અત્યાર સુધીના બધાજ કરંટ અફેર્સ પી.ડી.એફ. ફાઈલ માં સેવ કરવા હોય તો અહી ક્લિક કરો
અહીંથી તમે તારીખ ૧૨-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. અમદાવાદ-મુંબઇ
બુલેટ ટ્રેન સમય કરતાં પહેલાં આ તારીખથી દોડશે
કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશ જ્યારે
સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હશે તે સમયે દેશની
પહેલી બુલેટ ટ્રેન પોતાની સીટી વગાડી દેશે. ઇન્ડિયન રેલવેની કોશિષ બુલેટ ટ્રેન
પ્રોજેક્ટને નક્કી સમય કરતાં એક વર્ષ પહેલાં જ પૂરો કરવાનો છે. જેથી કરીને 15મી ઑગસ્ટ 2022ના રોજ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઇની વચ્ચે
પોતાની સફર શરૂ કરી શકે. રેલવે મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે અમદાવાદ અને મુંબઇની
વચ્ચે 508
કિલોમીટર
લાંબી બુલેટ ટ્રેન ચાલવા માટે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે. આ માત્ર વિધી જ કરવાની નથી
પરંતુ હકીકતમાં તે જ દિવસથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્ટેશનનું નિર્માણ કામ
શરૂ કરી દેવાશે.
૨. રક્ષા
મંત્રી નિર્મલા સીતારામને લીધી ગુજરાતના આર્મી બેઝની મુલાકાત
દેશના રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને નાણા
મંત્રી અરુણ જેટલીએ સોમવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપ પક્ષ તરફથી ગુજરાતમાં
આવનાર વિધાનસભાની ચૂંટણીની જવાબદારીઓ આ બંને મંત્રીઓને સોંપવામાં આવી છે. નોંધનીય
છે કે, ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારામન દેશના
બીજા મહિલા રક્ષા મંત્રી છે. રક્ષા મંત્રી તરીકે તેઓ પહેલી જ વાર ગુજરાતની
મુલાકાતે આવ્યા હતા.
૩. અરૂણ
જેટલી અને નિર્મલા સીતારામન ગુજરાતની મુલાકાતે
ગુજરાતની અગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના
ભાગ રૂપે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી અને નવનિયુક્ત રક્ષામંત્રી નિર્મલા
સીતારામન એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમને ગુજરાત ભાજપના
પદાધિકારી સાથે આગામી ચૂંટણીની તૈયારીને લઈને સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અરુણ
જેટલીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી
કેશુભાઈ પટેલની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કેશુભાઈ પટેલના પુત્રનું અમેરિકામાં થોડા સમય
પહેલા નિધન થયું હતું. આથી તેમની મુલાકાત લીધી હતી.
૪. ૧૭
નવેમ્બરે મોદી સરકાર વિરુદ્ધ પાંચ લાખ મજૂરોની મેગા રેલી
નવી દિલ્હી: મજૂરો વચ્ચે કામ કરતા રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના સંગઠન ભારતીય મજદૂર સંઘે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ ઊતરવાનો
નિર્ણય કર્યો છે. ૧૭ નવેમ્બરે ભારતીય મજદૂર સંઘના દેશભરમાંથી પાંચ લાખ કરતાં વધુ
મજૂરો રામલીલા મેદાન ખાતે એકત્રિત થઈને મોદી સરકારની આર્થિક નીતિઓ વિરુદ્ધ સંસદ
ભવન સુધી માર્ચ યોજશે. ભારતીય મજદૂર સંઘે મોદી સરકારના એફડીઆઈ વધારવાના, લઘુત્તમ વેતન નિર્ધારિત કરવાની, સમાન કામ, સમાન વેતન સહિત ૧૨ મુદ્દાની માગણીઓને લઈને
સરકાર વિરુદ્ધ મેગા રેલી યોજવાનો નિર્ણય કર્યો છે.
૫. ઉત્તર
ગુજરાતના કયા દિગ્ગજ નેતાએ કોંગ્રેસની ચૂંટણી સમિતિમાંથી ધરી દીધું રાજીનામું? ભરતસિંહ સામે કર્યા
કેવા ગંભીર આક્ષેપો?
અમદાવાદ:
રાજ્યસભાના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા સાગર રાયકાએ આજે નવરચિત પ્રદેશ
ઇલેકશન કમિટી (પીઇસી)માંથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
સાગર રાયકાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સામે
ગંભીર આરોપો મુક્યા છે.
૬. ડોકલામ
વિવાદ બાદ હવે નાથૂ લા અંગે ચર્ચા કરવા ચીન તૈયાર
બિજીંગ- ડોકલામ વિવાદ શરુ થાયાના થોડા દિવસોમાં જ ચીને
ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂ લા પાસ બંધ કરવાની જાહેરાત કરી હતી.
આમ કરવા પાછળનું કારણ ભારત પર રાજકીય રીતે દબાણ લાવવાનું હતું. જેથી ભારત
ડોકલામમાંથી સેના પરત બોલવવા મજબૂર થાય.
૭. અમદાવાદમાં
થશે PM મોદી અને PM શિન્ઝો આબેનો ઐતિહાસિક
રોડ શો
અમદાવાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને
આવકારવા સંપૂર્ણ રીતે તૈયાર છે. મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના નિર્માણ
કામની શરૂઆત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન અમદાવાદ પધારનાર
છે. શિન્ઝો આબેની બે દિવસીય ભારતની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વિવિધ બેઠકોમાં ભાગ
લેશે. જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેની આ મુલાકાત અનેક રીતે ખાસ છે.
૮. અમદાવાદમાં
ચારેકોર તંત્રનું ઉત્સાહજનક ચિત્ર, બે દિવસ જાપાની
વડાપ્રધાનની સરભરા થશે
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ ભૂમિપૂજન માટે કાલે ૧૩મી
સપ્ટેમ્બરે જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે અને વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય
મુલાકાતે છે. તેઓના સ્વાગતમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.મહાનુભાવોના
આગમનને લઇને શહેરની શોભા વધારવા તંત્ર કેટલાક દિવસથી દિનરાત મહેનત કરી રહ્યું
હતું.
૯. કોંગ્રેસની
સરકાર રચાશે તો યુવાનોને કેટલું આપશે બેરોજગારી ભથ્થું, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદ:
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ બન્ને પક્ષો વોટરોને ખેંચવા માટે
લોભામણી જાહેરાતો લાવતા જાય છે. મંગળવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા બેરોજગાર
યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. ગાંધીનગરમાં
ઇન્ડિયા-જાપાન એન્યુઅલ બિઝનેસ સમિટ માટે ત્રિસ્તરીય સુરક્ષા ચક્ર
ગાંધીનગર-ગુજરાતમાં પ્રથમવાર એક સાથે ભારત અને જાપાનના વડાપ્રધાનના આગમનથી દેશઅને
રાજ્યના બિઝનેસ ક્ષેત્રે નવો આયામ રચાશે. ઇન્ડિયા-જાપાન એન્યુઅલ બિઝનેસ સમિટ-૨૦૧૭ને
લઇને ગાંધીનગરમાં મહાત્મા મંદિર, રાજભવન અને રોડ એમ ત્રણ ભાગમાં સઘન સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જેની સમીક્ષા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.
રમત
ગમત:-
૧. એશિયન ગેમ્સની ગોલ્ડ
વિજેતા પ્રિયંકા પર આઠ વર્ષનો પ્રતિબંધ
નવી દિલ્હીઃ ભારતની ૪૦૦ મીટરની ટોચની રનર
પ્રિયંકા પવાર પર પ્રતિબંધક શક્તિવર્ધક પદાર્થ લેવા માટે દોષી ઠર્યા બાદ ગઈ કાલે
આઠ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, જેના કારણે તેની કરિયર લગભગ ખતમ થઈ ગઈ. ૨૦૧૪ની
ઇંચિયોન એશિયન ગેમ્સમાં ૪૦૦x૪ મીટર મહિલા રિલેમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રિયંકા ગત વર્ષે આંતરરાષ્ટ્રીય
એથ્લેટિક્સ સ્પર્ધા દરમિયાન પ્રતિબંધિત પદાર્થ લેવા માટે દોષી ઠરી હતી. આથી તેની
સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
૨૯ વર્ષીય પ્રિયંકાને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી
એજન્સી (નાડા)ની શિસ્ત સમિતિએ પ્રતિબંધની સજા સંભળાવી હતી. પ્રિયંકાના ગત વર્ષે
થયેલા પરીક્ષણના પરિણામના આધારે નાડા સમિતિએ આ ચુકાદો આપ્યો હતો. નાડા પ્રમુખ નવીન
અગ્રવાલે કહ્યું,
”જુલાઈ-૨૦૧૬થી
આઠ વર્ષ માટે પ્રિયંકાને પ્રતિબંધિત કરવામાં આવી છે.”
પ્રિયંકાનું સેમ્પલ મેફેનટેરમાઇન માટે પોઝિટિવ
મળી આવ્યું હતું. નાડા સંહિતા અનુસાર જો કોઈ ખેલાડી ડોપિંગ વિરોધી નિયમોનું
ઉલ્લંઘન કરતાં બીજી વાર પકડાય તો તેના પર આઠથી લઈને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ પણ
લાગી શકે છે. આ પહેલાં પ્રિયંકા વર્ષ ૨૦૧૧માં થયેલા ડોપ પરીક્ષણમાં પાંચ અન્ય
એથ્લીટ સાથે એનાબોલિક સ્ટિરોઇડ લેવા બદલ દોષી ઠરતાં તેને બે વર્ષ માટે પ્રતિબંધિત
કરવામાં આવી હતી.
૨. ગુજરાતના પ્રિયાંક
પંચાલનો ધમાકોઃ એક મેચમાં બે સદી ફટકારી
લખનૌઃ ગુજરાતના ૨૭ વર્ષીય ઓપનિંગ બેટ્સમેન
પ્રિયાંક પંચાલે ફરીથી પોતાના બેટની તાકાત દેખાડી છે. લખનૌમાં રમાયેલી દુલીપ
ટ્રોફીની પહેલી મેચમાં ઇન્ડિયા રેડ તરફથી રમતા પ્રિયાંકે એક જ મેચની બંને
ઇનિંગ્સમાં સદી ફટકારી. મેન ઓફ ધ મેચ બનેલા પ્રિયાંકની મદદથી ઇન્ડિયા રેડ ટીમે
ઇન્ડિયા ગ્રીન ટીમને ૧૭૦ રને પરાજય આપ્યો હતો. પ્રિયાંક પંચાલે પહેલી ઇનિંગ્સમાં
૧૦૫ રન અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૧૩૩ રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયાંકે
ગત રણજી સિઝન (૨૦૧૬-૧૭)માં સૌથી વધુ ૧૩૧૦ રન બનાવ્યા હતા. ગત સિઝનમાં તેણે પાંચ
સદી ફટકારી હતી અને તેની બેટિંગ સરેરાશ ૮૭.૩૩ની રહી હતી, જ્યારે અણનમ ૩૧૪ રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો
હતો. એક રણજી સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં પ્રિયાંક ત્રીજા સ્થાન પર
છે. વીવીએસ લક્ષ્મણ (૧૪૧૫ રન) અને શ્રેયસ ઐયર (૧૩૨૧) જ તેનાથી આગળ છે.
આર્થિક:-
૧. જાપાનના PMનું સ્વાગત કરવા 40 સ્ટેજ ઉપર 1000
અમદાવાદી
કલાકારો ભજવશે નૃત્યો
અમદાવાદ
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં કાંકરિયા લેક ફ્રન્ટ
ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ રાજ્યોના નૃત્યો
અમદાવાદી કલાકારો રજૂ કરતાં હોય છે. આવતી કાલે 13મી સપ્ટેમ્બરના દિવસે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી
અને જાપાની વડા પ્રધાન શિન્ઝો આબેના રોડ-શોનું આયોજન કરાયું છે જેમાં રોડની બંને
તરફ 40 જેટલા સ્ટેજ ઊભા
કરાશે જેમાં કાંકરિયા કાર્નિવલમાં પર્ફોર્મન્સનો અનુભવ ધરાવતાં અમદાવાદના 1000 કલાકારો જ વિવિધ રાજ્યોના નૃત્યોની રજૂઆત
કરશે. એવું કહેવાય છે કે, એક સ્ટેજ ઉપર 10થી માડી 25 કલાકારો પર્ફોર્મન્સ આપશે.
૨. રૂડાની આવાસ યોજનાના
ફોર્મ વિતરણમાં અંધાધૂંધી: દેકારો
રાજકોટ અર્બન
ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) કચેરી દ્રારા તાજેતરમાં મુંજકા વિસ્તારમાં રૂા.૩.૫૦
લાખમાં ૨ બેડ, હોલ, કિચન અને રૂા.૫.૫૦
લાખમાં ૩ બેડ, હોલ, કિચનના લેટની આવાસ
યોજના જાહેર કરી તેના અરજી ફોર્મનું એચડીએફસી બેન્કની તમામ શાખાઓમાંથી વિતરણ શરૂ
કરવામાં આવતા રાજકોટવાસીઓએ પ્રચડં ધસારો કર્યેા છે અને તેના લીધે ફોર્મ વિતરણમાં
ભારે અંધાધૂંધી ફેલાઈ જતાં દેકારો બોલી રહ્યાનો આક્ષેપ વોર્ડ નં.૧૦ના કોંગ્રેસી
કોર્પેારેટર અને વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરિયાએ કર્યેા છે. આજે તેઓ આ મામલે
રજૂઆત કરવા રૂડા કચેરીએ દોડી આવ્યા હોવાનું જાણવા મળે છે.
અન્ય
૧. સીએમ યોગીને મળ્યા અખાડા પરિષદના અધ્યક્ષ, ઢોંગી બાબાઓ વિરુદ્ધ
સખ્ત કાર્યવાહીને કરી માંગ
લખનઉ: 14 બોગસ બાબાઓનું લિસ્ટ જાહેર કર્યા પછી અખિલ
ભારતીય અખાડા પરિષદે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન તેમની સાથે આ 14 બોગસ બાબાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી, ઈલાહાબાદના નામે પ્રયાગરાજ કરવાનો અને 2019ના અર્દ્ધકુંભ મેળામાં મુકમ્મલ વ્યવસ્થા
કરવાની માંગ કરી હતી. પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિના નેતૃત્વમાં સાધુ-સંતોનું એક
પ્રતિનિધિ મંડળે યોગી સાથે મુલાકાત કરીને અર્દ્ધકુંભ મેળામાં સારી વ્યવસ્થા ઉપલબ્ધ
કરાવવાની માંગ સાથે અમુક અભિપ્રાયો પણ આપ્યા હતા.
૨. જુઓ દુનિયાની આ છે સૌથી ઝડપી ટ્રેનો, સ્પીડ જાણીને હોશ ઉડી
જશે
આવો હવે તમને જણાવીએ કે દુનિયામાં સૌથી ઝડપી
ટ્રેન ક્યાં દોડે છે? આમ તો ઝડપનો રેકોર્ડ જાપાનના નામે છે, પરંતુ રેકોર્ડ માટેની ઝડપ અને નિયમિત ઝડપ
બન્ને અલગ છે. નિયમિત રીતે તેજ ગતિએ ચાલી શકતી અથવા ચાલતી જગતની ટોપ-10 ટ્રેનો કઈ છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point
www.prashantbhatt.in