અહીંથી તમે તારીખ ૧૫-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. હિંદી
ભાષા સમજવી હવે સરળ, રાષ્ટ્રપતિએ
લોન્ચ કરી મોબાઇલ એપ "લીલા"
હિંદી દિવસને લઇ હિંદી ભાષાને વધુ પ્રાધાન્ય
આપવાં માટે ગુરૂવારે આજનાં દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક મોબાઇલ એપ લોન્ચ
કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ એપ દિલ્હીમાં લોન્ચ કરી.
આ એપનું નામ છે “લીલા” અને આ એપ બનાવવાનો ઉદ્દેશ્ય લોકો હિંદી ભાષાને
વધુ સારી રીતે સમજી શકે તે માટેનો છે. આ એપ અન્ય એપની જેમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી
ડાઉનલોડ પણ કરી શકાય છે.
આ એપને ગૃહ મંત્રાલયનાં રાજભાષા વિભાગ દ્વારા
સી ડૈકનાં સહયોગ દ્વારા તૈયાર કરાયેલ છે. આ મોબાઇલ એપથી દેશભરમાં વિભિન્ન ભાષાઓનાં
માધ્યમ દ્વારા દરેકને હિંદી શીખવામાં ઘણી સરળતા થશે. સાથે હિંદી ભાષાને સમજવામાં, શીખવામાં અને હિંદી ભાષા સાથે કામ કરવું ઘણું
સરળ થઇ જશે.
૨. એન્જિનિયરિંગના
પિતા એમ. વિશ્વેસરૈયાના માનમાં 15 સપ્ટેમ્બરે ઉજવાય છે
એન્જિનિયર ડે
એક તરફ ભારત
ટેક્નોલોજી અને એન્જિનિરિંગની દ્રષ્ટીએ બુલેટ ટ્રેનથી લઈને નવી નવી દિશાઓમાં
હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે ભારતના એન્જિનિયર જગતના પિતા ગણાતા એમ. વિશ્વેસરૈયાના
જન્મદિવસના માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ડે ઉજવવામાં આવે છે
એમ. વિશ્વસરૈયાએ કાવેરી નદી ઉપર એશિયાનો સૌથી મોટો ડેમ બંધાવ્યો હતો.
તેમનું પુર નામ એન્જિનિયર ડો. મોક્સગુડંમ વિશ્વેસરૈયા હતુ. તેમની યાદમાં દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે.
15 સપ્ટેમ્બર 1861માં એટલે કે, આજથી 155 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતુ ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ઘરે એમ. વિશ્વેસરૈયાનો જન્મ થયો હતો.
એમ. વિશ્વસરૈયાએ કાવેરી નદી ઉપર એશિયાનો સૌથી મોટો ડેમ બંધાવ્યો હતો.
તેમનું પુર નામ એન્જિનિયર ડો. મોક્સગુડંમ વિશ્વેસરૈયા હતુ. તેમની યાદમાં દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે.
15 સપ્ટેમ્બર 1861માં એટલે કે, આજથી 155 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતુ ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ઘરે એમ. વિશ્વેસરૈયાનો જન્મ થયો હતો.
૩. ગાંધીજીને
હિન્દી શીખવાડનાર પીર મોહમ્મદ મુનિસે સૌથી પહેલાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા
બનાવવા ભલામણ કરી હતી
અફરોઝ આલમ સાહિલ
ટુસર્કલ નેટ જે સમયમાં દેશમાં ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી ભાષાનો દબદબો હતો, એ સમયમાં પીર મોહમ્મદ મુનિસે હિન્દીને પોતાના લેખનની ભાષા તરીકે સ્વીકારી
હતી અને હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવાની પણ ભલામણ કરી હતી. ૧૯૦૯માં કર્મયોગીમાં
તેમનો એક લેખ છપાયો. ‘રાષ્ટ્ર ભાષા હિન્દી હો’ જેને વાંચી તે સમયના દિગ્ગજ લેખક બાલકૃષ્ણ ભટ્ટે કહ્યું કે ‘‘તુમ લિખા કરો ઔર હંમેશા લિખા કરો. કુછ દિનો
મેં તુમ્હારી ભાષા ઔર શૈલી કી કદ્ર હોગી’’ (તમે લખો અને હંમેશા લખતા રહો, થોડા દિવસો બાદ તમારી ભાષા અને શૈલીના વખાણ થશે) ૧૯૧૭માં અષ્ટમ હિન્દી
સાહિત્ય સંમેલન પ્રયાગએ એક લેખમાળા પ્રકાશિત કરી હતી તેમાં મુનિસનો પણ એક લેખ
સામેલ હતો. ‘ક્યા ઉર્દૂ હિન્દુ
સે ભિન્ન કોઈ ભાષા હૈ ?’ (શું ઉર્દૂ હિન્દીથી અલગ કોઈ ભાષા છે ?) એમાં તેઓએ હિન્દુ-ઉર્દૂના અભેદને રેખાંકિત કર્યો હતો જેના પર આગળ આવીને
પ્રેમચંદ જેવા ઘણા હિન્દી લેખકોના વિચાર સામે આવ્યા. યુનિસને હિન્દી પ્રતિ એવો
લગાવ હતો કે તેઓ બધી સગવડતાઓને બાજુમાં કરીને બિહાર પ્રાંતિય હિન્દી સાહિત્ય
સંમેલનમાં સંસ્થાપકોમાં હાજર રહ્યા અને નિયમિત રૂપે તેમની ગતિવિધિઓમાં રચનાત્મક
રૂપે જોડાયેલા રહ્યા. તેઓ ૧૯૩૭માં સંમેલનમાં ૧પમાં અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા.
૪. દુરદર્શન
થયુ 58 વર્ષનું- 15 સપ્ટેમ્બરે 1559ના રોજ ભારતમાં થયુ હતુ
લોન્ચિંગ
આજે ટીવી વગર અને
હવે તો ઈન્ટરનેટ અને મીડિયા વગર ચાલે નહી તેવી પરિસ્થિત થઈ છે ત્યારે આજની
જનરેશનને જાણીને નવાઈ લાગશે કે આપણે ત્યાં ટીવી પ્રસારણની શરૂઆત નાના પાયે સાવ
લીમીટેડ સમય માટે થઈ હતી.
દુરદર્શનની શરૂઆત પ્રાયોગીક ધોરણે 15 સપ્ટેમ્બર 1959ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું.
શરૂઆત થઇ 500 વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત 25 કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર 15, 1959ના દિવસે શરૂ થયું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનું પ્રસારણ અમુક સમય પુરતું જ અને સામાન્ય હતું.
દુરદર્શનની શરૂઆત પ્રાયોગીક ધોરણે 15 સપ્ટેમ્બર 1959ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું.
શરૂઆત થઇ 500 વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત 25 કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર 15, 1959ના દિવસે શરૂ થયું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનું પ્રસારણ અમુક સમય પુરતું જ અને સામાન્ય હતું.
૫. `સ્વચ્છતા
જ સેવા' અભિયાનને
શરૂ કરાવતા PM મોદી, 2 ઓક્ટોબર સુધી ચાલશે
2 ઓક્ટોબરે ગાંધી જયંતી આવી રહી છે ત્યારે આજથી
ગાંધી જયંતી સુધી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ
કેમ્પેઈનને `સ્વચ્છતા જ સેવા' તેવું નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીનું
મિશન આ કેમ્પેઈનમાં લોકોને જોડીને તેને જન આંદોલન બનાવવાનું છે.
૬. હવે
બનાવવું છે લાઇસન્સ તો જોઇશે ફરજિયાત આધારકાર્ડ
ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલાં ટ્રાફિક નિયમોનાં
ઉલ્લંઘનને લઇ અથવા કોઇ ગુનાખોરી પ્રવૃત્તિને લઇ રદ્દ કરવામાં આવતું હતું. ત્યારે
આવાં લોકો બીજી જગ્યાએથી જઇ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લેતાં.
૭. ISIS પર રશિયાની નૌસેનાએ છોડી સાત ક્રૂઝ મિસાઈલ
નવી દિલ્લી: રશિયાની નૌસેનાએ ગુરુવારે આતંકી ઇસ્લામિક
સ્ટેટ (IS)
પર નિશાન
બનાવી સીરિયાના ડેર અલ-જોર પર સાત ક્રૂઝ મિસાઈલ છોડી છે. સીરિયાનું ડેર અલ-જોર
આઈએસના નિયંત્રણમાં છે.
૮. 600 કરોડના ખર્ચે વડોદરામાં બનશે બુલેટ ટ્રેન માટે ટેકનિકલ
ટ્રેનિંગ ઇસ્ટીટ્યૂટ
વડોદરાઃઅમદાવાદ ખાતે બુલેટ ટ્રેન અને
વડોદરામાં બુલેટ ટ્રેન માટે ટેકનીકલ સ્ટાફ માટે સ્થપાનાર ટ્રેનિંગ ઇસ્ટીટ્યૂટનું
ભારત અને જાપાનના વડાપ્રધાને આજે ખાતમૂહુર્ત કર્યું હતું. વડોદરા ખાતે ઉપસ્થિત
રહેલા એન.એ.આઇ.આર.ના ડાયરેક્ટર જનરલ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી ૪ થી ૫ વર્ષમાં ભારતમાં હાઇસ્પિડ ટ્રેન
બનવાની શરૂઆત થઇ જશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
૯. આદિલ
હુસૈનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
લાઈફ ઓફ પાઈ, ઈંગ્લિશ-વિંગ્લિશ, કમીને, પાર્ચ્ડ અને લુટેરા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કરી
ચુકેલ અભિનેતા આદિલ હુસૈનને તેની હાલમાં રીલીઝ થયેલ ફિલ્મ મુક્તિ ભવન માટે બેસ્ટ
એક્ટરના એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.
૧૦. આબેએ
પ્રજ્ઞાચક્ષુઓ સાથે વીતાવ્યો સમય, બનાવ્યા દીવા
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદના બે
દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમના પત્ની અક્કી આબે પણ અમદાવાદના અલગ અલગ
સ્થળોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ગુરુવારે અક્કી આબેએ અંધજન મંડળની મુલાકાત બાદ
ગુજરાત યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી.
૧૧. ૬૮મા
જન્મદિવસે નરેન્દ્ર મોદી માટે સુરતમાં બનશે ૬૮૦ કિલોની કેક
૧૭ સપ્ટેમ્બરે
સુરતમાં અનોખી રીતે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુરતના વિધાનસભ્ય હર્ષ સંઘવી દ્વારા થઈ રહેલી આ ઉજવણીમાં દિવસ દરમ્યાન નાના-મોટા
કુલ આઠ કાર્યક્રમ કરવામાં આવશે જેમાં એક કાર્યક્રમ ૬૮૦ કિલો કેકનો પણ છે. ૬૮ ફુટ
લાંબી અને સળંગ એવી આ કેક બનાવવા માટે કુલ ૬૮ કારીગરોનો ઉપયોગ કરવામાં આવશે અને આ
૬૮૦ કિલો કેક શહેરની કુલ ૧૭ સ્કૂલોના ૬૮૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
૧૨. કેન્સરની
સારવાર માટે અતિ આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલનો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
ગુજરાત સરકારના
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર કેર અને રીસર્ચ
ઈન્સ્ટીટયુટ ફેઈઝ-1 અંતર્ગત ા.55 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયેલ છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. અભિનેતા ફ્રેન્ક
વિન્સેન્ટનું નિધન નીપજ્યું
સોપ્રાનો, ધ રેજિંગ બુલ અને ગુડફેલાસ જેવી ફિલ્મોમાં
માફિયા ડૉનના રોલથી પંકાયેલા અમેરિકી અભિનેતા ફ્રેન્ક વિન્સેન્ટનું બુધવારે ઓપન
હાર્ટ સર્જરી દરમિયાન અવસાન થયું હોવાની ઔપચારક જાહેરાત કરાઇ હતી.
ફ્રેન્ક ૭૮ વર્ષના હતા. ગયા સપ્તાહે એમને
હાર્ટ અટેક આવ્યો હતો અને ડૉક્ટરોએ ઓપન હાર્ટ સર્જરીની ભલામણ કરી હતી. ફ્રેન્કનો
સૌથી પહેલો મોટો રોલ ૧૯૭૬માં અભિનેતા જો પેસ્કી સાથે ધ ડેથ કલેક્ટર ફિલ્મમાં જોવા
મળ્યો હતો. ગેંગસ્ટર્સની આ ફિલ્મથી એ માફિયાના પાત્રમાં દીપી ઊઠયા હતા. ત્યારપછી
તો તેમણે ઘણી ફિલ્મોમાં આ ટાઇપના નેગેટિવ રોલ કર્યા હતા.
ચાલીસ વરસની કારકિર્દી દરમિયાન ફ્રેન્કે ઘણી
હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં ડુ ધ રાઇટ થીંગ, જંગલ ફિવર, કોપલેન્ડ, વીટનેસ ટુ ધ મોબ અને ન્યૂયોર્ક પોલીસ
ડિપાર્ટમેન્ટ બ્લુ જેવી ફિલ્મોનો સમાવેશ થયો હતો.
૨. જાપાનના સહયોગથી ગુજરાત
યુનિવર્સીટીમાં પ્રથમ હેરિટેજ સેન્ટર શરૂ કરાશે
જાપાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સમાનતાના
પગલે ગુજરાત યુનિવર્સીટીમાં હેરિટેજ સેન્ટર શરૂ કરવા માટે જાપાનના ફર્સ્ટ લેડી એકી
આબેએ સંમતિ આપી હતી. આ સેન્ટરના માધ્યમથી રિસર્ચ, સમાનતા અને સમસ્યા પર કામ થશે. યુનિવર્સીટીના
મહેમાન બનેલા શ્રીમતી એકી આબેનું અદકેરું સ્વાગત થયું હતું.
રમત
ગમત:-
૧. ફીફા રેન્કિંગમાં ટૉપ-100માંથી બહાર થઇ ભારતીય
ફૂટબોલ ટીમ
ભારતીય ફૂટબોલ ટીમને ફીફાની તાજા રેન્કિંગમાં 10 સ્થાનનું નુકશાન થયું છે. આ સાથે ભારતીય
ફૂટબોલ ટીમ ટૉપ-100
ટીમોમાંથી
બહાર થઇને 107મા સ્થાન પર પહોંચી ગઇ છે. આ જાણકારી ફીફા
રેન્કિંગથી મળી છે.
સુનિલ છેત્રીના નેતૃત્વવાળી ભારતીય ફૂટબોલ
ટીમે તાજેતરમાં રમાયેલ ત્રણ મેચમાંથી બે મેચમાં જીત હાંસલ કરી છે અને એક મેચ ડ્રો
રમી છે. ત્યાર બાદ ભારતીય ટીમે જુલાઇમાં ફીફા રેન્કિંગમાં 96મું સ્થાન હાંસલ કર્યું હતું. ટ્રાઇ સિરીઝ બાદ
ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભારતે મોરિશસ અને સૈંટ કિટ્સને હાર આપી હતી જ્યારે નેવિસ
સામે મેચ ડ્રો થઇ હતી.
૨. 2015
વર્લ્ડ
કપમાં સંન્યાસ લેનાર આ ક્રિકેટર ફરી રમશે
205 વર્લ્ડ કપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા
કહેનાર ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન બ્રેંડન ટેલરે બે વર્ષ બાદ ફરી એક વખત
ઝિમ્બાબ્વે ક્રિકેટ એસોસિએશન સાથે નવા કરાર કર્યા છે. હવે ફરી એક વખત ટેલર
ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો નજરે આવશે. આ પહેલા ટલેર નોટિંધમશાયર
તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો પરંતુ, પરિવારનો હવાલો આપીને તેણે આ ટીમ સાથે પોતાનો
કરાર સમાપ્ત કરી લીધો હતો.
આર્થિક:-
૧. ગાંધીજયંતિ સુધીમાં ગુજરાતને ODF
રાજ્ય
બનાવવાનો કાર્યક્રમ શરુ કરાયો
ગાંધીનગર– ‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો રાજ્યવ્યાપી
પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી ગાંધીજયંતિ, ર ઓકટોબર ર૦૧૭ સુધીમાં ગુજરાતને ૧૦૦ ટકા
ખુલ્લામાં શૌચક્રિયામુકત રાજ્ય બનાવવાના હેતુથી આ કાર્યક્રમ આયોજિત થયો છે.
૨. ૨૯ ઑગસ્ટે ખડેપગે રહેનારા પોલીસોને પાંચ કરોડનાં ઇનામ
રાજ્ય સરકારે
તાજેતરના ગણેશોત્સવ અને બકરી ઈદના તહેવારો દરમ્યાન કોમી ભાઈચારો જાળવવા માટે
પોલીસની કામગીરીને બિરદાવી છે.
પુરસ્કારો અને પ્રશંસાના ઉલ્લેખ ધરાવતો GR રાજ્યના ગૃહમંત્રાલયે ગઈ કાલે ઇશ્યુ કર્યો હતો. પુરસ્કારો ખાસ કરીને કૉન્સ્ટેબલ્સ તથા અસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર્સના દરજ્જાના જવાનોમાં વહેંચવામાં આવશે.
પુરસ્કારો અને પ્રશંસાના ઉલ્લેખ ધરાવતો GR રાજ્યના ગૃહમંત્રાલયે ગઈ કાલે ઇશ્યુ કર્યો હતો. પુરસ્કારો ખાસ કરીને કૉન્સ્ટેબલ્સ તથા અસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર્સના દરજ્જાના જવાનોમાં વહેંચવામાં આવશે.
અન્ય
૧. આમ આદમી પાર્ટી દ્વારા 2 ઓક્ટોબરે અમદાવાદમાં
રોડ શો યોજાશે
રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે
ત્યારે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. આમ
આદમી પાર્ટી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર છે ત્યારે આપ દ્વારા 2 ઓક્ટોબરે અમદાવાદમાં રોડ શો યોજાશે.
આદમી પાર્ટી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર છે ત્યારે આપ દ્વારા 2 ઓક્ટોબરે અમદાવાદમાં રોડ શો યોજાશે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીઓએ પણ કમર કસી લીધી છે. જેમાં
આપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રકિયા શરૂ કરાઇ છે. જેમાં આપ દ્વારા 13 પાનાનું ઉમેદવારી પત્રક જાહેર કરાયુ છે. આપ જે
હવે 2 ઓક્ટોબરે અમદાવાદમાં રોડ શો યોજશે. જેમાં નાના
ચિલોડાથી ગાંધી આશ્રમ સુધીનો આ રોડ શો હશે. જ્યારે 16 અને 17 સપ્ટેમ્બરે આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાય
અમદાવાદ
આવી રહ્યા છે.
આવી રહ્યા છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point