Thursday, 7 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 08-09-2017

અહીંથી તમે તારીખ ૦૭-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. કશ્મીર માટે એકતાને ઉત્તેજન આપતી લઘુ ફિલ્મમાં અમિતાભ, હેમાએ યોગદાન આપ્યું

મુંબઈ  બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પીઢ અભિનેત્રી તથા સંસદસભ્ય હેમા માલિનીએ વાદી-એ-કશ્મીરનામની એક લઘુ ફિલ્મમાં ટચૂકડી ભૂમિકા અદા કરીને પોતાનું યોગદાન આપ્યું છે. આ ફિલ્મનો ઉદ્દેશ્ય કશ્મીર સાથે એકતાના સંદેશનો ફેલાવો કરવાનો છે.
હેમાએ પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે, એક ભારતીય તરીકે આ ફિલ્મ કશ્મીર સુધી પહોંચવા અને ખીણપ્રદેશમાં વસતાં આપણા ભાઈ-બહેનોનાં દિલને સ્પર્શ કરવાનો મારો એક પ્રયાસ છે.
કશ્મીર ખીણપ્રદેશના રહેવાસીઓ તથા ત્યાંના કુદરતી સૌંદર્યને દર્શાવતી વાદી-એ-કશ્મીરફિલ્મની પ્રસ્તુતકર્તા છે કેન્ટ આર.ઓ. સિસ્ટમ્સ લિમિટેડ.

૨. બ્લૂ વ્હેલ ગેમવિરુદ્ધ જાગૃતિ લાવવા સાયબર સુરક્ષા કવચકાર્યક્રમની શરૂઆત કરાઇ

બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઈ રહેલી બ્લૂ વ્હેલ ગેમ પર સરકાર હમેશા માટે પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. ત્યારે રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા કવચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
ગાંધીનરમાં આયોજિત એક સેમિનારમાં સાયબર ક્રાઈમ અને બ્લૂ વ્હેલ ગેમના જોખમ અંગે માહિતી આપવામાં આવી હતી. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે બ્લૂ વહેલ ગેમ પર પ્રતિબંધ મુકવો અશક્ય છે.

૩. બુલેટ ટ્રેન- 12 સ્ટેશન થઇ પહોચશે મુંબઈ, સમુદ્રમાં 7 કિમી લાંબી ટનલ

અમદાવાદ-વડાપ્રધાનનરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજનાની કામગીરી વિધિવતપણે શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જાપાનના સહકારથી શરૂ કરાયેલી આ યોજનાને ભારત અને જાપાનના વડાપ્રધાન સંયુક્તપણે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અમદાવાદમાં શરૂ કરશે. હાલ આ કામગીરી શરૂ કરવા માટે બન્ને દેશ દ્વારા 14 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
પ્રોજેક્ટ 2023 સુધીમાં 1.10 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સંપન્ન

૪. મુકેશ અંબાણીનું નવું સાહસ, વડોદરાના પટેલની કંપની કરશે હસ્તગત

વડોદરા શહેરની કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટસ લિ.ની અસ્ક્યામતો (એસેટ્સ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હસ્તગત કરી છે. કેમરોક ઇન્ડસ્ટ્રીઝના આસોજ ખાતે આવેલા પ્લાન્ટ અને મશીનરી તથા વડોદરામાં રેસકોર્સ ખાતેના મેઘધનુષ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ઓફિસને ટાંચમાં લેવામાં આવી હતી. આ અસ્ક્યામતોનું ઇ-ઓક્શન ગત તા.૩૦મીના રોજ થયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની યાદી જણાવે છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિ.એ કેમરોક લિ.ની વેચવા - નિકાલ કરવા ૧૧ બેંકોના કોર્ન્સ્ટોટિયમનું વડપણ ધરાવતી અલ્હાબાદ બેંક દ્વારા યોજવામાં આવેલી ઇ-બિડિંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને તેમાં વિજેતા જાહેર થઈ હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કાર્બન ફાઇબર - એફઆરપી (ફાયબર રેનફોર્સમેન્ટ કોમ્પોઝિટ મટિરિયલ્સ)ના બિઝનેસમાં પ્રવેશવા માટે અને ભારતમાં વિશાળ અને વૃદ્ધિ પામતાં બજારમાં અગ્રણીસ્થાન મેળવવાના હેતુથી આ ઓનલાઇન હરાજીમાં ભાગ લીધો હતો.

૫. જિયોનો રેકોર્ડ, ગ્રાહકોની સંખ્યા 13 કરોડને પાર: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોએ એક જ વર્ષમાં દેશ અને વૈશ્વિક સ્તરે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમાં ગ્રાહકોની સંખ્યા 13 કરોડને પાર થઇ ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જિયોના કર્મચારીને મોકલેલા એક પત્રમાં આ અંગેની જાણકારી આપી છે.

૬. ડ્રાઈવિંગ લાઈસન્સ માટેનું ફોર્મ હવે ઓનલાઈન જ ભરવું પડશે

અમદાવાદ: અમદાવાદ આરટીઓમાં હવે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટેની તમામ પ્રક્રિયા સોમવારથી ફરજિયાત પણે ઓનલાઇન થશે લર્નિંગ લાઇસન્સ મેળવવા માગતા ઉમેદવારે હવે માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જ નહીં, પરંતુ એપ્લિકેશન ફોર્મ પણ ઓનલાઇન ભરવું પડશે અને સાથે ઓળખના પુરાવા, રહેઠાણના પુરાવા સહિતના જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને ઓનલાઇન અપલોડ કરવા પડશે, જોકે આ સિસ્ટમથી ઉમેદવારને મેન્યુઅલી ફોર્મ ભરવા નહીં પડે પરંતુ જેમને કમ્પ્યૂટરનંું જ્ઞાન નથી તેમણે ફરજિયાતપણે એજન્ટની મદદ લેવી પડશે, એટલું જ નહીં સિસ્ટમ કાર્યરત થતાં જ છેલ્લા એક સપ્તાહ દરમ્યાનની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ રદ થશે એવા ઉમેદવારોએ નવેસરથી તમામ કાર્યવાહી ફરી કરવી પડશે.

૭. 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ: અબુ સાલેમને આજીવન કેદ, તાહિર-ફિરોઝને ફાંસીની સજા

મુંબઇઃ 1993ના સીરિયલ બોંબ બ્લાસ્ટના દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી.  અબુ સાલેમને આજીવન કેદની સજા સંભળાવમાં આવી છે અને સાથે બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  જ્યારે તેના સાગરીત કરીમુલ્લાહ ખાનને પણ આજીવન સજા અને 2 લાખનો દંડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રિયાઝ સિદ્દીકીને 10 વર્ષની સજા કોર્ટે સંભળાવી હતી. તાહિરને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.  તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.




આંતરરાષ્ટ્રીય:-  

૧. 2040 સુધી ક્રૂડ ઑઇલ અને ગેસના ઉત્પાદન પર પ્રતિબંધ લાવશે ફ્રાન્સ

ભારત સહિત કેટલાંય દેશ હાલ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ઓછો કરવાની પધ્ધતિઓ પર વિચાર કરી રહ્યાં છે, ત્યારે ફ્રાન્સે 2040 સુધીમાં ક્રૂડ ઑઇલ અને કુદરતી ગેસના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લીધી છે. આ અંગે બુધવારના રોજ ફ્રાન્સની સંસદમાં બીલ રજૂ કરાયું. ન્યૂઝ એજન્સી એપીને મળેલી બીલની કોપી મુજબ ડ્રાફ્ટ ડ્રિલિંગ પરમિટ્સને રિન્યુ કરાશે નહીં.
ફ્રાન્સ સરકારનો દાવો છે કે દુનિયામાં કોઇપણ દેશની તરફથી મૂકવામાં આવેલો પોતાની તરફથી આ પહેલો પ્રતિબંધ છે. જોકે સરકારનો આ નિર્ણય પ્રતિકાત્મક રીતે જ મહત્વપૂર્ણ છે. પરંતુ હકીકતમાં જોવા જાઓ તો તેની કંઇ ખાસ અસર થશે નહીં. તેનું એક કારણ એ છે કે ફ્રાન્સમાં તેની જરૂરિયાતના 1% જ ઑઇલ અને ગેસનું ઉત્પાદન થાય છે. બાકીનું અંદાજે 99% ઑઇલ તો આયાત જ થાય છે.
ક્રૂડ તેલ અને કુદરતી ગેસના ઉત્પાદન પર આ પ્રતિબંધ ફ્રાન્સની એ રણનીતિનો હિસ્સો છે જેના અંતર્ગત તે દેશની ઇકૉનોમી પર આયાત થનાર બોજને ઓછો કરવાની કોશિષમાં છે. આ સિવાય ફ્રાન્સ સરકાર પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની અંતર્ગત ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે લીધેલ આ અગત્યનું પગલું મનાય છે.

૨. PM મોદીએ મ્યાંમારના કાળી મંદિરમાં કરી પૂજા, બહાદુર શાહ ઝફરની લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની મુલાકાતના ત્રીજા દિવસે મંદિર અને મજારની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ યાંગૂનમાં શ્વેદાગોન પેગોડાની મુલાકાત લીધી. 2500 વર્ષ જુના શ્લેદાગોન પૌગોડા મ્યામારની સાંસ્કૃતિક વિરાસતનું મહત્વપૂર્ણ અંગ છે. બૌદ્ધ પેગોડામાં મોદીએ બોધી વૃક્ષનું વૃક્ષારોપણ કર્યુ હતું.
જે બાદ પીએમ મેદી કાલીબાડી મંદિરે ગયા હતા. અને ત્યાં કાળીમાતાને ચૂંદડી અર્પણ કરી હતી અને વિશેષ પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ ત્યાં સ્થાનિકો અને દર્શનાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. જે બાદ મોદી એ બાદશાહ બહાદુર શાહ ઝફરની મજાર પર ગયા હતા. જ્યાં તેમણે મજાર પર ફૂલો અર્પણ કર્યા.અત્તર છાંટ્યું હતું.
આ સિવાય પીએમ મોદી જનરલ આંગ સાન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ સમયે સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચી પણ સાથે જોવા મળ્યા અને મોદીને માહિતગાર કર્યા હતા.

૩. Johnson&Johnson કંપની હવે પિતા બનનાર કર્મચારીને આપશે બે મહિનાની રજા

જૉનસન એંડ જૉનસન ઈંડિયાએ બુધવરે પોતાના કર્મચારીઓ માટે પેટરનિટી લીવની જાહેરાત કરી છે. પેટરનિટી લીવ નીતિ હેઠ્ળ નવા પિતાઓ કે બાળકોને દત્તક લેનારા પિતાઓ માટે કંપનીએ આઠ અઠવાડિયાનો પિતૃત્વ અવકાશ આપવાની જાહેરાત કરી છે.
આ નીતિ હેઠળ કંપની એવા પિતાઓના બાળકોના જન્મના પ્રથમ વર્ષ કે દત્તક લેનારા પહેલા વર્ષના દરમિયાન આઠ અઠવાડિયાઓ પિતૃત્વ અવકાશ આપશે. આ માટે કર્મચારીઓને પેડ લીવ મતલબ પુરૂ વેતન આપવામાં આવશે.

રમત ગમત:-

૧. ફૂટબોલ: ભારતે મકાઉને 2-0થી હરાવ્યું

સ્ટ્રાઇકર બળવંતસિંહ દ્વારા બીજા હાફમાં કરવામાં આવેલા બે શાનદાર ગોલની મદદથી ભારતે યજમાન મકાઉને 2-0થી હરાવી 2019 એએફસી એશિયન કપ ક્લાલિફાઇંગ રાઉન્ડની ગ્રુપ મેચમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે.

૨. ભારતે ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી સ્થાપ્યા અનેક કિર્તીમાનો

ભારતે ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના 171 રનના પડકારને ભારતે 3 વિકેટ ગુમાવી 19.2 ઓવરમાં જીતી લીધો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ આક્રમક 82 રન અને મનિષ પાંડેએ 51* રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકા પ્રવાસને 9-0થી પૂર્ણ કર્યો હતો. ભારતે આ પહેલા ટેસ્ટ (3-0) અને વન ડે (5-0)થી શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યો હતો.ભારતે આ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તે વિદેશી ધરતી પર એક શ્રેણીમાં સતત 9 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઇ છે.



આર્થિક:-    

૧. દેશની 22 ટકા સંપત્તિ પર માત્ર 1 ટકા શ્રીમંતો કબજો છે! 1922નો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ 1922ની તુલનામાં સૌથી વધારે છે. સમગ્ર દેશમાં 1 ટકા અમીરો પાસે દેશની કુલ 22 ટકા સંપત્તિ છે. અર્થશાસ્ત્રી થોમસ પીકેટ્ટી અને લુકસ ચાંસેલ દ્વારા જારી એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
અન્ય
-પ્રશાંત ભટ્ટ
Educational Point