રાષ્ટ્રીય:-
૧. રણવીર સિંહ બનશે ક્રિકેટર, જોવા મળશે કપિલ દેવની બાયોપિકમાં
અભિનેતા રણવીર સિંહ પદ્માવતી બાદ હવે કપિલ દેવની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં 1983માં ભારતે જીતેલા વિશ્વ કપની ઘટનાને દર્શાવવામાં આવ્શે. ભારતે કપિલ દેવના નેતૃત્વમાં આ વિશ્વ કપ જીત્યો હતો. આ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પ્રથમ વાર વિશ્વ કપની ટ્રોફી પોતાને નામ કરી હતી. કપિલ દેવની બાયોપિકનું નિર્માણ અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ અને વિક્રમાદિત્ય મોટવાણી અને મધુ માંટેનાની ફેન્ટમ ફિલ્મ કંપની કરશે.
૨. રૂપાણી સોમવારે દિલ્હીમાં નવા ગુજરાત ભવનનું ભૂમિપૂજન કરશે
અમદાવાદ – ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવારે, 25 સપ્ટેમ્બરે સવારે નવી દિલ્હીમાં અકબર રોડ ખાતે 7066 ચોરસ મીટર જમીન પર નિર્માણ પામનારા નવા ગુજરાત સદનનું ભૂમિપજન કરશે.
આ નવું નિર્માણ થનારું ગુજરાત સદન કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સંસદભવનની નજીક હશે.
ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળતા જ સ્વીકાર કરીને દેશના પાટનગરમાં પ્રાઈમ એરિયા ગણાતા 25, B, અકબર રોડ ખાતે જમીન ફાળવી આપી છે.
આ નવા ગુજરાત સદનની ભૂમિપૂજન વિધિમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ અને કેન્દ્ર સરકારમાં સેવા બજાવતા ગુજરાતના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.
૩. રેલવે પ્લેટફોર્મ પર ભારતીય સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનાં પુસ્તકો ફરજિયાત
ભારતીય રેલવે દ્વારા તેની નવી સ્ટોલ પોલિસી ઘડવામાં આવી છે, જેમાં રેલવેનાં તમામ પ્લેટફોર્મ પર અને કિઓસ્કમાં ભારતીય સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોની છણાવટ કરતાં પુસ્તકો ફરજિયાતપણે લોકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવા તમામ ઝોનલ રેલવે મેનેજર્સને આદેશ આપવામાં આવ્યો છે. રેલવે બોર્ડે આદેશ આપ્યો છે કે નવી મલ્ટિપર્પઝ સ્ટોલનીતિ હેઠળ રેલવેના તમામ સ્ટોલમાં આવાં પુસ્તકો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. તમામ મલ્ટિપર્પઝ સ્ટોલમાં ભારતીય પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યો અને ઇતિહાસની વિગતો આપતાં પુસ્તકોનું નિદર્શન કરવામાં આવે. રેલવેની નવી સ્ટોલનીતિમાં તમામ પરચૂરણ સ્ટોલ્સ, ક્યુરિયો સ્ટોલ્સ અને બુકસ્ટોલ્સ તેમજ કેમિસ્ટના સ્ટોલ્સને આવરી લેવામાં આવ્યા છે.
૪. દસાડાની સારિયા મલિકે રાષ્ટ્રીય સ્તરે શુટીંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા
ભારતના ઈતિહાસમાં પહેલીવાર જી.વી.માવલંકર ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં એક મુસ્લિમ તરૂણી શૂટરે ઓપન અને જૂનિયર કેટેગરી બન્નેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતમાં આ રેકોર્ડ પટિયાલા એનએફસીમાં નોંધાયો હતો. ગુજરાતની પહેલી મુસ્લિમ દીકરીએ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. સ્પર્ધામાં જીતેલી સાદિયા દસાડા ગામમાં રહે છે અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણે છે. સાદિયા દસાડા ગામના પ્રતિષ્ઠિત જાગીરદાર પરિવારથી આવે છે. મલિક નામની અટક તેણીને પોતાના પૂર્વજોના વારસાથી મળી છે અને ત્યારબાદથી તેઓ મલિક તરીકે ઓળખાયા છે. પોતાના પૂર્વજોની પરંપરાને ધ્યાનમાં રાખતા દસાડાની સાદિયા મલિકે શૂટિંગનો શોખ ચાલુ રાખ્યો છે અને તેને નેશનલ સ્તર પર લઈ ગઈ છે.
૫. ગુજરાતી કવિતાનો પ્રતિષ્ઠત નરસિંહ મહેતા એવોર્ડ આ વર્ષે બે સર્જકોને
આÛ કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ અને સત્વશીલ કવિને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરી એમના સર્જનકર્મની વંદના કરાય છે. આ એવોર્ડમાં નરસિંહ મહેતાના ધાતુની પ્રતિમાનો એવોર્ડ, રૂ.1,51,000ની સન્માન રાશિનો સમાવેશ થાય છે અને શરદપૂણિર્માના ઉજાસભર્યા અવસરે આ ઉપક્રમ રચાય છે. વર્ષ 2017 માટે ગુજરાતી કાવ્ય ક્ષેત્રે પ્રસશ્ય પ્રદાન કરનાર બે સર્જકોને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે જેમાં 23મો નરસિંહ મહેતા એવોર્ડ કવિ ગુલામ મહોમ્મદ શેખ અને 24મો નરસિંહમહેતા એવોર્ડ કવિ દલપત પઢિયારને અપાશે. મુક્ત પÛ કાવ્ય સ્વરૂપમાં એક પોતીકો ચીલો ચાતરનાર ગુલામ મહોમ્મદ શેખના કાવ્યોમાં ચિત્રત્મકતા વિશેષ જોવા મળે છે તો આધ્યાિત્મક રંગછાંટથી રંગાયેલી દલપત પઢિયારની કવિતામાં ગેયતા અને આધ્યાિત્મકતાનો અનન્ય સમન્વય અનુભવાય છે.
૬. ખેડૂતોને રૂા. ૫૦૦ કરોડ જેટલી મોટી રકમ મળશે : સરકાર દ્વારા લાભપાંચમથી રૂા. ૯૦૦ પ્રતિમણના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે:રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મગફળી પકવતા ધરતીપૂત્રોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લઇને આગામી લાભ પાંચમ- ર૫ ઓકટોબરથી રૂ.૯૦૦/- પ્રતિમણના ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદશે તેવી જાહેરાત કરી છે. રૂપાણીએ આ અંગેની ઘોષણા કરતા કહૃાુ કે આ વરસે રાજયમાં ખુબ સારો વરસાદ થતા તે ખેડૂતો માટે ૧૬ આની એટલે કે ૧૦૦ ટકા લાભદાયી નિવડયો છે.આના પરિણામે રાજયમાં વિપૂલ પ્રમાણમાં મગફળી, અડદ, તુવેરદાળ કપાસ જેવા પાકોનુ ઉત્પાદન ખેડૂતોએ કર્યુ છે.
૭. આજથી રાહુલ ગાંધીનો 3 દિવસિય ગુજરાત પ્રવાસ શરૂ, વાંચો કાર્યક્રમ
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસમાં સૌરાષ્ટ્રમાં જનસંવાદ યાત્રા યોજશે.
રાહુલ ગાંધી આજે સોમવારે સવારે 10.30 કલાકે મીઠાપુર એરસ્ટ્રીપ પર ઉતરાણ કરશે એ પછી સીધા જ દ્વારકા મંદિરના દર્શને પહોચશે.
આ પછી રાહુલ ગાંધી, સવારે 11થી 11.30 વાગ્યા સુધી રાહુલ દ્વારકા મંદિરના દર્શન કરશે.
દર્શન પછી 12.30થી 1.00 વાગ્યા વચ્ચે નજીકમાં ભાટિયા ગામની મુલાકાત લેશે જ્યાં કાર્યકરો તેમજ સમર્થનકોને મળશે અને જનતા સાથે સંવાદ કરશે.
ત્યાર બાદ બપોરે 1.40થી 2.10 વાગ્યા દરમિયાન હાન્જડાપર ગામની મુલાકાત લેશે.
૮. વિજય માલ્યા ઉપર રૂા.૬૦૦૦ કરોડના મની લોન્ડરિંગનો આક્ષેપ
૯. 1 ઓક્ટોબરથી જૂની એમઆરપીવાળો સામાન જપ્ત થશે
1 ઓક્ટોબરથી જૂની એમઆરપી પર સામાન વેચાશે નહીં. દેશભરમાં જીએસટી લાગુ થયા પહેલા બનેલો માલ જપ્ત થઈ શકે છે કેમ કે જૂનો સામાન વેચવાની સમયસીમા 30 સપ્ટેમ્બરે ખતમ થઈ રહી છે.
ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 1 ઓક્ટોબરથી જૂની અને નવી એમઆરપી સાથે સામાન વેચવાની સમયસીમા વધવાની સંભાવના બહ ઓછી છે. જો કોઈ આયાતક અથવા કંપ્ની અરજી કરે છે તો તેના પર ‘કેસ ટુ કેસ’ સ્તર પર પરવાનગી આપવા પર વિચાર થઈ શકે છે.
સરકારે 1 જૂલાઈથી જીએસટી લાગુ થયા બાદ કંપ્નીઓ અને આયાતકોને જૂની એમઆરપીનો માલ ખતમ કરવા માટે ત્રણ માસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. સરકાર દ્વારા કહેવાયું હતું કે તેઓ જૂની એમઆરપી સાથે નવી એમઆરપી લખીને બજારમાં પોતાનો સામાન વેચી શકે છે.
સરકારે 1 જૂલાઈથી જીએસટી લાગુ થયા બાદ કંપ્નીઓ અને આયાતકોને જૂની એમઆરપીનો માલ ખતમ કરવા માટે ત્રણ માસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. સરકાર દ્વારા કહેવાયું હતું કે તેઓ જૂની એમઆરપી સાથે નવી એમઆરપી લખીને બજારમાં પોતાનો સામાન વેચી શકે છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. દુનિયાની સૌથી મેદસ્વી મહિલા ઇમાન અહેમદનું નિધન
દુનિયાની સૌથી મેદસ્વી મહિલા ઇમાને અહેમદનું નિધન થઇ ગયું છે. અબૂ ધાબીમાં તબીબી સારવાર દરમિયાન સોમવારે તેણે અંતિમ શ્વાસ લીધા. એક અઠવાડિયા અગાઉ જ તેણે 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ તે ઇલાજ માટે મુંબઇ આવી હતી. એક સમયે ઇમામનું વજન 500 કિલોગ્રામ હતું, જેના કારણે તેને દુનિયા સૌથી વધુ વજન ધરાવતી મહિલા માનવામાં આવતી હતી. અબૂ ધાબીના બૂર્જીલ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇમાનની કીડની કામ કરતી બંધ થઇ જતા તેમજ હૃદય સંબંધી બિમારીના કારણે તેનું મૃત્યુ થયું છે. ઇમામ 20 તબીબોની ટીમની સારવાર હેઠળ હતી. ઇમામ મિશ્રની રહેનારી હતી. ઇમામને બાળપણથી થાયરોયડ થયુ હતું. જેને લઇને એક સમયે તેનું વજન 250 કિલો થઇ ગયુ હતુ. થોડા સમય પહેલા તેને ઇલાજ માટે મુંબઇની સૈફી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
૨. ચીન-પાકને આ રીતે માત આપશે ઈન્ડિયા, 2 અબજમાં ખરીદી શકે છે 22 માનવરહિત દરિયાઈ ડ્રોન
અમેરિકી સંરક્ષણપ્રધાન જેમ્સ મેટ્ટિસ સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની ભારત મુલાકાત દરમિયાન લડાયક જેટ અને ડ્રોન સોદા ઉપરાંત અફઘાનિસ્તાનની સુરક્ષા સામેના પડકારોને મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ બન્યા પછી અમેરિકી ટોચના અધિકારીની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નવા સંરક્ષણપ્રધાન સીતારામનની મુલાકાત કરશે. વર્ષ 2016માં અમેરિકાએ ભારતને મહત્ત્વના સંરક્ષણ ભાગીદારનો દરજ્જો આપ્યો હતો. અમેરિકી વિદેશ પ્રધાન લોકહિડ ર્માિટન કંપનીના એફ-16 વિમાનો ખરીદવા ભારતના ગળે વાત ઉતારવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. લોકહિડ ર્માિટને ભારત સાથે 15 અબજ ડોલરમાં સોદો કરવા આતુર છે.
૩. જર્મનીની ચૂંટણીમાં અેન્જેલા મર્કલ ચોથી વાર વિજેતા બન્યાં
બર્લિન: જર્મનીમાં યોજાયેલી ચૂંટણી અંતર્ગત થયેલા મતદાનમાં ચાન્સેલર અેન્જેલા મર્કલનો વિજય થયો છે. મર્કેલે વિજય બાદ જણાવ્યું હતું કે પાર્ટીના વિજયથી મને ખરેખર આનંદ થયો છે, પરંતુ પાર્ટીએ જેટલી સીટ પર વિજય મળવાની આશા રાખી હતી તેટલી સીટ નહિ મળતાં મને જરા દુઃખ થયું છે. પાર્ટીએ નક્કી કરેલી સીટ કરતાં ૪૦ ટકા મત ઓછા મળતાં ૬૮ વર્ષના ઈતિહાસમાં પાર્ટીને સૌથી ઓછા મત મળ્યા છે.
૪. ટ્રમ્પે જાહેર કરી ‘ટ્રાવેલ પ્રતિબંધ’ની નવી યાદી, ઉત્તર કોરિયા સહિત 8 દેશનો સમાવેશ
વોશિંગ્ટન- અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્રાવેલ પ્રતિબંધની નવી યાદી જાહેર કરી છે. આ વખતની યાદીમાં ઉત્તર કોરિયા અને વેનેઝુએલા સહિત 8 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોના નાગરિકો પર આરોપ લગાવતા અમેરિકન સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, તેઓ સુરક્ષા તપાસમાં સહકાર આપતા નથી.
ટ્રાવેલ પ્રતિબંધની યાદીમાં 8 દેશ
આ યાદીમાં સૌ પ્રથમ ઉત્તર કોરિયા, વેનેઝુએલા, ઈરાન, લિબિયા, સીરિયા, યમન અને સોમાલિયા સહિતના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સુદાનના નાગરિકો ઉપરથી અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.
રમત ગમત:-
૧. ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ મેળવતો ભાવેણાનો આકાશ દાણીધારીયા
યોગ સોસાયટી ઓફ કાશ્મીર દ્વારા યોજાયેલ બીજી ઈન્ટરનેશનલ યોગ સ્પોટસ ચેમ્પયનશીપ-ર૦૧૭માં કુલ ૭ દેશોએ વિયેતનામ, તાઈવાન, બલ્ગેરિયા, યુ.એસ.એ., નેપાળ, કેનેડા, ઈન્ડિયામાંથી પસંદ પામેલ કુલ ૩પૅ૦ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં આકાશ હિતેશભાઈ દાણીધારીયાએ ટ્રેડીશનલ પેર, રિધમિક પેર, આર્ટીસ્ટીક પેર વગેરે વિવિધ ઈવેન્ટમાં ભાગ લઈ જામ્બુ કાશમીરના ડેપ્યુટી સી.એમ. નિર્મળકુમાર સિંહ અને ગવર્નરના વરદ હસ્તે ર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવેલ છે.
૨. કિક બોકિસગંમાં હાર્યા બાદ ભારતીય મૂળના બોકસરનું મોત
સિંગાપોરમાં કિક બોકિસગંમાં સેલિબ્રિટી ફાઇટ રમ્યાના કલાકો બાદ ૩૨ વર્ષના ભારતીય મૂળના બોકસરનું હૃદયરોગના હત્પમલાથી મોત થયું હોવાના અહેવાલ સ્થાનિક મીડિયાએ વહેતા કર્યા હતા. યુ ટુબ પર પ્રસિદ્ધ સ્ટિવન લિમ (૪૨)ને ભારતીય મૂળના પહેલવાન પ્રદિપ સુબ્રમણ્યમે કિક બોકિસગં માટે પડકાર્યેા હતો અને મરીના બે સેન્ડ ખાતે એશિયન ફાઇટિંગ ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં એ પોતાની પહેલી મુઆ થાઇ મેચ રમવા માટે રિંગમાં ઊતર્યેા હતો.
૩. ભારત સિરીઝ જીત્યું: વન-ડેમાં બન્યું નંબર-1
ભારતે ગઈ કાલે અહીં ઑસ્ટ્રેલિયાને ત્રીજી વન-ડેમાં પણ હરાવીને 3-0ની સરસાઈ સાથે પાંચ મેચવાળી શ્રેણીની ટ્રોફી પર કબજો કરી લીધો હતો. આ રોમાંચક વિજય સાથે ભારતીય ટીમ વન-ડે ક્રિકેટમાં સાઉથ આફ્રિકાને હટાવીને નંબર વન થઈ ગઈ છે. ટેસ્ટમાં ભારત નંબર વન છે જ. ટી-ટ્વેન્ટીમાં ભારત છેક પાંચમા નંબરે છે. જૂન, 2016 પછી ભારતે ઉપરાઉપરી છઠ્ઠી વન-ડે સિરીઝ જીતી છે.
આર્થિક:-
૧. પીવી સિંધુને મળશે પદ્મવિભૂષણ સન્માન, ખેલ મંત્રાલયે કરી ભલામણ
નવી દિલ્હી: 22 વર્ષની સ્ટાર શટલ પીવી સિંધુને દેશની ત્રીજી સૌથી મોટી નાગરિક સમ્માન પદ્મભૂષણ માટે નામાંકિત કરવામાં આવી છે. ખેલ મંત્રાલયે વર્લ્ડ નંબર-4 બેડમિંટન ખેલાડી સિંધુના નામની ભલામણ કરી છે. રિયો ઓલમ્પિક-2016ની સિલ્વર મેડલિસ્ટ સિંધઉએ તાજેતરમાં જ કોરિયા ઓપન સુપર સીરિઝ પર કબ્જો કર્યો હતો, જો કે ત્યારબાદ એ જાપાન ઓપનની શીર્ષક રેસ પહોંચી શકી નહતી.
૨. PM મોદી આજે લોન્ચ કરશે 'સુભાગ્ય યોજના', તમામ ઘરને વિજળી પહોંચાડવાનું સપનું થશે સાકાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુભાગ્ય યોજના લોન્ચ કરશે. આ યોજનાનો હેતું તમામ ઘરને વિજળી આપવાનો છે. મોદી સરકાર માટે આ યોજના મહત્વની છે. આજે સંઘ પરિવારના પ્રમુખ નેતા દીનદયાલ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી છે. કેન્દ્રિય ઉર્જા સચિવ એ.કે.ભલ્લાના મતે વડાપ્રધાન મોદીએ 2015માં 1000 દિવસોમાં 18,000 ગામડાઓમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. ગયા સ્વતંત્રતા દિવસ સુધીમાં 10 હજાર ગામડાઓને વિજળી કનેક્શન મળી ચૂક્યું છે.
અન્ય
૧. સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટનું કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઉદઘાટન કર્યુ
ભારતમાં સરકારમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તથા સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રોનિયરશીપ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે અમદાવાદ ખાતે સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટનું ઉદઘાટન કર્યું હતું.
૨. હિન્દી ફિલ્મ અભિનેતા આમીરખાન વડોદરાના મહેમાન
બોલીવુડના પરફેક્શનિસ્ટ ગણાતા અભિનેતા આમીરખાન આજે વડોદરાના મહેમાન બન્યા હતા. વડોદરા ખાતે પોતાની આવનારી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારનું પ્રમોશન કર્યું હતું. સાથે જ રાત્રે વડોદરાના પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડ ઉપર નવરાત્રિની રંગત માણી હતી. પોતાના કામને લીધે બોલીવુડમાં મિ.પરફેક્શનિસ્ટનું બિરૂદ્ધ મેળવી ચૂકેલા ખાન ત્રિપુટી પૈકીના સુપરસ્ટાર આમીરખાન આજરોજ બપોરે પ્રાઈવેટ જેટમાં મુંબઈથી વડોદરા આવી પહોંચ્યા હતા. બપોરે વડોદરા પહોંચ્યા બાદ આમીરખાન સીધો અકોટા સ્થિત હોટલ પર પહોંચ્યો હતો. જ્યાં થોડો સમય આરામ કર્યા બાદ પોતાની પી.આર. ટીમ સાથે ફિલ્મના પ્રમોશન માટે નીકળી ગયા હતા. રાત્રે શહેરના નવલખી ગ્રાઉન્ડ સ્થિત ગરબા મહોત્સવમાં આમીરખાન મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આમીરખાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં તેના ચાહકો ઉમટી પડ્યા હતા. લોકોનો ઘસારો જોઈ સિક્યુરિટી તથા બાઉન્સરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આવતીકાલે પણ આમીરખાન શહેરમાં પોતાની ફિલ્મનું વિવિધ સ્થળોએ પ્રમોશન કરશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point