અહીંથી તમે તારીખ ૧૧-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. સાંસદ
પદેથી આજે રાજીનામું આપશે યોગી, પીએમ મોદી સાથે પણ કરશે
મુલાકાત
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
સોમવારે લોકસભાની સભ્ય પદેથી રાજીનામું આપશે. તે 8 સપ્ટેમ્બરે યૂપી વિધાનસભાના સભ્યપદે ચૂંટાઈ
આવ્યા હતા. સીએમ યોગી આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે દિલ્લીમાં આજે તેમના નિવાસ
સ્થાને મુલાકાત પણ કરશે.
૨. ગાંધી
મ્યુઝિયમનું તા.15મીએ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરાશે ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.100 કરોડના ખર્ચે નિમર્ણિ થનારા મહાત્મા ગાંધી
મ્યુઝિયમના પ્રોજેક્ટનું આગામી તા.15 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના નાયબ
મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની
સાથે જ કરોડો પિયાના ખર્ચે નિર્મિત રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ નાયબ
મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
૩. જાપાન
અને ગુજરાત સરકાર વચ્ચે ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગના નિર્માણ માટે કરાર
કરાશે
- ગુજરાતના
આદ્યોગિક-આર્થિક વિકાસનું નવું પ્રકરણ આલેખાશે
- મેઇક
ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગવાન કરાશે
- જાપાન-ઇન્ડિયા
ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ નિર્માણ માટે કરાર થશે
- સાણંદ-૩
ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં આકાર લેશે વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર
૪. કાલે
મુખ્યમંત્રીના હસ્તે જીતુ વાઘાણીના નવા આધુનિક કાર્યાલયનો કરાશે પ્રારંભ
આગામી 12મી સપ્ટેમ્બરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીના હસ્તે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના કાળુભા રોડ િસ્થત નવનિમાર્ણ પામેલ
આધુનીક કાર્યાલયનો મંગલ પ્રારંભ અને નવપ્રસ્થાન વિધી સાંજે 6 કલાકે યોજાશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ
માંડવીયા, પ્રભારી મંત્રી જશાભાઇ બારડ, સાંસદ ભારતીબેન શીયાળ, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, મેયર નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોની
વિશેષ ઉપિસ્થતીમાં યોજાનાર આ કાર્યાલયનો મંગલ પ્રારંભ અને નવપ્રસ્થાન વિધીમાં
સુહાર્ષ ચેમ્બર્સ, ડો. સુચક હોસ્પિટલ પાસે, કાળુભા રોડ ખાતે શહેર ભાજપના તમામ
કાર્યકતાર્આેને ઉપિસ્થત રહેવા શહેર ભાજપા દ્વારા અનુરોધ કરાયો છે.
૫. અરૂણ
જેટલી સહિત કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં, સોશિયલ મીડિયા અંગેના
વર્કશોપમાં રહેશે હાજર
ભાજપે ઉમેદવારોની પંસદગી માટે કવાયત શરૂ કરી
છે. ભાજપ નિરીક્ષકોની નામની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. આ અંગે કમલમ ખાતે બેઠક
મળી રહી છે.
૬. ૧૬
વર્ષ બાદ ઉત્તરલાઈ એરબેઝ પહોંચનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન
જોધપુર: સંરક્ષણ પ્રધાન બન્યા બાદ પ્રથમ વાર
નિર્મલા સીતારમન બાડમેરના ઉત્તરલાઈ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે એર
ટ્રાફિક કન્ટ્રોલની સમીક્ષા કરી હતી અને ઓપરેશનની જાણકારી મેળવી હતી. તેઓ મિગ-૨૧
બાઈસનની કોકપીટમાં બેઠા હતા અને તેની તાકાતની જાણકારી મેળવી હતી. ૩૦ ડિસેમ્બર, ૨૦૦૧ બાદ ઉત્તરલાઈ એરફોર્સ સ્ટેશન પહોંચનાર
તેઓ પ્રથમ સંરક્ષણ પ્રધાન છે. આ અગાઉ જ્યોર્જ ફર્નાન્ડીઝે છેલ્લે ઉત્તરલાઈ એરફોર્સ
સ્ટેશનની મુલાકાત લીધી હતી.
૭. પીઢ
ફિલ્મ, ટેલિવિઝન, રંગભૂમિ અભિનેતા ટોમ
ઓલ્ટરને કેન્સર છે; મુંબઈની
સૈફી હોસ્પિટલમાં દાખલ
મુંબઈ – હિન્દી ફિલ્મો તેમજ ટીવી સિરિયલો અને રંગભૂમિના
જાણીતા અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર થયું છે. આ ‘પદ્મશ્રી’ સમ્માનિત અભિનેતાને દક્ષિણ મુંબઈના ચર્નીરોડ
સ્થિત સૈફી હોસ્પિટલમાં એક અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા છે. એમના પરિવારે આ દુખદ
સમાચાર આજે શેર કર્યા છે.
67 વર્ષીય ટોમ ઓલ્ટર સૈફી હોસ્પિટલમાં નિષ્ણાત
ડોક્ટરના સુપરવિઝન અને સારવાર હેઠળ છે.
ઓલ્ટર પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી
એક્ટિંગમાં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા ગ્રેજ્યુએટ થયા હતા. એમણે 300થી વધુ ફિલ્મો ઉપરાંત અનેક ટીવી શોમાં એક્ટિંગ
કરી છે.
૮. ગુરુવારે
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો પાયો નાંખશે મોદી-આબે
ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુરુવારના રોજ અમદાવાદ-મુંબઈ
વચ્ચે શરુ થનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે. આ હાઈ સ્પીડ
ટ્રેનમાં 750 પેસેન્જર્સ મુસાફરી કરી શકશે. સામાન્યરીતે અમદાવાદથી મુંબઈ પહોંચતા 7 કલાક જેટલો સમય લાગતો હતો, તે હવે ઘટીને 3 કલાક થઈ જશે. પાછળથી આ ટ્રેનની ક્ષમતા
વધારીને 1200 પેસેન્જર્સ સુધી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. અફઘાન વિદેશ મંત્રી
સલાહુદ્દીન રબ્બાની ભારતની મુલાકાતે, મોદી અને સુષ્મા જોડે
આજે વ્યૂહાત્મક બેઠક
નવી યુએસ નીતિ પછી, ભારત અને અફઘાનિસ્તાન આજે વ્યૂહાત્મક બેઠક
યોજે છે. યુએસની નવી અફઘાન નીતિની જાહેરાત પછી ભારત અને અફઘાનિસ્તાન સોમવારે તેમની
વ્યૂહાત્મક ભાગીદારી સમિતિની બેઠક વિષે બીજી વાર મળવાના છે.
૨. હાર્વે અને ઇરમાની તારાજી ૧૫ અબજ
ડોલરનુ રાહત પેકેજ ટ્રમ્પ કેબિનેટમાં મંજૂર
હાર્વે બાદ અમેરિકામાં વાવાઝોડું ઈરમા
લોરિડામાં ત્રાટક્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં ર૫
લોકોના મોત થયા છે. જોકે, અમેરિકાએે કહ્યું કે તે ઈરમાનો સામનો કરવા
માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને લઈને તૈયારીઓ પર ચર્ચા માટે શનિવારે કેમ્પ
ડેવિડમાં ટ્રેમ્પ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ૧૫
અબજ ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી છે.
રમત
ગમત:-
૧. આર્યન નેહરાનો વિજય:
બ્રોન્ઝ મેડલ એનાયત
ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાયર્લિયમાં સચિવ પદે ફરજ બજાવતા હોનહાર
આઈએએસ ઓફિસર વિજય નેહરાના સુપુત્ર આર્યન નેહરા રાષ્ટ્રીયસ્તરે જાણીતા સ્વીમર છે.
દરમિયાન તાજેતરમાં ઉઝબેકિસ્તાનના ટાસ્કેન્ટ શહેરમાં યોજાયેલી 1500 ફ્રી સ્ટાઈલ (અન્ડર-14) 9મી એશિયન એઈજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં
બ્રોન્ઝ મેડલ હાંસલ કરી આર્યન વિજય નેહરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ
વધાર્યુ છે.
૨. એન્ડરસનને હરાવી નડાલે US ઓપનનો ખિતાબ જીત્યો
ન્યૂયોર્કઃ સ્પેનનાે રાફેલ નડાલ વર્ષ ૨૦૧૭નો
યુએસ ઓપન ચેમ્પિયન બની ગયો છે. દુનિયાના નંબર વન ખેલાડી નડાલે ગઈ કાલે રમાયેલી યુએસ
ઓપનની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને સીધા સેટોમાં ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવીને વિજેતા બનવાનું ગૌરવ હાંસલ
કર્યું હતું. એવું ત્રીજી વાર બન્યું છે, જ્યારે નડાલે યુએસ ઓપનનો સિંગલ ખિતાબ જીત્યો
છે. આ તેનો કુલ ૧૬મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે. નડાલ આ અગાઉ વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૩માં પણ
યુએસ ઓપન ચેમ્પિયન બની ચૂક્યો છે. આ વર્ષે ફ્રેંચ ઓપન બાદ તેનો આ બીજો
ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે.
આર્થિક:-
૧. ભારતીય નૌકાદળની 6 મહિલા અધિકારીઓ સાગર
પરિક્રમાએ નિકળી
ભારતીય નેવીની 6 મહિલા અધિકારીઓની ટીમ રવિવારે સમુદ્રની
પરિક્રમા માટે રવાના થઈ છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પણજીમાં ટીમને લીલી
ઝંડી આપી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ મહિલા અધિકારીઓની સાથે ફોટો ટ્વીટ કરીને
આજનો મહત્ત્વનો દિવસ હોવાનું કહીને શુભકામનાઓ આપી હતી.
૨. ગામડામાં
દર સપ્તાહે 75 હજાર ઘર બનાવશે સરકાર
ગામડાઓમાં તમામ લોકોને આવાસ મળી રહે તે માટે
વડાપ્રધાન ગ્રામીણ આવાસ યોજના હેઠળ હવે દર સપ્તાહે સરેરાશ 75 હજાર નવા આવાસ બનાવવામાં આવશે. અત્યારે દર
સપ્તાહે અંદાજે 40
હજાર મકાન
બની રહ્યા છે.
કેન્દ્ર સરકાર આવાસ નિમર્ણિની ગતિ ઝડપી બનાવવા
માટે રાજ્ય સરકારોના સંપર્કમાં છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યને આ
ઝુંબેશમાં ઝડપ લાવવા કહેવામાં આવી રહ્યું છે જ્યાં અત્યારે માત્ર 600 આવાસ જ બની રહ્યા છે. બિહારમાં આવાસનો આંકડો 100ને પણ પાર પહોંચી શક્યો નથી. મધ્યપ્રદેઈ
છત્તીસગઢ જેવા રાજ્યોની ઝડપ ઘણી સારી છે.
અન્ય
૧. નિર્મલા સીતારમણ સંરક્ષણ મંત્રી બન્યા બાદ પ્રથમવાર
ગુજરાત આવશે
દેશના બીજા મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા
સીતારમણે પોતાનો કાર્યભાર સંભાળી જ લીધો છે અને હવે તેઓ ચૂંટણીની તૈયારીમાં પણ
પાર્ટીને મદદ કરવાના છે અને ડિફેન્સ મિનિસ્ટર બન્યા બાદ તેઓ પ્રથમવાર ગુજરાતની
મુલાકાત લેવાના છે.
૨. સ્વામી વિવેકાનંદના શિકાગો ભાષણની વર્ષગાંઠ નિમિત્તે
પીએમ મોદીએ યુવાઓને કર્યું સંબોધન
નવી દિલ્હી- અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં
સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણની 125મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ દિલ્હીના
વિજ્ઞાન ભવન ખાતે સંબોધન કર્યું હતું. સ્વામી વિવેકાનંદે વર્ષ 1893માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ અવસરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનથી દેશભરની યુનિવર્સિટીઓ અને
કોલેજોના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
૩. 1 કરોડથી પણ વધુની વાન
કરશે PM મોદી અને અબેની સુરક્ષા, જાણો તેની વિશેષતાઓ
ત્રણ વર્ષ પહેલા
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આવ્યાં ત્યારે ગુજરાત પોલીસને હાયાબુઝા પેટ્રોલિંગ બાઈક
મળી હતી. હવે જ્યારે જાપાનના વડાપ્રધાન આવવાનાં છે ત્યારે અમદાવાદ શહેર પોલીસની BDDS (બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ)
ટીમને એક કરોડથી વધુની કિંમતની એકદમ હાઈટેક વાન આપવામાં આવી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point