Tuesday, 17 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 13-10-2017

રાષ્ટ્રીય:-

૧. રાજકોટમાં હવે ‘‘ચકોર આંખ’’ બનાવશે સુરક્ષા સઘનઆઈ વે પ્રોજેક્ટનો પ્રારંભ થયો

રાજકોટ– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શહેરના મુખ્ય માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરતા રાજકોટ આઇ વે પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો હતો. ‘‘ચકોર આંખ’’ તરીકે ઓળખાનારો આ પ્રોજેકટ ગુનાખોરી ડામવાની દિશાનું નિર્ણાયક પગલું સાબિત થશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પર્યાવરણવાહન વ્યવહારટીપરવાનનિયમભંગ વગેરે બાબતોની તાત્કાલિક જાણકારી આ આઇ વે પ્રોજેકટ દ્વારા મળી શકશે.
રાજકોટ શહેરના આઇ વે પ્રોજેકટ માટે વધુ રૂ. ૪૦ કરોડની ફાળવણીની પણ જાહેરાત કરાઇ હતીજેનાથી શહેરમાં થતા પૂર્વાયોજિત ગુનાઓના નિવારણ અને આંતરિક સલામતી માટે શહેરમાં હાઇ રીઝોલ્યુશનવાળા વધુ ૫૦૦ કેમેરા લગાવી શકાશે.

૨. શનિવારથી રાજ્ય સરકાર એલપીજી પંચાયત શરૂ કરશે.

રાજ્ય સરકાર દ્વારા શનિવારથી એલપીજી પંચાયત શરૂ કરવામાં આવશે.
શનિવારથી રાજ્ય સરકાર એલપીજી પંચાયત શરૂ કરશે. જેમાં ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આયોજના શરૂ કરાશે. આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં લાખ એલપીજી પંચાયત શરૂ કરાશે. જે માટે 18,500 એલપીજી ડીસ્ટ્રીબ્યુટર્સ તેમજ આંગણવાડી બહેનો તેમજ પ્રાથમિક શિક્ષકોની મદદ લેવાશે.

૩. અમદાવાદ: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 14 ઓક્ટોબરે શહેરની મુલાકાતે

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ આગામી ઓકટોબરમાં ગુજરાતની મુલાકાતે આવશે.
આગામી 14 ઓક્ટોબરે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદમાં સુષ્મા સ્વરાજ ભાજપના મહિલા કાર્યકરોને માર્ગદર્શન આપશે. અમદાવાદના બોડકદેવના ટાઉનહોલમાં અમિત શાહનો કાર્યક્રમનુ જે રીતે આયોજન કરવામાં આવ્યુ હતુતે જ રીતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

૪. Gujarat ભાજપ ૧૪ ઓકટોબરે યોજશે’ મહિલા ટાઉન હોલ’ પ્રોગ્રામકેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ આપશે ખાસ હાજરી

૫. આજથી દિવસ વારાસણી પ્રવાસે PM મોદી, 17 યોજનાઓની કરશે શરૂઆત

નવી દિલ્હી: પીએમ મોદી શુક્રવારે વારાણસી પ્રવાસે જવા રવાના થશે. પોતાની આ મુલાકાતમાં પીએમ મોદી ઘણી પરિયોજનાઓની શરૂઆત કરશે આ ઉપરાંત માં દુર્ગાના મંદિરમાં પણ જશે. સાથે મોદી આજે દેશની ત્રીજી મહામના એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે.

૬. આ બેંકોની માન્યત 30 સપ્ટેમ્બર પછી ખત્મ થઈ જશે.

ભારતીય સ્ટેટ બેંકના બધા સબ્સિડિયરી બેંકોનું અસ્તિત્વ ઓક્ટોબર પછી ખત્મ થઈ જશે. એટલે કે હવે દેશમાં સ્ટેટ બેંકનો કોઈ અને સબ્સિડિયરી બેંક નહી હોય. આ બેંકોમાં સ્ટેટ બેંક ઑફ ત્રાવણકોર સ્ટેટ બેંક ઑફ પટિયાલા સ્ટેટ બેંક ઑફ હેદરાબાદ સ્ટેટ બેંક ઑફ બીકાનેર અને જયપુર અને સ્ટેટ બેંઅ ઑફ રાયપુર અને ભારતીય મહિલા બેંક શામેલ છે.

૭. ભાજપ ચૂંટણી પ્રચારની કોર ટીમના અજયસિંહ NDTVના માલિક બનશે

નવી દિલ્હી: ટીવી ચેનલ એનડીટીવીને ટૂંક સમયમાં નવા માલિક મળનાર છે. એનડીટીવીના પ્રમોટર્સ પ્રણવ રોયરાધિકા રોય અને પ્રમોટર સંસ્થા આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા. લિ.ની સીબીઆઈ નાણાકીય વ્યવહારોના એક કેસમાં તપાસ કરી રહી છે. એક અંગ્રેજી દૈનિકના સૂત્રના જણાવ્યા પ્રમાણે સ્પાઈસ જેટના સહસંસ્થાપક અને માલિક અજયસિંહ એનડીટીવીના સૌથી મોટા શેરહોલ્ડર બનવા જઈ રહ્યા છે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. ભારતે અફઘાનિસ્તાન માટે 116 પરિયોજનાની કરી ઘોષણા

ન્યૂયોર્ક ખાતે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘની વચ્ચે મુલાકાત થઈ છે.
ભારત તરફથી એલાન કરવામાં આવ્યું છે કેઅફઘાનિસ્તાનના 31 પ્રાંતોમાં 116 જેટલા ઉચ્ચ પ્રભાવ પાથરે તેવા સામુદાયિક વિકાસના પ્રોજેક્ટો હાથ પર લેશે. મહત્વપૂર્ણ છે કેતાજેતરમાં અમેરિકાની નવી નીતિના એલાન વખતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં આર્થિક વિકાસ માટે ભારતની વધુ મદદ માંગી હતી.

૨. નેવીમાં કલવરી સબમરીનનો સમાવેશ થતાં ચીનમાં ફફડાટ

નવી દિલ્હી: લાંબા સમયના ઈંતજાર બાદ ભારતીય નૌસેનાને સ્કોર્પિન સિરિઝની પ્રથમ સબમરીન કલવરી મળી ગઈ છે. તેનાથી છેલ્લાં કેટલાંક સમયથી હિન્દ મહાસાગરમાં સતત ચંચુપાત કરી રહેલા ચીનમાં ફફડાટ ફેલાઈ ગયો છે.





રમત ગમત:-

૧. કોચીમાં આવી ફિફા U-17 વર્લ્ડ કપ ટ્રોફી

આવતી ઓક્ટોબરથી ભારતમાં યોજાનાર ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ સ્પર્ધાની ટ્રોફીનું 22 સપ્ટેંબરશુક્રવારે કોચી શહેરના જવાહરલાલ નેહરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે કલાકારોએ એમની પારંપારિક નૃત્ય કળાનું પ્રદર્શન કર્યું હતું. કોચીમાં સ્પર્ધાની પહેલી મેચ ઓક્ટોબરે બ્રાઝિલ અને સ્પેન વચ્ચે રમાશે.

૨. કુલદીપની હેટ્રિકભારત બીજી વન ડે 50 રનથી જીત્યો

ગુરુવારે ઈડન ગાર્ડેન્સમાં કુલદીપ યાદવની હેટ્રિકની મદદથી ભારતે બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 50 રને હરાવ્યું. ભારત મેચની સિરીઝમાં 2-0થી આગળ છે.




        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. PM મોદીએ વારાણસીને આપી 1000 કરોડની ગિફ્ટમહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીમાં અનેક યોજનાઓને લીલી ઝંડી બતાવી હતી. તેમણે વીડિયો લિંકના માધ્યમથી મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કેઅમે બતાવી દીધું છે કે કામ કેવી રીતે થાય છે. તેમણે કહ્યું કેજે યોજનાનું શિલાન્યાસ તેઓ કરે છેતેનું ઉદઘાટન પણ તેઓ જ કરે છે. પીએમએ વોટર એમ્બ્યુલન્સનું પણ ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વારાણસીને એક હજાર કરોડ રૂપિયાના યોજનાઓની ગિફ્ટ આપી છે.

૨. લાલ દરવાજા ટર્મિનસને આશરે રૂ.પ.૭૩ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નું લાલ દરવાજા ટર્મિનસ સતત ઉતારુઓથી ગાજતું હોય છે. તંત્ર માટે આવકની દૃષ્ટિએ પણ લાલ દરવાજા ટર્મિનસ ભારે મહત્વપૂર્ણ હોવા છતાં ઉતારુઓ માટે એક અથવા બીજા પ્રકારે અગવડરૂપ રહ્યું છે. આ ટર્મિનસના વિકાસના પ્રોજેકટ પણ વર્ષો સુધી ટલ્લે ચઢ્યા બાદ હવે સત્તાવાળાઓએ અંદાજે રૂ.પ.૭૩ કરોડના ખર્ચે નવા રંગરૂપ આપવાની દિશામાં ચક્ર ગતિમાન કર્યાં છે.


અન્ય

૧. આ ભારતીય ફિલ્મો અને કલાકારોએ જીત્યો છે 'ઓસ્કર', આ વર્ષે ન્યૂટન પર આશા

રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યૂટન'ને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારત તરફથી બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નામાંકિત થઈ છે. જો કે બોલિવૂડના કેટલાક અનુભવીઓ અને તેમની ફિલ્મો ઓસ્કર એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં સત્યજીત રાયથી લઈ એ આર રહેમાન સુધીના દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. ત્યારે આજે જાણી લો કઈ કઈ ફિલ્મો ઓસ્કર માટે નામાંકિત થઈ ચુકી છે અને અન્ય કયા કલાકારો આ એવોર્ડથી સન્માનિત થયા છે.

૨. કેન્દ્રીય કર્મચારીઓને LTC પર દૈનિક ભથ્થું નહીં મળે

નવી દિલ્હી: હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) પર દૈનિક ભથ્થું નહીં મળે. એલટીસી અંતર્ગત સરકારી કર્મચારીઓને રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે ખરીદેલી પ્રવાસી ટિકિટની પ્રતિ ચુકવણી કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે એલટીસી હેઠળ કોઈ પણ પ્રકારના નાના પ્રવાસ સ્વીકાર્ય નથી. એ જ રીતે પ્રીમિયમસુવિધા ટ્રેનો અને તત્કાળમાં ટિકિટ બુક કરીને પ્રવાસ કરવાનું પણ એલટીસી હેઠળ સ્વીકાર્ય રહેશે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point