Friday, 8 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 09-09-2017

અહીંથી તમે તારીખ ૦૮-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગુજરાતના દરિયાની સલામતી અંગે એફબીઆઈ પોલીસ અધિકારીઓને તાલીમ આપશે

અમેરિકાની જાસૂસી સંસ્થા એફબીઆઈ હવે ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને કોસ્ટલ સિક્યોરિટી અંગે તાલીમ આપવાના છે. અમેરિકાની આ જાસૂસી સંસ્થાએ 20 દિવસ સુધી દરિયાઈ માર્ગે થતી દાણચોરી અને ત્રાસવાદી પ્રવૃત્તિઓને કેવી રીતે અટકાવવી તેની તાલીમ આપવાની તૈયારી દશર્વિી છે. ગુજરાતના દરિયાકાંઠે સમયાંતરે ઘટનાઓ બનતી રહે છે. 1993માં ગુજરાતના કાંઠે જ આરડીએક્સ ઉતર્યું હતું અને તે મુંબઈના બોમ્બ ધડાકામાં વપરાયું હતું. આ જ રીતે 26/11ના હમલામાં પણ પોરબંદર નજીકના દરિયાનો પાકિસ્તાની ત્રાસવાદીઓએ ઉપયોગ કર્યો હતો. છેલ્લે 4800 કરોડના નશીલા પદાર્થો પણ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી જ પકડાયા હતા.

૨. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ગ્રાન્ડ રોડ શો યોજાશે

ગુજરાતની મુલાકાતે આવનાર જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ગ્રાન્ડ રોડ શો યોજાશે. ૧૩મીએ બપોર પછી શિંઝો આબે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં વડાપ્રધાન મોદી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યા પછી બંને દેશના વડાપ્રધાન બંને દેશની શક્તિ અને એકતાનો સંદેશો આપવા રોડ શો યોજશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના અંદાજે ૮ કિલોમીટરના રૂટમાં એક લાખ જેટલા લોકો બંને દેશના વડાપ્રધાનનું અભિવાદન કરશે.

૩. ગુજરાતનું પહેલુ સ્મોકલેશ ગામ "ગણદેવા", પારંપારિક ચૂલાની જગ્યાએ આધુનિક સિલિન્ડર

નવસારીઃ નવસારીના ગણદેવા ગામ ગુજરાતનું પહેલુ સ્મોકલેશ ગામ બન્યું છે. ઓગસ્ટ મહિના સુધી ગણદેવા ગામમાં મહિલાઓને એક કપ ચા બનાવવા માટે પણ ચૂલો સળગાવવો પડતો હતો. આ ચૂલો ફૂંકી-ફૂંકીને મહિલાઓને પોતાના ફેફસા બહાર કાઢી નાખવા પડતા હતાં. ગણદેવી ગામમાં આવી જ રીતે વર્ષોથી રસોઇ બનાવવામાં આવતી હતી. પરંતુ હવે આવું નથી.

૪. ભારત-ચીન બોર્ડર પર દેશનું ગુપ્તચર નેટવર્ક બનશે મજબૂત, સરકારે SSB યોજનાને આપી મંજૂરી

નવી દિલ્હીઃ ભારત-ચીન બોર્ડર પર દેશનું ગુપ્તચર નેટવર્ક આગામી દિવસોમાં વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. સરકારે સીમા જાસૂસી યોજનાને મંજૂરી આપતાં નક્કી કર્યું છે કે સશસ્ત્ર સીમા દળ SSBની નાગરિક શાખાના 2 હજારથી વધુ કર્મચારીઓને IBમાં મોકલવામાં આવશે. સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે કેમ કે આનાથી ડેડ માનવામાં આવતી SSBને નાગરિક શાખાને નવું જીવન મળશે. SSBની નાગરિક શાખાની કુલ 2 હજાર 765 ચોકિઓ આગામી વર્ષમાં IBની કમાનમાં આવશે. જેમાંથી 2 હજાર 39 ચોકિઓ પણ એક્ટિવ છે.

૫. હવાઇ યાત્રાના નવા નિયમો જાહેર, હંગામો કરનારા લોકો પર લાગશે આજીવન બેન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે ઉડાન ભરવા માટે નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂએ આજ યાત્રીઓની સુરક્ષા માટે 'નો ફ્લાઇટ' લિસ્ટ રજૂ કરી દીધું છે. એમને જણાવ્યું કે ફ્લાઇટમાં ખોટો વ્યવહાર કરનાર લોકો પર કાયદાકીય કાર્યવાહી ઉપરાંત આ એક્શન લેવામાં આવશે. આ લિસ્ટને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે. જેમાં વિમાનમાં ખોટો વ્યવહાર કરનારા લોકો પર આજીવન બેન લગાવવામાં આવી શકે છે.

૬. Gujarat ના વિસાવદરમાં સૌની યોજના લીંક-૪ કામોનો શિલાન્યાસ કરાયો

Gujarat ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના મહત્વના કામોનો શિલાન્યાસ કરી કહ્યું કે, સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. હવે, સૌરાષ્ટ્રનો ખેડૂત પાણી વગર નહીં રહે અને વર્ષમાં ત્રણ વખત ખેતીપાક લઇ શકશે.વિસાવદર ખાતે રૂ. ૭૦૦ કરોડના ખર્ચે બનનારી સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના જુનાગઢ જિલ્લાના ૯ ડેમો નર્મદાના પાણીથી ભરવાના કામોનો મુખ્યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કરીને શિલાન્યાસ કર્યો હતો.

૭. સોનિયા ગાંધીનો કમાન્ડો ફૂટપાથ પરથી મૃત હાલતમાં મળ્યો

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના દિલ્હીના ૧૦, જનપથ નિવાસસ્થાનની બહાર તહેનાત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નો કમાન્ડો એકાદ અઠવાડિયાથી લાપતા થઈ જતાં ઇન્વેસ્ટિગેશન એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ૩૧ વર્ષના કમાન્ડો રાકેશકુમારને શોધવા માટે એજન્સીઓ આકાશ-પાતાળ એક કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. મેક્સિકોમાં અનુભવાયો 8.1 તીવ્રતાનો ભૂકંપ, સુનામી એલર્ટ જાહેર કરાયું

મેક્સિકો- અમેરિકના રાજ્ય મેક્સિકોમાં જોરદાર ભૂંકપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.1 માપવામાં આવી છે. ભૂકંપને કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મેક્સિકોમાં ભૂકંપ અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા માટે રસ્તાઓ પર આવી ગયાં હતાં. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ચિયાપાસ રાજ્યથી 165 કિલામીટર દૂર પશ્ચિમમાં અને જમીનથી 35 કિલોમીટર ઉંડે માપવામાં આવ્યુું છે. ભૂકંપ બાદ સરકારે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા એટલી ભયાનક છે કે, સુનામી પણ આવી શકે છે.

૨. પાકિસ્તાનની સૌથી મોટી બેંક પર USનો પ્રતિબંધ, લગાવ્યો 14 હજાર કરોડનો દંડ

નવી દિલ્લી: આતંકી ગતિવિધિયોને પોસતા પાકિસ્તાનને અમેરિકાએ મોટો ફટકો આપ્યો છે. અમેરિકાએ પાકની સૌથી મોટી પ્રાઈવેટ બેંક હબીબ બેંકને ન્યૂયોર્ક સ્થિત તેમની શાખાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બેંક પર ટેરર ફંડિંગના કારણે આ રોક લગાવવામાં આવી છે. એટલુ જ નહી, ન્યૂયોર્ક વિત્ત વિભાગે બેંક પર નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં આશરે 14370 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

રમત ગમત:-

૧. બીજી ટેસ્ટમાં Australia ની શાનદાર વાપસી, બાંગ્લાદેશને ૭ વિકેટથી હરાવ્યું

Australia એ બાંગ્લાદેશને ચિત્તાગોંગ ટેસ્ટમાં ૭ વિકેટથી હરાવી શાનદાર જીત મેળવી લીધી હતી. પ્રવાસની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરનારી મહેમાન ટીમે ગજબની વાપસી કરી અને બીજી ટેસ્ટના ચોથા દિવસે જ જીત મેળવી લીધી હતી. તેની સાથે બે ટેસ્ટ મેચની સીરીઝ ૧-૧ થી બરાબરી પર રહી હતી. ગુરૂવારે સ્ટીવન સ્મિથની કેપ્ટનશીપમાં કાંગારૂ ટીમને જીત માટે ૮૬ રનનો ટાર્ગેટ ૩ વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ઢાકામાં સીરીઝની પ્રથમ ટેસ્ટ યજમાન ટીમે ૨૦ રનથી જીતી હતી. ટેસ્ટનો દરજ્જો મેળવ્યા બાદ ૧૭ વર્ષ બાદ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા સામે જીતી શક્યું હતું.

૨. ભારત ICC ટેસ્ટ રેન્કિંગમાં TOP પર, ઑસ્ટ્રેલિયા 5માં ક્રમે ખસ્ક્યું

ગુરુવારે નવું ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું, જેમાં ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝને સમાપ્ત થયા પછી ICC નવું રેન્કિંગ જાહેર કર્યુ છે.
શ્રીલંકામાં ટેસ્ટ સીરિઝમાં 3-0થી હરાવ્યા પછી ભારતના કુલ 125 પોઇન્ટ છે, તે પહેલા ક્રમે યથાવત્ છે.ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને 110 રેટિંગ પોઇન્ટ્સ સાથે દક્ષિણ આફ્રિકા અને ત્રીજા સ્થાને105 રેટિંગ પોઇન્ટ્સ સાથે ઇંગ્લેન્ડની ટીમ છે. રેન્કિંગમાં ચોથા સ્થાને ન્યૂ ઝીલેન્ડની ટીમ છે.

૩. કવિતા દેવી બન્યા પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ

WWEની વાત આવે ત્યારે સૌપ્રથમ આપણે ધ ગ્રેટ ખલીને જ યાદ કરીએ છે. ખલી ભલે હાલ WWEમાં સક્રિય ન હોય પણ તેના સ્ટુડન્ટ્સ રિંગમાં ધમાણ મચાવી રહ્યાં છે. ટીચર્સ-ડેના રોજ અમે તમારી સમક્ષ ભારતની પૂર્વ વેઈટલિફ્ટર અને ખલીની સ્ટુડન્ટ કવિતા દેવી વિશે જણાવી રહ્યાં છીએ. જેણે તાજેતરમાં જ સલવાર સૂટમાં WWEમાં પોતાની પ્રથમ ફાઈટ ન્યૂઝીલેન્ડની ડકોટા કાઈ સામે લડી હતી. WWEએ રિલીઝ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખલીની આ સ્ટુડન્ટ WWEમાં ફાઈટ લડનારી પ્રથમ ભારતીય લેડી રેસલર બની ગઈ છે. આ જ કારણે પોતાની પ્રથમ ફાઈટમાં હાર બાદ પણ કવિતાએ ઈતિહાસ રચ્યો હતો.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. સિરસા ડેરામાં આજથી સર્ચ ઓપરેશન, પેરામિલિટ્રીની 41 કંપનીઓ તહેનાત

સિરસા:પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશને પગલે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આજથી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ગુરુવારે કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનર એ.કે. પંવાર સિરસા પહોંચ્યા હતા. તપાસમાં 100 બેન્ક કર્મચારીઓને પણ સામેલ કરાયા છે. સર્ચ ઓપરેશનની તૈયારી માટે ગુરુવારે 2 કલાક બેઠક યોજાઈ હતી. જ્યાં સુધી ઓપરેશન ચાલશે ત્યાં સુધી કર્ફ્યુમાં ઢીલ નહીં આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે રામ રહીમને બે કેસમાં મળીને 20 વર્ષની સજા સંભળાવી હતી.

૨. દેશભરમાં ગુજરાત બનશે પ્રથમ સીસીટીવી સુસજ્જ રાજ્ય, 7463 કેમેરા રાખશે નજર

ગાંધીનગર-રાજ્યSafe & Secure Gujarat પ્રોજેક્ટ હેઠળ રાજ્યના ૩૪ શહેરો- જિલ્લા મથકોએ અને ૦૬ ધાર્મિક સ્થળો એમ કુલ ૪૦ શહેરોને સીસીટીવી સુવિધાથી સજ્જ કરવાનો રાજ્ય સરકારે પ્રજા સુરક્ષાલક્ષી નિર્ણય કર્યો છે. રૂા. ૨૪૫ કરોડનો પાંચ સપ્ટેમ્બરે LoI (Letter of Intent) અપાયો છે. આ પ્રોજેકટનું મહત્વ એટલા માટે છે કે, અત્યાર સુધી દેશના અમુક જ રાજ્યો દ્વારા કેટલાક અગત્યના શહેરોને સીસીટીવી કવરેજ નીચે આવરી લેવાય છે. પરંતુ ભારતમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મુખ્ય મથકોને સીસીટીવી કવરેજ નીચે SASGUJ (Safe and Secure Gujarat) પ્રોજેકટ હેઠળ આવરી લેવાયા છે. રાજ્યમાં આ ૪૦ સ્થળોએ ૭૪૬૩ કેમેરા લગાડાશે
આ સમગ્ર પ્રોજેકટ સમયબદ્ધ રીતે પૂર્ણ કરાશે. આ અંગેનો POC (Proof of Concept) ૫ જિલ્લા મથકોએ આગામી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેકટમાં કુલ-૭,૪૬૩ કેમેરા લગાવવામાં આવશે, જેમાં ૪,૧૬૧ ફિક્સ કેમેરા, ૨૦૦૫ ANPR (Automatic Number Plate Recognization) કેમેરા, ૧૨૫ RLVD (Red Light Violation Detection) કેમેરા, ,૧૭૨ PTZ (Pan Tint Zoom) કેમેરા લગાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેકટનું જમા પાસું એ છે કે, આ કેમેરા સર્વેલન્સ અને ટ્રાફિક સંચાલનનો મુખ્ય હેતુ સિદ્ધ કરવા માટે લગાવવામાં આવી રહ્યાં છે. આથી અગત્યના સ્થળોએ દરેક લેન દીઠ એક કેમેરા રહેશે, જેથી વાહનો ઓળખવામાં ઘણી સરળતા રહેશે. જેને લઇને લાંબાગાળે ટ્રાફિકમાં શિસ્ત આવશે, અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને ટ્રાફિક નિયમન સરળતાથી થઇ શકશે.
રાજ્યના ૬ ધાર્મિક સ્થળોના સમગ્ર શહેરી વિસ્તારને સીસીટીવી કવરેજ નીચે આવરી લેવામાં આવનાર છે. અત્યાર સુધી માત્ર મંદિર વિસ્તારને જ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ઠ દ્વારા સીસીટીવી કવરેજ નીચે આવરી લેવાયો છે, પરંતુ આ ૬ ધાર્મિક સ્થળોની એન્ટ્રી-એક્ઝીટથી લઇને સમગ્ર શહેરી વિસ્તારને આવરી લેવાથી ધાર્મિક સ્થળોએ વાર-તહેવારે ભરાતા મેળાવડામાં ભીડનું સુચારૂ રૂપે સંચાલન થઇ શકશે. આ ઉપરાંત આ જ સુવિધાઓનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્‍તારની નાગરિક સુવિધાઓની સુચારૂ સેવા આપવામાં





અન્ય

૧. Rahul Gandhi આજે મહારાષ્ટ્રના પ્રવાસે, નાંદેડના ખેડૂતોનો ઉઠાવશે અવાજ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi આજે મહારાષ્ટ્રના પ્રવાસ પર જઈ રહ્યા છે. રાહુલ મરાઠાવાડા ક્ષેત્રના નાંદેડ અને પરભાની જીલ્લાનો પ્રવાસ કરશે. તે પહેલા નાંદેડ પહોચશે, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ત્યારબાદ તે પરભાનીના કેટલાક ગામનો પ્રવાસ કરશે. રાહુલ પરભાનીમાં એક ખેડૂતોની રેલીને પણ સંબોધિત કરશે. તે મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં ઋણ માફી અને ખેડૂતોની આત્મહત્યાને લઈને અવાજ ઉઠાવશે.

૨. Happy birthday- 84ની થઈ આશા ભોંસલે , 16 વર્ષની ઉમરમાં મૂક્યૂ ઘર પ્યાર માટે

હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીની મશહૂર સિંગરા આશા ભોંસલે 84 વર્ષની થઈ ગઈ છે. જાદુઈ આવાજની માલકિન આશા ભોંસલે અત્યાર સુધી 16 હજાર ગીત ગાવ્યા છે. 8 સિતંબર 1933માં જન્મી આશા ભો6સલેના પિતા પંડિત દીનાનાથ મંગેશકર મશહૂર સિંગર હતા. માત્ર 9 વર્ષમાં આશાના માથાથી પિતાના સાયો ઉપડી ગયા. અને પરિવારની જવાબદારી ઉઠાડવા માટે આશા અને એમની મોટી બહેન લતા મંગેશકરે ફિલ્મોમાં એકટિંગ કરવા શરૂ કર્યા. 16 વર્ષની ઉમરમાં આશાએ પરિવારની રજા વગર લગ્ન કરી લીધા.

-પ્રશાંત ભટ્ટ
Educational Point