અહીંથી તમે તારીખ ૨૧-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. દેશભરમાં
સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રનો ક્રમાંક ત્રીજો
દેશભરમાં થતાં રોડ
એક્સિડન્ટમાં મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંક પર આવે છે. ડ્રાઇવ કરતી વખતે મોબાઇલનો
ઉપયોગ કરવો અને ઓવરસ્પીડમાં વાહન ચલાવવા એ રોડ અકસ્માતના મુખ્ય કારણો છે. વધતી
વસતિ અને રસ્તા પરના વધતા અકસ્માતોને ધ્યાનમાં લઈ રાજ્યમાં નિયમને નેવે મૂકી વાહન
ચલાવનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ પોલીસ કમિશનર (ટ્રાફિક) ઓફિસે આપ્યો છે.
એ સાથે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર વાહનોની ચકાસણી અભિયાન શરૂ કરવાનો આદેશ પણ
આપવામાં આવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઇવે મંત્રાલયના ૨૦૧૬ના તાજા આંકડાઓ
મુજબ, દેશમાં સૌથી વધુ
અકસ્માત થતા હોય એવા પાંચ શહેરોમાં મહારાષ્ટ્રનો ક્રમાંક ત્રીજો છે.
૨. કેજરીવાલ આજે કમલ હસનની મુલાકાત
લેશે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક
અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ચેન્નઈની મુલાકાત લેવાના છે જેમાં
તેઓ જાણીતા અભિનેતા કમલ હસનની મુલાકાત લેવાના હોવાથી લાગી રહ્યું છે કે આમ આદમી
પાર્ટી હવે તામિલનાડુમાં પણ પગપેસારો કરવા તરફ આગળ વધી રહી છે. આજે કેજરીવાલ
તામિલનાડુમાં તેમની પાર્ટીની રણનીતિની જાહેરાત કરે તેવી શક્યતા છે.તેમજ આ બંને
નેતા વચ્ચે નવી પાર્ટીની રચના અંગે પણ વિચારણા થાય તેવી શક્યતા છે.
૩. ૨૭ સપ્ટેમ્બરથી અમિત શાહ ચાર દિવસ
ગુજરાતના પ્રવાસે
ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી
યોજનાર છે. ત્યારે મિશન ૨૦૧૭ને સર કરવા માટે ભાજપે ચૂંટણીલક્ષી ક્વાયત તેજ કરી
દીધી છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યું છે. સૂત્રોના મતે
૨૭ સપ્ટેમ્બરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે
છે. ચાર દિવસ સુધી અમિત શાહ ગુજરાતમાં રોકાઈને રાજ્યની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિનો
તાગ મેળવશે. શાહ હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યો સાથે અલગ અલગ ૧૦૦થી વધારે બેઠકો કરશે.
૪. રાજકોટની
૫૦૦ સહિત રાયની ૮૦૦૦ એસ.ટી.બસમાં હવે નિગમ લગાવશે સ્વચ્છતા સ્લોગનના સ્ટીક
ગુજરાત રાય માર્ગ
અને વાહન વ્યવહાર નિગમ દ્રારા હવે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી
રહ્યું છે ડેપો તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા માટે તેમજ બસોને નિયમિત ધોવા માટે
તાજેતરમાં મુખ્ય યાંત્રિક ઈજનેર દ્રારા પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે. દરમિયાન આજથી
રાજકોટની ૫૦૦ સહિત રાયભરની ૮૦૦૦ એસ.ટી.બસોમાં સ્વચ્છતાલક્ષી સ્લોગનના સ્ટીકર નિગમ
દ્રારા લગાવવાનું શરૂ કરાયું છે. હાલ સુધી લોકો એસ.ટી.બસોમાં ધાર્મિક, રાજકીય અને કોમર્શિયલ જાહેરાતોના સ્ટીકર
અને પોસ્ટર વિનામૂલ્યે લગાવી દેતા હતા પરંતુ હવે તેવા સ્ટીકર જોવા નહીં મળે… જયારે આ અંગે રાજકોટ એસ.ટી.ના ડિવિઝનલ
કંટ્રોલર દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડેપો કે બસમાં અવનવી જાહેરાતોના સ્ટીકર લગાવનારાઓ હવે દંડાશે. કોણે સ્ટીકર
લગાવ્યા? તે શોધવાથી ન મળે
તો જેની જાહેરાત કે પ્રચાર કરતા સ્ટીકર હોય તેને નોટિસ ફટકારી દડં વસુલવામાં આવશે.
૫. કાલે
મુખ્યમંત્રીના હસ્તે સીસીટીવી પ્રોજેકટનું ભવ્ય લોકાર્પણ: મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રાય સરકારની
સહાયથી કુલ રૂા.૬૭ કરોડના ખર્ચે પોલીસ તંત્રના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા
સીસીટીવી કેમેરાના ‘આઈ–વે’ પ્રોજેકટનો પ્રથમ તબક્કો રૂા.૪૭ કરોડના ખર્ચે
પૂર્ણ થયો છે અને તેનું આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભવ્ય
લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આજે પત્રકારો સાથેની
વાતચીતમાં જણાવ્યું હતું અને ઉમેયુ હતું કે સીસીટીવી પ્રોજેકટના લોકાર્પણની સાથે
સાથે યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. ચોક નજીક અધતન કોમ્યુનિટી હોલનું ખાતમુહર્ત
તેમજ ગરીબ દર્દીઓને સહાય માટે મહાપાલિકા દ્રારા હોસ્પિટલોને અપાતી સહાયના ચેકનું
વિતરણ તેમજ ૧૪ સ્થળોએ ફ્રી વાઈફાઈ અને ૧૦ સ્થળોએ પબ્લીક એડ્રેસિંગ સિસ્ટમ માટેની
એલઈડી સ્ક્રીનનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
૬. આજથી
PM મોદી અને યોગી આદિત્યનાથ 9 દિવસ ઉપવાસ રાખશે, ભૂખ્યા પેટે કામ કરશે
નવરાત્રિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આજથી નવ દિવસ ઉપવાસ રાખશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજથી 9 દિવસનો ઉપવાસ રાખશે. બીજી તરફ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ દર નવરાત્રિએ
નવ દિવસ ઉપવાસ રાખે છે. આજે તેઓ ગોરખનાથ મંદિરમાં કળશ સ્થાપના કરશે.
૭. ગુજરાતમાં
દેશની સૌપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી
સ્થપાશે
ગુજરાતના પેટ્રોકેમિકલ્સ એન્ડ પેટ્રોલિયમ
ઇન્ડસ્ટ્રિયલ રીજીયન-PCPIR
દહેજમાં
કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી- CCETની સ્થાપના કરશે.
વિશ્વમાં આ પ્રકારની પ્રથમ સંસ્થા તરીકે
નિર્માણ પામનાર આ ઇન્સ્ટિટયૂટ માટે ગુજરાત સરકાર જમીન ફાળવણી અને અન્ય
પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા
મંદિર ખાતે આયોજિત ઇન્ડિયા કેમ ગુજરાત-ર૦૧૭ની પાંચમી કોન્ફરન્સ અને એકઝીબિશનનું
ઉદ્દઘાટન કેન્દ્રીયપ્રધાન અનંથકુમાર અને મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં કર્યુ
હતું.અનંથ કુમારે ગુજરાતના પેટ્રોકેમિકલ્સ ઊદ્યોગોના રાષ્ટ્રીય સ્તરે યોગદાનની
સરાહના કરતાં દહેજ PCPIRને પેટ્રોકેમિકલ-કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું
ભારતનું કાશી ગણાવ્યું હતું.
૮. ગુરુગ્રામમાં
યોજાશે વિશ્વ યોગ સ્પર્ધા…
આવતા વર્ષે હરિયાણાના ગુરુગ્રામમાં વર્લ્ડ
ચેમ્પિયનશિપ ઓફ યોગા સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે. 21 સપ્ટેંબર, ગુરુવારે ગુરુગ્રામમાં પત્રકાર પરિષદમાં ઓલ
ઈન્ડિયા યોગા સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ સૂરજપાલ સિંહ, ઈન્ટરનેશનલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ
રાજશ્રી ચૌધરીએ સ્પર્ધાના આયોજનની જાહેરાત કરી હતી.
૯. રતન
તાતા, લક્ષ્મી
મિત્તલ અને વિનોદ ખોસલા નું ફોર્બ્સની લિવિંગ લેગેન્ડની લિસ્ટ માં સમાવેશ
ફોર્બ્સ એ ગયા મંગળવારના તેના 100 વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી માં દુનિયાના સૌથી
જબરદસ્ત બિઝનેસ માઈન્ડ ધરાવતા જીવંત દિગ્ગજો ની ટોપ 100ની લિસ્ટ બારે પાડી. આ લિસ્ટમાં ભારતના ત્રણ
ઉદ્યોગસાહસિક રતન તાતા, લક્ષ્મી મિત્તલ અને વિનોદ ખોસલા નું નામ શામિલ
છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. વિદેશમાં ઉજવાશે ભારતની આઝાદીના 70 વર્ષનો જશ્ન ‘નમસ્તે જીનેવા’
જીનેવા- ભારતની આઝાદીના 70 વર્ષ પુરા થવાના અવસરે જીનેવા સ્થિત ભારતના
સ્થાયી મિશને વિશ્વ સમુદાય સમક્ષ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધરોહરને
ઉજાગર કરવા ‘નમસ્તે જીનેવા’ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ અંગે વિદેશ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું
છે કે, આ કાર્યક્રમનું આયોજન 23 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. જીનેવા સ્થિત
ભારતનું સ્થાયી મિશન વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ
કરશે.
આ કાર્યક્રમમાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને
સંગીત કાર્યક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની નવી શોધ અંગે પણ માહિતી
આપવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક ફોટો પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં
આવશે. જેમાં ભારતના ભવ્ય વારસાના દર્શન કરાવવામાં આવશે.
૨. ચીનમાં શરૂ થઈ સુપર બુલેટ ટ્રેન, ઝડપ જાણી ઉડવા લાગશો
ચીનમાં વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન ફક્શિંગ
દોડતી થઈ ગઈ છે. બૈજિંગથી શાંઘાઈ વચ્ચે દોડતી આ સુપર બુલેટ ટ્રેનની ઝડપ કલાકના 350થી 400 કિલોમીટર જેટલી છે. ટ્રેન માત્ર સાડા ચાર કલાકમાં
આ અંતર પૂરું કરે છે. આ જ માર્ગ કુલ સાત ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનો 14 વાર મુસાફરી કરવાની સાથે 1,318 કિલોમીટરનું અંતર કાપનાર છે.
રમત ગમત:-
૧. કપિલ, ગાવસ્કર, દ્રવિડ સહિત આ દિગ્ગજ
ક્રિકેટરોને મળ્યું છે પદ્મ ભૂષણ સન્માન
૨. જાપાન ઓપન: સિંધુ હારી, શ્રીકાંત-પ્રણોયની આગેકૂચ
વર્લ્ડ નંબર-9 નોજોમી ઓકુહારાએ જાપાન ઓપન સુપર સિરીઝમાં
વર્લ્ડ નંબર-4 પીવી સિંધુને હાર આપી છે. બીજા રાઉન્ડના
મુકાબલામાં જાપાની ખેલાડીએ સિંધુને 21-8, 21-8થી હરાવી ટૂર્નામેન્ટની બહાર કરી દીધી હતી. આ
સાથે ઓકુહારાએ ગત રવિવારે કોરિયા ઓપનની ફાઇનલમાં સિંધુ સામે મળેલી હારનો બદલી લીધો
હતો.
૩. INDvsAUS
2nd ODI : ભારતનો
252 રને શાનદાર વિજય, કુલદીપ યાદવે લીધી
હેટ્રિક
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન-ડે
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 253 રનનો લક્ષ્યાંક આપતાં બીજી વન ડે મેચમાં
ઓસ્ટ્રેલિયા 43.1
ઓવરમાં 10 વિકેટે 202 રન બનાવી ઑલ આઉટ થઇ ગયું. જેથી ભારતે કુલ 252 રને શાનદાર વિજય પ્રાપ્ત કરી લીધી છે. કુલદીપ
યાદવે આ મેચમાં સતત હેટ્રિક કરી વિકેટ ઝડપી લીધી હતી.
આર્થિક:-
૧. Gujarat માં ‘જન વિકલ્પ’નો પ્રચાર આજથી શરુ
કરતા શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર: Gujarat માં કોંગ્રેસની સાથે છેડ્યો ફાડ્યા બાદ બે
દિવસ અગાઉ રાજ્યમાં ત્રીજા મોરચા સ્વરૂપે ‘જન વિકલ્પ’ના નામે વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજું રાજકીય
પરિબળ ઉભું કરનાર શંકરસિંહ વાઘેલાએ આજથી પ્રચાર પ્રવાસનો આરંભ કર્યો છે.
Gujarat માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ
નેતાઓ પૈકીના એક એવા શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસે જ કોંગ્રેસની સાથે છેડો
ફાડવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે એવી પણ જાહેરાત હું કોઈ રાજકીય પક્ષમાં
જોડાઇશ નહીં પરંતુ રાજકારણમાં સક્રિય રહીશ.
આ દરમિયાનમાં ‘જન વિકલ્પ’ના નામનો એક નવો મોરચો શરુ કરવામાં આવ્યો હતો.
જેના આરંભ સાથે શંકરસિંહ વાઘેલાનું નામ જોડાયું હતું. પરંતુ તે સમયે શંકરસિંહ
વાઘેલાએ તેમની સાથે ન હોવાનું કહ્યું હતું. સાથે એમ પણ કહ્યું હતું કે આ મોરચો શરુ
કરનારા લોકોનો આગ્રહ હશે તો હું તેમનો માર્ગદર્શક બનીશ.
૨. શિર્ડી એરપોર્ટને મળી ગયું એએઆઈ તરફથી એરોડ્રામનું
લાઇસન્સ
હવે તમે સાંઈબાબાનાં દર્શન કરવા ટૂંક સમયમાં જ
પ્લેનથી શિર્ડી જઈ શકશો. શિર્ડી એરપોર્ટને પબ્લિક માટે ઉપયોગમાં લેવાનું લાઇસન્સ
મળી ગયું છે. ગુરુવારે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન(એએઆઈ)એ દિવસની ફ્લાઇટ્સ
માટે લાઇસન્સ આપી દીધું છે.
-ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે શિર્ડી એરપોર્ટનો
રનવે બહુ લાંબો છે, ત્યાં એરબસ છ-૩૨૦ અને બોઇંગ ૭૩૭ એરક્રાફ્ટ
સરળતાથી લેન્ડ કરી શકાય છે.
-ડ્ઢય્ઝ્રછના એક સિનિયર ઓફિશિયલે કહ્યું
રેગ્યુલેટરની તરફથી શિર્ડી એરપોર્ટને પબ્લિકના ઉપયોગ માટે એરોડ્રામ લાઇસન્સ
આપવામાં આવ્યું છે, પરંતુ આ ફક્ત દિવસની ફ્લાઇટ માટે છે.
ડ્ઢય્ઝ્રછએ બધા માપદંડોને ચકાસ્યા બાદ જ આ પગલું ભર્યું છે.
અન્ય
૧. મહામના ટ્રેનને આવતીકાલે PM આપશે લીલીઝંડી,
27 કલાકમાં
વડોદરાથી વારાણસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય
ક્ષેત્ર વારાણસીમાં ત્રીજી મહામના એક્સપ્રેસને લીલીઝંડી બતાવશે. મોદી 22મી સપ્ટેમ્બરના રોજ રીમોટ કંટ્રોલ દ્વારા યુપી
અને ગુજરાતની વચ્ચે આ નવી ટ્રેનની શરૂઆત કરાવશે. ત્યારબાદ વડોદરા સ્ટેશનથી વારાણસી
જવા રવાના થશે. નવી શરૂ થનારી આ ટ્રેનની સુવિધાને ધ્યાનમાં લેતાં અન્ય ટ્રેનો
કરતાં તેનું ભાડું 15
ટકા વધારે
હશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point