Monday, 23 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 24-10-2017

અહીંથી તમે તારીખ ૨૩ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. આજથી રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું કહેવું છે કે ગુજરાત એક અમૂલ્ય રાજ્ય છે. જેને પૈસાના જોરે ખરીદી શકાય નહીં.

તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતને ના તો ખરીદી શકાય છે કે ના તો ભવિષ્યમાં કોઈ ખરીદી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાહુલે પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધી આજે તેમના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. તેઓ ઓબીસીના નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ભાગ લેશે. રાહુલ અલ્પેશ ઠાકોરે યોજેલી રેલીમાં પણ ભાગ લેશે.

૨. ગુજરાતમાં મતદાન હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો પહેલા થશે: EC

ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે ગુજરાતના શેડ્યુલની યોજના એવી રીતે કરશે કે જેથી ગુજરાત મતદાન હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા થઇ જાય. જેથી કરીને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો ગુજરાતના ચૂંટણીના પરિણામો પર કોઇ અસર ના કરે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતાં પૂર બાદ પુનર્વસનનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેથી કરીને જે સ્ટાફ પુનવર્સનમાં વ્યસ્ત હતો તે હવે ચૂંટણી લક્ષી કાર્યોમાં મદદરૂપ થશે. કુલ 26443 રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂંટણીની જવાબદારીઓ સોંપવામાં આવશે. દિલ્હી ખાતે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ આ તમામ જાણકારી આપવાની સાથે જ જણાવ્યું કે હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં હિમવર્ષો શરૂ થાય તે પહેલા મતદાન કરવાની પણ માંગ ઉઠી છે.

૩. રાજધાની ટ્રેનમાં ટિકીટ કન્ફર્મ નહીં થાય તો મળશે હવાઈ યાત્રાની સુવિધા

નવી દિલ્હી- રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. એસી ક્લાસ-1 અને ક્લાસ-2ના પ્રવાસીઓની ટિકીટ જો કન્ફર્મ નહીં થાય તો તેમને પોતાના ગંતવ્ય સ્થળ સુધી જવા માટે વિમાનની ટિકીટ આપવામાં આવી શકે છે. એર ઈન્ડિયાના પૂર્વ ચેરમેન અશ્વિની લોહાનીએ ગત વર્ષે આ અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જોકે રેલવે બોર્ડે આ અંગે કોઈ સકારાત્મક પ્રતિક્રિયા આપી ન હતી. રેલવે બોર્ડના ચેરમેન બન્યા બાદ ફરી એકવાર આ યોજનાને લીલી ઝંડી આપવાની વાત કરી છે. હવે એર ઈન્ડિયાના જવાબની રાહ જોવાઈ રહી છે.

૪. મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે 108 સેવાની મોબાઇલ એપ લોન્ચ કરાઇ

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. જે પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 108 સેવાની મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યુ છે. રાજ્યમાં આપતકાલમાં જીવનરક્ષક 108 સેવાઓના નવા ટેકનોલોજી યુકત અભિગમ 108 મોબાઇલ એપનું લોન્ચીંગ કર્યુ છે.
આ મોબાઇલ એપ સ્માર્ટ ફોન ધારકો ગૂગલ પ્લેસ્ટોરમાં જઇને ડાઉનલોડ કરી શકે છે. 108ની આ મોબાઇલ એપને કારણે મદદ માંગનારા વ્યકિતનું લોકેશન ઘટના સ્થળની સચોટ માહિતી મળી શકશે. જેથી જીવનરક્ષક સેવા વધુ ઝડપી બનશે.

૫. સેનાનો પ્લાન, 2000 સૈન્ય છાવણી સ્માર્ટ સિટીની તર્જ પર થશે વિકસિત

દેશની સૈન્ય છાવણીઓ પણ હવે સ્માર્ટ સિટીની જેમ નવા રંગરૂપથી સજ્જ થશે. સેના દેશમાં 2,000 મિલિટરી સ્ટેશન્સને સ્માર્ટ સિટીની જેમ જ વિકસિત કરવાના પ્લાનને અંતિમ ઓપ આપવામાં લાગી ગઈ છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, પાયલોટ પ્રોજેક્ટ માટે 58 છાવણીઓ નક્કી કરી લેવાઈ છે. આ પ્રોજેક્ટમાં દેશની બધી છાવણીઓને સામેલ કરવામાં આવશે. સૈનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેઓ સૈન્ય છાવણીઓને સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરવા ઈચ્છીએ છીએ, જ્યાં બધી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. નવીન ટેકનિકથી યુક્ત આઈટી નેટવર્ક તેની મુખ્ય વિશેષતા હશે. તાજેતરમાં જ કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ પ્રોજેક્ટ પર ઘણો વિચાર-વિમર્શ કર્યો હતો.

૬. વ્યાપારના પૂર્વ તંત્રી શશિકાંત વસાણીનું અવસાન

મુંબઈ, તા. 22 : વ્યાપારના દ્વિતીય તંત્રી શશિકાંતભાઈ વસાણીનું રવિવારની વહેલી સવારે તેમના અંધેરીના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું હતું. વસાણીભાઈ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. તેમની વય 88 વર્ષની હતી. તેમના પરિવારમાં પત્ની નીલમબેન અને પુત્રી અલ્પા છે. વ્યાપારના આદ્યસ્થાપક અને તંત્રી હ. ઝ. ગિલાણીભાઈના અનુગામી બનેલા વસાણીભાઈએ 27 વર્ષ સુધી વ્યાપારનું તંત્રીપદ સંભાળ્યું હતું. તેમના અવસાનથી પત્રકાર જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. વસાણીભાઈના પાર્થિવ દેહને તેમનાં પુત્રી અલ્પા અને તેની પિતરાઈ બહેન મયૂરીએ અંધેરીના ચકાલા સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપ્યો હતો.

૭. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોનું નેકના નવા નિયમ મુજબ થશે ગ્રેડિંગ

અમદાવાદ: નેક (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) દ્વારા રાજ્યની ૬૦થી વધુ યુનિવર્સિટી અને ૬૦૦થી વધુ કોલેજોને ગ્રેડ આપવાની જૂની પદ્ધિત આ માસમાં ૩૧મીએ પૂરી થઈ જશે. હવે પછી નેકના નવા માપદંડ મુજબ ગ્રેડિંગ સિસ્ટમ લાગુ થવાના કારણે મોટા ભાગની કોલેજો અને યુનિવર્સિટીના ગ્રેડમાં ફેરફાર થશે. મોટા ભાગની કોલેજો નવા માપદંડ મુજબ બી કે સી ગ્રેડમાં આવી જવાની શક્યતા છે.


આંતરરાષ્ટ્રીય:-  

 ૧.પાણીમાંથી પ્રદૂષણ શોધનારી ૧૧ વર્ષની ગીતાંજલિને 'ટોપ યંગ સાયન્ટિસ્ટ' એવૉર્ડ

ભારતીય મૂળની અમેરિકન બાળકી ગીતાંજલિ રાવને અમેરિકાનો પ્રતિષ્ઠિત 'ટોપ યંગ સાયન્ટિસ્ટ' એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગીતાંજલિ હજુ તો ૧૧ વર્ષની સ્કૂલની વિદ્યાર્થીની જ છે. ત્યાં તેણે પાણીમાંથી સીસાના પ્રદૂષણને શોધી કાઢવાનો સસ્તો ઉપાય તૈયાર કર્યો છે. ગીતાંજલિએ એક સાધન બનાવ્યુ છે, જે નેનો ટયુબની મદદથી પાણીમાં રહેલું સીસાનું ઘાતક પ્રદૂષણ શોધી શકે છે. સીસું અત્યંત ઝેરી હોવાથી શરીરમાં જાય તો ઘણુ નુકસાન કરી શકે છે.
અમેરિકાના મિશિગન વિસ્તારમાં આવેલા ફ્લિંટ શહેરમાં ૨૦૧૪-૧૫ દરમિયાન પાણીમાં સીસાના પ્રદૂષણનો મામલો ઉદ્ભવ્યો હતો. એ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે અને કેટલાક સરકારી અધિકારીઓ વિરૃદ્ધ જીવલેણ બેદરકારીનો કેસ ચાલી રહ્યો છે. એ વખતે પાણીમાં સીસું ભળ્યું હતું. એ ઘટનામાથી પ્રેરણા લઈને ગીતાજંલિએ આ ઉપકરણ તૈયાર કર્યું હતુ. એવોર્ડમાં સર્ટિફિકેટ અને ૨૫ હજાર ડોલર (અંદાજે રૃપિયા ૧૬ લાખ)ની રકમ મળી છે.
અમેરિકામાં અનેક એવા જળાશયો છે, જેમાં સીસું ભળેલું હોય છે. પરંતુ દેખીતી રીતે એ જળાશયોને અલગ પાડી શકાતા નથી. બીજી તરફ પાણીમાં સીસું છે કે કેમ એ તપાસ ઘણી મોંઘી છે. માટે એ તપાસનો સસ્તો વિકલ્પ ગીતાંજલિએ તૈયાર કર્યો છે. ગીતાંજલિએ તૈયાર કરેલું સાધન ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને મોબાઈલ સાથે જોડીને પાણીમાં રહેલું પ્રદૂષણ માપી શકાય એવુ છે.

૨. ફ્રાંસના રક્ષાપ્રધાન આગામી સપ્તાહે ભારતના પ્રવાસે, વધુ રફાલ ફાઇટર પ્લેન વેચવા ઇચ્છુક

ફ્રાંસના રક્ષા પ્રધાન ફ્લોરેન્સ પાર્લે આગામી સપ્તાહે ભારત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ડિસેમ્બરમાં ભારત પ્રવાસ પહેલા દ્વિપક્ષીય સામરીક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની વાત થશે.
ભારતીય વાયુસેના દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા 59 હજાર કરોડ રૂપિયાની મેગા ડીલ હેઠળ 36 રફાલ જેટ વિમાનના કરાર બાદ ફ્રાંસ ભારતને વધારાના રફાલ ફાઇટર પ્લેન વેચવા ઇચ્છુક છે.
ભારતને મળનારા 36 જેટ વિમાનને પશ્ચિમ બંગાળના હસીમારા અને હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝમાં નવેમ્બર 2019થી 2022 સુધીમાં તૈનાત કરવામાં આવશે.
જોકે આ ડીલ બાદ ભારતીય વાયુસેનાએ હજુ પણ 36 રફાલ વિમાનની જરૂરિયાત હોવાની વાત કહી હતી.

૩. થાઇલૅન્ડના રાજાની અંતિમ યાત્રા હશે ૭.૪૯ અબજ રૂપિયાની

સાત દાયકા સુધી થાઇલૅન્ડ પર શાસન કર્યા પછી ૨૦૧૬ની ૧૩ ઑક્ટોબરે અવસાન પામેલા થાઇલૅન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યદેજના અંતિમ સંસ્કાર આવતા અઠવાડિયે ૨૬ ઑક્ટોબરે બુધવારે કરવામાં આવશે. પાંચેક કલાકની એ અંતિમ વિધિમાં લગભગ અઢી લાખ લોકોની હાજરીનો અંદાજ રાખવામાં આવે છે. થાઇલૅન્ડમાં દેવ સમાન ગણાતા રાજા ભૂમિબોલના અવસાન પછી શરૂ થયેલી અંતિમ સંસ્કારની તૈયારીનું ફાઇનલ રિહર્સલ ગયા શનિવારે કરવામાં આવ્યું હતું. આવતા બુધવારે અગ્નિ સંસ્કાર પછી પાંચ દિવસ સુધી શોક પાળવામાં આવશે. ખરેખર પ્રજાવત્સલ ગણાતા લોકહૃદયમાં બિરાજતા રાજાના અંતિમ સંસ્કારના કેટલાક મહિનાથી ચાલતાં આયોજનોની હવે પૂર્ણાહુતિ થઈ છે. ૬.૮૦ કરોડની વસ્તી ધરાવતા સમગ્ર દેશમાં રાજા ભૂમિબોલના ફોટોગ્રાફનાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. 

૪. રોબર્ટ મુગબેને ડબલ્યુએચઓના ગુડવિલ એમ્બેસડરના પદ ઉપરથી હટાયા

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગબેને વર્લ્ડ હેલ્થ ઓરગનાઇઝેશનના (ડબલ્યુએચઓ) ગુડવિલ એમ્બેસેડરના પદ ઉપરથી ભારી વિરોધ બાદ રવિવારે કાઢી નાખવામાં આવ્યું છે.
ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ તેદ્રોસ અધનોમ ઘેબેરેયસસે બુધવારે મુગબેને આ પદ ઉપર નિયુક્ત કર્યું હતું.
ડબલ્યુએચઓ છેલ્લા ઘણા સમયથી પોતાની પ્રતિષ્ઠા જાણવી રાખી શક્યું નથી અને ખાસકરીને ઇબોલા પછી જેના લીધી 2014-2015માં 11,000 લોકોના પશ્ચિમ આફ્રિકામાં મોત થયા.

૫. જાપાનમાં મધ્યવર્તી ચૂંટણીમાં વડાપ્રધાન શિંજો આબેની શાનદાર જીત, વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

જાપાનમાં રવિવારે થયેલી મધ્યવર્તી ચૂંટણીમાં વડાપ્રધાન શિંજો આબેએ શાનદાર જીત હાંસલ કરી છે. આબેના એલડીએફ નેતૃત્વવાળા ગઠબંધનની સંસદના લોઅર સદનમાં બે તૃત્યાંશ બહુમતી મળી છે.
શિંજો આબેની કન્ઝર્વેટિવ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને સંસદની 465 બેઠકોમાંથી 311 બેઠક મળી છે. ચૂંટણીમાં બહુમત માટે 233 બેઠકો જીતવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શિંજો આબેને ફરીથી વડાપ્રધાન બનવા પર શુભેચ્છા આપી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મારા પ્રિય મિત્ર શિંજો આબેને ચૂંટણીમાં જીત બદલ હાર્દિક શુભેચ્છા. હું તેમની સાથે મળીને ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે.
વડાપ્રધાન શિંજો આબે વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ મળી શકે છે.
સાથે જ ઉત્તર કોરિયા પર તેમના પહેલા કડક વલણને મજબૂત કરવા માટે મદદ મળી શકે છે.
જાપાનમાં આ 48મી સામાન્ય ચૂંચણી હતી. જાપાની સંસદના લોઅર ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે ચાર વર્ષે ચૂંટણી થાય છે.



રમત ગમત:-

૧. અંડર-17 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ-બ્રાઝીલ સેમિફાઇનલ કોલકાતામાં ખસેદાયી

ફિફાએ સોમવારના અંડર-17 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ જે ઇંગ્લેન્ડ અને બ્રાઝીલ વચ્ચે 25 ઓક્ટોબરના ગુવાહટી માં રમાવાની હતી તે હવે કોલકાતામાં ખસેડી.
મેચને કોલકાતામાં ખસેડવાનો કારણ ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમમાં છેલ્લા થોડાક દિવસોમાં વરસાદના લીધે રમવા લાયક હાલત ના હોવા ગણાય છે.
હવે સેમિફાઇનલ વિવેકાનંદ યુબા ભારતી ક્રિરંગણમાં 25 ઓક્ટોબરના સાંજે 5 વાગે રમાશે.

૨. વિરાટે ૩૧મી સદી સાથે પૉન્ટિંગને ઓળંગ્યો: હવે ફક્ત સચિનથી પાછળ

વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. હરીફ સુકાની કેન વિલિયમસને છ બોલરોની જાળ બીછાવી હતી છતાં વિરાટ સંઘર્ષપૂર્ણ અને સફળ ઇનિંગ્સ રમવામાં સફળ થયો હતો. એક સમયે તો તે રન દોડતી વખતે પડી ગયો હતો અને તેના હાથમાંથી બૅટ છટકી ગયું હતું. એમ છતાં તે ૩૧મી ઐતિહાસિક સદી પૂરી કરીને જ જંપ્યો હતો. (એએફપી)

૩. ભારતીય ટીમ એશિયા કપમાં ત્રીજી વાર ચેમ્પિયન, મલેશિયા સામે ૨-૧થી વિજય

ભારતીય હોકી ટીમે ઢાકામાં રમાયેલા ૧૦મા એશિયા કપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં મલેશિયાને ૨૧-થી પરાજય આપી ટાઇટલ જીતી લીધું હતું. પ્રથમ વાર ફાઇનલ રમવા ઊતરેલી મલેશિયન ટીમ છઠ્ઠી રેન્કિંગવાળી ભારતીય ટીમ સામે ઊલટફેર કરી શકી નહોતી. ભારત તરફથી રમનદીપસિંહે મેચની ત્રીજી જ મિનિટે અને લલિત ઉપાધ્યાયે ૨૯મી મિનિટે ગોલ કર્યો હતો. મલેશિયા તરફથી મેચની ૫૦મી મિનિટે શાહરિલ સબાએ ગોલ કરી લીડ ઘટાડી હતી. મેચની અંતિમ મિનિટોમાં મલેશિયા પાસે સ્કોર બરાબરી કરવાની તક હતી પરંતુ ભારતીય ડિફેન્ડરોએ નિષ્ફળ બનાવી મેચ ૨-૧થી જીતી લીધી હતી.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. મુન્દ્રા મુંબઈ વચ્ચે નવેમ્બરના અંત સુધીમાં વિમાની સેવા શરૂ થશે

સરકારની ઉડાન યોજના હેઠળ હવે નવેમ્બર માસના અંત સુધીમાં અગાઉ થયેલી જાહેરાત પ્રમાણે મુન્દ્રા અને અમદાવાદ વચ્ચેની વિમાની સેવા શરૂ થવાની શક્યતા હોવાના સંકેતાે મળ્યા છે.
સરકારે કચ્છ માટે બે વિમાની સેવાઆેની જાહેરાત કરેલી જેમાં જુલાઈ માસના અંત સુધીમાં કંડલા મુંબઈ વચ્ચે સ્પાઈસ જેટની ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. અગાઉ તાે આેગષ્ટ માસના અંત સુધીમાં આ યોજના શરૂ કરવાની જાહેરાત થઈ હતી. તેમાં ભાવનગર મીઠાપુર વિગેરે સ્થળોને પણ આ વિમાની સેવાનાે લાભ આપવાની યોજના હતી. ભુવનેશ્વર સ્થિત એર આેડિસા દ્વારા આ સેવા શરૂ કરવાની તૈયારી હતી. પરંતુ પ્રાદેશિક સ્તરની હવાઈ સેવા શરૂ કરવા માટે ડિરેક્ટર જનરલ આેફ એવિએશનમાંથી મેળવવાનું રહેલું આેપરેટર (એસસીઆે) તરીકેનું લાયસન્સ ન હોવાથી આ સેવા શરૂ થઈ શકી નહોતી. હવે ટુંક સમયમાં આ લાયસન્સ મળી જાય તેવી શક્યતા છે. તેથી હવે નવેમ્બરના મધ્યભાગથી આ સેવા તબક્કાવાર શરૂ કરાશે.


અન્ય

૧. હોંગ-કોંગના મેડમ તુસાદમાં વરૂણનુ સ્ટેચ્યૂ લાગશે

વરૂણ ધવનની'જુડવા-2'એ સારૂ પ્રદર્શન કર્યુ છે. પોતાના કરિયરમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપવા વાળો વરૂણે એક બીજુ મુકામ હાસલ કરવા જઇ રહ્યો છે. જો કે, વરૂણ યંગ જનરેશનના પહેલા સ્ટાર બનવા જઇ રહ્યો છે જેનુ મીણનુ પુતળુ હોંગ-કોંગના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લાગશે. હાલમાં મીણનુ પુતળુ બનાવા વાળી એક ટીમ મુંબઈ આવી હતી, જેણે વરૂણ ધવનના શરીરનો માપ લીધો. જાણકારી વરૂણ ધવને સોશિયલ મિડીયા પર આપી છે.

૨. મંગળ ગ્રહ પર મુસાફરી કરી શકશો FREE,જાણો આ રીતે

મંગળ ગ્રહ પર ફરવા જવાનું કે મંગળ ગ્રહને જોવાનું સ્વપ્ન હવે સરળતાથી પુરૂ થશે. હા, આ હકીકત છે આ સ્વપ્ન ઘરે બેઠા જ આ સ્વપ્ન સાકાર કરી શકાશે. ગુગલ દ્વારા એક એવી ટેકનીક વિકસાવવામાં આવી છે કે જેના દ્વારા મંગળ પર ટહેલવાનુ સપનું સાકાર થઇ શકશે. ગુગલે નાસા સાથે મળીને યુઝર્સ માટે વર્ચ્યુઅલ વોકની શરૂઆત કરી હતી. આ કારણોસર નાસાના ક્યુરિયોસિટી રોવલ દ્વારા લેવામાં આવેલ વિડીયો અને તસ્વીરોના માધ્યમથી મંગળ પર ફરવા જઇ શકાશે.

ઉલ્લેખનીય છે કે ગુગલની ક્રિયેટીવ લેબના ઇંટરેક્ટીવ પ્રોડ્યુસર રેયાન બુર્કે જણાંવ્યુ હતુ કે આ માટે WebVR નો ઉપયાગ કરવો પડશે. આ એક એવી એપ છે જેના ઇંન્સટોલ કરવાથી બ્રાઉઝર પર વર્ચુયલ રીયાલીટીનો અનુભવ કરવા મળશે.

નાસાના જેટ પ્રોપ્લાસન લેબોરેટરી પાસે એક સોફ્ટવેર છે જેની મદદથી મંગળ ગ્રહની મુસાફરી કરવી શક્ય બને છે. તો આમ કરવાથી મંગળ પર ફરવુ સરળ બનશે. અને ઘરે બેઠા મંગળ પર મુસાફરી કરી શકાશે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point