અહીંથી તમે તારીખ ૨૦-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. રેલવે
કમીૅઆેને બાેનસ તરીકે 78 દિવસનાે પગાર ચુકવાશે
નાણામંત્રી અરુણ જેટલીએ આજે સાફ શબ્દોમાં
કહ્યું હતું કે, રેલવે કર્મચારીઆેની પ્રાેડક્ટીવીટી લિંક્ડ
બાેનસ તરીકે 78
દિવસનાે પગાર
ચુકવવામાં આવનાર છે. જેટલીએ ઉમેર્યું હતું કે, નાેનગેજેટેડ તમામ કર્મચારીઆે માટે બાેનસની રકમ
ચુકવવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની
બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતાે. પત્રકાર પરિષદને સંબાેધતા જેટલીએ કહ્યું
હતું કે, કેબિનેટે વર્ષ 2016-17 માટે તમામ બિનગેજેટેડ રેલવે કર્મચારીઆે માટે 78 દિવસનાે પ્રાેડક્ટીવીટી લિંક્ડ બાેનસ મંજુર
કર્યું છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, પ્રવતૅમાન ફોમ્ર્યુલા મુજબ પ્રાેડક્ટીવીટી
લિંક્ડ બાેનસ 72
દિવસનું
હતું. છ વર્ષ અગાઉ 78
દિવસના
પગારની પરંપરા હતી જેથી કેબિનેટે 78 દિવસના પ્રાેડક્ટીવીટ લિંક્ડ બાેનસને મંજુરી
આપી છે. મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં અન્ય નિર્ણયો થયા હતા.
૨. ભારતમાં
સૌથી વધુ ભાડુ ધરાવતી આર્ટ ગેલેરી ભાવનગરમાં બની - અજય જાડેજા
તા. ૧રના રોજ
ભાવનગર ખાતે આર્ટ ગેલેરી ખુલ્લુ મુકવામાં આવી, કલાનગરી તરીકે જાણીતા ભાવનગરના આર્ટીસ્ટોને ખુબ જ હરખ હતો. લાંબા સમયે
ગેલેરી મળવાના સપનાઓ પુરા થતા હતાં. બીજા શહેરના લોકોને પણ છાતી ઠોકીને કેતા કે
અમારા ભાવનગરમાં પણ આર્ટ ગેલેરી ટુંક સમયમાં શરૂ થવાની છે પણ ઉદ્દઘાટન પછી જયારે
ગેલરીનું ભાડુ કલાકારો સમક્ષ આવ્યું એ જાણીતે કલાકારોન આનંદ માતમમાં બદલાય ગયો.
આર્ટ ગેલેરીના કારણે મે છેલ્લા ૧૦ વર્ષથી ભાવનગરમાં એક પણ પ્રદર્શન યોજયું નથી અને
હવે રોજના ૭ હજાર વાળી ગેલેરી બની છે ત્યારે દેશની આર્ટ ગેલેરીની એક ઝલક જોઈએ
જેનું ભાડુ પ્રમાણમાં ઓછું છે. રવિશંકર આર્ટ ગેલેરી- અમદાવાદ ર૦૦૦/-, શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી - રાજકોટ રપ૦/-, રાજારામ વર્મા આર્ટગેલેરી - પુના રપ૦૦/-, જેકેકે આર્ટ ગેલેરી જયપુર - ર૦૦૦/-, કલા અકાદમી ગોવા - ૪૦૦૦/-, કલા અકાદમી - શીમલા ર૦૦૦/-, અમદાવાદની પ્રખ્યાત ગુફા ર૧૦૦/-, મુંબઈની જહાંગીર ગેલેરી ૭૦૦૦/-, કિર્તિમંદિર વડોદરા -૩૦૦૦/-, બાગોરની હવેલી - ઉદયપુર ૧૦૦૦/- આટલુબ ધુ
ભાડુ હોય તો ભાવનગરના આર્ટીસ્ટો પ્રદર્શન કયાં કરશે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.
૩. મોદી
સરકારની કેબિનેટ બેઠક, ગ્રામ્ય
વિસ્તારોમાં વીજળી માટે ‘સૌભાગ્ય
યોજના’ને
આપી શકે મંજૂરી
નરેન્દ્ગ મોદી સરકાર બુધવારે કેબિનેટ બેઠકમાં ગ્રામ્યવિસ્તારોમાં
વીજળી પહોંચાડવા માટે એક મોટો નિર્ણય લઇ શકે છે . મોદી સરકાર ‘સૌભાગ્ય યોજના‘ને મંજૂરી આપી શકે છે. જેના હેઠળ દરેક ઘરે વીજળી પહોંચાડવામાં આવશે.
૪. કેબિનેટમાં
લેવાયો મોટો નિર્ણય, ખેલો
ઇન્ડિયાનું થશે પુનઃગઠન, દરેક
રમતની APP
નવી દિલ્હીઃ નાણા મંત્રી અરૂણ જેટલીએ બુધવારે થયેલ
કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અરૂણ જેટલીએ કહ્યું કે, ITDCના અશોક(જયપુર), મૈસૂર હોટલ, ઇટાનગર રિડેવલપ કરવા માટે હવે રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે. પહેલા પણ
ભોપાલ, ગુવાહાટી અને
ભરતપુરની હોટલ પણ આપવામાં આવી હતી.
૫. UNના
મંચ પર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ મોદીના વખાણ કરવાનું ન ચૂક્યા
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ
સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સ્પીચમાં કહ્યું કે, તેમણે સેંકડો નેતાઓની મેજબાની કરી છે, પરંતુ ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈઝરાયેલની મુસાફરી ખરા અર્થમાં ઐતિહાસિક
હતી.
આંતરરાષ્ટ્રીય:-
૧. વૉશિંગટનમાં ઉદ્યોગપિતને
મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, કાલે
કરશે NRIsને સંબોધિત
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક
દિવસથી અમેરિકાના પ્રવાસે છે અને તેમણે વોશિંગ્ટન ડીસીમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત
કરી હતી. રાહુલે સેન્ટર ફોર અમેરિકન પ્રોગેસ દ્વારા આયોજિત પોલિસી એન્ડ લો
મેકર્સના સાથે પણ મુલાકાત કરી હતી.
૨. 14 હજાર ફૂટની ઊંચાઇથી
કૂદીને રેકોર્ડ બનાવ્યો 101 વર્ષના દાદીમાએ
માણસ જીવનમાં ધારે તે કરી શકે છે પછી જીવનમાં
ગમે તેવા આરોહ-અવરોધ આવે. તે પોતાના મુકામ સુધી ચૌક્કસ પહોંચે છે. આવું જ કંઇક એક 101 વર્ષના દાદીમાએ 14 ફૂટની ઊંચાઇથી કૂદીને સાર્થક કરી બતાવ્યું છે.
આ સાથે આ દાદીમાએ પોતાના નામે રેકોર્ડ પણ બનાવ્યો છે. સાઉથ ઓસ્ટ્રેલિયાની ઇરીના
ઓશિયા નામના દાદીમાએ 14
હજાર ફૂટની
ઊંચાઇથી સ્કાર્ઇડ્રાઇવ કરીને લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતા.
૩. આ 3 મુદ્દાઓ માટે સાથે
આવ્યા ભારત, જાપાન
અને US
ભારત, જાપાન અને અમેરિકાએ ચીનને ત્રણ મુદ્દાઓ પર
આડકતરી રીતે નિશાના પર લીધુ. ત્રણેય દેશોએ ચીનના વિસ્તારવાદી વલણ અને ઉત્તર કોરિયા
પ્રત્યે તેના ઢીલા વલણને લઇને પ્રહાર કર્યા છે. પરમાણુ અપ્રસાર (નોર્થ કોરિયા), સમુદ્રી સુરક્ષા (સાઉથ ચાઇના સી) અને
કનેક્ટીવિટી (વન બેલ્ટ વન રોડ) પર ભારત, અમેરિકા અને જાપાનની વિચારણા વૈશ્વિક
સમીકરણોની દ્રષ્ટીએ મહત્વની ગણાય છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સોમવારે સંયુક્ત
રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. સોમવારે તેમની
અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન અને જાપાનના વિદેશ પ્રધાન કોનોની સાથે અલગથી
બેઠક યોજાઇ.
૪. સ્પોટ ફિક્સિંગ મામલામાં
પાકિસ્તાનના ખાલિદ લતીફ પર 5 વર્ષનો પ્રતિબંધ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સ્પોટ ફિક્સિંગ
ટ્રિબ્યૂનલે બુધવારે ખાલિદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. 31 વર્ષના આ સલામી બેટ્સમેન પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
રમત ગમત:-
૧. T20 ઈન્ટરનેશનલમાં ગેલે ફટકારી સિક્સરની સદી, બન્યો વિશ્વનો પ્રથમ
ક્રિકેટર
કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલે લાંબા સમય બાદ
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. ઈંગ્લેન્ડ
અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી એકમાત્ર ટી20 મેચ દરમિયાન ક્રિસ ગેલે 3 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. જોકે ઈનિંગમાં પ્રથમ સિક્સ
સાથે જ એક રેકોર્ડ તેના નામે નોંધાયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમતા
ઈન્ટરનેશનલ લેવલે ટી20માં 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
૨. કોલકાતાના સ્પોર્ટ્સ મ્યુઝિયમને બ્રેડમેનનું બેટ ભેટમાં
મળ્યું
કોલકાતાઃ ન્યૂટાઉન ઈકો સ્પેસ ખાતે આવેલા
ફેનેટિક સ્પોર્ટ્સ મ્યુઝિયમને દુનિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનના બેટના રૂપમાં
એક અણમોલ ભેટ મળી છે. આ એ જ બેટ છે, જેના દ્વારા બ્રેડમેને ૧૯૪૭-૪૮માં
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ શ્રેણી રમી હતી. એ ભારતીય ટીમનો પહેલો
ઓસ્ટ્રેલિયન પ્રવાસ હતો. પાંચ મેચની એ ટેસ્ટ શ્રેણી ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી જીતી લીધી
હતી. મ્યુઝિયમને બ્રેડમેનનું બેટ સમર્પિત કરી વખતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન
માઇકલ ક્લાર્ક, બ્રેડ હોગ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપદાસ ગુપ્તા, ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી વગેરે
હાજર રહ્યાં હતાં. ક્લાર્કે મેલબોર્નના જાણીતા સંગ્રાહક નિખિલ દફ્તરી તરફથી
મ્યુઝિયમને બેટની ભેટ આપી હતી.
આર્થિક:-
૧. ગુજરાતી સહિતની સાત ભારતીય ભાષાઓમાં ગૂગલે શરૂ કરી તેઝ
નામની પેમેન્ટ ઍપ
સરકારી નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ
ઇન્ડિયાએ વિકસાવેલી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ નામની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને
ગૂગલે તેઝ તૈયાર કરી છે. આ ઍપ દ્વારા બૅન્ક-ખાતામાંથી નાણાં મોકલવાં, ખાતામાં નાણાં પ્રાપ્ત કરવાં, બિલ ચૂકવવાં જેવા વ્યવહાર કરી શકાય છે.
તેઝના યુઝર પોતાનાં બૅન્ક-અકાઉન્ટને ઍપ સાથે સાંકળી શકશે.
અરુણ જેટલીએ કરી લૉન્ચ
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે તેઝ ઍપ લૉન્ચ કરી હતી. એ પ્રસંગે ગૂગલના નેક્સ્ટ બિલ્યન યુઝર્સ નામના પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડન્ટ સીઝર સેનગુપ્તાએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સના ક્ષેત્રે ભારત પાશ્ચત્ય જગત કરતાં આગળ નીકળી જશે. રોકડની ચુકવણી કરવા જેટલી સરળતાથી તેઝ મારફત વ્યવહાર કરી શકાશે.
ચાર બૅન્કો સાથે સહયોગ
તેઝ ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, કન્નડ, મરાઠી, તામિલ અને તેલુગુમાં ઉપલબ્ધ છે. ઍપ માટે ગૂગલે ઍક્સિસ બૅન્ક, HDFC બૅન્ક, ICICI બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે સહયોગ સાધ્યો છે.
અરુણ જેટલીએ કરી લૉન્ચ
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે તેઝ ઍપ લૉન્ચ કરી હતી. એ પ્રસંગે ગૂગલના નેક્સ્ટ બિલ્યન યુઝર્સ નામના પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડન્ટ સીઝર સેનગુપ્તાએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સના ક્ષેત્રે ભારત પાશ્ચત્ય જગત કરતાં આગળ નીકળી જશે. રોકડની ચુકવણી કરવા જેટલી સરળતાથી તેઝ મારફત વ્યવહાર કરી શકાશે.
ચાર બૅન્કો સાથે સહયોગ
તેઝ ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, કન્નડ, મરાઠી, તામિલ અને તેલુગુમાં ઉપલબ્ધ છે. ઍપ માટે ગૂગલે ઍક્સિસ બૅન્ક, HDFC બૅન્ક, ICICI બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે સહયોગ સાધ્યો છે.
૨. રાજકોટના
નવા એરપોર્ટના પ્રોજેકટને લીલીઝંડી: 2500 કરોડનો ખર્ચ
રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર
હિરાસર ગામ નજીક સાકાર થનાર આંતરરાષ્ટ્ર્રીયસ્તરના ગ્રીનફિલ્ડ એરપોર્ટના
પ્રોજેકટને આખરે કેન્દ્ર સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રીએ પણ લીલીઝંડી આપી દીધી છે અને
હવે આ પ્રોજેકટ આડે કોઈપણ પ્રકારની રૂકાવટ રહી નથી.
અન્ય
૧. પદ્મ ભૂષણ માટે એમ.એસ.ધોનીના નામનો પ્રસ્તાવ
બીસીસીઆઇ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના
ભૂતપૂર્વ કપ્તાન અને દુનિયાના બેસ્ટ વિકેટ કીપર બેટ્સમેન કહેવાતા મહેન્દ્ર સિંહ
ધોનીનું નામ પદ્મ ભૂષણ સન્માન માટે સૂચવવામાં આવ્યું છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ
અધિકારીએ જણાવ્યું કે, આ વિશિષ્ટ સન્માન માટે એમ.એસ.ધોનીનું નામ મોકલવા
માટે બોર્ડના તમામ વરિષ્ઠ અધિકારીઓ સંમત થયા હતા. આ દેશનું ત્રીજું સર્વોચ્ચ
નાગરિક સન્માન છે. જો ધોનીને આ સન્માન મળે તો તેઓ આ ઉપલબ્ધિ મેળવનાર ટીમ ઇન્ડિયાના
11મા ક્રિકેટર બનશે. આ પહેલાં સચિન તેંડુલકર, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, ચંદૂ બોર્ડે, ડીબી દેવધર, સીકે નાયડૂ જેવા ક્રિકેટ ખેલાડીઓ આ સન્માન
મેળવી ચૂક્યા છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point