકમવાળી ડેનમાર્ક ઓપનની
ફાઈનલમાં કોરિયાના લી હ્યુન ઈલને સીધી ગેમમાં હરાવી પોતાનું ત્રીજી સુપર સીરીઝ
પ્રીમીયર ટાઈટલ જીત્યું. આ વર્ષે ઈન્ડોનેશિયા ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીતનાર
આઠમાં ક્રમાંકના શ્રીકાંતે ઓડેંસ સ્પોર્ટસ પાર્કમાં પોતાનાથી ૧ર વર્ષ સિનિયર લીને
ફક્ત રપ મિનિટમાં ર૧-૧૦, ર૧-પથી પરાજય આપ્યો શ્રીકાંતનું આ ત્રીજી સુપર
સીરીઝ પ્રીમિયર ટાઈટલ છે તેણે આ પહેલા ર૦૧૪માં ચીન ઓપન જ્યારે આ વર્ષે ઈન્ડોનેશિયા
ઓપનનું ટાઈટલ જીત્યું હતું શ્રીકાંતે પોતાનાથી વધારે અનુભવી ૩૭ વર્ષના લીને કોઈ તક
આપી નહીં.
૫. સાઇનાએ ઑલિમ્પિક ચૅમ્પિયનને
હરાવી: સિંધુનો પહેલા રાઉન્ડમાં અણધાર્યો પરાજય
ડેન્માર્ક ઓપનમાં ગુરુવારે રાત્રે ભારતની સ્ટાર ખેલાડી સાઇના નેહવાલે અચલી
ટચ બતાવતાં રિયો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પેનની કૅરોલિના મારિનને આંચકો
આપ્યો હતો જ્યારે અન્ય એક મૅચમાં પી. વી. સિંધુ અણધારી રીતે ચીનની ખેલાડી સામે
સીધા સેટમાં હારીને બહાર થઈ ગઈ હતી.
આર્થિક:-
૧. 2022 સુધીમાં 83 હજાર કિમી રોડનું
નિર્માણ કરશે સરકાર
મંગળવારે નાણા મંત્રી અરુણ જેટલીએ પત્રકાર
પરિષદ સંબોધી હતી. આ પરિષદમાં 7 લાખ કરોડના મેગા ઇન્ફ્રા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક
મામલાના સચિવ સુભાષ ગર્ગે અહીં ભારતીય અર્થવ્યવસ્થાના વખા કર્યા હતા. તેમણે કહ્યું
હતું કે, મોંઘવારીમાં ઘટાડો થયો છે અને વિદેશી મુદ્રાના
ભંડારમાં વધારો થયો છે.
૨. ડિસેમ્બરમાં ઇસરો ૩૦ નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસેટ-૨
અવકાશમાં તરતો મૂકશે
આઈઆરએનએસએસ-1એ અવકાશમાં તરતો મૂકવાના નિષ્ફળ પ્રયાસ બાદ ભારતીય અવકાશ સંસ્થા ઇસરો આવતા
ડિસેમ્બરમાં ૩૦ વિદેશી નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસેટ-૨ અવકાશમાં તરતો મૂકશે.
વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર ડો.
કે. સિવાને જણાવ્યું હતું કે ઇસરો ડિસેમ્બરથી શ્રેણીબદ્ધ લોન્ચિંગમાં વ્યસ્ત
રહેશે. ડિસેમ્બરના બીજા પખવાડિયામાં વિદેશના ૩૦ નેનો ઉપગ્રહો સાથે કાર્ટોસેટ ૨ને
અવકાશમાં રવાના કરવાનું મિશન હાથ ધરાશે. એ બાદ તરત જ આઈઆરએનએસએસ-1ના સ્થાને બીજો ઉપગ્રહ પણ અવકાશમાં તરતો
મુકાશે. આઈઆરએનએસએસ-1એ તેની એટોમિક ઘડિયાળ બંધ થઇ જતાં નિષ્ફળ ગયો
હતો. આ બંને લોન્ચિંગ શ્રીહરિકોટા ખાતેના પહેલા લોન્ચિંગ પેડ પરથી થશે. જો
કાર્ટોસેટ-૨ ઉપગ્રહનું લોન્ચિંગ મોડું થશે તો તે આઈઆરએનએસએસ-1એ નું પ્રસ્થાન વિલંબમાં મુકાશે. કેમકે બંને
લોન્ચિંગ પહેલા પેડ પરથી થવાના છે.
હવે પછી જીએસએલવીના ત્રણ લોન્ચિંગ હાથ ધરાશે.
એ ત્રણે શ્રીહરિકોટાના બીજા લોન્ચિંગ પેડ પરથી હાથ ધરાશે.
૩. આગામી મહિને લોન્ચ થશે ‘ભારત ૨૨’
ETF
નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીના વડપણ
હેઠળની એક ઇન્ટરમિનિસ્ટરિયલ પેનલે ‘ભારત ૨૨’ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ની લોન્ચ ડેટ
નક્કી કરી નાખી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ આઇપીઓ બાદ
ભારત બાવીસ ઇટીએફ આગામી મહિને હવે ગમે ત્યારે લોન્ચ થઇ શકે છે. આ ઇટીએફમાં જાહેર
ક્ષેત્રની બેન્કોના શેર ઉપરાંત એ કંપનીઓના શેર પણ જારી કરશે, જેમાં તેની નજીવી ભાગીદારી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટને મિનિસ્ટરિયલ
પેનલ દ્વારા આ માટે મંજૂરી મળી ગઇ છે. નવા ઇટીએફમાં ઓએનજીસી, આઇઓસી, એસબીઆઇ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા સહિત નાલ્કો પણ સામેલ છે.
આ ઉપરાંત એનઇસીસી, એનટીપીસી, એનએચપીસી, એસજેવીએનએલ, ગેલ, પીજીસીઆઇએલ, એનએલસી ઇન્ડિયા, ભેલ સહિત એન્જિનિયર્સ ઇન્ડિયા પણ સામેલ છે. ત્રણ સરકારી બેન્કોને પણ તેમાં જોડવામાં આવશે.
આ ઉપરાંત એનઇસીસી, એનટીપીસી, એનએચપીસી, એસજેવીએનએલ, ગેલ, પીજીસીઆઇએલ, એનએલસી ઇન્ડિયા, ભેલ સહિત એન્જિનિયર્સ ઇન્ડિયા પણ સામેલ છે. ત્રણ સરકારી બેન્કોને પણ તેમાં જોડવામાં આવશે.
અન્ય
૧. ચાર દિવસમાં 'ગોલમાલ'
100 કરોડની
કલબમાં સામેલ થઇ
રોહિત શેટ્ટીની મસાલા કૉમેડી ગોલમાલ સિરીઝની ફિ્લમ
"ગોલમાલ અગેન" દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. બૉક્સ ઓફિસ પર આ આ ફિલ્મ
અટકવાનું નામ લેતી નથી. પહેલા સપ્તાહની કમાણીથી આ ફિલ્મ વર્ષની ત્રીજી સૌથી મોટો
વીકએન્ડ ઓપનર બની ગઇ છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર ચાર દિવસની અંદર આ ફિલ્મ 100 કરોડની કલબમાં સામેલ થઇ ગઇ છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point