Wednesday, 6 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 07-09-2017

અહીંથી તમે તારીખ ૦૬-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. અમિત શાહ અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ, યુવા મોરચા દ્વારા કોલેજોમાં આમંત્રણ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગામી સંવાદ કાર્યક્રમને લઇને અમદાવાદમાં અડીખમ કર્ણાવતીના સ્લોગન સાથે તમામ કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રણ અપવામાં આવ્યુ છે. 10 ઓકટોબરે અમિતશાહ વિદ્યાર્થીનીઓ સાથે ટેકનોલોજી દ્વારા એકજ સ્થળેથી એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સંવાદ કરશે.

૨. પરિણીતિ ચોપડા બની ઓસ્ટ્રેલિયા પર્યટનની પ્રથમ ભારતીય મહિલા એમ્બેસેડર

બોલીવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડા ઓસ્ટ્રેલિયા પર્યટન માટે કામ કરનાર પ્રથમ ભારતીય એમ્બેસેડર બની છે. ટૂરિઝમ ઓસ્ટ્રેલિયાના એક નિવેદન અનુસાર, ઓસ્ટ્રેલિયા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પરિણીતિ ચોપડાને ઓસ્ટ્રેલિયાના મહા વાણિજયદૂત ટોની હ્યૂબરે ફ્રેન્ડ ઓફ ઓસ્ટ્રેલિયા બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, પરિણીતિ ફ્રેન્ડ ઓફ ઓસ્ટ્રેલિયાનો ભાગ બનનાર પ્રથમ ભારતીય મહિલા એમ્બેસેડર હશે. પરિણીતી પહેલા જાણીતા શેફ સંજીવ કપૂર અને ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેને પણ ભારતીયોને ઓસ્ટ્રેલિયા ફરવા જવા માટે પ્રોત્સાહિત કરવાની આ ભૂમિકાને નિભાવી ચૂક્યા છે. પોતાની નવી ભૂમિકામાં પરિણીતિ ઓસ્ટ્રેલિયાના એક પર્યટન સ્થળના રૂપમાં પ્રચાર કરશે.

ધો.9થી 12ની વાર્ષિક પરીક્ષા પાછી ઠેલવા બોર્ડનો નિર્ણય

સમગ્ર રાજ્યમાં ધો.9થી 12ની વાર્ષિક પરીક્ષાઓના શેડયુલમાં બોર્ડે એકાએક ફેરફાર કર્યો છે અને હવે તા.14થી તા.22 સપ્ટેમ્બરના બદલે નવા શેડયુલ મુજબ તા.3થી તા.13 ઓકટોબર દરમિયાન ધો.9થી 12ની વાર્ષિક પરીક્ષા લેવાની સૂચના બોર્ડના સચિવ આર.આઈ. પટેલે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આપ્યો છે.
આ અંગે ખાસ પ્રસિધ્ધ કરાયેલા પરિપત્રમાં જણાવાયા મુજબ વર્ષ 2017-18ના શૈક્ષણિક કેલેન્ડરમાં મંજૂર કરાયેલા શેડયુલ મુજબ શાળાઓમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.14થી તા.22 સપ્ટેમ્બર દરમિયાન લેવાનાર હતી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્યને વિપરીત અસર પડી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ધો.9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાના શેડયુલમાં ફેરફાર કરવાની રજૂઆત બોર્ડ સમક્ષ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરથી વિજય રૂપાણીના હસ્તે નર્મદા યાત્રા શરૂ કરાઇ

બુધવારના રોજ સુરેન્દ્રનગર ખાતે માં નર્મદા યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે માં નર્મદા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા ગુજરાતના ઘણા ગામોમાં ફરીને માં નર્મદાની ઉપલ્બધીઓ વિશે લોકોને સમજાવવામાં આવશે. આ પ્રસંગે વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમ કોંગ્રેસના સમયમાં અસ્તિત્વમાં આવ્યો હતો. જેનો લાભ જનતાને મેળવો જોઈએ તો હતો પણ કોંગ્રેસે નર્મદાનું કામ અટકાવીને ગુજરાતનો વિકાસને અટકાવી રાખ્યો હતો. નર્મદાના પાણીના લીધે ગુજરાત માટે દુષ્કાળ ભૂતકાળ બની જશે. સરદાર પટેલનું સપનું નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે. પાણીના આભાવે થતી હિજરત હવે બંધ થશે અને નર્મદાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળશે.

કર્ણાટકના વરિષ્ઠ પત્રકાર શ્રીમતી ગૌરી લંકેશ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવીને હત્યા

કર્ણાટકના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગૌરીલંકેશની બેંગ્લુરુ ખાતે તેના રાજરાજેશ્વરી નાગર ખાતેના નિવાસ સ્થાન નજીક ગોળીમારી હત્યા કરવામાં આવી છે. મંગળવારે રાત્રે આ ઘટના બની હતી.
ગૌરી રાત્રે 8.25 કલાકે પોતાના ઘરના દરવાજે ઊભા હતા ત્યારે ત્રણ લોકો મોટરસાઈકલ ઉપર આવ્યા હતા. ત્રણેય હુમલાખોરોએ તેમના ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. ગૌરીને ગળા અને છાતીના ભાગે ગોળીઓ વાગી હતી જેના કારણે તેમનું મોત થયું હતું.
શહેરના પોલીસ કમિશનર ટી. સુનીલ કુમારે જણાવ્યું હતું કે, ગૌરી લંકેશની હત્યા થઈ છે. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તથા હત્યારાઓની શોધ કરવામાં આવી રહી છે. લંકેશના ભાઈ ઈન્દ્રજીતે કહ્યું કે, આ કેસની તપાસ સીબીઆઈને હેન્ડઓવર કરવી જોઈએ.


આંતરરાષ્ટ્રીય:-  

૧. ટ્રમ્પના નવા ફતવાને કારણે હજારો ગુજરાતીઓને અમેરિકામાંથી તગેડી મૂકાશે, જાણો વિગત

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ગેરકાયદેસર રહેતા અંદાજે 8 લાખ લોકોને ઘરભેગા કરી દેવામાં આવશે જેમાં સાત હજાર ભારતીયોને સમાવેશ થાય છે. આ સતાવાર આંકડાઓ છે જ્યારે એક બિનસતાવાર આંકડાઓ અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની સંખ્યા 12 હજાર કરતા પણ વધુ છે. ટ્રમ્પના આ નિર્ણયથી અંદાજે ગેરકાયદેસર રહેતા ત્રણ હજાર ગુજરાતીઓને પણ અમેરિકામાંથી તગેડી મુકવામાં આવે તેવી સંભાવના છે.

રમત ગમત:-

૧. પ્લિસ્કોવા-નડાલ ક્વાર્ટર ફાઇનલમાં

પુરુષ અને મહિલા સિંગલ્સના નંબર વન ખેલાડી રફેલ નડાલ તથા કેરોલિના પ્લિસ્કોવાએ યુએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે મહિલા વિભાગમાં અમેરિકાની મેડીસન કેઇસે ચોથી ક્રમાંકિત યૂક્રેઇનની એલિના સ્વિતોલિનાને બહાર કરી અપસેટ સર્જયો હતો.

૨. શ્રીલંકા પ્રવાસ ગયેલી Team Indiaના એક ખેલાડીનું મોત

શ્રીલંકામાં ભારતીય અન્ડર-17 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા એક 12 વર્ષના યુવા ક્રિકેટરનું મોત નિપજ્યું છે.
શ્રીલંકામાં અન્ડર-17 ટૂર્નામેન્ટ રમવા માટે ભારતીય ટીમ ગઇ હતી ત્યારે મંગળવારે એક ભારતીય યુવા ક્રિકેટર પોતાના અન્ય 3 સાથીઓની સાથે પમુનુગુમા સ્થિત હોટલમાં આવેલા સ્વિમિંગ પુલમાં નહાવા માટે ગયો હતો. જ્યાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું.
સાથીઓએ તેને પાણીમાંથી બહાર નીકાળી સારવાર માટે હોસ્પિટલમાંલઇ ગયા હત પરંતુ, ત્યાં સુધી તો તેનું મોતથઇ ચૂક્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ યુવા ક્રિકેટ ગુજરાતનો રહેવાસી છે. અન્ડર-17 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સામેલ થનાર આ ક્રિકેટર શ્રીલંકાના પ્રવાસે
ગયો હતો. તેની સાથે ટીમના 19 સભ્યો પણ હતા. પોલીસે હાલ તો આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.




આર્થિક:-    

૧. મ્યાનમાર પહોંચેલા મોદીએ કર્યાં 11 મહત્ત્વના કરાર

ભારતના પીએમ મોદીની મ્યાનમાર મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે 11 મહત્ત્વના કરાર કરવામાં આવ્યા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કીની હાજરીમાં દરિયાઈ સુરક્ષાસહયોગ વધારવા, દ્વિપક્ષીય વેપાર વધારવા, શિપિંગ ક્ષેત્રે વિવિધ માહિતી પૂરી પાડવા, મ્યાનમારમાં રાષ્ટ્રીય સ્તરનું ચૂંટણી પંચ રચવા, ૨૦૨૦ સુધી બંને દેશોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા, બંને દેશની પ્રેસકાઉન્સિલ વચ્ચે સહયોગ વધારવા, આઈટી સ્કિલ વધારવા સેન્ટર સ્થાપવા, મેડિકલ પ્રોડક્ટ
નિયમન માટે સહયોગ સાધવા, મહિલા પોલીસને તાલીમ માટે સહયોગ વધારવા કરાર કર્યા હતા. ભારતે મ્યાનમારની કુદરતી સંસાધનો અને ખનિજ સંપત્તિનો લાભ લેવા માટે વેપાર વધારવા તૈયારી દર્શાવી હતી, જેથી સાઉથ એશિયામાં ચીનનું પ્રભુત્વ ઓછું કરી શકાય.
હાલ બંને દેશો વચ્ચે ૨.૨ અબજ ડોલરનો વેપાર કરવામાં આવે છે તેને વધારવા બંને દેશોએ સંમતિ દર્શાવી હતી. ભારતે તાજેતરમાં મ્યાનમારમાં ટેન્કરો મારફતે હાઈસ્પીડ ડીઝલની નિકાસ કરવાનું શરૃ કર્યું હતું.

ગુજરાત સરકાર અને વિશ્વખ્યાત કંપની ગૂગલ ઇન્ડિયા વચ્ચે થયાં MoU

ગાંધીનગરમુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વખ્યાત કંપની ગૂગલ ઈન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.
MoU ગૂગલ ઇન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેકટર ચેતન ક્રિષ્ણાસ્વામી તથા મુખ્ય સચીવ ડૉ.. જે.એન.સિંહ, તેમ જ પ્રવાસન, શ્રમ-રોજગાર, ઉચ્ચશિક્ષણ, ગ્રામ વિકાસ અને સાયન્સ ટેકનોલોજીના અગ્રસચીવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયાં હતાં.
MoU અન્વયે ગ્રામીણ મહિલાઓને ડિજિટલ વિશ્વથી માહિતગાર કરવા ગૂગલ ઈન્ડિયા ગુજરાત સરકાર સાથે મળીને પ્રયાસ કરશે. ગૂગલ ઈન્ડિયા ઈન્ટરનેટ સાથીકાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને બાળકોને રોજિંદા જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ પૂરી પાડશે.

અન્ય

પુત્રીના મૃત્યુ બાદ આ PAK ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટને આપી દીધી તિલાંજલી

વનડે ઈતિહાસમાં 12 વર્ષ સુધી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ રાખનાર સઈદ અનવર આજે (6 સપ્ટેમ્બર) 49 વર્ષના થઈ ગયા છે. પાકિસ્તાનના આ ઓપનર બેટ્સમેને 1997માં ભારત વિરૂદ્ધ ચેન્નઈમાં 194 રન બનાવ્યા, જે ત્યારે વનડેની સૌથી મોટી ઈનિંગ રહી હતી.
2009માં જિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીએ અણનમ 194 રનોની ઈનિંગ રમીને આ જાદૂઈ આંકડાઓની બરાબરી કરી હતી. પરંતુ તેના ત્રણ વર્ષ બાદ સચિન તેંડૂલકરે અણનમ 200 રનોની ઐતિહાસિક ઈનિંગ રમીને રેકોર્ડબુકમાં પોતાનું નામ નોંધાવી લીધો હતો.
સઈદ અનવરનું આંતરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 13 વર્ષ (1990-2003)ની રહી, પરંતુ મુલ્તાન ટેસ્ટ આ પાકિસ્તાન બેટ્સમેન માટે અંતિમ ટેસ્ટ સાબિત થઈ.

-પ્રશાંત ભટ્ટ
Educational Point