અહીંથી તમે તારીખ ૨૨ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. સૉલિસિટર
જનરલે રાજીનામું આપ્યું
ગઈ કાલે કેન્દ્રના
કાયદા વિભાગના પ્રધાન રવિ શંકરની ઑફિસને રણજિત કુમારનું રાજીનામું પ્રાપ્ત થયું
હતું. સુપ્રીમ કોર્ટના જજના હોદ્દા માટે રણજિત કુમારની નિયુક્તિ વિશે સુપ્રીમ
કોર્ટ કોલેજિયમ વિચારણા કરતું હોવાની અટકળો પણ કેટલાક વખતથી ચર્ચાતી હતી.
કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવ્યા પછી ૨૦૧૪ના જૂન મહિનામાં રણજિત કુમારની
નિમણૂક દેશના સૉલિસિટર જનરલના હોદ્દા પર કરવામાં આવી હતી.
૨. ભાજપ
અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ, રેત શિલ્પકાર દ્વારા
પ્રતિકૃતિ બનાવી ભેટ અપાઇ
આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો જન્મ દિવસ છે
ત્યારે રેત શિલ્પ કાર દ્વારા તેની પ્રતિકૃતિ બનાવી તેમને આપવામાં આવી છે. કેરળના
બાબુ એડાકુનના દ્વારા આ શિલ્પ તૈયાર કરી તેને અર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રતિકૃતિની વિશેષતા એ છે કે આ પ્રતિકૃતિમાં
કલરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ માટી અને ગ્રેનાઈટના પથ્થરમાંથી બનાવવામાં
આવ્યું છે જે જગ્યા પર અમિત શાહનો મુંબઈમાં જન્મ થયો છે એ જગ્યાની માટી એકઠી કરી
તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કલાકાર દ્વારા દેશના અલગ અલગ નેતાઓની
પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે આ કૃતિ બનાવવા માટે એક મહિના જેટલો સમય લાગે છે.
૩. બાંગ્લાદેશ પ્રવાસે જવા
રવાના થયા સુષમા સ્વરાજ, રોહિંગ્યા
મુદ્દા પર કરશે ચર્ચા
નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ રવિવારે બે દિવસ
માટે બાંગ્લાદેશની મુલાકાત માટે રવાના થયા છે. આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોની
સમીક્ષા માટે ભારત-બાંગ્લા સંયુક્ત સલાહકાર પંચની સહ-અધ્યક્ષતા કરશે. સાથે સુષમા
પોતાની ઢાકા મુલાકાત દરમિયાન રોહિંગ્યા મુદ્દા પર પણ વાતચીત કરશે. આ એક એવો મુદ્દો
છે જેનો બાંગ્લાદેશ સામનો કરી રહ્યો છે અને એનાથી નિપટવામાં એમને ભારતની મદદ માંગી
છે.
૪. રાની મુખરજીના પિતા રામ
મુખરજીનું નિધન, જોઈને
ગયા લીલી વાડી
બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખરજીના પિતા અને
લોકપ્રિય ડિરેક્ટર-પ્રોડ્યુસર રામ મુખરજીનું હાલમાં જ નિધન થઈ ગયું છે. મળતી
માહિતી પ્રમાણે લાંબી બીમારી પછી રવિવારે સવારે ચાર વાગ્યે તેમનું નિધન થયું છે.
તેઓ હિન્દી અને બંગાળી સિનેમાના ખ્યાતનામ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક હતા. તેઓ મુંબઈના હિમાલયા
સ્ટુડિયોના ફાઉન્ડર્સમાંથી એક હતા.
૫. દેશની પહેલી રો-રો ફેરી
સર્વિસ શરૂ થઈ ગુજરાતમાં, જાણો
કેટલીક ન જાણેલી વાતો
રવિવારે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા પીએમ
મોદીએ ભાવનગરના ઘોઘાથી દહેજ સુધીની રોલ ઓન રોલ ઓફ યોજના કે જે તેમનો ડ્રીમ
પ્રોજેક્ટ ગણાતો હતો તેનું લોકાર્પણ કર્યું. ગુજરાતના દરિયાઈ સિમાડે શરૂ કરવામાં
આવેલી આ રો રો ફેરી યોજના દેશની પ્રથમ આવી યોજના છે. વર્ષ 2012માં નરેન્દ્ર મોદીના હાથે જ આ યોજનાનો
શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એ વખતે નરેન્દ્રમોદી ગુજરાતના સીએમ હતા. આજે પીએમ
છે. આ રોરો ફેરી સેવા શરૂ કરવા પાછળ ગુજરાત સરકાર દ્વારા 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ યોજના શરૂ થવાથી ભાવનગર અને સુરત વચ્ચેનું
અંતર ઘટી જશે. અનેક હીરાઘસુ પરિવારોએ આનો સીધો લાભ મળશે કે જે લોકોને આ શહેરો
વચ્ચે વધું આવનજવાન રહે છે.
ઘોઘા અને ભરૂચ પાસે આવેલા દહેજ વચ્ચે 310 કિમીનું અંતર છે. જે રોરો ફેરી સર્વિસને કારણે
માત્ર 30
કિમી થઈ જશે.
22મી ઓક્ટોબરે પીએમ મોદીએ આ સેવાના પહેલા ચરણનું
કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી આ ફેરીમાં સવાર થઈને દહેજ
પહોંચ્યાં. અને બપોરનું ભોજન પણ ફેરી સર્વિસમાં જ લેવાના હતા. પહેલાં ચરણમાં આ સફર
માત્ર યાત્રીઓ માટે જ હશે. આ સર્વિસના બીજા ચરણનું કામ બે મહિનામાં પૂર્ણ થઈ ગયા
બાદ આ સેવા હેઠળ યાત્રીઓ ઉપરાંત લગેજ જેવો કે તેમની કારને પણ લઈ જવામાં આવશે.
જો આપે ક્યારેય આ રીતે દરિયાઈ સફર ન ખેડી હોય
તો પહોંચી જાવ ઘોઘા કે દહેજ અને લો આ સેવાનો આનંદ.. રહેશે યાદગાર અનુભવ.
આંતરરાષ્ટ્રીય:-
૧. જાપાનમાં મતદાન અને
વરસાદનો આરંભ, ભારત
મિત્ર આબેને વાંધો નહીં આવે
જાપાનમાં મધ્યસત્ર ચૂંટણીમાં વડાપ્રધાન શિંજો
આબેની નીતિઓ અને સુધારા કસોટીએ એરણે ચઢશે. ચૂંટણીમાં તેમને જોકે પ્રચંડ વિજય
સાંપડે તેવી ધારણા મુકાય છે. આ સાથે સામે પક્ષે ટોક્યોના ગવર્નરની નવી પાર્ટી
હારની દિશામાં આગળ વધી રહી હોય તેમ મનાય છે. ચૂંટણી વિજય સાથે આબે અનેક રેકોર્ડ
સ્થાપિત કરશે.
જાપાનમાં યોજાયેલા સર્વે પ્રમાણે શાસક
કન્ઝર્વેટિવ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલતડીપી)ના નેતૃત્વ હેઠળના જોડાણને ભારે
બહુમતી મળવાની સંભાવના છે. શિજો આબેને જાપાનની ડાયટ એટલે કે સંસદમાં 465માંથી 303 બેઠકો મળવાની સંભાવના છે. ચૂંટણીમાં બહુમતી
માટે 233
બેઠક પર વિજય
જરૂરી છે.
એલડીપી મોરચાના સાથી પક્ષ કોમિટો પાર્ટીને 30 કરતાં વધારે બેઠકો મળવાની સર્વેમાં ધારણા
મુકાઈ છે. આ સાથે સંસદના નીચલા ગૃહમાં આબેના શાસક પક્ષને બે તૃત્યાંશ બહુમતી
મળવાની શક્યતા છે. સર્વના તારણ મુજબ ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકેની પાર્ટી ઓફ
હોપને 54
બેઠકો મળવાનો
અંદાજ છે.
૨. ટ્રમ્પ સૌથી ખતરનાક
રાષ્ટ્રપ્રમુખ: ડેમોક્રેટિક પાર્ટીઅધ્યક્ષ પેરેજ
ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ટોમ પેરેજે
કહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો
મુકાબલો કરવા માટે પાર્ટીની એકતા મહત્વપૂર્ણ છે. તેમણે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને
નિશાને લેતા અમેરિકાના અસ્તિત્વ માટે ખતરારૂપ ગણાવ્યા છે.
ફેબ્રુઆરીમાં ટોમ પેરેજ ડેમોક્રિટક પાર્ટીના
અધ્યક્ષ બન્યા હતા. અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર પેરેજે ડેમોક્રેટિક પાર્ટીના
રાષ્ટ્રીય સંમેલનમાં પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી ખતરનાક
રાષ્ટ્રપ્રમુખ છે અને હાલની કોંગ્રેસ અમેરિકાના ઈતિહાસની સૌથી વધુ પ્રતિક્રિયાવાદી
કોંગ્રેસ છે. બરાક ઓબામાના પ્રધાનમંડળમાં સામેલ રહેલા પેરેજે ભ્રષ્ટાચારની
સંસ્કૃતિની પણ આકરી ટીકા કરી છે.
૩. ભારતીય વાયુસેનામાં
સામેલ થઇ શકે ઘાતક ડ્રોન, ભારતના
પ્રસ્તાવ પર USના
સકારાત્મક સંકેત
ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે પોતાના
સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યા છે. રશિયા અને ઇઝરાયેલ બાદ ભારત હવે અમેરિકાના હથિયારો
તરફ પણ નજર દોડાવી રહ્યું છે. ત્યારે ભારતે અમેરિકા પાસેથી હથિયારોથી સજ્જ ડ્રોન
ખરીદવાની ઇચ્છા રજૂ કરી હતી. જેના પર અમેરિકન અધિકારીએ સકારાત્મક સંકેત આપ્યા છે.
આ દાવો કર્યો અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ.
તેમણે કહ્યું છે કે ટ્રમ્પ સરકાર ભારતની આ માગણી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે
જેમાં ભારત પોતાની વાયુસેનામાં સામેલ કરવા માટે હથિયારથી સજ્જ ડ્રોન ખરીદવા ઇચ્છી
રહ્યું છે. જ્યારે આ અધિકારીને પૂછવામાં આવ્યું શું અમેરિકા ભારતની ડ્રોન અંગેની
માગણી પર વિચાર કરી રહ્યું છે.
રમત ગમત:-
૧. વન-ડેમાં
ભારતે મોખરાની રૅન્ક ગુમાવી: હવે સાઉથ આફ્રિકા નંબર વન
નંબર વન ગેમ: એક તરફ પાકનો ફાસ્ટ બોલર હસન અલી
(ડાબે) વન-ડેનો નવો નંબર વન બોલર બન્યો છે ત્યારે બીજી બાજુ ધોનીએ ઘરઆંગણે ન્યૂ
ઝીલૅન્ડ સામે વિજય અપાવીને રાષ્ટ્રોના રૅન્કિંગમાં ભારતને ફરી નંબર વન બનાવવાનો
પડકાર ઝીલી લીધો છે.
દુબઈ: આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં
આવેલા વન-ડેના નવા ક્રમાંકો મુજબ ભારતની નંબર વનની રૅન્ક સાઉથ આફ્રિકાએ આંચકી લીધી
હતી. ફૅફ ડુ પ્લેસીના સુકાનમાં સાઉથ આફ્રિકાએ બંગલાદેશને શ્રેણીની બીજી મૅચમાં
પરાજિત કર્યું એ સાથે સર્વોચ્ચ રૅન્ક હાંસલ કરી લીધી હતી અને ભારત બીજા નંબરે
ધકેલાયું હતું. જોકે, બન્ને દેશના એકસરખા ૧૨૦-૧૨૦ રેટિંગ પૉઇન્ટ છે
એટલે ભારત એનાથી બહુ દૂર નથી. ન્યૂ ઝીલૅન્ડને શ્રેણીમાં હરાવીને ભારત ફરી નંબર વન
રૅન્ક મેળવી શકે એમ છે. સાઉથ આફ્રિકાના ૬૨૪૪ ડેસિમલ પૉઇન્ટ સામે ભારતના ૫૯૯૩
પૉઇન્ટ છે.
ભારતે
તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાને શ્રેણીમાં ૪-૧થી પરાજિત કરીને મોખરાની રૅન્ક મેળવી હતી.
દરમિયાન, વિરાટ કોહલીએ વન-ડેના બૅટ્સમેનોના રૅન્કિંગમાં
ઘણા વખતે મોખરાની રૅન્ક ગુમાવી હતી. સાઉથ આફ્રિકાના એ. બી. ડી’વિલિયર્સે તેને બીજા નંબર પર ધકેલી દીધો છે.
ભારતીયોમાંથી રોહિત શર્મા પણ ટૉપ-ટેનમાં છે, પરંતુ તે બે સ્થાન નીચે ઉતર્યો છે અને હવે
સાતમા નંબરે છે.
૨. ભારત
એશિયા કપ હોકીની ફાઈનલમાં, પાકિસ્તાનને
4-0થી કચડી નાખ્યું
ભારતની હોકી ટીમે આજે અહીં પાકિસ્તાન પર વધુ
એક મોટો વિજય હાંસલ કર્યો છે. સુપર-4 રાઉન્ડમાં પોતાની છેલ્લી મેચમાં ભારતે કટ્ટર
હરીફ પાકિસ્તાનને 4-0થી કચડી નાખ્યું છે અને ફાઈનલમાં પ્રવેશ કર્યો
છે.
૩. ડેન્માર્ક ઓપનમાંથી સાઇના, પ્રણોય આઉટ શ્રીકાન્તે
વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો
સાનિયા નેહવાલ અને એચ. એસ. પ્રણોય સીધા સેટમાં હારીને આઉટ થઈ ગયાં હતાં, જ્યારે કિદામ્બી શ્રીકાન્તે લોકલ હીરો અને
વર્લ્ડ ચૅમ્પિયન વિક્ટર ઍક્સલ્સનને હરાવીને મોટો ઊલટફેર કર્યો હતો.
રિયો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પેનની કૅરોલિના મારિનને
આંચકો આપનાર સાઇનાએ ક્વૉર્ટર ફાઇનલમાં જપાનની વર્લ્ડ નંબર પાંચ ખેલાડી અકાને
યામાગુચી સામે સીધા સેટમાં ૧૦-૨૧, ૧૩-૨૧થી હારીને નિરાશાજનક રીતે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવી પડી હતી, જ્યારે ïપ્રણોયે ટૉપ સિડેડે અને વર્લ્ડ નંબર ટૂ કોરિયન ખેલાડી સન વૅન હો સામે
બિનજરૂરી ભૂલોની ભરમાર સાથે ૧૩-૨૧, ૧૮-૨૧થી હાર જોવી પડી હતી.
રિયો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પેનની કૅરોલિના મારિનને આંચકો આપનાર સાઇનાએ ક્વૉર્ટર ફાઇનલમાં જપાનની વર્લ્ડ નંબર પાંચ ખેલાડી અકાને યામાગુચી સામે સીધા સેટમાં ૧૦-૨૧, ૧૩-૨૧થી હારીને નિરાશાજનક રીતે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવી પડી હતી, જ્યારે ïપ્રણોયે ટૉપ સિડેડે અને વર્લ્ડ નંબર ટૂ કોરિયન ખેલાડી સન વૅન હો સામે બિનજરૂરી ભૂલોની ભરમાર સાથે ૧૩-૨૧, ૧૮-૨૧થી હાર જોવી પડી હતી.