Sunday, 10 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 11-09-2017

અહીંથી તમે તારીખ ૧૦-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. રાજ્ય સરકારની ઓછા વજન સાથે જન્મેલા બાળકોની સારવાર માટે રોજના રૂ. 7000ની જાહેરાત

ગુજરાતમાં કુપોષિત શીશુઓને બચાવવા માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે 1.5 કિલોથી ઓછા વજનના જન્મેલા બાળકોના સારવાર માટે રાજય સરકાર તરફથી સહાયની જાહેરાત કરાઇ છે.
જેમાં રોજના 7000 પ્રમાણે 7 દિવસ સારવારના 49000 રૂપિયાની સહાય કરાશે. સાથે જ બાળક સાથેની માતાનો રહેવાનો તેમજ ભોજન ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવામાં આવશે.

૨. Petrol Pumps પર થતી ગડબડીને રોકવા માટે લગાવવામાં આવશે ઈલેક્ટ્રોનિક ફ્લો મીટર

સંપૂર્ણ દેશમાં Petrol Pumps પર ગ્રાહકોને નિર્ધારિતથી ઓછી માત્રા અર્થાત પેટ્રોલ ચોરીથી છુટકારો અપાવવાની તૈયારી ચાલી રહી છે અને તેના માટે છેડછાડ રહિત ઈલેક્ટ્રોનિક ફ્લો મીટર લગાવવા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉપભોક્તા મામલાનાં મંત્રી રામવિલાસ પાસવાને શનિવારે પત્રકારોને કહ્યું દેશમાં કેટલાક સ્થાનો પર ઘટાડા માટે પેટ્રોલ પંપોમાં ચીપ લગાવવાનો ખુલાસો થયા બાદ તેમનું મંત્રાલય તેલ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય સાથે તેલ માર્કેટિંગ કંપનીઓનાં સંપર્કમાં છે.

૩. નવા નોવેલ લેખકોને મળશે અનુપમ ખેર પુરસ્કાર !

પુણે આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ (પીઆઇએલએફ)એ અભિનેતા અનુપમ ખેરને સમર્પિત એક પુરસ્કાર શરૂ કર્યો છે. બેસ્ટ ડેબ્યુ ઇંગલિશ નોવેલ માટે લેખકોને અનુપમ ખેર પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર સાથે એક લાખ રોકડ ઇનામ તરીકે લેખકોને મળવાની છે. આ મામલે ખુશી વ્યકત કરતા અનુપમ ખેરે જણાવ્યું હતું કે આ પુરસ્કારથી પ્રતિભાશાળી લેખકોને પ્રોત્સાહન મળશે અને લેખકો વધુ સારી રીતે પોતાની વાત પુસ્તકોરૂપે રજૂ કરી શકશે. દરેક જણ એક સપનું જોતું હોય છે. કોઇને જલદી સફળતા મળતી હોય છે તો કોઇએ લાંબો પ્રવાસ કરવો પડે છે. એક પુરસ્કાર શરૂ કરવાના મારા પ્રયાસનો હેતુ પ્રતિભાશાળી લેખકોને પ્રોત્સાહન આપવાનું છે. અનુપમ ખેર પુરસ્કારના પહેલા ભાગમાં વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત અંગ્રેજી નોવેલ્સની સમીક્ષા કરાશે અને ત્યારબાદ વિજેતા લેખકોની યાદી તૈયાર થયા બાદ બેસ્ટ લેખકને પુરસ્કૃત કરાશે. આ જ્યૂરીમાં વિશેષજ્ઞા આર રાજ રાવ, રવિ સુબ્રમણ્યમ અને સલીલ દેસાઇ છે.

૪. જેએનયુમાં ડાબેરીઓની ગુંજ, ચારેય સીટો પર કબ્જો, ગીતા બની અધ્યક્ષ

જેએનયુ વિશ્વ વિદ્યાલયમાં થયેલા સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીમાં ચારેય બેઠકો પર યુનાઈટેડ લેફ્ટ પેનલે બાજી મારી છે. જેએનયુમાં વધુ એક વખત ડાબેરીઓની ગુંજ જોવા મળી છે.

૫. સુરત : ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા આયોજીત સંકલ્પ યાત્રા સુરત પહોંચી

સર્વ સમાજના નિર્માણ અને સમરસતાને ધ્યાનમાં લઈ ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા યોજવામાં આવેલ સંક્લ્પ યાત્રા આજ રોજ સુરત ખાતે પહોંચી હતી. આ યાત્રામાં દલિત સમાજના નવ-યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

૬. ભાવનગર : 10 સપ્ટેમ્બર- વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી કરાઇ

વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા 2003થી દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 15મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવ્યો છે.

૭. દોઢ કિલોના કુપોષિત બાળકને બચાવવા માટે રાજ્ય સરકાર ૪૯ હજાર ચૂકવશે

ગુજરાતમાં બાળકોમાં વધુ પ્રમાણમાં કુપોષણ ધરાવતા ૭૯ જેટલા હાઈ પ્રાયોરિટી તાલુકાઓમાં દોઢ કિલો કરતાં ઓછું વજન સાથે જન્મતા બાળકને ખાનગી નિયોનેટલ આઈસીયુમાં દાખલ કરાય તો તેવા બાળકની સારવારના તથા તેની માતા કે અન્ય એક સંબંધીના રહેવા-જમવાનો ખર્ચ પેટે પ્રતિદિન રૂ.




આંતરરાષ્ટ્રીય:-  

૧. દિલ્હી : સુષ્મા સ્વરાજ અને શ્રીલંકાના વિદેશ મંત્રી તિલક મારાપનાની મુલાકાત

દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે શ્રીલંકાના વિદેશ પ્રધાન તિલક મારાપના સાથે મુલાકાત કરી છે. શ્રીલંકાના વિદેશ પ્રધાન શુક્રવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે.


રમત ગમત:-

૧. મેડિસનને હરાવી સ્ટીફેન્સ બની US ઓપન ચેમ્પિયન

સ્લોએન સ્ટીફેન્સે અમેરિકી ઓપન-2017 ની મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. મહિલાઓની ડ્રીમ ફાઇનલમાં બે અમેરિકી ખેલાડીઓ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં 24 વર્ષિય સ્ટીફેન્સ બાજી મારી ગઇ હતી.

૨. INDvsAUS વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઉમેશ અને શમીની વાપસી

રાષ્ટ્રીય પસંદગી સમિતિએ INDvsAUS માટે પહેલી ૩ વનડે માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી લીધી છે. રવિવારે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાએ ઉમેશ યાદવ અને મો. શમીની વાપસી થઇ છે. બંને બોલર આર અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ટીમમાં નથી. અશ્વિન હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં વ્યસ્ત છે. યુવરાજ સિંહને એક વાર ફરી મોકો આપવામાં આવ્યો નથી.



આર્થિક:-    

૧. રાજ્ય સરકારનો નિર્ણય, લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળશે

રાજ્ય સરકારે લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દવાના નવા ઉત્પાદકોને ઉત્પાદન માટે 60 દિવસમાં મંજૂરી આપશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, ગુજરાત તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં દવાના ઉત્પાદકો 60 દિવસમાં લાયસન્સ રિન્યુ કરી આપવામાં આવશે.તો દવાના વેચાણ માટે નવી મંજૂરી માત્ર 30 દિવસમાં આપવામાં આવશે.સરકારના હકારાત્મક નિર્ણયથી પ્રજા અને દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકોને ફાયદો થશે.

૨. કેન્દ્રની મોદી સરકારની મુદ્રા યોજનાથી 5.5 કરોડ નોકરીઓ વધીઃ સ્કૉચ રીપોર્ટ

નવી દિલ્હીઃ નાના ઉદ્યોગકારોને ઈન્સ્ટિટ્યૂશનલ ફાઈનાન્સ પ્રાપ્ત કરાવનારી વડાપ્રધાન મુદ્રા યોજનાએ દેશભરમાં આશરે સાડા પાંચ કરોડ નવા રોજગારનું સર્જન કર્યું છે. આ માહિતી સ્કોચ નામની એક સંસ્થા દ્વારા જાહેર થયેલા એક રીપોર્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે.



અન્ય

૧. #lata લતા મંગેશકર વિશે 25 રોચક વાતો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી.
1. લતા માટે ગાવું એક પૂજા સમાન છે. રેકાર્ડિંગના સમયે એ ખુલ્લા પગે રહે છે.
2. તેના પિતાજી દ્વારા આપેલ તંબૂરાને તેમણે સાચવીને રાખ્યું છે.
3. લતાને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે. વિદેશમાં તેમને ઉતારેલા છાયાચિત્રની પ્રદર્શની પણ લાગી છે.
4. રમતમાં તેને ક્રિકેટનો ખૂબ શોખ છે. ભારતના કોઈ મોટા મેચના દિવસે એ બધા કામ મૂકી મેચ જોવી પસંદ કરે છે.
5. કાગળ પર કઈક લખતા પહેલા એ શ્રીકૃષ્ણ લખે છે.



6. આ વાત થોડી વિચિત્ર છે પણ ખરી છે. હિટ ગીત 'આએગા આને વાલા..' માટે તેને 22 રીટેક આપવા પડ્યા હતા.
7. લતા મંગેશકરની પસંદગીનું ભોજન કોલ્હાપુરી મટન અને તળેલી માછલી છે.
8. ચેખવ ટાલ્સ્ટાય ખલીલ જોબ્રાનનું સાહિત્ય તેને પસંદ છે. એ જ્ઞાનેશવરી અને ગીતા પણ પસંદ કરે છે.
9. કુંદનલાલ શહગલ અને નૂરજહાં તેમના પસંદીદા ગાયક-ગાયિકા છે. શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં લતાને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, મોટા ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે.
10. ગુરૂદત્ત, સત્યજિત રે યશ ચોપડા અને બિમલ રૉયની ફિલ્મો તેને પસંદ છે.
11. તહેવારમાં તેમને દિવાળી ખૂબ પસંદ છે.
12. ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેને કૃષ્ણ મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખૂબ પસંદ છે.
13. પડોસન, ગૉન વિદ દ વિંડ અને ટાઈટેનિક લતાની પસંદગીની ફિલ્મો છે.
14. બીજા પર તરત વિશ્વાસ કરી લેવાની તેમની ટેવએ તેમની નબળાઈ મનાય છે.
15. સ્ટેજ પર ગાતી વખતે તેને પહેલીવાર 25 રૂપિયાનું ઈનામ મળ્યુ હતુ. જેને એ પોતાની પહેલી કમાણી માને છે. અભિનેત્રીના રૂપમાં તેને પહેલીવાર 300 રૂપિયા મળ્યા હતા.



16. ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને એ સંગીતમાં પોતાના ગુરુ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ હતા શ્રીકૃષ્ણ શર્મા.
17. મહાશિવરાત્રિ, શ્રાવણ સોમવાર ઉપરાંત તેઓ ગુરૂવારનું વ્રત પણ રાખે છે.
18. એ મરાઠી ભાષી છે, પણ એ હિંદી બાંગ્લા, તમિલ, સંસ્કૃત ગુજરાતી અને પંજાબી ભાષામાં વાત કરી લે છે.
19. લક્ષ્‍મીકાંત પ્યારેલાલના 686, શંકર જયકિશનના 453 યુગલ ગીત ગાવ્યા. જ્યારે 327 કિશોરની સાથે. મહિલા યુગલ ગીત તેમને સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા છે.
20. ગીતકારમાં તેમને આનંદ બક્ષી દ્વારા લખેલ 700થી વધારે ગીત લતાએ ગાયા છે.
21. વર્ષ 1951માં લતાજીએ સર્વાધિક 225 ગીત ગાયા હતા.
22. આજા રે પરદેશી(મધુમતિ 1958) કહીં દીપ જલે કહીં દિલ (બીસ સાલ બાદ 1962) તુમ્હી મેરે મંદિર(ખાનદા 1965)અને આપ મુઝે અચ્છે લગને લગે (જીને કી રાહ 1969) માટે ફિલ્મફેયર પુરસ્કાર જીત્યા પછી લતાએ આ પુરસ્કારને સ્વીકાર કરવું બંધ કરી દીધું. તેઓ ઈચ્છતા હતા કે નવી ગાયિકાને આ પુરસ્કાર મળે.
23. જ્યારે લતા સાત વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર મુંબઈ આવી ગયો, તેથી તેનો ઉછેર મુંબઈમાં થયો.
24. વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કે કાર્યક્રમમાં લતાએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત 'એ મેરે વતન કે લોગો' ગાયુ હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસૂ આવી ગયા હતા.
25. એ કહેવુ ખોટુ નથી કે હિન્દી સિનેમામાં ગાયકીનુ બીજુ નામ લતા મંગેશકર છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point