Wednesday, 13 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 14-09-2017

અહીંથી તમે તારીખ ૧૩-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. જાણો દેશની પહેલી બુલેટ ટ્રેનનો પૂરો રૂટ, મોદી-આબે કાલે કરશે ખાતમુહૂર્ત

અમદાવાદ: જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે બુધવારથી બે દિવસની ભારત યાત્રા શરૂ કરશે. આબેની આ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પાયો મૂકશે. 14 સપ્ટેમ્બરે બંને દેશોના નેતા એનો પાયો નાંખશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ 2022 સુધી પૂરો કરી લેવામાં આવશે. જાણો આ પ્રોજેક્ટની ખાસિયતો...

- 2015માં થયો હતો કરાર


- 1.10 લાખ કરોડ રૂપિયાનો છે આ પ્રોજેક્ટ


- લગભગ 81 ટકા સુધી જાપાન કરશે ખર્ચો


- 320 કિમી થી 350 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ


- 508 કિમી સાબરમતીથી બાંદ્રા સુધી


- 471 કિ.મી સુધીનો ભાગ જમીન પર


- કહેવામાં આવે છે કે થાણા પાસેથી ટ્રેન દરિયાની નીચેથી પસાર થશે


- તો મુંબઇ પાસે અંડરગ્રાઉન્ડ રહેશે


શું રહેશે રૂટ?



સાબરમતી
અમદાવાદ
વડોદરા
ભરૂચ
સુરત
બિલીમોરા
વાપી
વિરાર
થાણા
બાંદ્રા



તમને જણાવી દઇએ કે બંને દેશોની વચ્ચે બુલેટ ટ્રેનને લઇને 2015માં મેમોરેન્ડમ સાઇન કરવામાં આવી હતી. એ હેઠળ જાપાનમાં ટોક્યોથી ટોબની વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનના તર્જ પર મુંબઇથી અમદાવાદની વચ્ચે ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો.

૨. આદ્યાગિક વિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં 22 ટકા સાથે નંબર વન

ઘોઘા દહેજ રો-રો ફેરી સવિર્સ હવે ટુંક સમયમાં જ શરૂ થઇ જશે ઃ રાજ્યમાં ખેલાડીઆે અને કલાકારો પણ પાછળ ન રહે તે સરકારની નેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઃ ભાવનગર ખાતે નવનિમિર્ત ઝવેરચંદ મેઘાણી આેડિટોરીયમ, ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સીટી મ્યુઝિયમના લોકાર્પણ તથા રાજ્ય કલા મહાકુંભનો સમાપન સમારોહ મુખ્યમંત્રી રૂપાણી, મંત્રી આત્મારામભાઇ પરમાર, મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મંત્રી જશાભાઇ બારડની ઉપિસ્થતીમાં યોજાયો

૩. ધારાસભ્ય જીતુ વાઘાણીના કાર્યાલયનું સીએમના હસ્તે નવ પ્રસ્થાન

વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં લોકસંપર્ક માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા યોજશે. પહેલી આેકટોબરે સરદાર પટેલની જન્મભૂમી કરમસદ અને બીજી આેક્ટોબરથી ગાંધીજીના પોરબંદરથી યાત્રાનું પ્રસ્થાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરાવશે. જે યાત્રા રાજ્યભરમાં 15 દિવસ ફરી સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી ઉપિસ્થત રહે તેવો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યાે છે તેવી જાહેરાત ભાવનગરમાં કાર્યાલયના નવપ્રસ્થાન સમારોહમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કરી હતી.

૪. બુલેટ ટ્રેન પ્રાેજેક્ટથી 24 હજારને રોજગારી મળશે

વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ પર હવે ઝડપથી શરૂઆત થનાર છે. બુલેટ ટ્રેન પ્રાેજેક્ટમાં જાપાન કુલ ખર્ચના 85 ટકા સાેફ્ટ લોન આપનાર છે. બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ પર અંદાજિત ખર્ચ 19 અબજ ડોલર અથવા તાે આશરે એક હજાર અબજ રૂપિયાનાે છે. ભારતના પરંપરાગત રેલવે નેટવર્ક અંતરની દ્રિષ્ટએ દુનિયામાં ચોથા સાૈથી મોટા રેલવે નેટવર્ક તરીકે છે. દેશના પરિવારના મુખ્ય સાધન તરીકે રેલવેને ગણવામાં આવે છે. રોજ 2.2 કરોડ લોકો ટ્રેનમાં યાત્રા કરે છે. ભારત અને જાપાન વચ્ચે અનેક સમજૂતિ ઉપરહસ્તાક્ષર થનાર છે જેમાં આ પ્રાેજેક્ટને લઇને સાૈથી વધારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગાેયેલે માહિતી આપતા કહ્યું છે કે, આ પ્રાેજેક્ટના કારણે હજારો લોકોને નાેકરી મળશે. ગાેયેલે કહ્યું હતું કે, ખુબ આેછા વ્યાજદર પર નાણા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાા છે. રેલવે નેટવર્કમાં ક્રાંતિકારી પરિવતૅન આવનાર છે. આનાથી હાઈસ્પીડ ટ્રેન કોરિડોરના ક્ષેત્રમાં નવી શરૂઆત થશે. 4000ની સીધી નાેકરી અને આેછામાં આેછા 20000ને પરોક્ષ નાેકરી મળશે.

૫. કર્મચારી અને પેન્શનરોને મળી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શરો માટે એક સારા સમાચાર લાવ્યા છે. તેમણે કર્મચારીઓની ગ્રૈચ્યુટીની સીમાને બમણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સીમા સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ પર લાગુ થશે. જેથી તેમને કેન્દ્રીય કર્મચારીઓની સમકક્ષ કરી શકાય. સરકારે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે સંશોધિત વિધેયકને મંજૂરી આપી છે. જે હેઠળ ટેક્સ ફ્રી ગ્રેચ્યુટી રાશિને 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ આ ગ્રેચ્યુટીની સીમા 10 લાખ રૂપિયા જ છે. સરકાર દ્વારા આ વિધેયકને સંસદમાં રજૂ કરવામાં આવશે.

૬. કલાકસબીઓનો જામશે મેળાવડો: અમદાવાદમાં ૧૫મીથી રાષ્ટ્ર્રીયકક્ષાનો સરસ મેળોયોજાશે

કલા અને સંસ્કૃતિને સીમાડા હોતા નથી. કલાકારોની કલાને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય, ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમદાવાદ દ્રારા રાષ્ટ્ર્રીય સરસ મેળો૨૦૧૭નો દબદબાભેર આયોજન કરાયું છે. અમદાવાદ હાર્ટ વક્રાપુર ખાતે તા.૧૫થી ૨૬ સપ્ટેમ્બર બાર દિવસ માટે સરસ મેળો યોજાશે. દેશના ખુણેખુણેથી કલાકારોની કલા આ પ્લેટફોર્મ પર પ્રદર્શીત થશે.

પહેલી વાર દેશની કોઇ મસ્જિદમાં જશે PM મોદી, નમાજનો રાખશે ખ્યાલ!

જાપાનના વડાપ્રધાન શિન્જો આબે આજે ભારતના પ્રવાસ પર છે. અહીં તે દેશની પહેલી વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદની મુલાકાત લેશે. બે દિવસના તેમના આ પ્રવાસ વખતે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેશે. નોંધનીય છે કે સીદી સૈયદની જાળીની આ મુલાકાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર દેશની કોઇ મસ્જિદમાં પગ મૂકશે. વળી તે સાથે પીએમ મોદી તેમની આ મુલાકાત તે રીતે ગોઠવી છે કે જેથી મુસ્લિમ બિરાદરોને નમાજ વખતે કોઇ અડચણ ના પડે. સાંજની નમાજ પછી જ પીએમ મોદી જાપાનના પીએમ સાથે અહીં મુલાકાત કરશે. 

૮. પેટ્રોલની કિંમત ત્રણ વર્ષમાં સૌથી વધારે, મુંબઈમાં પ્રતિ લીટર 80 રૂપિયા

મુંબઈ  કેન્દ્ર સરકારે અપનાવેલી નવી નીતિ મુજબ, દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હવે દરરોજ ફેરફાર કરવામાં આવે છે. ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર અનુક્રમે 7-8 પૈસા અને 10-11 પૈસાનો વધારો થયો છે.

૯. આજથી સુરત એરપોર્ટથી સીટી બસની શરૂઆત થઈ

સુરત એરપોર્ટ પર પ્લેનમા આવતા મુસાફરોને સુરત શહેરના વિવિધ વિસ્તારમાં જવા માટે મ્યુનિ.તંત્રએ સીટી બસની સેવા આજથી શરૂ કરી છે. ફ્લાઈટની કનેક્ટીવીટી સાથે પેસેન્જરોની બસની સુવિધા આજથી શરૂ થઈ ગઈ છે.

૧૦. અમદાવાદના IT અધિકારીએ જીતી 42.2 કિમીની લદ્દાખ મેરેથોન દોડ

અમાદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારી વિજય કુમાર સિંહે લેહમાં આયોજીત લદ્દાખ મેરેથોન દોડમાં વિજય મેળવ્યો છે. 10 સપ્ટેમ્બરના રોજ થયેલ આ 42.2 લાંબી મેરેથોન દોડ વિજય કુમારે 3 કલાક, 50 મિનિટ, 33 સેકન્ડમાં પૂરી કરી હતી. આ દોડમાં 29 દેશોના 5800 દોડવીરોએ ભાગ લીધો હતો, આ તમામ સ્પર્ધકોને પછાડતાં વિજય કુમાર સિંહે આ દોડમાં જીત મેળવી હતી. વિજય કુમાર સિંહ આવકવેરા વિભાગમાં એડિશનલ કમિશ્નર છે.



આંતરરાષ્ટ્રીય:-  

પ્રણામીના મહોત્સવમાં જામનગર આવશે મુખ્યમંત્રી રૂપાણી-યોગગુરૂ બાબા રામદેવ

મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટયના 400 વર્ષના ઉપલક્ષ્યમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્વસનું તા. 14 થી તા. 20 સપ્ટે. દરમ્યાન મહામતી પ્રાણનાથનગર, પ્રણામી સ્કુલની સામે, હિરજી મીસ્ત્રી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા. 15ના રોજ યોગ ગુરૂ બાબા રામદેવ અને તા. 20ના રોજ સમાપન સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે તેમ શ્રીકૃષ્ણ પ્રણામી ધમાર્ચાર્ય જગદ્ગુરૂ આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે પત્રકારોને જણાવ્યુ હતું. તેમણે કüુ હતું કે આ મહોત્સવ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ખાસ કરીને તા. 14ના રોજ સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર સાંઇરામ દવેનો હાસ્યનો કાર્યક્રમ રાત્રે 9-00 વાગ્યે કલા પીરશશે, પ્રણામી સંપ્રદાયના 800 જેટલા સેવા કેન્દ્ર અને 50 હજાર ક્ષેત્રમાં 1 કરોડ જેટલા અનુયાયીઆે છે, આ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેવા કે રાષ્ટ્ર નિમાર્ણમાં સંતોની ભુમિકા, વ્યકિતત્વ નિમાર્ણ માટે મહિલાની ભુમિકા અને ભારતના યુવાનો શું કરી શકે તે વિશે નિષ્ણાંતો દ્વારા પ્રવચન આપવામાં આવશે, આજે દેશમાં મિડીયા સેતુબંધનું કામ કરે છે અને લોકોને જોડવાનું કામ કરે છે. જામનગરમાં નીકળનારી શોભાયાત્રામાં લગભગ 10 હજારથી વધુ ભકતો જોડાશે દરરોજ શ્રી તારતમસાગરના 400 પારાયણના પાઠ કરવામાં આવશે, વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો, મહાનુભાવોના પ્રવચનો પણ યોજવામાં આવશે તા. 20ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સમાપન સમારોહમાં હાજરી આપશે, દરરોજ વિવિધ કાર્યક્રમો જેવા કે સદગુરૂ ભાવ વંદના, બાલ ધર્મ સભા, હાસ્ય રસ, શ્રીકૃષ્ણ ત્રીધા લીલા સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સિકકીમના મુખ્યમંત્રી પવનકુમાર ચાંબલીગ પણ હાજર રહેશે. જીલ્લા કલેકટર આર.જે. માકડીયાએ જણાવ્યુ હતું કે તા. 14 થી તા. 20 દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમા વહિવટી તંત્ર અને જામનગર મહાપાલીકા દ્વારા સંપુર્ણ સહકાર આપવામાં આવ્યો છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સિકકીમના મુખ્યમંત્રી પવનકુમાર સહિતના અનેક સંતો મહંતો હાજર રહેશે આ કાર્યક્રમના સ્થળે બે ઉકાળા કેન્દ્ર ખોલવામાં આવશે ઉપરાંત કોઇને પણ તાત્કાલીક સારવારની જરૂર પડે તો બે આરોગ્ય કેન્દ્ર પણ ખોલવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં મ્યુ કમિશ્નર રણજીતસિંહ બારડ, એએસપી રાહુલ ત્રિપાઠી, જોગેશ જોશી સહિતના અગ્રણીઆે હાજર રહયા હતા.

૨. જાપાન પીએમના આગમન સાથે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બનશે આ ઘટના

ભારતના ઈતિહાસ માં પ્રથમ વાર કોઈ દેશના વડાપ્રધાન સીધા ગુજરાત આવી રહ્યા છે.દેશની રાજધાની દિલ્હીને સાઇડ કરીને જાપાનનાં વડાપ્રધાન અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ ના ભૂમિપૂજન માટે આવી રહ્યા છે. જાપાનના વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એરપોર્ટથી સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમ લઇને ગુજરાત અને ભારતની સંસ્કૃતિ, કલ્ચરની ઝાંખી કરાવાશે. બન્ને વડાપ્રધાનો લગભગ 8 કીલોમીટરનાં લાંબા રસ્તા પર ખુલ્લી જીપ અથવા તો કારમાં જશે.

3. બ્રિટનમાં દાઉદ ઈબ્રાહિમ સામે મોટી કાર્યવાહી: 42 હજાર કરોડની સંપત્તિ પર લાગ્યું સરકારી તાળું

લંડન- મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારની યાદીમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે દાઉદ ઇબ્રાહિમ સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે બ્રિટન સરકારે દાઉદની કરોડોની સંપત્તિ સીલ કરી છે.

રમત ગમત:-

સંગકારાએ T-20 ક્રિકેટમાં ધોનીનો રેકોર્ડ તોડયો

તાજેતરમાં મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રમાયેલી સિરીઝમાં શ્રીલંકાના વિકેટકીપર બેટસમેન કુમાર સંગકારાનો રેકોર્ડ તોડ્યો હતો. જો કે, ધોની પર જાણે કે પલટવાર કર્યો હોય એમ સંગકારાએ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં ધોનીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો છે.

હવે જોકોવિક ઓલટાઇમનો હાઇએસ્ટ પેઇડ ટેનિસ સ્ટાર

ટેનિસમાં સૌથી વધુ કમાણી કરનાર ઓલટાઇમ ટેનિસ સ્ટારની યાદીમાં સર્બિયાનો નોવાક જોકોવિક પ્રથમ સ્થાન પર છે. જોકોવિક છેલ્લા ઘણા સમયથી ફ્લોપ રહ્યો હોવા છતાં જોરદાર કમાણી કરી રહ્યો છે. પુરૂષોની ટેનિસમાં રોજર ફેડરર સૌથી લોકપ્રિય ચહેરા તરીકે ચોક્કસપણે રહ્યો છે. જો કે કમાણીના મામલે નોવાક આગળ રહ્યો છે. નોવાક જોકોવિકની કમાણી ૧૦૯.૮ મિલિયન ડોલરની આસપાસ રહી છે. જ્યારે રોજર ફેડરરની કમાણી ૧૦૭.૦૭ મિલિયન ડોલરની રહી છે. ત્રીજા સ્થાન પર રાફેલ નડાલ રહ્યો છે. સૌથી વધુ કમાણી કરનાર ટેનિસ સ્ટારની ઓલ ટાઇમ યાદીમાં એન્ડી મરે, પીટ સામ્પ્રસ, વિનસ વિલિયમ્સ, મારિયા શારાપોવા, આન્દ્રે અગાસી અને ડેવિડ ફેરર સામેલ છે. આશ્ચર્યજનક રીતે યાદીમાં પોતાના સમયમાં ટેનિસ જગતમાં ભારે લોકપ્રિયતા મેળવી લેનાર સ્ટીફન એડબર્ગ અને બોરિસ બેકરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મહિલા વર્ગમાં યાદીમાં સ્ટેફી ગ્રાફ પણ સ્થાન મેળવી શકી નથી. ન્યુયોર્કમાં રમાયેલી હાલમાં યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સૌથી મોટી ઇનામી રકમ આપવામાં આવી હતી. હાલમાં યુએસ ઓપન ટેનિસમાં વિજેતા બનેલા સિગલ્સ ખેલાડીને ૩.૭ મિલિયન ડોલરની રકમ આપવામાં આવી હતી.

ભારતીય મહિલાઓએ બેલ્જિયમની પુરુષ હોકી ટીમને જીતવા ના દીધી

એન્ટવર્પ (બેલ્જિયમ)ઃ ભારતીય મહિલા હોકી ટીમે બેલ્જિયમની જુનિયર પુરુષ ટીમને જીતવા ના દીધી અને આ રોમાંચક મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો. ભારત તરફથી નિક્કી પ્રધાન (૩૬મી મિનિટે) અને વંદના (૫૪મી મિનિટે), જ્યારે બેલ્જિયમ તરફથી સ્ટાન બ્રાનિકી (૧૯મી મિનિટે) અને મેથ્યુ લાએટ (૪૩ મિનિટે)એ એક-એક ગોલ કર્યો. ભારત હવે યુરોપ પ્રવાસ પર પોતાની ત્રીજી મેચ આવતી કાલે ગુરુવારે લેડીઝ ડેન બોશ (નેધરલેન્ડ) સામે રમશે. રાનીના નેતૃત્વમાં ભારતીય ટીમે સકારાત્મક શરૂઆત કરીહતી.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૩. આવી રહ્યો છે 100 રૂપિયાનો નવો સિક્કો, જાણો શું હશે ખાસિયત

નવી દિલ્હીઃ આરબીઆઈ દ્વારા નવી નોટ જારી કર્યા બાદ હવે ટૂંકમાં જ 100 રૂપિયાનો સિક્કો લાવવાની તૈયારી છે. નાણાં મંત્રાલયે 100 અને 5 રૂપિયાના નવા સિક્કા જારી કરવા માટે એક નોટિફિકેશન જારી કર્યું છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર રહેલ ડો. એમજી રામચંદ્રનની જન્મ શતાબ્દીના અવસરે આ સિક્કો જારી કરવામાં આવશે.

અન્ય

શિલ્પા સેટ્ટી લખનઉમાં યોગી આદિત્યનાથને મળી

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી 12 સપ્ટેંબર, મંગળવારે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળી હતી. એક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત સફાઈગીરી એવોર્ડ્સકાર્યક્રમમાં શિલ્પા અને યોગી ભેગા થયાં હતાં. શિલ્પાએ બાદમાં એના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું કે, ‘હું યોગી આદિત્યનાથની વિચારસરણીથી ખૂબ પ્રભાવિત થઈ છું.

૨. મૈત્રીનો રોડ શો LIVE: ખુલ્લી જીપમાં અમદાવાદના રોડ પર 8 કિલોમીટર ચાલ્યા આબે અને મોદી

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ભારત પહોંચી ગયા છે. પીએમ મોદીએ જાતે જ અમદાવાદ એયરપોર્ટ પર આબેને ગળે ભેટીને સ્વાગત કર્યુ. ત્યારબાદ શિંજો આબેને એયરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. જાપાનના વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હાજર રહ્યા હતા. અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સાથે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો આબેને જૉઈંટ રોડ શો શરૂ થઈ ગયો છે.
- રોડ શો માં જાપનાના પ્રધાનમંત્રે શિંજો અને તેમની પત્નીએ ભારતીય ડ્રેસ પહેર્યો છે
- એયરપોર્ટ પર રસ્તાના કિનારે પબ્લિક જાપાન અને ભારતનો ઝંડો લઈને ઉભી છે

- 29 રાજ્યોની ઝાંખી સજાવવામાં આવે છે. જ્યા લોક નૃત્ય અને સંગીતનો નજારો છે
અમદાવાદ એરપોર્ટ પર બંને પીએમના સ્વાગત માટે 37 બૌદ્ધ સાધુઓ પણ જોડાયા હતાં. જેઓ સવારના એરપોર્ટ પર પહોચી ગયા હતાં.વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન શિન્ઝો બંનેનું એક સાથે આ બૌદ્ધ સાધુઓ પ્રાર્થના કરી સ્વાગત કર્યું હતું.



-પ્રશાંત ભટ્ટ
Educational Point