અહીંથી તમે તારીખ ૧૮-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ભાવનગર
હવાઈ મથકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉડતી મુલાકાત
દેશના વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદી સહિતના મંત્રીગણએ સાંજના સમયે ભાવનગરના એરપોર્ટ પર ટુંકા
સમયગાળાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ દિલ્હી ખાતે જવા પ્રસ્થાન કર્યુ હતું.
૨. સરકાર
ત્રણ વર્ષમાં આખા દેશમાં ૪૯ નવા કેન્સર સેન્ટર શરૂ કરશે
દેશમાં વધતા જતા
કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આગામી ત્રણ વર્ષમાં ૪૯ નવા કેન્સર સેન્ટર
સેટ અપ કરવાનું આયોજન કયુ છે. આપણા દેશમાં પહેલેથી જ ૩૧ કેન્સર સેન્ટર છે અને તે
૨૦૧૪–૧૫થી અપગ્રેડ
કરાયેલા છે. આરોગ્ય મંત્રાલયે વિગતે પ્રોજેકટ તૈયાર કર્યેા છે. સોમવારે પ્રાઈમ
મિનિસ્ટર્સ આફિસ (પીએમઓ)ની હાઈલેવલ મીટીંગમાં આ અંગે ચર્ચા થશે. આરોગ્ય મંત્રાલયે
આ સ્કીમ અમલી બનાવવા માટે આગામી ત્રણ વર્ષ માટે . ૩૪૯૫ કરોડનું ફડં ફાળવ્યું છે.
કેન્દ્ર સરકારની કેન્સર, ડાયાબિટિસ તથા હૃદયરોગોની તકેદારી માટે ચાલતી સ્કીમ અંતર્ગત આ કેન્સર
સેન્ટર તબક્કાવાર તૈયાર કરવામાં આવશે.
૩. ફિફા
અંડર-૧૭ વર્લ્ડકપઃ દરરોજ ૫૦૦૦ વિદ્યાર્થીને ફ્રી પાસ મળશે
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે આવતા
મહિનાથી શરૂ થઈ રહેલા ફિફા અંડર-૧૭ વર્લ્ડકપમાં સ્કૂલ અને કોલેજોને સાંકળવા માટે
ખાસ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે
ઓક્ટોબરમાં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાનારી મેચો માટે સ્કૂલ અને
કોલેજોમાં ભણતા ૫૦૦૦ વિદ્યાર્થીઓને મફત ટિકિટ આપવાની યોજના છે. ફાઇનલ સહિત દસમાંથી
પ્રત્યેક મેચ માટે ૫૦૦૦ ફ્રી પાસ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની ફાઇનલ ૨૮ ઓક્ટોબરે
રમાવાની છે. જે વિદ્યાર્થી ફૂટબોલ કે અન્ય રમતની પ્રવૃત્તિમાં સામેલ છે તેને જ આ
ફ્રી પાસ આપવામાં આવશે. પ્રત્યેક મેચના બે-બે હજાર પાસ સ્કૂલ અને કોલેજો માટે, જ્યારે ૫૦૦-૫૦૦ પાસ મદરેસા અને પોલિટેકનિક
કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને મળશે. સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓને બેસવા માટે અલગ
બોક્સ બનાવવામાં આવ્યાં છે.
૪. તામિલનાડુમાં
દિનાકરનને મોટો ફટકો, એક
ઝાટકે 18 ધારાસભ્યો અયોગ્ય જાહેર
તામિલનાડુ રાજ્ય વિધાનસભાના સ્પીકર પી ધનપાલે
આજે 18
ધારાસભ્યોને
અયોગ્ય જાહેર કરી દીધા. સ્પીકરનો આ નિર્ણય દિનાકરન માટે મોટો આંચકો સાબિત થશે.
અયોગ્ય ગણાવાયેલા AIADMKના આ ધારાસભ્યો ટીટીવી દિનાકરનને સપોર્ટ કરી
રહ્યાં હતાં. અયોગ્ય ગણાવાયેલા આ ધારાસભ્યોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
જેમાં થાંગા તમિલસેલ્વન, સેંથિલ બાલાજી, પી વેત્રીવલ અને કે મરિયપ્પન પણ સામેલ છે.
તામિલનાડુ વિધાનસભામાં 1986
પાર્ટી
ડિફેક્શન લો અંતર્ગત પ્રવક્તાએ આ આદેશ આપ્યો.
૫. અભિનેત્રી
ગ્રેસી સિંહને માતૃશોક, માતા
વરજિન્દર કૌરનું દિલ્હીમાં નિધન
મુંબઈ – ‘લગાન’, ‘ગંગાજલ’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘મુસ્કાન’, ‘ડેન્જરસ ઈશ્ક’ જેવી ફિલ્મોની અભિનેત્રી ગ્રેસી સિંહનાં માતા
વરજિન્દર કૌરનું નવી દિલ્હીમાં નિધન થયું છે. તેઓ ૭૦ વર્ષનાં હતાં.
વરજિન્દર કૌર બ્રહ્માકુમારીઝ સંસ્થાનાં વરિષ્ઠ
સભ્ય હતાં.
ગ્રેસી સિંહ એનાં માતાની અંતિમવિધિ માટે હાલ
દિલ્હીમાં છે.
૬. કચ્છ:
હિંદુ સંગઠનોએ મુસ્લિમ કલાકારોની એન્ટ્રી પર લગાવી રોક
નવરાત્રીને જ્યાં હવે બસ થોડા જ દિવસોની વાર
છે ત્યાં જ ગુજરાતમાં ફરીથી લવ જેહાદની ચિંતા સાથે હિંદુ સંગઠનો સક્રિય થઇ ગયા છે.
ભુજમાં હિંદુ સંગઠનો દ્વારા ગરબા દરમિયાન મુસ્લિમ કલાકારોને બોલવવા પર બેન
લગાવવામાં આવ્યો છે. આવા જ એક કાર્યક્રમના પોસ્ટર પર કાળી શાહી પોતી ચેતવણી
આપવામાં આવી છે કે આયોજકો કોઇ મુસ્લિમ કલાકારોને પોતાના કાર્યક્રમમાં હાજર ના કરે.
જેના કારણે આયોજકોએ નિરાશ થઇને આ કાર્યક્રમ જ રદ્દ કરી દીધો. આયોજકોનું કહેવું છે
કે તે કોઇ પ્રકારનો વિરોધ કે મુશ્કેલી નથી ઇચ્છતા જેના કારણે તેમણે આ કાર્યક્રમ જ
રદ્દ કરી લીધો છે. આયોજક જીતૂ મહેતાએ જણાવ્યું કે મુસ્લિમ કલાકારોને આવતા રોકવાના
બદલે અમે કાર્યક્રમ જ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
૭. ભારતમાં
લોન્ચ થયેલી ગૂગલની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ‘તેઝ’
નવી દિલ્હી – અગ્રગણ્ય એન્ડ્રોઈડ અને ઈન્ટરનેટ સર્ચ કંપની
ગૂગલે તેની યૂપીઆઈ-બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશ ‘TEZ’ (તેઝ)ને આજે ભારતમાં લોન્ચ કરી છે. આ એપ ગૂગલ
પ્લે સ્ટોર ઉપરાંત એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ તેના યૂઝર્સને એમનાં
સ્માર્ટફોનને એમનાં બેન્ક એકાઉન્ટ્સ સાથે લિન્ક કરી આપે છે.
આમ, ગૂગલે ભારતમાં યૂપીઆઈ (યૂનિફાઈડ પેમેન્ટ્સ
ઈન્ટરફેસ)-બેઝ્ડ પેમેન્ટ એપ્સ માર્કેટમાં પ્રવેશ કર્યો છે.
તેઝ એપ ભારત સરકારના સમર્થનવાળી નેશનલ પેમેન્ટ
કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા નિર્મિત પેમેન્ટ્સ પ્રોટોકોલ યૂપીઆઈ પર
આધારિત છે.
૮. અનુષ્કા શર્માને 'સ્વચ્છતા જ સેવા' અભિયાનમાં જોડાવા PM મોદીનું આમંત્રણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુષ્કા શર્માને
સરકારનાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાનથી જોડાવાં માટે નિમંત્રણ મોકલેલ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એમની હાજરી પણ આ અભિયાનથી જોડાવાં માટે અન્ય લોકોને
પ્રેરિત કરશે.
૯. જામનગરના બાળકલાકારની અભિનય
ક્ષેત્રે અજોડ સિધ્ધિ રાજયકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું
જામનગર: જામનગરની સરસ્વતી પ્રા.શાળામાં અભ્યાસ કરતા ૯ વર્ષના સૌમ્ય પંડયાએ
અભિનય ક્ષેત્રે રેકોર્ડ બ્રેકિંગ સિધ્ધીઓ હાંસિલ કરીને જામનગરનું ગૌરવ વધાર્યુ છે.
જામનગરના સરસ્વતી પ્રાથમિક શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા સૌમ્યને લોકો બાળવિવેકાનંદ તરીકે તો ઓળખતા જ હતાં. પરંતુ હાલમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર આયોજીત કલામહાકુંભ-ર૦૧૭માં એકપાત્રીય અભિનયમાં શિલ્પીનું યાદગાર પાત્ર ભજવી, સીટી ઝોનમાં પ્રથમ જામનગર જીલ્લા કક્ષાએ પ્રથમ, જુનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ અને આખરે વડોદરા ખાતે રાજ્યકક્ષાએ પણ પ્રથમ ક્રમ હાંસિલ કરી અજોડ સિધ્ધીઓ મેળવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમન્ના સાંસ્કૃતિક સોસાયટીનાં સૌથી નાના કલાકાર સૌમ્યએ ર૦૧પમાં ઓપન કેટેગરીમાં બેસ્ટ એકટર-ર૦૧૬માં ગુજરાત રાજ્ય બાળનાટય સ્પર્ધામાં દ્રિતિય શ્રોષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવી, હાલમાં ર૦૧૭માં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસિલ કરી આટલી નાની વયે રેકોર્ડ કર્યો છે.
જામનગરના સરસ્વતી પ્રાથમિક શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા સૌમ્યને લોકો બાળવિવેકાનંદ તરીકે તો ઓળખતા જ હતાં. પરંતુ હાલમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર આયોજીત કલામહાકુંભ-ર૦૧૭માં એકપાત્રીય અભિનયમાં શિલ્પીનું યાદગાર પાત્ર ભજવી, સીટી ઝોનમાં પ્રથમ જામનગર જીલ્લા કક્ષાએ પ્રથમ, જુનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ અને આખરે વડોદરા ખાતે રાજ્યકક્ષાએ પણ પ્રથમ ક્રમ હાંસિલ કરી અજોડ સિધ્ધીઓ મેળવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમન્ના સાંસ્કૃતિક સોસાયટીનાં સૌથી નાના કલાકાર સૌમ્યએ ર૦૧પમાં ઓપન કેટેગરીમાં બેસ્ટ એકટર-ર૦૧૬માં ગુજરાત રાજ્ય બાળનાટય સ્પર્ધામાં દ્રિતિય શ્રોષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવી, હાલમાં ર૦૧૭માં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસિલ કરી આટલી નાની વયે રેકોર્ડ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. યુનોની મહાસભામાં ભાગ
લેવા સુષ્મા ન્યૂયોર્ક પહોંચ્યા
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ યુએન મહાસભાની
આજથી શ થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા માટે ન્યુયોર્ક પહોંચ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઈ
મુજબ આ વર્ષિક સભામાં અમેરિકા, જાપાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા થશે. તેની સાથે વિદેશ મંત્રી સુષ્મા
સ્વરાજ ભૂતાનના વડાપ્રધાન તહેશિંગ તોબગે સાથે મુલાકાત કરશે.
રમત ગમત:-
૧. ઓસ્ટ્રેલિયા સામે Mahendra
Singh Dhoni એ
બનાવ્યો આ ખાસ રેકોર્ડ
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વનડે મેચમાં
ડકવર્થ લુઇસ નિયમના આધારે ૨૬ રનથી હરાવી દીધું હતું. આ જીતમાં Mahendra Singh Dhoni નો મહત્વનો ભાગ રહ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની
તે સમયે મેદાન પર ઉતર્યા હતા જયારે ભારતે ૬૪ રનમાં ૪ વિકેટ ગુમાવી મુશ્કેલમાં
હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ઇનિંગ દરમિયાન એક મોટી સિદ્ધિ મેળવી લીધી હતી.
૨. Korea open badminton માં ભારતીય ખેલાડીએ
પ્રથમવાર રચ્યો ઇતિહાસ
ભારતની P. V. Sindhu એ પોતાના દમદાર પ્રદર્શનનો સિલસિલો સતત ચાલુ જ
રહેવા પામ્યો હતો. રવિવારે યોજાયેલ કોરીયા ઓપન બેડમિંટન ચેંપયિનશિપની ફાઇનલ મેચમાં
તેણે જાપાનની nozomi
okuhara ને 2-1થી હરાવીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો
હતો. આ સાથે તેણે જાપાની આ ખેલાડી સાથે પોતાની હારનો બદલો પણ લઇ લીધો હતો.
૩. ડેવિસ કપઃ કેનેડાએ પણ ભારતને
હરાવ્યું…
કેનેડાના એડમોન્ટન શહેરમાં રમાયેલા ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ મુકાબલામાં યજમાન
કેનેડાએ ભારતને ૩-૨થી પરાજય આપ્યો છે. રીવર્સ સિંગલ્સમાં યૂકી ભામ્બ્રી જીત્યો હતો, પણ રામકુમાર રામનાથન હારી ગયો હતો. આ પરાજય
સાથે મહેશ ભૂપતિના નેતૃત્વવાળી ભારતીય ટીમ સતત ચોથા વર્ષે પ્લે-ઓફ્ફ તબક્કાને પાર
કરી શકી નથી. આ પહેલાં તે સર્બિયા, ચેક રીપબ્લિક, સ્પેન સામે હારી ગઈ હતી. ઉપરની તસવીરમાં કેનેડાનો ડેનિસ શાપોવાલોવ ભારતના
પરાજિત રામકુમાર રામનાથનને આશ્વાસન આપે છે.
આર્થિક:-
૧. એસબીઆઈ ખેડૂતો પર મહેરબાન: 50 ટકા લોનમાફી યોજના
જાહેર
ખેડૂતોને લોનમાફીનો મુદ્દો આમ તો રાષ્ટ્ર્રીય લેવલે પણ ચર્ચિત અને
વિવાદાસ્પદ રહ્યો છે. કેન્દ્ર સરકાર તેમાં વિમાસણમાં પણ છે છતાં એસબીઆઈ એટલે કે
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક નવું મિશન હાથ પર લેવાનો નિર્ણય કર્યેા છે અને તે અન્ય
બેન્કો માટે પણ પ્રેરણારૂપ બનશે. એસબીઆઈ હવે ખેડૂતોએ લીધેલી કૃષિલોન પૈકીની ૫૦ ટકા
લોન માફ કરવાનું મિશન શરૂ કરી રહી છે અને તેને વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ નામ
આપવામાં આવ્યું છે.
અન્ય
૧. આજથી શરૂ થઇ Vistadome કોચવાળી ટ્રેન, કાચની છતમાંથી જોઇ
શકાશે આકાશ
મુંબઈથી ગોવા જનારી પ્રસિદ્ધ જન શતાબ્દી
ટ્રેનમાં વિસ્ટાડોમ કોચની સવારી શરૂ થઈ રહી છે. ભારતીય રેલવેમાં વિસ્ટાડોમ કોચ એ
પહેલો કોચ છે, જેમાં કાચની મોટી મોટી બારી છે અને આ બારીઓ છત
પર પણ ગોઠવવામાં આવી છે. આ કોચમાં મુસાફરોને માટે એલસીડી સ્ક્રિનની પણ સુવિધા છે.
તો સાથે જ રિવોલ્વિંગ ચેરની પણ સુવિધાઓ છે. 40 સીટ વાળો આ કોચ 3.38 લાખના ખર્ચે બન્યો છે. તેમાં રહેલી ખુરશીઓ 360 ડિગ્રી સુધી ફરી શકે છે. આ સેવા દાદરથી મડગાંવ
રૂટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.જેમાં ફિલ્મો જોઈ શકાય છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point