અહીંથી તમે તારીખ 0૯-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. BCCIના નવા બંધારણનો મુસદ્દો ૧૧ સપ્ટેમ્બરે સુપ્રીમને
સોંપાશે
ભારતીય ક્રિકેટ બોર્ડ અને તેના સ્ટેટ યુનિટ્સે
લોઢા સમિતિની ભલામણો સ્વીકારવામાં જુદા-જુદા કારણોસર આનાકાની કરવાનું ચાલુ રાખતા
આખરે સુપ્રીમ કોર્ટે બોર્ડનો વહિવટ સંભાળી રહેલી વિનોદ રાયની સમિતિએ બીસીસીઆઇના
નવા બંધારણનો મુસદ્દો તૈયાર કરવા જણાવ્યું હતુ. સુપ્રીમની સૂચના અનુસાર વિનોદ
રાયની સમિતિએ લોઢા સમિતિની ભલામણોને આધારે જ બીસીસીઆઇના નવા બંધારણનો મુસદ્દો લગભગ
તૈયાર કરી દીધો છે અને તેને ૧૧મી સપ્ટેમ્બરે જ સુપ્રીમ કોર્ટમાં સબમીટ કરી દેવાશે
તેમ મનાય છે.
૨. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં યોગી
અને બે નાયબ CM બિન હરીફ ચૂંટાયા
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય પ્રધાન યોગી અને
તેમના બે નાયબ મુખ્ય મંત્રીઓ તેમજ એક અન્ય મંત્રી બિન હરિફ ચૂંટાઇ આવ્યા હતા. ઉપલા
ગૃહમાં ખાલી પડેલી પાંચ બેઠકો માટે અન્ય કોઇએ ઉમેદવારી કરી જ નહતી. યોગીના બે
નાયબો કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા તેમજ સ્વાતંત્રદેવ સિંહએ પેટા-ચૂંટણી
માટે મંગળવારે તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા.
૩. રાજનાથસિંહ
આજથી ચાર દિવસ કાશ્મીરની મુલાકાતે
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ
આજથી ચાર દિવસ કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીની
મુલાકાત લઈને રાજ્યની સ્થિતિનો ક્યાસ મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૦ જુલાઈએ
અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલા બાદ કાશ્મીરનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ
દિલ્હીમાં રાજનાથસિંહની મુલાકાત લીધી હતી.
૪. ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી
માટેની કવાયત શરૂ: આજે Manifesto કમિટીની બેઠક
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી
સંદર્ભે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે ચૂંટણી ઢંઢેરા (Manifesto) સમિતિની બેઠક મળશે. જેમાં આગામી ચૂંટણી અંગે
ક્યાં ક્યાં મુદ્દાઓનો સમાવેશ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
૫. રાજ્યના ૫૬૫ શ્રેષ્ઠ પશુ પાલકોનું
સન્માન કરાશે
રાજયમાં પશુપાલન ક્ષેત્રે સફળ અને શ્રેષ્ઠ
કામગીરી બદલ ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને પશુપાલન મંત્રી બાબુભાઈ બોખિરીયાના હસ્તે
આગામી તા. ૧૧મી સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ ગાંધીનગર ખાતે પુરસ્કાર આપી સન્માનિત કરાશે.
ટાઉન હોલ, ગાંધીનગર ખાતે બપોરે ૨.૦૦ કલાકે યોજાનાર આ
કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ પ્રથમ, દ્ધિતીય અને તૃતિય પુરસ્કાર વિજેતાઓને અનુક્રમે ૨૫,૦૦૦, ૧૫,૦૦૦ અને ૧૦,૦૦૦ જિલ્લાકક્ષાએ પ્રથમ અને દ્ધિતીય પુરસ્કાર
વિજેતાઓને અનુક્રમે ૭,૦૦૦ અને ૫,૦૦૦ તેમજ તાલુકાકક્ષાએ પ્રથમ અને દ્ધિતીય પુરસ્કાર વિજેતાને અનુક્રમે ૫,૦૦૦ અને ૩,૦૦૦ની રકમના પુરસ્કાર આપી સન્માનિત કરાશે. ચાલુ વર્ષે રાજ્યકક્ષાએ ૦૩, જિલ્લાકક્ષાએ-૬૬ તેમજ તાલુકાકક્ષાએ ૪૯૬ એમ કુલ
૫૬૫ પશુપાલકોની શ્રેષ્ઠ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. આ પુરસ્કાર વિતરણ સમારોહમાં
મુખ્ય મહેમાન તરીકે પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પશુપાલન વિભાગના સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, પશુપાલન વિભાગના સચિવ ડાp.એસ, મુરલીક્રિષ્ના સહિત ૪૦૦ જેટલા પ્રગતિશીલ
પશુપાલકો ખાસ ઉપસ્થિત રહેશે તેમ પશુપાલન નિયામક ડો. એજે કાછીઆ પટેલની યાદીમાં
જણાવાયું છે.
૬. પીએમના જન્મદિવસ પર સ્કૂલોમાં
જઈને છાત્રોને Modi ના ‘ન્યુ ઇન્ડિયા’ ના પાઠ ભણાવશે ધારાસભ્ય
વડાપ્રધાન Modi નો જન્મદિવસ આ વખતે ઉત્તર પ્રદેશમાં નવા
અંદાજમાં મનાવવામાં આવશે. આ દિવસે ભાજપ ધારાસભ્ય રાજ્યની પ્રાઈમરી સ્કૂલોમાં જઈને
છાત્રોને મોદીના મિશન અને ન્યુ ઇન્ડિયાનો પાઠ ભણાવશે. ઇટીના સુત્રો અનુસાર, પાર્ટીના એક સીનીયર લીડરે જણાવ્યું કે, પાર્ટીના ધારાસભ્ય છાત્રો વચ્ચે જઈને સમય
વિતાવશે અને તેમને વડાપ્રધાન મોદીની નીતિઓ વિષે જણાવશે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની ૪૦૩ સદસ્યોની વિધાનસભામાં
ભાજપના ૩૧૧ ધારાસભ્ય છે.
૭. ગાંધીનગરમાં જાપાનીઝ શિંજો આબેની
યજમાની કરશે PM મોદી
નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન (PM) શિંજો આબે આગામી તા. ૧૪ સપ્ટેમ્બરે ભારતના
પ્રવાસે આવી રહ્યા છે. ભારતના PM નરેન્દ્ર મોદી દિલ્હીના બદલે ગાંધીનગરમાં જાપાનના પીએમનું સ્વાગત કરશે અને
અહી જ દ્વિપક્ષીય ચર્ચા પણ કરવામાં આવશે.
૮. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી
કેશુભાઈ પટેલના પુત્રનું અમેરિકામાં હાર્ટ એટેકથી મોત
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ
આગેવાન કેશુભાઈ પટેલના દીકરા પ્રવિણ પટેલનું હાર્ટ એટેકના કારણે અમેરિકામાં નિધન
થયું છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. Gujarat
માં
દરિયા કિનારાની સુરક્ષા માટે અમેરીકન સુરક્ષા એજન્સી તાલીમ આપશે
ભારત સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાતના દરિયાઇ
વિસ્તારમાં આતંકવાદી હુમલા અટકાવવા સારૂ અમેરીકન સુરક્ષા એજન્સીની મદદથી Maritime Interdiction of
Terrorism Course (દરિયાઇ આતંકવાદને નાથવા) સપ્ટેમ્બર-૨૦૧૭માં Gujarat માં યોજાનાર છે. જેમાં ગુજરાત સહિત દેશના
સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ કોસ્ટગાર્ડના અધિકારીઓ ભાગ લેશે. ગુજરાત ૧૬૦૦ કિમીનો
દરિયા કિનારો ધરાવે છે ત્યારે ગુજરાતના દરિયા કાંઠાને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા
એજન્સીઓ સતત ખડેપગે રહી ફરજ બજાવી રહી છે. આતંકવાદીઓ પોતાના મનસુબા પાર પાડવા માટે
આધુનિક શસ્ત્રો અને આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને ઘૂષણખોરી કરવા પોતે સજજ હોય
ત્યારે તેનો સામનો કરવા અને તેમને પરાસ્ત કરવા માટે ભારત દેશના દરિયાઇ સુરક્ષાને
લગતી કામગીરી કરતા પોલીસ અધિકારીઓને પ્રથમ વખત આવી તાલીમ અમેરીકન સુરક્ષા એજન્સીઓ
દ્વારા આપવામાં આવશે.
૨. ફ્લૉરિડામાં વિનાશ
પહોંચ્યો નજીક, 50 લાખથી પણ વધુ લોકોને ખાલી કરવાનો આદેશ
ઇરમા ચક્રવાતના કારણે અમેરિકાના પૂર્વ કાંઠે
આવેલા ફ્લોરિડા રાજ્યમાં ઇમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. હવે ઈરમાની પાંચમી
કેટેગરીથી ઘટાડીને ચોથી કેટેગરીનુ ચક્રવાત જાહેર કરવામાં આવ્યુ છે. અમેરિકાના
રાષ્ટ્રીય હવામાન સેવા તરફથી કહેવામાં આવ્યુ છે કે, ફ્લોરિડા પહોંચતા સુધી તો 270 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા
લાગશે. ઈરમાએ કેરેબિયન દ્વિપો પર ભારે તબાહી મચાવી છે, અંદાજે 1.20 કરોડ લોકો ચક્રવાતથી પરેશાન થયા છે.
રમત
ગમત:-
૧. BCCI
એ
ભારતમાં પ્રોફેશ્નલ ક્રિકેટર માટે બુક કરી લોન્ચ
Sept. 9 (CRICKETNMORE) - સુપ્રીમ કોર્ડ દ્રારા નિયુક્સ પ્રશાસકોની
સમીતી(CoA)
એ શુક્રવારે
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)
ની હેંડબુક “100 થિંગ્સ પ્રોફેશનલ ક્રિકેટર મસ્ટ નો” રીલીઝ કરી છે. આ બુક ન્યાયમુર્તી લોઢા સમીતીની
ભલામણોનો એક હિસ્સો છે. બુક લોન્ચ કર્યા બાદ અધિકારીઓએ જણાવ્યું કે “હવે આ દસ્તાવેજ અધિકારીક BCCI ની ક્રિકેટ હૈંડબુક છે.” આ હૈંડબુકમાં દરેક અધ્યાયોના 10 ભાગ છે. જે પ્રોફેશનલ ક્રિકેટથી જોડાયેલું છે.
૨. ઇડન ગાર્ડનમાં કુમાર
સંગાકારા જગમોહન દાલમિયા મેમોરિયલ લેક્ચર આપશે
Sept. 9 (CRICKETNMORE) - શ્રીલંકા ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અને
સ્ટાર ક્રિકેટર કુમાર સંગાકારા નવેમ્બરમાં કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત
અને શ્રીલંકા વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ પહેલા જગમોહન દાલમિયા મેમોરિયલ લેક્ચર આપી
શકે છે. બંગાળ ક્રિકેટ એસોસીએસનના અધ્યક્ષ અને પુર્વ સુકાની સૌરવ ગાંગુલીએ
શુક્રવારે આ વાત અંગેની જાણકારી આપી હતી.
૩. પ્રીમિયર ફુટસાલથી
જોડાઈ Sunny Leone, આ ટીમની બની કો-ઓનર
બોલીવુડ અભિનેત્રી Sunny Leone ફૂટબોલ લીગ ‘પ્રીમિયર ફુટસાલ’ માં કેરલા કોબરાજની કો-ઓનર બની ગઈ છે.
પ્રીમિયર ફૂટસાલે આ વાતની જાણકારી આપી હતી.
સની લિયોન કો-ઓનર હોવાની સાથે-સાથે ટીમની
બ્રાંડ એમ્બેસેડર પણ બની ગઈ છે. પ્રીમિયર ફુટસાલનું બીજી સત્ર ૧૫ સપ્ટેમ્બરથી
મુંબઈમાં શરૂ થશે જયારે ૧૭ સપ્ટેમ્બર સુધી વર્લીના એનએસસીઆઇમાં રમાશે.
૪. ડેલ પાત્રોને હરાવી
નડાલ US ઓપનની ફાઇનલમાં પહોંચ્યો
ન્યૂયોર્કઃ દુનિયાનાે નંબર વન ખેલાડી રાફેલ
નડાલ પોતાના ૧૬મા ગ્રાન્ડ સ્લેમ ખિતાબથી ફક્ત એક ડગલું દૂર છે. સેમિફાઇનલમાં નડાલે
આર્જેન્ટિનાના ૨૪મા ક્રમાંકિત માર્ટિન ડે પાત્રોને ૪-૬, ૬-૦, ૬-૩, ૬-૨થી હરાવીને યુએસ ઓપનની ફાઇનલમાં સ્થાન
મેળવી લીધું છે.
૫. કિંગ્સ ઈલેવન પંજાબ બાદ
હવે પ્રીતિ ઝિંટાએ ખરીદી વધુ એક ક્રિકેટ ટીમ
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયમ લીગની ટીમ
કિંગ્સ ઈલેવન પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિંટા વધુ એક ક્રિકેટ ફ્રેન્ચાઈઝીની માલિક બની
ગઈ છે. પ્રીતિએ આ ટીમ દક્ષિણ આફ્રીકામાં ખરીદી છે. બોલીવુડ અભિનેત્રી પ્રીતિ
ઝિંટાએ દક્ષિણ આફ્રીકાની ટી-20 ગ્લોબલ ટીમમાં સ્ટેલેનબોશ ફ્રેન્ચાઈઝીને ખરીદી છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા
(CSA)એ આ વાતની પુષ્ટી કરી છે.
આર્થિક:-
૧. દેશમાં પ્રથમ વાર મહિલાઓની મિલિટરી પોલીસમાં સીધી ભરતી
નવી દિલ્હી: દેશના સંરક્ષણ મંત્રાલયનો
કાર્યભાર પ્રથમ પૂર્ણકાલીન મહિલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સંભાળ્યાના એક
દિવસ બાદ જ મિલિટરી પોલીસમાં મહિલાઓની ભરતી અને તહેનાતીની જાહેરાત કરવામાં આવી છે.
હવે પ્રથમ વાર એવું થશે કે મહિલાઓની તહેનાતી સેનાના નીચલા સ્તરે કરવામાં આવશે.
અત્યાર સુધી મહિલાઓ સેનામાં ઓફિસર રેન્ક પર તહેનાત કરવામાં આવતી હતી, પરંતુ હવે સિપાઇ તરીકે પ્રથમ વાર મહિલાઓની
ભરતી થશે.
૨. નર્મદા મહોત્સવ પ્રસંગે PMના કાર્યક્રમમાં
ફૂડપેકેટ માટે 75 લાખ ખર્ચાશે
નર્મદા મહોત્સવ પ્રસંગે આગામી તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના ડભોઇ
ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે. આ કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખની લોકો
એકત્ર થનાર છે. કાર્યક્રમમાં વ્યક્તિદીઠ ફૂડપેકેટ-પાણીના રૂા.50 લેખે રૂા.75
લાખ તેમજ વી.વી.આઇ.પી. આમંત્રિતો માટે ભોજન ખર્ચના રૂા.5 લાખનો ખર્ચ થનાર છે.
અન્ય
૧. 11 દિવસની હક્ક રજા કેમ
શરૂ થઇ જાણો રસપ્રદ ઇતિહાસ
આપણે જાણીએ છીએ કે
અંગ્રેજી કેલેન્ડર માસના 11 મહિના 30 કે 31 દિવસના અને
ફેબ્રુઆરી 28 કે 29 દિવસનો હોય છે.પરંતુ ગુગલ સર્ચ કરશો તો
ઈ.સન 1752ના સપ્ટેમ્બર માસના માત્ર 19 દિવસનો ઉલ્લેખ જોવા મળશે. શા માટે 11 દિવસ તે સમયમાં આેછા કરી નાખવામા આવ્યા અને હક્ક રજા 11 દિવસની કેમ હોય છે તે અંગે જાણીતા
ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઈ મહેતાએ રસપ્રદ માહિતી આપી છે.
તેમના જણાવ્યા પ્રમાણે ખગોળશાંમાં કેલેન્ડરનુ ખુબ મહત્વ છે.વર્ષો પહેલા ઇંગ્લંડ દેશમાં જુલિયન કેલેન્ડર ચાલતું હતું.પરંતુ આના અમલી કરણને લીધે સમય અને ખગોળીય ઘટના વચે તાલમેલ જળવાતો નહોતો. આથી Iગ્લંડના ખગોળ અનેે ગણિત શાંી ગ્રેગેરીયને નવું કેલેન્ડર બનાવ્યુ અને ઈ.સન 1752 સપ્ટેમ્બરથી વિશ્વના દેશોમાં સ્વીકારવામાં આવ્યું પરંતુ જુલિયન કેલેન્ડર મુજબ 11 દિવસ વધી જતા હતા આથી સપ્ટેમ્બરની ત્રીજી તારીખ થી 13મી તારીખ ભૂસી નાખવામાં આવી હતી. હવે બધા નોકરિયાતો એ તો 30 દિવસ કામ કરેલ આથી આ 11 દિવસ પેઈડ લીવ -હક્ક રજા ગણી ને પગાર ચુકવવામાં આવેલ અને આમ ત્યારથી એક વરસમાં 11 દિવસની હક્ક રજા આપવાનું શરૂ થયેલ. નોકરીયાતને અનેક પ્રકારની રજાઆે મળે છે.આમાં હક્ક રજાનો ઇતિહાસ આમ બન્યાે છે.
તેમના જણાવ્યા પ્રમાણે ખગોળશાંમાં કેલેન્ડરનુ ખુબ મહત્વ છે.વર્ષો પહેલા ઇંગ્લંડ દેશમાં જુલિયન કેલેન્ડર ચાલતું હતું.પરંતુ આના અમલી કરણને લીધે સમય અને ખગોળીય ઘટના વચે તાલમેલ જળવાતો નહોતો. આથી Iગ્લંડના ખગોળ અનેે ગણિત શાંી ગ્રેગેરીયને નવું કેલેન્ડર બનાવ્યુ અને ઈ.સન 1752 સપ્ટેમ્બરથી વિશ્વના દેશોમાં સ્વીકારવામાં આવ્યું પરંતુ જુલિયન કેલેન્ડર મુજબ 11 દિવસ વધી જતા હતા આથી સપ્ટેમ્બરની ત્રીજી તારીખ થી 13મી તારીખ ભૂસી નાખવામાં આવી હતી. હવે બધા નોકરિયાતો એ તો 30 દિવસ કામ કરેલ આથી આ 11 દિવસ પેઈડ લીવ -હક્ક રજા ગણી ને પગાર ચુકવવામાં આવેલ અને આમ ત્યારથી એક વરસમાં 11 દિવસની હક્ક રજા આપવાનું શરૂ થયેલ. નોકરીયાતને અનેક પ્રકારની રજાઆે મળે છે.આમાં હક્ક રજાનો ઇતિહાસ આમ બન્યાે છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point