Tuesday, 19 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 20-09-2017

અહીંથી તમે તારીખ ૧૯-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. તહેવારોને ધ્યાનમાં લઇને રેલ્વે ચલાવશે 4000 સ્પેશિયલ ટ્રેન

નવી દિલ્હી: દશેરા, દિવાળી, અને છઠ પૂજા તહેવાર માટે ભારતીય રેલ્વેએ કમર કસી લીધી છે. તહેવારની સિઝનમાં થનારી ભીડને જોતા રેલ્વે વિવિઘ રુટો પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ જાણકારી આપતાં કહ્યું છે કે આ વખતે તહેવારમાં 4000 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

૨. એમીમાં અભિનય એવોર્ડ જીતનાર રિઝ અહેમદ પ્રથમ એશિયન મુસ્લિમ બન્યા

અદાકારી માટે એમી એવોર્ડ મેળવનાર બ્રિટિશ પાકિસ્તાની અદાકાર રિઝ અહમદ પહેલા મુસ્લિમ અદાકાર છે એ સાથે સમગ્ર એશિયામાં પ્રથમ પુરુષ છે. જેમણે આ એવોર્ડ મેળવ્યો છે. એમણે પોતાના વકતવ્યમાં વ્યવસ્થિત રીતે બધી જ કોમોને સમાવિષ્ઠ કરવા ઉપર ભાર આપ્યો હતો. ૬૯મા એમી એવોર્ડમાં રિઝને નાઈટ ઓફ લિમિટેડ સીરિઝમાં ઉત્તમ અભિનય બદલ એવોર્ડ મળ્યું છે. આ સીરિઝમાં એમણે પાકિસ્તાન ટેક્ષી ચાલકના પુત્રની ભૂમિકા ભજવી છે જેને પછીથી શંકાસ્પદ ખૂની તરીકે જોવામાં આવે છે. અહમદ બીજા એશિયન અદાકાર છે જેમણે એવોર્ડ મેળવ્યો છે આ પહેલા ગુડ વાઈફમાં અભિનય કરનાર આર્ચી પંજાબીને ર૦૧૦માં સહઅભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. 

૩. નવાઝ શરીફનાં પત્ની બેગમ કુલસુમ લાહોરની પેટા ચૂંટણી જીત્યાં

સુપ્રીમકોર્ટે નવાઝ શરીફને ગેરલાયક ઠેરવતા સંસદની બેઠક ખાલી થઈ હતી. એ લાહોરની બેઠક ઉપર પેટાચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં શરીફની બીમાર પત્ની બેગમ કુલસુમનો વિજય થયો છે. લાહોર મત વિસ્તાર શરીફનો ગઢ છે એ ફરીવાર સાબિત થઈ ગયું છે. બેગમ કુલસુમે પોતાના નજીકના હરીફ તહરીક-એ-ઈન્સાફના યાસ્મીન રશીદને પરાજય આપ્યો છે. કુલસુમ હાલમાં જ કેન્સરની સારવાર માટે લંડન ગયા છે અને સાજા થઈ રહ્યા છે. એમની દીકરી મરિયમ નવાઝે પ્રચારનું સમગ્ર કાર્ય સંભાળ્યું હતું. 

૪. દિલ્હી-મુંબઈ વચ્ચે નવી રાજધાની એક્સપ્રેસ શરૂ થશે

નવી દિલ્હી: નવી દિલ્હી અને મુંબઈની વચ્ચે દિવાળી પર નવી રાજધાની એક્સપ્રેસ લોન્ચ થઈ શકે છે. અા રૂટ પર અા ત્રીજી રાજધાની ટ્રેન હશે. રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ અા ટ્રેન શરૂ થયા બાદ બાન્દ્રાથી નિજામુદ્દીનની સફર ૧૩ કલાકમાં પૂરી થશે. હાલમાં તેમાં ૧૫થી ૧૭ કલાક લાગે છે.

૫. વડોદરા: આજરોજ નિતિન ગડકરી સહિત દેશભરના રાજ્યોના વાહનવ્યવહાર મંત્રીઓ આવશે

વડોદરા: શહેરમાં યોજાનાર બે દિવસીય ૩૮મી પરિવહન વિકાસ મંડળ પરિષદની બેઠકમાં કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી આજરોજ બપોરે ૧૨.૩૦ કલાકે ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઇ કાકડીયા સવારે ૯.૦૦ કલાકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી સવારે ૧૧.૦૦ કલાકે વડોદરા બસ સ્ટેશન તથા આર.ટી.ઓફિસ ગોલ્ડન ચોકડી, દરજીપુરાની મુલાકાત લેશે.

૬. દિવાળી સુધીમાં પેટ્રોલડીઝલના ભાવ ઘટશે: ધર્મેન્દ્ર પ્રધાન

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંભાવના વ્યકત કરી છે કે પેટ્રોલડીઝલના ભાવ આવતાં મહિને આવતાં દિવાળીના તહેવારો સુધીમાં ઓછા થઈ શકે છે. સરકાર દ્રારા દરરોજ પેટ્રોલડીઝલના ભાવ નક્કી થવાના નિર્ણય બાદથી જ વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે યારથી આ નિર્ણય લેવાયો છે ત્યારથી પેટ્રોલડીઝલના ભાવમાં જોરદાર વધારો નોંધાયો છે.

૭. માઠા સમાચાર! ૩૦ સપ્ટેમ્બર બાદ માન્ય નહી ગણાય આ SBI સહિત આ બેંકનાં ચેક

દેશનાં સાર્વજનિક ક્ષેત્રની વેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના પાંચ પૂર્વ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનાં ગ્રાહકોથી નવી ચેક બુકનાં આવેદન માટે કહ્યું છે. બેંકનાં ગ્રાહકોને તરત જ લાગુ થઇ નવી ચેક બુકનું આવેદન કરવા માટે કહ્યું છે કારણ કે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ બાદ જૂની બેંકનાં ચેક અને IFS કોડ કાયદેસર નહી હોય. તેને અમાન્ય કરાર આપવામાં આવશે.

૮. ગુજરાતમાં અકસ્માત દર નીચો લાવવા રોડ સેફ્ટી ઓથોરિટીની રચના કરવામાં આવશે

વડોદરા-કેન્દ્રીય પરિવહનપ્રધાન નિતીન ગડકરીએ રાષ્ટ્રીય પરિવહન વિકાસ મંડળની ૩૮મી વાર્ષિક બેઠકનો વડોદરામાં પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૭માં સ્થાપિત આ મંડળની બેઠકો અત્યાર સુધી નવી દિલ્હીમાં યોજાઇ છે. ગુજરાતમાં પીપીપીના અભિગમ હેઠળ એરપોર્ટસ જેવા બસ પોર્ટસની સ્થાપના અને ઓટોમેટીક ટેસ્ટીંગ ટ્રેક જેવી સુવિધાઓથી સુસજ્જ અદ્યતન આરટીઓઝની મોડેલ રૂપ વ્યવસ્થાઓ અન્ય રાજ્યોના પરિવહન મંત્રીઓ, પરિવહન સચિવો અને પરિવહન કમિશનરો નિહાળી શકે તેવા આશય સાથે આ બેઠક પ્રથમવાર નવી દિલ્હીની બહાર વડોદરામાં યોજાઇ છે.




આંતરરાષ્ટ્રીય:-  

૧. વૉશિંગટનમાં ઉદ્યોગપિતને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, કાલે કરશે NRIsને સંબોધિત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસથી અમેરિકાના પ્રવાસે છે અને તેમણે વોશિંગ્ટન ડીસીમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલે સેન્ટર ફોર અમેરિકન પ્રોગેસ દ્વારા આયોજિત પોલિસી એન્ડ લો મેકર્સના સાથે પણ મુલાકાત કરી હતી.

૨. 14 હજાર ફૂટની ઊંચાઇથી કૂદીને રેકોર્ડ બનાવ્યો 101 વર્ષના દાદીમાએ

માણસ જીવનમાં ધારે તે કરી શકે છે પછી જીવનમાં ગમે તેવા આરોહ-અવરોધ આવે. તે પોતાના મુકામ સુધી ચૌક્કસ પહોંચે છે. આવું જ કંઇક એક 101 વર્ષના દાદીમાએ 14 ફૂટની ઊંચાઇથી કૂદીને સાર્થક કરી બતાવ્યું છે. આ સાથે આ દાદીમાએ પોતાના નામે રેકોર્ડ પણ બનાવ્યો છે. સાઉથ ઓસ્ટ્રેલિયાની ઇરીના ઓશિયા નામના દાદીમાએ 14 હજાર ફૂટની ઊંચાઇથી સ્કાર્ઇડ્રાઇવ કરીને લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતા.

૩. 3 મુદ્દાઓ માટે સાથે આવ્યા ભારત, જાપાન અને US

ભારત, જાપાન અને અમેરિકાએ ચીનને ત્રણ મુદ્દાઓ પર આડકતરી રીતે નિશાના પર લીધુ. ત્રણેય દેશોએ ચીનના વિસ્તારવાદી વલણ અને ઉત્તર કોરિયા પ્રત્યે તેના ઢીલા વલણને લઇને પ્રહાર કર્યા છે. પરમાણુ અપ્રસાર (નોર્થ કોરિયા), સમુદ્રી સુરક્ષા (સાઉથ ચાઇના સી) અને કનેક્ટીવિટી (વન બેલ્ટ વન રોડ) પર ભારત, અમેરિકા અને જાપાનની વિચારણા વૈશ્વિક સમીકરણોની દ્રષ્ટીએ મહત્વની ગણાય છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. સોમવારે તેમની અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન અને જાપાનના વિદેશ પ્રધાન કોનોની સાથે અલગથી બેઠક યોજાઇ.

૪. ડોનાલ્ડ ટ્રંપની દિકરીએ સુષ્મા સ્વરાજના કર્યા ભરપેટ વખાણ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચેલી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમના કાર્યક્રમ અંતર્ગત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રીથી પણ મળ્યા હતા. આ સમયે ટ્રંપની પુત્રી ઇન્વાકા સુષ્મા સ્વરાજથી ખુબ જ પ્રભાવિત થઇ હતી અને તેમણે કહ્યું કે હું સુષ્મા સ્વરાજની મોટી પ્રશંસક છું. અને તેમને મળવું મારા માટે સન્માનની વાત છે. વધુમાં ઇન્વાકાએ કહ્યું કે સુષ્મા સ્વરાજ પ્રભાવશાળી વિદેશ મંત્રી છે. જે કોઇને પણ પ્રભાવિત કરી શકે છે.



રમત ગમત:-

૧. T20 ઈન્ટરનેશનલમાં ગેલે ફટકારી સિક્સરની સદી, બન્યો વિશ્વનો પ્રથમ ક્રિકેટર

કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલે લાંબા સમય બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી એકમાત્ર ટી20 મેચ દરમિયાન ક્રિસ ગેલે 3 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. જોકે ઈનિંગમાં પ્રથમ સિક્સ સાથે જ એક રેકોર્ડ તેના નામે નોંધાયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમતા ઈન્ટરનેશનલ લેવલે ટી20માં 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

૨. ભારતીય મહિલા ટીમે બેલ્જિયમની જૂનિયર પુરુષ ટીમને હરાવી

ભારતીય મહિલા હોકી ટીમે પોતાના યૂરોપ પ્રવાસ પર શાનદાક અંત કરતા બેલ્જિયમની જૂનિયર પુરુષ ટીમને 4-3થી હાર આપી હતી. ભારત તરફથી ગુરજીત કૌરે સાતમા અને 11 મી મિનિટમા અને કપ્તાન રાનીએ 13મી અને 33મી મિનિટમાં 2-2 ગોલ કર્યા હતા.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. ફિંગરપ્રિન્ટ નહી હવે માત્ર એક સ્માઈલ આપીને ‘Smile to Pay’ થી કરો પેમેન્ટ

દુનિયાનો ટોપ ઈ-કોમર્સ કંપની અલીબાબાએ ચીનના જાંગજોઉ જીલ્લામાં ફેસ રેકગ્નિશન ‘Smile To Pay’ સેવા રજૂ કરી. આ બીજી પેમેન્ટ સિસ્ટમથી ઘણી અલગ છે. સામાન્ય રીતે Online Payment માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા ઓટીપીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ નવા ટૂલ દ્વારા માત્ર હસીને પેમેન્ટ કરી શકાશે.

૨. અમેરિકાએ H-1B વીઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસને આપી મંજૂરી

પાંચ મહિના જેટલો સમય રાહ જોવડાવ્યા બાદ અમેરિકન સરકારે H-1B વીઝા અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની સેવા શરૂ કરી છે. પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ પર પાંચ મહિના પહેલા તાત્કાલિક રૂપે રોક લગાવવામાં આવી હતી પરંતુ હવે કોંગ્રેસ તરફથી નક્કી સીમા હેઠળ બધી શ્રેણીઓના વીઝા કામગીરી શરૂ કરવામાં આવી છે.

૨. રો રો ફેરી સવિર્સ ઘોઘા ખાતે દશેરા પુર્વે લિન્ક સ્પાન બેસાડવામાં સફળતા માટે ઉજળી આશા

ઘોઘા દહેજ રો રો ફેરી સવિર્સ પ્રાેજેકટ અનેક પડકારો વચ્ચે આગળ ધપી રહયો છે તો વિપરીત સંજોગોના કારણે તારીખ પે તારીખએમ આ પ્રાેજેકટ લોકાર્પણને આડે વિધ્નો આવી રહયા છે. જો કે, ઘોઘામાં દશેરા પુર્વે જ લિન્ક સ્પાન બેસાડવામાં પુર્ણ સફળતા મળશે તેમ ઇજનેરો માની રહયા છે. દશેરા પુર્વે તા. 27 થી 29 દરમ્યાન દરીયાઇ અનુકુળ સંજોગોમાં આ કાર્ય પાર પડી જશે તેવી હાલ આશા બંધાઇ છે.
અન્ય

૧. Gujarat: ૨૫મીએ દ્વારકાથી રાહુલ ગાંધીના ત્રિદિવસીય રોડ શોનો પ્રારંભ

અમદાવાદ: Gujarat વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૨૫મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં ત્રિદિવસીય રોડ-શોનો પ્રારંભ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી કરશે. જેમાં તેઓ દ્વારકા, જુનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં થઈને સુરેન્દ્રનગર પહોંચશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
-પ્રશાંત ભટ્ટ
Educational Point