Tuesday, 17 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 11-10-2017

રાષ્ટ્રીય:-

૧. અમેરિકાના રક્ષાપ્રધાન મૈટિસ ભારત પ્રવાસેસૈન્ય સંબંધો વધારવાને પ્રથમ પ્રાધાન્ય

અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસ ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે નવી દિલ્હીમાં અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલી આપી. જેમ્સ મૈટિસે કહ્યું કેઆતંકીઓને શરણ આપનારા લોકોને સહન નહીં કરવામાં આવે.

૨. ક્રિકેટનો ભગવાન જોડાયો સ્વચ્છ ભારત અભિયાનમાં

સ્વચ્છ ભારત અભિયાનને લઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી. સચિન તેંડુલકરે મંગળવારે સવારે મુંબઇના બાંદ્રા બૈડ સ્ટેન્ડ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

૩. ઈનોવેશન ચેલેન્જ એવોર્ડ સન્માન સમારોહમાં સીએમ વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત

રાજ્ય સરકારના સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકાથોન અઁતર્ગત સમર ઈનોવેશન ચેલેન્જ એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નમો વાઈફાઈનુ પણ લોન્ચિંગ કર્યુ હતુ.

૪. ૩૧ ઓક્ટોબરથી દેશની ૧૩,૦૦૦ ટ્રેનનું ટાઈમ ટેબલ બદલાઈ જશે

લખનૌ: રેલવેમાં સતત થતા અકસ્માતો અને તેની યોગ્ય જાળવણી કરવા માટે રેલવે મંત્રાલય હવે મોટા પાયે ફેરફાર કરવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે સમગ્ર દેશની ટ્રેનનું ટાઈમ ટેબલ બદલવા જઈ રહી છે. ૩૧ ઓક્ટોબરથી દેશની તમામ ટ્રેનનું ટાઈમ ટેબલ બદલાઈ જશે. ઉત્તર રેલવેના ડીજીપીઆરઓ નીરજ શર્માએ જણાવ્યું હતું.

૫. ગુજરાત બોર્ડ આગામી વર્ષથી ધોરણ ૯-૧૧માં CBSEનાં પાઠ્ય પુસ્તકો ભણાવશે

અમદાવાદ: ગુજરાત પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં આગામી વર્ષ ૨૦૧૮-૧૯ ધોરણ- અને ધોરણ ૧૧ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આગામી વર્ષથી અભ્યાસક્રમમાં હવે એનસીઈઆરટી (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)નાં પાઠ્ય પુસ્તકો ભણાવવાનો મહત્ત્વનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. જે વર્ષ ૨૦૧૮થી અમલી થઈ જશે.

૬. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કાલે મહેસાણાની મુલાકાતે આવશે

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ આવતીકાલે ઉત્તર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બુધવારે બપોરે મહેસાણા પહોંચશેજ્યાં તેઓ સુજલામ સુફલામ યોજના અંતર્ગત રૂ.૧૨૪૩ કરોડની મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ૧૯૫ ગામોના તળાવોમાં પાણી ભરવા અને સિંચાઇની ૫ પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત અને એક પાઇપ લાઇનનું લોકાર્પણ તેઓ કરશે. જળસંપત્તિ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલશ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરજળસંપત્તિ મંત્રી નાનુભાઇ વાનાણીસંસદિય સચિવ ભરતસિંહ ડાભીસંસદસભ્ય જયશ્રીબેન પટેલઆગેવાનો ઉપસ્થિત રહેશે. મહેસાણામાંથી પાંચ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત અને એક પાઇપ લાઇનનું લોકાર્પણ થનાર છે. જેમાં પિયજથી ઉણાદભાસરિયાથી સામેત્રાકુડાથી ભીમપુરાધાંધુસણથી રેડલક્ષ્મીપુરાખેરવાથી વિસનગરની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત અને કરણનગરથી ધાંધુસણ પાઇપલાઇનનો સમાવેશ થાય છે.

૭. અમદાવાદમાં ગરબે ઘૂમ્યા વરુણ ધવન અને તાપસી પન્નુ

બોલિવૂડ એક્ટર્સ વરુણ ધવન અને તાપસી પન્નુ નવરાત્રીની મજા માણવા અમદાવાદ પહોંચ્યા હતા. વરુણ ધવનની ફિલ્મ 'જુડવા 2' ટૂંક સમયમાં જ રિલીઝ થઇ રહી છે અને આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ અને જેકલિન ફર્નાન્ડિઝ પણ છે. 29 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થનાર આ ફિલ્મનું જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. નવરાત્રી શરૂ થતાં આ ત્રણેય એક્ટર્સ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. ન્યુઝીલેન્ડની સંસદમાં ભારતીય મૂળના પરમજીત પરમાર બીજી વખત ચૂંટાયા

ભારતીય મૂળના પરમજીત પરમાર ન્યૂઝીલેન્ડની સંસદમાં બીજી વખત ચૂંટાયા છે. મીડિયા અહેવાલો મુજબ બે ભારતીય મૂળના શીખ ચૂંટણીમાં જીતીને ન્યૂઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા છે. તાજેતરમાં સમાપ્ત થયેલી ન્યૂઝીલેન્ડની ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી મળી નથી.

૨. મિસ તુર્કી બનેલી ઈતિર એસેનેટ્વીટને કારણે મિસ તુર્કીનો ગુમાવવો તાજ

તુર્કીની ૧૮ વર્ષીય સુંદરી અને મિસ તુર્કી બનેલી ઈતિર એસેને અગાઉ કરેલા ટ્વીટને કારણે મિસ તુર્કીનો તાજ ગુમાવવો પડ્યો છે. ઈતિર એસેને ગયા વર્ષે તખ્તાપલટના પ્રયાસના સંદર્ભમાં પોતાના પીરિયડ્સના લોહીની સરખામણી શહીદોના લોહી સાથે કરી હતી.

૩. કોરિયામાં કાઠિયાવાડી તોરણ બાંધતા રાજકોટના મેયર

તાજેતરમાં સાઉથ કોરિયાના પ્રવાસે ગયેલા રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ ત્યાં આગળ યોજાયેલી વિશ્વભરના મહાનગરોના મેયરની કોન્ફરન્સમાં કાઠિયાવાડી તોરણ બાંધીને ભારતીય સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની ભાતિગળ સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. કાઠિયાવાડી તોરણ નિહાળી કોરિયાના નાગરિકો પણ પ્રભાવિત થયા હતા. સિટી ફોર ઓલના વિષય પર આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપી મેયર રાજકોટ પરત આવવા રવાના થયા હોવાનું જાણવા મળે છે.

રમત ગમત:-

૧. સ્ટોક્સની ધરપકડનહીં રમે વિન્ડિઝ સામે ચોથી વન ડે

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેટસમેન બેન સ્ટોક્સની સોમવારે સવારે બ્રિસ્ટલ પોલીસે ધરપકડ કરી હતી. જેના કારણે સ્ટોક્સ વેસ્ટઇન્ડિઝ સામે રમાઇ રહેલી વન ડે સિરીઝની ચોથી વન ડેમાં રમી શકશે નહીં.

૨. મોઈનઅલીની તોફાની સદીથી ઈંગ્લેન્ડનો શાનદાર વિજય

મોઈનઅલીની તોફાની સદીથી ઈંગ્લેન્ડે અહીયા ત્રીજી વન-ડેમાં વેસ્ટઈન્ડિઝને ૧ર૪ રને કચડી નાંખી પાંચ મેચોની સિરીઝમાં ર-૦ની લીડ મેળવી લીધી છે. મોઈને પ૩ બોલમાં બનાવેલી સદીની મદદથી ઈંગ્લેન્ડે નવ વિકેટે ૩૬૯ રન બનાવ્યા. મોઈને પોતાની બીજી અર્ધસદી ફક્ત ૧ર બોલમાં પુરી કરી. તેણે પોતાની ઈનિંગમાં આઠ સિકસર અને સાત ચોગ્ગા ફટકાર્યા. ઈગ્લેન્ડનો આ સ્કોર વેસ્ટઈન્ડિઝ વિરૂધ્ધ તેનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા તેણે ર૦૦૯માં બર્મિધમમાં ૩ર૮ રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં આ ઈગ્લેન્ડનો પાંચમો સૌથી મોટો સ્કોર છે. ક્રિસ ગેલ (૭૮ બોલમાં ૯૪ રન) જ્યાં સુધી ક્રિઝ ઉપર હતો ત્યાં સુધી ટીમની આશા યથાવત હતી પણ તેના રનઆઉટ થયા બાદ વેસ્ટઈન્ડિઝની ટીમ ૩૯.૧ ઓવરમાં ર૪પ રનમાં સમેટાઈ ગઈ. ગેલે પોતાની ઈનિંગમાં નવ ચોગ્ગા અને ૬ સિકસર ફટકારી. વેસ્ટઈન્ડિઝ તરફથી જેસન મોહમ્મદ (૩૮) અને કપ્તાન હોલ્ડર (૩૪) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલવામાં નિષ્ફળ ગયા.

૩. દુલિપ ટ્રોફીની ફાઇનલમાં પૃથ્વી શોની રેકોર્ડ સદી

લખનૌ: મુંબઈના સલામ બેટ્સમેન પૃથ્વી શોએ ૧૭ વર્ષ ૩૨૦ દિવસની ઉંમરે દુલિપ ટ્રોફીમાં પોતાની પદાર્પણ મેચ રમતા સદી ફટકારી. ઇન્ડિયા બ્લૂ સામે દુલિપ ટ્રોફીની ફાઇનલના પ્રથમ દિવસે ઇન્ડિયા રેડ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા ઊતરેલી પૃથ્વી શોએ ૨૪૯ બોલમાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૫૪ રનની ઇનિંગ્સ રમી. આ સાથે જ તે દુલિપ ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારનારો સૌથી યુવાન ક્રિકેટર બની ગયો. સાથે જ તે સચીન તેંડુલકર બાદ દુલિપ ટ્રોફીની પદાર્પણ મેચમાં સદી ફટકારનારો બીજો સૌથી યુવાન બેટ્સમેન બની ગયો. સચીને વર્ષો પહેલાં જ્યારે દુલિપ ટ્રોફીમાં પદાર્પણ કરીને સદી ફટકારી ત્યારે સચીનની ઉંમર ૧૭ વર્ષ અને ૨૬૨ દિવસની હતી.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. USનાં રક્ષા મંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

અમેરિકાનાં રક્ષા સચિવ જેમ્સ મૈટિસ ભારત આવેલ છે. મંગળવારે(26 સપ્ટેમ્બર) એમણે પોતાનાં પ્રતિનિધિમંડળ સાથે પીએમ મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ અમેરિકાનાં રક્ષામંત્રી જેમ્સ મૈટિસ સાથે મુલાકાતમાં પોતાની અમેરિકા યાત્રા દરમ્યાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત દરમ્યાન થયેલ વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.

૨. ભારતના ટોપ-10 ધનકુબેરોમાં પતંજલિના બાલકૃષ્ણની એન્ટ્રીઅંબાણી ટોપ પર

મુંબઈઃ યોગ કાર્યક્રમોમાં બાબા રામદેવની સાથે દેખાતા તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણનું નામ હવે દેશના ટોચના અમીરોમાં સામેલ થઈ ગયું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે પણ સૌથી અમીર ભારતીય છે. છેલ્લા છ વર્ષથી ધનિકોની યાદી તૈયાર કરી કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘એફએમસીજી કંપની પતંજલિના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બાલકૃષ્ણ હવે દેશના ટોપ 10 ધનિકોમાં સમાવેશ થઈ ગયો છે.

૩. વિવેક દેબરોયની અધ્યક્ષતામાં PMની આર્થિક સલાહકાર પરિષદની રચના

નીતિ આયોગના સભ્ય ડો. વિવેક દેબરોયની અધ્યક્ષતાવાળી આર્થિક પરિષદ વડા પ્રધાનને વિવિધ આર્થિક બાબતોમાં સલાહ આપશે. આ પરિષદનું કામ વડા પ્રધાન દ્વારા સોંપવામાં આવેલા આર્થિક અથવા અન્ય સંબંધિત મુદ્દા પર વિશ્લેષણ કરવા અને તેને સલાહ આપવાનું રહેશે. આ ઉપરાંત બૃહદ આર્થિક મહત્ત્વ અને મુદ્દાના સમાધાન અને તે અંગે પોતાના વિચારોથી વડા પ્રધાનને જાણકારી આપવાનું રહેશે. આ ઉપરાંત પરિષદ અવારનવાર સોંપવામાં આ‍વતાં અન્ય કાર્ય પર પણ વોચ રાખશે. આ પરિષદમાં દેબરોય ઉપરાંત હંગામી સભ્ય તરીકે ડો. સુરજિત ભલ્લાડો. રથિન રોય અને ડો. આશિમા ગોયલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ની‌િત પંચના સભ્ય સચિવ રતન વાટલને પરિષદના મુખ્ય સલાહકાર બનાવવામાં આ‍વ્યા છે.


અન્ય

૧. સરકાર બિન અનામત વર્ગ માટે આયોગ બનાવશેમૃત્યુ પામનાર પાટીદારોના પરિવારજનોને આપશે નોકરી

પાટીદાર નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ થઈ છે. સરકારે પાટીદાર સમાજની મોટા ભાગની માગણીઓ સ્વિકારી છે. સરકારે પાટીદાર સહિત બિન અનામત વર્ગ માટે આયોગ બનાવવાની જાહેરાત કરી છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point     
www.prashantbhatt.in