Sunday, 17 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 18-09-2017

અહીંથી તમે તારીખ ૧૭-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. નાણાંમંત્રી અરૂણ જેટલી લોન્ચ કરશે PAYMENT APP 'તેજ'

ડિઝીટલ ઈન્ડિયા અંતગર્ત આપણી કેન્દ્ર સરકાર અવનવી સુવિધા આપતી હોય છે. ડિમોનિટાઈઝેશન બાદ આપણા વડાપ્રધાનના કેસલેસનાં મંત્રને સાકાર કરવા વધુ એક સુવિધા આવી રહી છે.

કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સોમવારે ગુગલની ઓનલાઈન પેમેન્ટ આધારિત સેવા એપ 'તેજ'ને લોન્ચ કરનાર છે. જે બાદ ડિઝીટલ ઓનલાઈન પેમેન્ટની સ્પર્ધા વધારે ઝડપી બની જશે.

NPCI તરફથી લોન્ચ થનાર તેજ પેમેન્ટ એપ એન્ડ્રોઈડ પે ની જેમ જ કાર્યરત છે. તેઓ જણાવે છે કે અમે અમારા દરેક પ્રોડકટ બધાની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે ત હેતુથી લોન્ચ કરવા ઈચ્છીએ છીએ.આ એપ RBIના નિયંત્રણ હેઠળ છે તેમજ આના ઉપયોગથી મોબાઈલના દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે.


વધુમાં એ પણ સમાચાર આપ્યા છે કે ખૂબ જ પ્રચલિત વ્હોટસ એપ પણ ડિઝીટલ પેમેન્ટ તરફ પગપેસારો કરે તેવી વાતો ચાલી રહી છે. જોકે વી ચેટ અને હાઈક મેસેન્જર તો પહેલેથી જ યુપીઆઈ આધારિત પેમેન્ટ સેવાને સપોર્ટ કરે છે.

ઈલેકટ્રોનિક અને માહિતી ઔદ્યોગિક મંત્રાલય અનુસાર ભારતમાં ડિઝીટલ પેમેન્ટની આધારભૂત સંરચનામાં 2017ના અંત સુધી લગભગ 50 લાખ ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (POS)ની સાથે ત્રણ સ્તરોમાં વધારો થવાની સંભાવના છે.

મંત્રાલયના સચિવ અરુણ સુંદરરાજને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ડિસેમ્બર સુધી POSની સંખ્યા 50 લાખ થઈ જશે. આનો અર્થ એમ કે એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં ડિઝીટલ પેમેન્ટની સંખ્યામાં ત્રણ ઘણો વધારો થશે.

૨. શૂન્યનો સૌથી પહેલો ઉલ્લેખ ૧૮૦૦ વર્ષ પહેલાની ભારતની બક્શાલી હસ્તપ્રતોમાં છે

ગણિત અને વિજ્ઞાનનો પાયો ગણાતા અંક શૂન્યની શોધ ભારતમાં થઈ હતી એ જાણીતી વાત છે. પરંતુ શોધ ક્યારે થઈ હતી એટલે કે શૂન્ય ક્યારથી વપરાતો આવે છે, એ અંગે વિવિધ થિયરીઓ છે. જાણીતી થિયરી પ્રમાણે શૂન્યની હાજરીની સૌથી જૂની નોંધ ૧૩૦૦ વર્ષ પહેલાની છે. એટલે કે કમસેકમ ૧૩૦૦ વર્ષથી શૂન્ય વપરાતો આવે છે. પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના લેટેસ્ટ સંશોધન પ્રમાણે ઝિરોનો સૌથી પહેલો ઉપયોગ ભારતમાં ૧૮૦૦ વર્ષ પહેલા થયો હતો.
હાલ પાકિસ્તાનમાં આવેલા બક્શાલ ગામેથી ૧૮૮૧માં કેટલીક અત્યંત પ્રાચીન હસ્તપ્રતો મળી આવી હતી. એ હસ્તપ્રતો હવે ગામા નામે બક્શાલી હસ્તપ્રત તરીકે ઓળખાય છે. આ હસ્તપ્રતો પણ કેટલી પૂરાણી છે, એ અંગે ચોક્કસ આંકડો મળતો નથી. પરંતુ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણ્યા પ્રમાણે હસ્તપ્રતો ત્રીજી અથવા ચોથી સદીની છે. આ હસ્તપ્રતમાં કેટલાંક ટપકાં છે. એ ટપકાં જ શૂન્ય હોવાની રજૂઆત ઓક્સફર્ડના સંશોધકોએ કરી છે.
બક્શાલી હસ્તપ્રતો ગણિતના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને આધારભૂત દસ્તાવેજ ગણાય છે. કેમ કે ભારતમાં ગણિત વિશેની એ સૌથી જૂની નોંધો છે. ઓક્સફર્ડના ગણિતના પ્રોફેસર માર્કસ ડી સુતોેયે જણાવ્યુ હતું કે ગણિતના ઈતિહાસની આ અત્યંત મહત્ત્વપૂર્ણ શોધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ત્રીજી સદીમાં ભારતના સંશોધકોએ જ ગણિતના પાયા નાખ્યા હતા, જે હવે આધુનિક જગત માટે મહત્ત્વના બન્યા છે.
બક્શાલી હસ્તપ્રતો પર સંશોધકો સતત સંશોધન કરતા રહેતા હોય છે. આ અભ્યાસ દરમિયાન જ તેમા સંખ્યાબંધ શૂન્ય નોંધાયેલા જોવા મળ્યા હતા. જોકે એ ટપકાં એટલે કે ડોટ સ્વરૃપે છે. આ સંશોધન માત્ર ગણિત જગત માટે જ નહીં, દક્ષિણ એશિયાનો ઈતિહાસ સમજવા માટે પણ ઉપયોગી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યુ હતું.

૩. વડાપ્રધાન મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાશે

આજે ૧૭ સપ્ટેમ્બર રવિવારના રોજ પીએમ મોદીનો જન્મદિવસ છે. સરકારે પીએમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે.
આજે જન્મ દિવસે, શ્રમદાન અને ટોઇલેટ નિર્માણ જેવી સ્વયંસેવી પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનને વેગ અપાશે. પીવાનાં પાણી અને સેનિટેશન મંત્રી ઉમા ભારતીએ સાથી મંત્રીઓને પોતાના મત વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવા પત્ર લખ્યા હતા.
પત્રમાં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, મારું મંત્રાલય સેવા દિવસની ઉજવણી માટે મંત્રીઓને સહાય કરશે અને ઉજવણીની સફળતા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે મળી કામ કરશે.
મંત્રાલયના સચિવ પરમેશ્વરન ઐયરે જણાવ્યું હતું કે, આ કાર્યોમાં સમાજના તમામ વર્ગો જોડાશે.
પીએમ મોદી, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાંસદો સ્વચ્છતા અને ટોઇલેટ નિર્માણ માટે શ્રમદાન કરશે.
જાહેર અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. સ્વચ્છતા હી સેવા નેજા હેઠળ આ તમામ કાર્યક્રમો હાથ ધરાશે.
પીએમ મોદીના ૬૭મા જન્મદિવસ માટે દેશવિદેશમાંથી અભિનંદનનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. ટ્વિટર પર લાખો ફોલોઅર્સ પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

૪. ગુજરાતઃ પીએમ નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વિધીથી નર્મદા ડેમ રાષ્ટ્રને સમર્પિત કર્યો

નર્મદા/ડભોઈવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 67માં જન્મદિવસે સરદાર સરોવર ડેમ(નર્મદા બંધ) રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. કેવડિયા કોલોનીમાં નર્મદા મૈયાની શાસ્ત્રોક્ત વિધીથી પૂજા આરતી કરી હતી. તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે તેઓ આગલા દિવસે 16 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યે ગુજરાત આવ્યા હતા. રાજભવનમાં રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે ગાંધીનગરના રાયસણમાં રહેતા તેમના માતા હીરાબાના આશિર્વાદ મેળવ્યા હતા. હીરાબા મિઠાઈ ખવડાવીને પીએમ મોદીનું મ્હો મીઠુ કરાવ્યું હતું. ત્યાર બાદ તેઓ કેવિડયા જવા નિકળી ગયા હતા.

આંતરરાષ્ટ્રીય:-  

૧. ભારતીય સેનામાં સૌથી પહેલી માર્શલની પદવી સેમ માણેક શોને મળી હતી

ભારતીય સેનામાં સૌથી પહેલી માર્શલની પદવી સેમ માણેક શોને મળી હતી. એ બાદ જનરલ કેએમ કરિયપ્પાને આ ઉપાદ્યિ મળી હતી. ત્યાર બાદ એરફોર્સમાં એકમાત્ર અર્જન સિંહને જ આ પદ મળ્યુ હતુ.

ઇન્ડિયન એર ફોર્સના એકમાત્ર માર્શલ અર્જન સિંહનું શનિવારે નિધન થયું. તેમને 2002માં માર્શલ ઓફ એર ફોર્સની પદવી આપવામાં આવી હતી. ભારતીય સૈન્યમાં અત્યાર સુધી ત્રણ માર્શલ થયા છે. ભારતીય સૈન્યમાં ફાઇવ સ્ટાર જનરલ ઓફિસરની રેન્ક માટે બનાવાયેલા આ પદને પ્રાપ્ત કરનારા 2 માર્શલ ઇન્ડિયન આર્મીમાં હતા. તમને જાણીને નવાઈ લાગશે કે હજુ સુધી નેવીમાં કોઈ માર્શલ નથી થયા.

માર્શલની પદવીથી સૌપ્રથમ ભારતીય લશ્કરના અધિકારીને નવાજવામાં આવ્યા હતા. આર્મીમાં આ પદને ફીલ્ડ માર્શલકહેવામાં આવે છે. 1971માં બાંગ્લાદેશ યુદ્ધમાં વિજય મેળવનારા જનરલ સેમ માણેકશોને 1973માં પહેલી જાન્યુઆરીએ દેશના પ્રથમ ફીલ્ડ માર્શલનું પદ આપવામાં આવ્યું હતું. 1914માં જન્મેલા માણેકશો ભારતીય લશ્કરના 8મા ચીફ ઓફ સ્ટાફ હતા, પરંતુ ફીલ્ડ માર્શલ બનનારા તે સૈન્યના પહેલા અધિકારી હતા.

સેમ માણેકશો બાદ 1986માં જનરલ કેએમ કરિયપ્પાને ફીલ્ડ માર્શલનું પદ આપવામાં આવ્યું હતું. 1899માં જન્મેલા જનરલ કરિયપ્પા 1947માં સ્વતંત્રતા બાદ ભારતીય સૈન્યના પ્રથમ કમાન્ડર ઇન ચીફ હતા. આમ તો તેઓ માણેકશો કરતાં ઘણા સિનિયર હતા, પરંતુ ફીલ્ડ માર્શલની પદવી તેમને બાદમાં મળી હતી. આ પદવી મળ્યાનાં છ વર્ષ બાદ 1993માં તેમનું નિધન થયું હતું.
રમત ગમત:-

.૧. આ આરોપસર Chamara Silva પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર Chamara Silva પર પ્રથમ શ્રેણી મેચના દરમિયાન મેચ ફિક્સિંગમાં સામેલ હોવાના કારણે તેમને ક્રિકેટની તમામ પ્રકારની પ્રવૃત્તિઓથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ ૨૩ થી ૨૫ જાન્યુઆરીની વચ્ચે પનાડુરા ક્રિકેટ ક્લબ અને કાલુતારા ફિઝિકલ કલ્ચર ક્લબ મેચના ત્રીજા દિવસની ઘટનાઓને સાત મહિના સુધી ચાલેલી તાપસ બાદ આ જાહેરાત કરી છે.

૨. સિંધુ બની કોરિયા ઓપન વિજેતા

ભારતીય મહિલા બેડમિન્ટનની ગોલ્ડન ગર્લપી.વી. સિંધુએ 17 સપ્ટેંબર, રવિવારે દક્ષિણ કોરિયાના સોલમાં કોરિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન સ્પર્ધાની રોમાંચક બનેલી ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને 22-20, 11-21, 21-18થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સિંધુએ એની કારકિર્દીમાં આ ત્રીજું સુપર સિરીઝ ટાઈટલ જીત્યું છે જ્યારે ભારતનું આ 19મું સુપર સિરીઝ વિજેતાપદ છે. કોરિયન ઓપનમાં આ પહેલી જ વાર કોઈ ભારતીય ખેલાડી ચેમ્પિયન બની છે. ગ્લાસગો વિશ્વ સ્પર્ધામાં આ જ ઓકુહારાનાં હાથે ફાઈનલમાં હારી જવાથી સિંધુને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો, પણ આજે તેણે એ પરાજયનું સાટું વાળી લીધું છે.

૩. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ચેન્નઈમાં પ્રથમ વનડે

નવી દિલ્લી: ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝનો આજે પ્રથમ મુકાબલો બપોરે 1:30 કલાકે ચેન્નઈના ચેપૉક સ્ટડિયમમાં રમાશે. શ્રીલંકાના તેના ઘર આંગણેજ 9-0થી વ્હાઈટવોશ કર્યાબાદ આત્મવિશ્વાસથી ભરેલી ટીમ ઈંડિયા આજે ઓસ્ટ્રલિયા ઓસ્ટ્રેલિયા સામે શરૂઆતથીજ પાંચ વનડેમાં સીરીઝામાં પોતાનો લય જાળવી રાખવા મેદાને ઉતરશે

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. PM કરશે લોકાર્પણ: 1 અબજ 75 કરોડના ખર્ચે તૈયાર થયેલ અમરેલીનું અલ્ટ્રામોર્ડન યાર્ડ

અમરેલીમાં 175 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સૌરાષ્ટ્રનું સૌથી મોટું અદ્યતન માર્કેટયાર્ડ બન્યા બાદ કૃષિ ક્ષેત્રે અમરેલી જિલ્લાની સીકલ જ બદલાઇ જશે. જેનું લોકાર્પણ કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તે યાર્ડ અદ્યતન પ્રકારની તમામ સુવિધાઓથી સજજ છે અને સમગ્ર દેશમાં એક મોડેલ તરીકે સ્થાપી શકાય તેવી યોગ્યતા ધરાવે છે.


અન્ય

૧. ભાજપના સાંસદ મહંત ચાંદનાથનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

રાજસ્થાનની અલવર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ મહંત ચાંદનાથનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને નાથ સંપ્રદયા સાથે સંબંધિત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહીતના નેતાઓએ મહંત ચાંદનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મહંત ચાંદનાથ 61 વર્ષના હતા. તેઓ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા હતા. ભાજપના રાજસ્થાન ખાતેના પ્રવક્તાનું કહેવું છે કે, ચાંદનાથ કેન્સરથી પીડિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરતા ટ્વિટ કરતા જણાવ્યું છે કે, અલવરથી લોકસભા સાંસદ મહંત ચાંદનાથજીના નિધનથી તેઓ શોકાતુર છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point