અહીંથી તમે તારીખ ૧૪-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. અમદાવાદના મોદી-આબેના રોડ શોને 'ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ
રેકર્ડ'માં
સ્થાન
અમદાવાદ શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન
શિન્ઝો આંબેનો સંયુક્ત રોડ-શો યોજાયો હતો પણ આ રોડ-શોની ખાસિયત એ હતી કે, મોદી-આબેનો રોડ શો-ને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ
રેકર્ડમાં સ્થાન મળ્યું છે કેમ કે, દુનિયાનો સૌથી લાંબો કલ્ચરલ રોડ-શો હતો જેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને
ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માટે ર્સિટફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
૨. સિંધુ
જળ સમજુતિ વિશે આજે પાકિસ્તાન અને વિશ્વ બેંક સાથેની બૈઠકનો બીજો તબક્કો થશે શરૂ
સિંધુ જળ સંધિ માટે આજે વિશ્વ બેંક સમક્ષ ભારત
અને પાકિસ્તાનના બીજા તબ્બકાની બૈઠક શરુ થશે. આ બૈઠક બે દિવસ રહેશે ૧૪-૧૫
સપ્ટેમ્બર.
આ વાતચીત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુ અને
કાશ્મીરમાં ઉરીમાં સેનાના એક કેમ્પ પર હુમલા બાદ રોકી દેવામાં આવી હતી. આ વર્ષેની
૨જી ઓગસ્ટે બંન્ને દેશો એ બે દિવસની બેઠક ૧૪-૧૫ સપ્ટેમ્બર નક્કી કરી હતી.
આ મામલાની જાણકારી રાખતા સૂત્રોના જણાવ્યા
મુજબ,આ વાતચીતમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં
આવેલી કડવાશને દૂર કરવાનો મોકો મળશે.
પાકિસ્તાન સતત સિંધુ સાથે જોડાયેલી નદીઓ પર
ભારતની પરિયોજનાઓનો વિરોધ કરતું રહે છે. એટલું જ નહિ આ મામલે તે વિશ્વ બેંકની
મધ્યસ્થતાની અપીલ કરતું રહે છે.
૩. પીપીપી ધોરણે ગુજરાતમાં સૈનિક
શાળાઓ શરૂ કરાશે : ચુડાસમા
રાજયની સરહદી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી
તથા રાજ્ય અને રાષ્ટ્રની સુરક્ષા વધારે મજબુત બને રાજ્યના યુવાનોમાં શૌર્ય, સાહસ અને બલિદાનની ભાવના વધુ બળવત્તર બને તે
માટે રાજ્યમાં સૈનિક શાળાઓ સ્થાપવાનો અને તેના દ્વારા યુવાનોને સૈનિક શિક્ષણ આપવા
માટે રાજ્ય સરકારે ગઈકાલે મહત્વનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની
અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં રાજયમાં સૈનિક શાળા સ્થાપવાની શિક્ષણ
વિભાગની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ
ચુડાસમાએ જણાવ્યું છે. રાજ્યમાં આ પ્રકારની શાળાઓ પીપીપી ધોરણે શરૂ કરવાનો પણ
બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
૪. ભારતના 'દમદાર દોસ્ત' શિન્ઝો આબે વિશે જાણીલો
કેટલીક રસપ્રદ બાબતો
અમદાવાદના મહેમાન બનેલા જાપાનના વડાપ્રધાન
શિન્ઝો આબે એક સમયે સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા. દાદા અને પિતા લોકપ્રિય નેતા
હોવાના કારણે તેમણે પણ રાજકારણમાં ઝંપલાવ્યું અને ત્રણ ટર્મથી વડાપ્રધાનપદે ચૂંટાઈ
આવે છે. તેમનો પ્રોફાઈલ કહે છે કે તેઓ મજબૂત મનોબળ ધરાવે છે.
શિન્ઝો આબેનો જન્મ ૨૧, સપ્ટેમ્બર, ૧૯૫૪ના ટોકિયોમાં થયો હતો. ઓસાકામાં સ્કૂલનું
શિક્ષણ અને અમેરિકાની યુનિર્વિસટીમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો. દાદા અને પિતા
તેમના સમયમાં લોકપ્રિય નેતા રહી ચૂક્યાં હતા.
શિન્ઝો આબેએ ૧૯૭૯ની સાલમાં સ્ટીલ કંપનીમાં કામ
કરવાથી કારકિર્દી શરૃ કરી હતી.
૧૯૯૩માં પિતાનું અવસાન થયા પછી ચૂંટણી લડીને જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું.
યામાગુશી મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. ૨૦૦૬ થી ૨૦૦૭ના સમયમાં વડાપ્રધાનપદે
બિરાજમાન થયાં. ૫૨ વર્ષની યુવાન વયે વડાપ્રધાન બનવાનું બહુમાન મેળવ્યું હતું.
બીજા વિશ્વયુધ્ધ પછી જન્મ્યા પછી વડાપ્રધાન બન્યાં હોય તેવી વ્યક્તિનું સદ્દભાગ્ય તેમને મળ્યું હતું.
બીજા વિશ્વયુધ્ધ પછી જન્મ્યા પછી વડાપ્રધાન બન્યાં હોય તેવી વ્યક્તિનું સદ્દભાગ્ય તેમને મળ્યું હતું.
તેમણે લવ ફોર માય કન્ટ્રી નામક બીલ રજૂ કર્યું હતું. આ બીલ વિવાદાસ્પદ
બન્યું હતું છતાં ભારે વિરોધ વચ્ચે પસાર કરાવ્યું હતું. જાપાનની આર્િથક નીતિને
સફળતા મળી તેની પાછળ આબેનો ફાળો હોય એબેમોનિક્સ એવું વિશિષ્ટ નામ પણ મળ્યું હતું.
તેના પરથી ભારતમાં મોદીનોમિક્સ નામ પ્રચલિત બન્યું હતું. શિન્ઝો આબે ઉત્તર કોરિયા સામેના કડક વલણના કારણે લોકપ્રિય બન્યાં છે.
તેના પરથી ભારતમાં મોદીનોમિક્સ નામ પ્રચલિત બન્યું હતું. શિન્ઝો આબે ઉત્તર કોરિયા સામેના કડક વલણના કારણે લોકપ્રિય બન્યાં છે.
૫. બુલેટ ટ્રેનનું
ભૂમિપૂજન કરી PM મોદી બોલ્યા- '2022માં શિંઝો અબે સાથે સફર
કરીશ'
અમદાવાદઃ મોદી અને આબે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન
પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે દેશની પ્રથમ બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન
કર્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રસંગે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આઝાદીના 70
વર્ષ બાદ આ
પ્રોજેક્ટનું ભૂમિ પૂજન થયું છે, જ્યારે 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થશે અને હું અને શિંઝો અબે બુલેટ
ટ્રેનમાં એક સાથે બેસીશું.
૬. જાપાનની પ્રથમ મહિલા
અકી આબેએ અંધજન મંડળ સંસ્થામાં ચાલતા જાપાની મેડિકલ મેન્યૂઅલ થેરેપી કાર્યક્રમની
જાણકારી મેળવી
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની
ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાથે તેમનાં પત્ની અકી આબે પણ જોડાયા છે. શ્રીમતી અકી
આબેએ આજે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી હતી.આ સંસ્થામાં વિવિધ તાલીમ
કેન્દ્રોની મુલાકાત લઇ તાલીમાર્થીઓ તથા તજજ્ઞો સાથે મળી આત્મિયતાથી વાત-ચીત કરી
હતી. સંસ્થામાં ચાલતા વિશષે કરીને જે.એમ.એમ.ટી.ના કાર્યથી પણ પ્રભાવિત થયાં હતા.
તેઓના આગમન થતાં ભાઇઓએ સુમધુર બેન્ડની સુરાવલીથી તેમનું સ્વાગત કર્યું હતું
૭. NGT નો કેન્દ્ર સરકારને ઝટકો, દિલ્હી-NCR
માં
નહીં ચાલે જૂની ગાડીઓ
દિલ્હીમાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ યથાવત્ રહેશે. નેશનલ
ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જૂની ડીઝલ
કાર અને 15 વર્ષ જૂની પેટ્રોલ કાર પર રોક લગાવી છે.
કાર અને 15 વર્ષ જૂની પેટ્રોલ કાર પર રોક લગાવી છે.
જેને પગલે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો
છે. કેન્દ્ર સરકારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી કે તે તેના આદેશને
મોડિફાઈ કરે. કેન્દ્ર સરકારે એનજીટીના આદેશને લઈને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
પરંતુ કોર્ટે આ મામલો પાછો એનજીટીને જ મોકલ્યો હતો. એનજીટીએ 2015માં પોતાના અંતિમ આદેશમાં આવા વાહનો પર રોક
લગાવી હતી.
૮. જાપાનના વડાપ્રધાનનું
નવુ સૂત્ર, 'જય ઈન્ડિયા જય જાપાન'
જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેએ 'જય ઇન્ડિયા જય જાપાન' નામનુ નવુ સૂત્ર આપ્યુ છે. તેમણે કહ્યુ કે, જાપાનનો જય અને ઇન્ડિયાનો આઈને ભેગા કરીએ તો
જય બને છે. જાપાન અને ઇન્ડિયા સાથે મળીને જય ઇન્ડિયા જય જાપાનને સાકાર કરશે તેમ પણ
જણાવ્યુ હતુ.
આબેએ નમસ્કારથી સંબોધનની શરૂઆત કરી
બુલેટ ટ્રેનના શિલાન્યાસ પ્રસંગે તેમણે
સંબોધનની શરુઆત નમસ્કારથી કરી હતી. બાદમાં જાપાનીઝ ભાષામાં તેમણે ઉદ્દબોધન કર્યુ
હતુ. તેમણે પીએમ મોદીના વખાણ કરતા કહ્યુ કે, તેઓ દૂરદર્શી નેતા છે. સાથે જ પીએમ મોદીની
નીતિઓનુ સમર્થન કર્યુ હતુ.
તેમણે મોદીના બુલેટ ટ્રેનના સપનાને પુરૂ
કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પણ જણાવ્યુ હતુ.
૯. વડોદરા ખાતે બુલેટ
ટ્રેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન
14 સપ્ટેમ્બરને ગુરૂવારનો દિવસ આપણા દેશ અને
ગુજરાત રાજ્ય માટે પણ ઘણો ખાસ રહ્યો. ગુરૂવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા દેશની પ્રથમ હાઇ સ્પીડ રેલ(બુલેટ ટ્રેન)ની
યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મહાત્મા મંદિર ખાતે બંને દેશના
નેતાઓએ અનેક કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંગે સંયુક્ત પત્રકાર
પરિષદ સંબોધ્યા બાદ તેમણે વડોદારા ખાતે બુલેટ ટ્રેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વીડિયો
કોન્ફરન્સ થકી ભાગ લીધો હતો.
૧૦. ગુજરાતઃ PM મોદી PM એબેએ સંયુક્ત નિવેદનમાં
કાઢ્યો પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સુરક્ષા મુદ્દે કરડો સૂર
ગાંધીનગર- ભારત જાપાનના સંબંધો હિંદ અને પ્રશાંત
મહાસાગરના ક્ષેત્ર માટે વૈશ્વિક મહત્ત્વ ધરાવે છે. ભારત-જાપાનના પીએમ દ્વારા બહાર
પડાયેલ આ સંયુક્ત નિવેદન આ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવાના કારસા કરતાં રહેતાં ચીન
માટે લાલબત્તી સમાન છે. ગુજરાતના મહાત્મા મંદિરમાં યોજાયેલ બિઝનેસ સમિટના સંયુક્ત
નિવેદનમાં આ મુદ્દા પણ છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. ૧૦૦ વર્ષ બાદ પેરિસને
મળી ૨૦૨૪ના ઓલિમ્પિકની યજમાની
પેરિસઃ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૮ના ઓલિમ્પિક
રમતોત્સવની યજમાનીની જાહેરાત થઈ ગઈ છે. ૨૦૨૪ની યજમાની ફ્રાંસની રાજધાની પેરિસને
અને ૨૦૨૮ના ઓલિમ્પિકની યજમાની અમેરિકાના શહેર લોસ એન્જલસને મળી છે. ૧૦૦ વર્ષ બાદ
પેરિસ ઓલિમ્પિક રમતોત્સવની યજમાની કરશે. બંને શહેર ૨૦૨૪ના ઓલિમ્પિક રમતોત્સવની
યજમાની ઇચ્છતાં હતાં, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) તરફથી ફન્ડિંગની ગેરન્ટી લીધા બાદ લોસ એન્જલસ
વધુ ચાર વર્ષ રાહ જોવા તૈયાર થઈ ગયું.
૨. સિંગાપોરને મળ્યાં
પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ, એ
પણ મતદાન વગર
સિંગાપોર- સિંગાપોરમાં દેશનાં પ્રથમ મહિલા પ્રેસિડેન્ટની
આજે નિમણૂક કરવામાં આવી છે. અને એ પણ ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા વગર. મતદાન વગર
કરવામાં આવેલી આ નિમણૂકને લોકતંત્રની વિરુદ્ધ ગણાવીને લોકો નવા પ્રેસિડેન્ટનો
વિરોધ કરી રહ્યાં છે. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયમાંથી આવનારા આ મહિલા પ્રેસિડેન્ટ
હલીમા યાકૂબ સિંગાપોરની સંસદના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.
રમત
ગમત:-
૧. ઓસ્ટ્રેલિયા સામેની
વનડે સીરિઝ પહેલા ભારતને ફટકો, ધવન 3 મેચો માટે થયો બહાર, જાણો કેમ
નવી દિલ્લી: ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન
ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ત્રણ વનડેમાં રમશે નહીં. શિખર ધવનની પત્ની આયશા બીમાર
હોવાના કારણે શિખરે બીસીસીઆઈને ટીમમાંથી રિલીઝ કરવાનો અનુરોધ કર્યો હતો.
આર્થિક:-
૧. HDFC બેકં દેશની સૌથી મોટી
બ્રાન્ડ, જાણો, જિયોનું સ્થાન 11મું
HDFC બેન્ક દેશની પ્રમુખ 50 બ્રાન્ડ્સની રેન્કિંગમાં સતત ચોથા વર્ષે પણ
ટોચ પર રહી છે. જ્યારે નવી કંપની રિલાયન્સ જિઓ આ લિસ્ટમાં 11માં સ્થાન પર છે. રિસર્ચ કંપની કેન્ટર
મિલવાર્ડ બ્રાઉનની બ્રેન્ડજેડ ટોપ-50 મોસ્ટ વેલ્યૂએબલ ઈન્ડિયન બ્રાન્ડ્સ-2017 લિસ્ટમાં કહેવાયું છે કે, HDFCએ 2014થી સતત પોતાની બ્રાન્ડ કિંમતમાં વધારો કર્યો
છે અને પોતાની સેવાઓને વધારે સારી કરવા પર ધ્યાન આપ્યું છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રાઇવેટ સેક્ટરની આ બેંકની બ્રાન્ડની કિંમત 2014ના 9.8 અરબ ડોલરથી વધીને 18 અરબ ડોલર થઈ ગઈ છે. તેને કેન્ટર મિલવાર્ડ
બ્રાઉને ડબ્લ્યૂપીપી સાથે મળીને જાહેર કરી છે.
આ લિસ્ટમાં આ વર્ષમાં નવા નામ પણ શામેલ થયા છે, જેમાં સૌથી પ્રમુખ નામ ટેલિકૉમ કંપની રિલાયન્સ
જિયોનું છે, જે 11માં સ્થાને છે. આ સિવાય ડીમાર્ટ, વ્હર્લપૂલ, બજાજ આલિયાન્સ, કેનેરા બેંક, સન ડાયરેક્ટ અને ડિશ ટીવી પણ શામેલ છે.
૨. દેશની તમામ પોસ્ટ ઓફિસમાં શરૂ થશે પેમેન્ટ બેંક
ભારતીય ટપાલ વિભાગની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ
બેંક (IPPB)
દેશના તમામ 1.55 લાખ પોસ્ટ ઑફિસ બેંકની સુવિધા આપશે, સાથે જ વિત્તીય સેવાઓ પૂરી પાડશે. વર્ષ 2018ના અંત સુધીમાં તેમના તમામ 3 લાખ કર્મચારીઓ આ સેવા આપવા લાગશે.IPPBના CEOએ આ અંગેની જાણકારી આપતા કહ્યુ, "આગામી વર્ષમાં દેશના તમામ જિલ્લામાં આ પેમેન્ટ
બેંક હશે. પેમેન્ટ બેંક પેમેન્ટ સિવાય 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ સ્વીકારશે."
અન્ય
૧. આજે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે 68 વર્ષ થયાઃ 60 કરોડથી વધુ લોકો બોલે
છે હિન્દી
આજે હિન્દી દિવસ
છે. છેલ્લા 68 વર્ષથી હિન્દીભાષા
આ દરજ્જો ભોગવે છે.
હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આ રીતે આવેલો છે. હિંદ અને હિન્દુ તે સંસ્કૃત શબ્દ સિંદઉનો અર્પભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોને સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ખૂબ સમાનતા છે.
હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આ રીતે આવેલો છે. હિંદ અને હિન્દુ તે સંસ્કૃત શબ્દ સિંદઉનો અર્પભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોને સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ખૂબ સમાનતા છે.
૨. ભારત-જાપાન વચ્ચે થયા 15 કરાર, મોદી બોલ્યા- 'જાપાન ત્રીજો સૌથી મોટો
રોકાણકાર દેશ'
નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના
વડાપ્રધાન શિંઝો અબેએ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો બંન્નેએ દ્વિપક્ષીય
બેઠક યોજી હતી. બંન્નેએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. સંયુક્ત પરિષદમાં
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જાપાન ભારતનો મહત્વપૂર્ણ સહયોગી દેશ છે. મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ
પ્રોજેક્ટ એક લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે. ભારત અને જાપાન વચ્ચે સંબંધોમાં
કમ્યુનિકેશન મહત્વપૂર્ણ છે.
આ બેઠકમાં ભારત અને જાપાન વચ્ચે . ડિફેન્સ, ઓટોમોબાઇલ, ટ્રાન્સપોર્ટ જેવા 15 ક્ષેત્રે કરાર થયા હતા 15 જાપાની કંપનીઓ ગુજરાતમાં કરોડો રૂપિયાનું
રોકાણ કરશે.શિંઝો અબેએ મુંબઇ હુમલા અને પઠાણકોટ હુમલાના ગુનેગારોને સજા આપવાની વાત
કરી હતી. સાથે બંન્ને નેતાઓએ આતંકી સંગઠનો અલ કાયદા, આઇએસઆઇએસ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૌયબા વિરુદ્ધ
સંયુક્ત સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, મારા જાપાનના છેલ્લા પ્રવાસ પર અમે ન્યૂક્લિયર
સપ્લાય પર હસ્તાક્ષર કર્યા હતા. ક્લિન એનર્જી અને ક્લાયમેન્ટ ચેન્જ માટે અમારા
પ્રયાસો મહત્વપૂર્ણ છે. જાપાન 2016-17માં 4.7
બિલિયન
ડોલરનું ભારતમાં રોકાણ કર્યું છે જે છેલ્લા વર્ષની સરખામણીએ 80 ટકા વધુ છે. જાપાન ભારતમાં રોકાણ કરનારો હવે
ત્રીજો સૌથી મોટો દેશ છે.
જોઇન્ટ સ્ટેટમેન્ટમાં મોદીએ કહ્યું કે, જાપાનીઓ માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા અગાઉથી
જ ભારતે આપેલી છે. હવે જાપાન પોસ્ટ અને ભારત પોસ્ટ વચ્ચે કૂલ બોક્સ સર્વિસ શરૂ
કરવામાં આવશે જેથી જાપાની લોકો પોતાની પસંદગીનું જમવાનું જાપાનથી મંગાવી શકશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point