Saturday, 16 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 17-09-2017

અહીંથી તમે તારીખ ૧૬-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. એર માર્શલ અર્જન સિંહનું 98 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન

નવી દિલ્હી:ભારતીય વાયુસેના(IAF) માર્શલ અને 5 સ્ટાર રૈન્ક પ્રાપ્ત અર્જન સિંહનું શનિવારે મોડી સાંજે હૃદય રોગના કારણે નિધન થયું હતું. 98 વર્ષિય અર્જન સિંહ ગંભીર રીતે બિમાર હતા અને તેમને સારવાર માટે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યની જાણકારી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ અને IAF વડા બી.એસ.ધનવા તેમના ખબર-અંતર પૂછવા માટે શનિવારે હોસ્પિટલમાં ગયા હતા.

૨. ઓકટોબરમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિતની ટીમ ગુજરાતની મુલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષનાં અંતમાં યોજાવાનું નિશ્ચિત છે. કઇ તારીખે યોજાશે તે જાણવામાં નાગરિકોને રસ છે. પરંતુ ચૂંટણીના જાહેરનામાને પગલે જ ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ બહાર આવશે. દરમિયાનમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના ટોચનાં ઓફિસરોને દિલ્હી બોલાવ્યા છે. તેઓની ૨૦મી સપ્ટેમ્બરે મીટીંગ થશે.

ચૂંટણી પંચના સૂત્રો જણાવે છે કે ચૂંટણી પંચ સાથેની આ બેઠક ગુજરાતની ચૂંટણી માટેની 'પૂર્વ તૈયારી' માટેની રહેશે. ગુજરાતનાં ચૂંટણી પંચના અધિકારીઓ પાસેથી પંચ તમામ પ્રકારની વિગતો મેળવશે. જેમાં ખાસ કરીને મતદાર યાદી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ચૂંટણી ક્યારે યોજી શકાય વગેરે જેવા અનેક મુદ્દાઓની ચર્ચા વિચારણા કરશે. તેમજ સૂચનો પણ મેળવશે.

૩. Gujarat માં અનામત અમારો અધિકાર સંકલ્પ યાત્રા નું આજે સોમનાથમાં સમાપન

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિક પટેલના નેતુત્વમાં અમદાવાદથી સોમનાથ સુધી નીકળેલી અનામત અમારો અધિકાર સંકલ્પ યાત્રા ને બીજા દિવસે પણ મળ્યો ભરપુર આવકાર મળ્યો છે. જેમાં પણ જેતપુર માં સંકલ્પ યાત્રા નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજ ના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. જેમાં સરદાર ચોકમાં સરદાર સાહેબ ની પ્રતિમા નું ફુલહાર થી સ્વાગત કર્યું.પાસ સહકન્વીનર અને સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપ વિરુદ્ધ લગાવ્યા આક્રોશજનક નારા પણ લગાવ્યા હતા.આ યાત્રાનું આજે સોમનાથમાં સમાપન થશે.આ પ્રસંગે હાર્દિક પટેલ ફરીથી એકવાર અનામતની માંગને બુલંદ કરીને ભાજપ સરકારને સદબુદ્ધી આપવા સોમનાથ ભગવાનને પ્રાર્થના કરશે.

૪. શંકરસિંહ વાઘેલા આજે રાજકોટના પ્રવાસે , ક્ષત્રિય અગ્રણીઓને મળશે

કોંગ્રસના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ જ્યારથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે ત્યારે આજે બાપુ રાજકોટના પ્રવાસે જય રહ્યા છે ત્યારે કેટલાય તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા રાજકોટમાં ક્ષત્રિય અગ્રણીઓને મળશે અને ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તો આ વિષય પર કેટલીક ખાસ ચર્ચા કરશે તેવું શુટરો પાસેથી જાણવા મળ્યું હતું

૫. પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં 475 મહાનુભાવોને ખાસ સુરક્ષા કવચ!

વીઆઇપી કલ્ચરને નાબૂદ કરવાની વાતો કરતી મોદી સરકારના શાસનકાળ દરમિયાન દેશમાં વીઆઇપીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધીની સરકારોમાં સૌથી વધારે વીઆઇપી સ્ટેટસ ધરાવાતા લોકો મોદી સરકારમાં છે. હાલમાં દેશમાં વીઆઇપી સિંગલ સ્ટેટસ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા 475 છે. જે અગાઉની યુપીએ સરકારના સર્વિધિક 375ના આંકથી કંઇક વધારે છે. આ તમામ મહાનુભાવોને ખાસ સલામતી પણ અપાઇ છે અને તેની પાછળ પ્રજાની પરસેવાની કમાણીના કરોડો ખચર્ઇિ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની હાલની યાદી મોદીના શાસનમાં પ્રવર્તતા વીઆઇપી કલ્ચરની ચાડી ખાય છે. આ યાદીમાં રાજકીય નેતાઓ, તેમના બાળકો, સાધુ-સંતો અને ધાર્મિક નેતાઓનો પણ સમાવેશ થાય છે.

૬. ગુજરાત BJP નરેન્દ્ર મોદીનો બર્થ-ડે સેવા દિવસ તરીકે ઊજવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી કાલે બર્થ-ડે છે અને એ દિવસને ગુજરાત BJP સેવા દિવસ તરીકે ઊજવશે અને સ્વચ્છતા અભિયાન, મેડિકલ કૅમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૭. TATAની ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ખાસિયતો છે લલચામણી

તાતા મોટર્સે જુલાઈમાં ટિયાગોના ઈલેક્ટ્રિક વેરિયંટ ટૂંક સમયમાં આવશે એવી જાહેરાત કરી હતી. હવે કંપનીએ આ અંગે કન્ફર્મ કરતા કહ્યું કે બ્રિટેનમાં આયોજીત લો કાર્બન વ્હિકલ (LCV)2017 ઈવેન્ટમાં તાતા ટિયાગોના ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ મોડલ રજૂ કરી દીધું છે. આ નાની કારને તાતા મોટર્સ યૂરોપિયન ટેક્નિકલ સેન્ટર એટલે કે TMETCએ તૈયાર કર્યું છે. આ ઉપરાંત તાતાએ ઈન્ડિકા વિસ્ટા અને બોલ્ટનું પણ ઈલેક્ટ્રિક વર્ઝન તૈયાર કર્યું છે. આ તમામ કારો LCV ઈવેન્ટમાં રજૂ કરવામાં આવી હતી.

૮. રેલ્વે હવેથી નહીં લગાડે રિઝર્વેશન ચાર્ટ, 7 સ્ટેશનો પરથી કરવામાં આવશે શરૂઆત

દેશના સાત મોટા રેલ્વે સ્ટેશનો પર આગામી ત્રણ મહિના સુધીમાં ટ્રેનના રિર્ઝવેશન ચાર્ટ લગાવવામાં આવશે નહીં. આ સ્ટેશનોમાં દિલ્લી, હજરત નિઝામુદ્દીન, મુંબઈ સેન્ટ્રલ, છત્રપતિ શિવાજી ચર્મિનલ, ચેન્નઈ, હાવડા અને સિયાલદાહનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. જર્મન કલાકારે દુનિયાની સૌથી ઉંચી રેતીની દીવાલ બનાવી તોડ્યો ભારતનો Record

બાળપણમાં તમે પણ રેતીના કિલ્લા બનાવ્યા હશે. માટીના આ મહેલોને બનાવવા અને બાળપણમાં મોજ-મસ્તીનું માધ્યમ હોય છે, પરંતુ તમને જાણ છે કે, રેતીથી બનાવેલ મહેલો માટે પણ વર્લ્ડ Record હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, રેતીની સૌથી ઉંચી દીવાલનો રેકોર્ડ પણ ભારતના નામે હતો, તેમ છતાં તાજેતરમાં જર્મનીએ ભારતનો આ રેકોર્ડ તોડી દીધો છે. જર્મનીએ સૌથી ઉંચા રેતીના કિલ્લા માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કિલ્લાની ઉંચાઈ ૧૬.૬૮ મીટર છે.

૨. લંડનમાં Salman Khan ને આ ખાસ એવોર્ડથી કરવામાં આવ્યા સમ્માનિત

બોલિવુડ એક્ટર Salman Khan ને તાજેતરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે બ્રિટિશ સંસદના ગ્લોબલ ડાયવર્સિટી એવોર્ડ ૨૦૧૭ થી સમ્માનિત કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એવોર્ડથી પહેલા પણ બોલિવુડ સ્ટાર્સ જેવા કે, શાહરૂખ ખાન. મહાનાયક અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને હોલિવુડ એક્ટર જેકી ચેનને સમ્માનિત કરવામાં આવ્યા છે.



રમત ગમત:-

૧. 17મીએ ચેપોકમાં ૩૦ વર્ષ બાદ ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા

ચેન્નઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયા એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમ, ચેપોકમાં જ્યારે આ પહેલા વન ડે મેચ રમ્યા હતા ત્યારે વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથનો જન્મ પણ નહોતો થયો. રોહિત શર્મા અને ડેવિડ વોર્નર દૂધ પીતાં બાળકો હતાં. ભારત અને ઓસ્ટ્રેલિયા આવતી કાલે ૧૭ સપ્ટેમ્બરે જ્યારે પહેલી વન ડે રમવા માટે ઊતરશે ત્યારે ૩૦ વર્ષમાં પહેલી વાર એવું બનશે કે ચેપોક પર વન ડે મેચ રમશે. છેલ્લે આ બંને ટીમ વચ્ચે આ મેદાન પર એકમાત્ર વન ડે તા. ૯ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ રમાઈ હતી.



આર્થિક:-    

૧. ૪૫૦૦૦ કરોડની નર્મદા યોજનાનું આજે PMનાં હસ્તે લોકાર્પણ

ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાતી અને અત્યાર સુધીમાં ૪૫૦૦૦ કરોડથી વધુનો ખર્ચ જેની પાછળ થઇ ચૂક્યો છે તેવી નર્મદા યોજનાનું આવતીકાલે કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. પોતાનાં જન્મદિનના અવસરે જ મોદી નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત રીતે અર્પણ કરશે. તેમજ ડભોઈ કોલેજ મેદાનમાં PM એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આ પ્રસંગે ગુજરાત અને ત્રણ સહભાગી રાજ્યોનાં મુખ્યમંત્રીઓ હાજર રહેશે.

નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ૧૬ જૂનના રોજ નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવાની મંજૂરી આપી હતી. જેથી CM નાયબ CM એ તુરંત જ દરવાજા બંધ કરતા ડેમ તેની સર્વોચ્ચ એટલે કે ૧૩૮.૩૮ મીટરની સપાટીને પહોંચી ગયો છે. અગાઉ ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટરની જ હતી.
નર્મદા ડેમના લોકાર્પણને પગલે ગુજરાતની ૧૮ લાખ હેકટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. તેમજ ૯૦૦૦ ગામોમાં કેનાલ મારફતે પાણી પહોંચાડાશે.

૨. કાંગ્રેસનું યુવા રોજગારઅભિયાનઃ ઘોઘાગેટમાં બેરોજગાર યુવાનોને ફોર્મ વિતરણ

રાજ્યમાં યુવાનોની બેરોજગારીને મુદ્દાે બનાવી કાેંગ્રેસે અભિયાન છેડéું છે જેમાં આગામી ચુંટણીમાં કાેંગ્રેસ તરફી જનાદેશ મળે તો ગુજરાતના બેરોજગાર યુવાનોને નોકરી અથવા તો બેરોજગારીનું ભથ્થુ ચુકવવાનું વચન આપી આ માટે આજે ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં કાેંગ્રેસના યુવા આગેવાન અને કાર્યકરોએ ફોર્મનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત ચુંટણીમાં ઘરના ઘર માટે કાેંગ્રેસે કરેલા ફોર્મ વિતરણથી શાસક પક્ષ ભાજપ માટે મોટો પડકાર ઉભો થયો હતો. ત્યારે આ વખતે યુવાનોની બેરોજગારીને મુદ્દાે બનાવતા આગામી ચુંટણીમાં શાસકપક્ષ માટે આ મુદ્દાે પણ પડકારજનક બની રહેશે તેમ જણાય છે. જો કે તેની સામે ભાજપ દ્વારા પણ યોજનાઆે લાવી યુવા મતદારોને ખેંચવા પ્રયાસ થશે!
અન્ય

૧. Happy Birthday : જાણો… Modi ની ચા વાળાથી લઈને PM સુધીની સફર

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી આજની તારીખમાં જગતમાં એક ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનો ઇતિહાસ ખુબ રોમાંચક છે. નરેન્દ્ર મોદીથી પાસેથી દરેકને ખૂબ જ આશા અને અપેક્ષાઓ છે. તેમણે ગુજરાતનો ઘણો વિકાસ કર્યો છે અને દેશ પણ તેમની પાસે ખૂબ જ વિકાસની અપેક્ષા રાખી રહ્યો છે. આજે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તો આજે તેમના જન્મદિવસ પર જાણો નરેન્દ્ર મોદીની વડનગરથી લઈને વડાપ્રધાન પદ સુધીની સફર……
જન્મ
નરેન્દ્ર મોદીનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં સપ્ટેમ્બર, ૧૯૫૦માં થયો હતો, જેનાથી તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવા જેવા મૂલ્યોનો પ્રભાવ પડ્યો છે. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.
રાજકીય અંદોલનમાં ભૂમિકા
60
ના દાયકાના મધ્યમાં ભારત-પાક યુદ્ધ દરમિયાન, નાની ઉંમર હોવા છતાં પણ, તેમણે રેલવે સ્ટેશનો પર સ્થળાંતર વખતે સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી. ૧૯૬૭માં તેમણે ગુજરાતના પૂરપીડિતોની સેવા કરી હતી. ઉત્કૃષ્ટ સંગઠનાત્મક સામર્થ્ય અને મનોવિજ્ઞાનમાં ઊંડી આંતરસૂઝ હોવાના કારણે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં (એબીવીપી) પોતાની સેવાઓ આપી હતી અને ગુજરાતમાં જુદાં-જુદાં સામાજિક-રાજકીય આંદોલનોમાં એક મહત્વની ભૂમિકા નિભાવી હતી.
કિશોરાવસ્થા
પોતાની કિશોરાવસ્થાના દિવસોથી જ તેમણે ઘણી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે પોતાના સશક્ત વ્યક્તિત્વ અને સાહસ દ્વારા દરેક પડકારોને અવસરમાં ફેરવી નાખ્યા. ખાસ કરીને તેમણે જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે કૉલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો, ત્યારે તેમનો રસ્તો કઠિન સંઘર્ષ અને કષ્ટદાયક પરિશ્રમથી ભર્યો પડ્યો હતો. પરંતુ જીવનની લડાઇમાં તેઓ હંમેશાં એક યોદ્ધા, એક સાચા સૈનિક રહ્યા છે. એકવાર પોતાનું પગલું ઉપાડ્યા બાદ તેમણે કદી પાછળ વળીને નથી જોયું. તેમણે હાર માનવાનું કે પરાજિત થવાનું ક્યારેય સ્વીકાર્યું નથી.
અભ્યાસ
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.
પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ
આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની લાંબી કટોકટીસહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા. તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
વ્યક્તિત્વ
મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી
૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલએ રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઇ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.
વિકાસને પગલે ગુજરાતનું નામ માત્ર ભારત જ નહિ વિશ્વભરમાં ગુંજતું કર્યું
બસ ત્‍યાર બાદ નરેન્‍દ્રભાઇએ પાછું વળીને જોયું નથી. તેજીલા ઘોડાના અસ્‍વાર સમા નરેન્‍દ્રમોદીએ શાસનની ધુરા એવી સંભાળી કે એક પછી એક અનેક વિક્રમો સર્જતા ગયા. હરણફાળ વિકાસને પગલે ગુજરાતનું નામ માત્ર ભારત જ નહિ વિશ્વભરમાં ગુંજતું કર્યું
-પ્રશાંત ભટ્ટ
Educational Point