અહીંથી તમે તારીખ ૨૬ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ચૂંટણીલક્ષી
તમામ કામગીરી સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કરાશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની
જાહેરાત થઇ ચૂકી છે ત્યારે અમદાવાદ શહેરની ૧પ અને ગ્રામ્યની ૬ મળીને કુલ ર૧
વિધાનસભા સીટની જુદી જુદી કામગીરી માટે કલેક્ટર ઓફિસ-સુભાષિબ્રજ ખાતે ઇલેક્શન
વોરરૂમ તૈયાર કરી દેવાયો છે.
જુદી જુદી કામગીરી માટે જુદી જુદી કચેરીઓમાં
બેસતા ચૂંટણી અધિકારીઓ હવે એક જ ઇલેક્શન વોરરૂમમાં સાથે બેસીને કામ કરશે, જેના કારણે કામકાજમાં સરળતા રહેશે તેમજ
મતદારોને પણ સંપર્ક કરવા બાબતે કે કોઇ પણ પ્રકારની મંજૂરી લેવા બાબતે સરળતા રહેશે.
આગામી સમયમાં કોઇ પણ પક્ષ તરફથી ચૂંટણીલક્ષી સભા કે રેલીનું આયોજન કરવાનું હશે તો
તેની પરવાનગી માટે જુદી જુદી ઓફિસમાં ફરવા જવું પડશે નહીં. સિંગલ વિન્ડો સિસ્ટમ
હેઠળ એક જ ટેબલ પરથી એક જ અધિકારી પાસેથી પરવાનગી મળી રહેશે.
૨. પાક.ના
પૂર્વ પીએમ નવાઝ શરીફની ધરપકડ માટે કોર્ટનો આદેશ
પનામા પેપર લીકના બે કેસમાં પાકિસ્તાનની
અદાલતે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે આજે ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. નવાઝ
શરીફ હાલમાં ગળાના કેન્સરપીડિત તેમનાં પત્ની કુલસુમની સારવાર માટે લંડનમાં છે.
ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠર્યા પછી નવાઝ શરીફ હજુસુધી લંડનથી પરત આવ્યા નથી.
૩. જ્હોનના
બર્થ-ડે પર ફિલ્મ ‘પરમાણુ’નુ ટીઝર આવશે
જ્હોનઅબ્રાહમની આગામી ફિલ્મ ‘પરમાણુ: સ્ટોરી ઓફ પોંકરણ’નુ ટીઝર 17 ડિસેમ્બરે આવશે. તે દિવસે જ્હોનનો બર્થ-ડે છે, જેથી ફિલ્મની પ્રોડ્યૂસર પ્રેરણા અરોરા અને
જ્હોને મળીને નિર્ણય લીધો છે કે ટીઝરને જ્હનના બર્થ-ડે પર રિલિઝ કરવામાં આવશે.
જાણકારી અનુસાર, ટીઝરમાં જ્હોન એક્શન મોડમાં જોવા મળશે.
૪ એશિયાના
આ દેશ પાસે છે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, જાણો ભારતનું રેન્કિંગ
સિંગાપુરઃ
સિંગાપુરના પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત કોઈ એશિયાના દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટનું લેબલ મળ્યું છે.
આ યાદીમાં વિતેલા વર્ષની તુલનામાં ત્રણ ક્રણ આગળ ઉછળીને ભારતનો ક્રમ 75માં સ્થાન પર રહ્યો છે. ભારતના લોકો 51 દેશમાં વીઝા ફ્રી યાત્રા કરી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પાસે સિંગાપુરનો પાસપોર્ટ હોય તો તે વિશ્વના 159 દેશમાં વીઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.
૫. આગ્રા પહોંચ્યા મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથ, તાજમહેલમાં
કરી સફાઇ
લખનઉઃ છેલ્લા કેટલાક દિવસોથી તાજમહેલને લઇને શરૂ
થયેલા વિવાદ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ આજે આગ્રા પહોંચ્યા હતા.
યોગી આદિત્યનાથે તાજમહેલના પશ્વિમ ગેટ બહાર સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો. યોગીએ
માસ્ક પહેરીને ઝાડૂ લગાવ્યું હતું.
યોગી આદિત્યનાથે લગભગ અડધા કલાક સુધી
તાજમહેલમાં રહેશે. તેઓ આ દરમિયાન મુગલ મ્યૂઝિયમની પણ મુલાકાત લેશે. તે સિવાય એએસઆઇ
ઓફિસમાં તાજમહેલના પ્રેઝન્ટેશન પણ જોશે. જોકે, હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે તેઓ ડાયના
સીટ પર બેસી ફોટોગ્રાફી કરશે કે નહીં. યોગીના તાજમહેલ મુલાકાત પર રાજકીય વિવાદ પણ
થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કરી તંગ કસ્યો હતો.
આંતરરાષ્ટ્રીય:-
૧.રશિયા સહિત અનેક દેશો
પર બેડરેબ્બી વાઇરસનો સાયબર હુમલો
નવી દિલ્હી ઃ રેન્સમવેર બાદ હવે બેડરેબ્બી
નામના એક વાઇરસે સાઇબર એટેક કર્યો છે. રશિયા સહિત અનેક દેશો એ વાઇરસની અડફટે ચડી
ગયા છે. જો કે અત્યાર સુધીમાં આ હુમલાથી કોઇ મોટું નુકસાન થયું હોવાના કોઇ હેવાલ
નથી, છતાં અમેરિકી સરકારે ચેતવણી બહાર પાડી છે.
એક સાયબર ફર્મ ઈજીઈ્ ના રિસર્ચર રોબર્ટ
લિપોસ્કીએ જણાવ્યું હતું કે, હેકર્સે પાયાના માળખાને પ્રભાવિત કર્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન ઓપરેટર્સ પણ સામેલ છે.
તેનાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે આ હુમલોે સારી
રીતે હાથ ધરાયો છે.ઇસેટના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં અડધાથી વધુ પ્રભાવિત થયેલા
લોકો રશિયામાં હતા, એ બાદ યૂક્રેઇન, બલ્ગેરિયા, તુર્કી અને જાપાન છે.
રમત ગમત:-
૧. ઇંગ્લેન્ડે
ઇતિહાસ રચ્યો, બ્રાઝિલને
૩-૧થી હરાવી પ્રથમ વાર ફાઇનલમાં
રિયાન બ્રેસ્ટરની સતત બીજી મેચમાં હેટ્રિકની
મદદથી ઇંગ્લેન્ડે ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ત્રણ વખતની ચેમ્પિયન
બ્રાઝિલને ૩-૧થી પરાજય આપી રવિવારે યોજાનારી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો સ્પેન સામે થશે. સ્પેને અન્ય એક સેમિફાઇનલમાં સ્પેને
એબલ રૂઇઝના બે ગોલ તથા ફેરન ટોરેસના એક ગોલની મદદથી માલીને ૩-૧થી પરાજય આપ્યો હતો.
૨. મહેન્દ્રસિંહ
ધોનીએ બનાવ્યો એક નવો રેકોર્ડ
પુણેઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન
મહેન્દ્રસિંહ ધોનીએ ફરીથી એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. ગઈ કાલે પુણેમાં
ન્યૂઝીલેન્ડ સામે રમતા ધનીએ આ રેકોર્ડ બનાવ્યો. કમાલની વાત એ છે કે આ રેકોર્ડ અન્ય
કોઈ ભારતીય વિકેટકીપર સર્જી શક્યો નથી. ધોનીએ ગઈ કાલે માર્ટિન ગુપ્ટિલનો કેચ ઝડપતા
જ દેશમાં ૨૦૦ આંતરરાષ્ટ્રીય કેચ પૂરા કરી લીધા. ધોનીએ આ રેકોર્ડ ૨૨૩ ઇનિંગ્સમાં
બનાવ્યા. હવે ધોની ૨૨૩ ઇનિંગ્સમાં ૨૦૧ કેચ ઝડપી ચૂક્યો છે.
૩. ન્યૂઝીલેન્ડને
છ વિકેટે પરાજય આપી ભારતે શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શિખર ધવન અને
દિનેશ કાર્તિકની અર્ધી સદીના સહારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડેમાં
છ વિકેટે વિજય મેળવી ત્રણ વન-ડે મેચની સિરીઝમાં ૧-૧ની બરાબરી મેળવી લીધી છે. હવે
બંને વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન-ડે ૨૯મી ઓક્ટોબરે કાનપુરના ગ્રીન પાર્ક
સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી
૨૩૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે ૪૬ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી લક્ષ્યાંક
મેળવી લીધો હતો. ત્રણ વિકેટ ઝડપનાર ભુવનેશ્વરકુમારને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
હતો.
આર્થિક:-
૧. આઇન્સ્ટાઇને આપેલી ખુશ રહેવાની સલાહ ૧૦ કરોડમાં વેચાઈ
લેજન્ડરી
ભૌતિકશાસ્ત્રી આઇન્સ્ટાઇને આવી સલાહ કાગળના એક ટુકડા પર લખેલી. આ કાગળનો ટુકડો
તાજેતરમાં ૧.૧૮ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૧૦.૧૨ કરોડ રૂપિયામાં વેચાયો હતો.
જર્મન ભાષામાં લખેલી આ સલાહ આઇન્સ્ટાઇને એક હોટેલના વેઇટરને કાગળના ટુકડા પર લખી
આપેલી. ૧૯૨૨માં જ્યારે તેમને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં અનોખા યોગદાન બદલ નોબેલ
પ્રાઇઝ આપવાનું જાહેર થયું એના થોડા દિવસ બાદ તેઓ ટોક્યોની એક હોટેલમાં રોકાયેલા.
એ વખતે તેમની પાસે ટિપ આપવાના પૈસા નહોતા એટલે તેમણે પોતાનો સામાન ઊંચકવામાં મદદ
કરનાર વેઇટરને કાગળ પર આ સલાહ જર્મન ભાષામાં લખી આપેલી અને કહેલું કે જો તું આ
સાચવી રાખીશ તો એક દિવસ આ કાગળના તને મળનારી ટિપ કરતાં અનેકગણા રૂપિયા તને રળી
આપશે. અને હકીકત સાચી પડી. લગભગ ૯૫ વર્ષ પછી આ કાગળનો ટુકડો ૧૦ કરોડ રૂપિયામાં
વેચાયો.
અન્ય
૧. આજેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની 2 દિવસય મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઑક્ટોબરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે
છે. મુલાકાત દરમિયાન તેઓ મસૂરીના પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ
એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ) માં આઇ.એ.એસ. અધ્યક્ષોને સંબોધશે.
આજે વડાપ્રધાન ઉત્તરાખંડમાં મસૂરીના
પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)
ખાતે આઇ.એ.એસ. અધ્યક્ષને સંબોધિત કરવાના છે.
મોદી ગુરુવારે બપોરે જૉલિગ્રેંટ એરપોર્ટ પર
પહોંચશે અને મસૂરી માટે જશે, જ્યાં તેમના મોટાભાગના પ્રોગ્રામ ઓક્ટોબર 27 સુધી રખાશે.
મસૂરીમાં રહેવાના સમયે વડાપ્રધાન શાળા બાળકો
સાથે યોગ પણ કરવાના છે. દરમિયાન, વડાપ્રધાનના આગમનના પગલે, જૉલીગ્રન્ટ અને મસૂરીમાં એરપોર્ટની આસપાસ સુરક્ષાની સુરક્ષા કરવામાં આવી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point