Tuesday, 5 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 06-09-2017

અહીંથી તમે તારીખ ૦૫-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ભોજપુરી અભિનેતા પવનસિંહે ધારણ કર્યો કેસરિયો ખેસ

ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર અને ગાયક પવનસિંહ ભાજપમાં જોડાયા છે. ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મનોજ તિવારી અને રવિકિશન પછી ભાજપમાં જોડાનાર પવનસિંહ ત્રીજા ભોજપૂરી ફિલ્મોના અભિનેતા છે.

૨. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ

રાજ્યની ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળામાં હાજર રહી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

૩. આજથી લખનઉમાં શરૂ થશે મેટ્રોસેવા, ગૃહમંત્રી આપશે લીલી ઝંડી

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મેટ્રો સેવાનું ઉદ્ઘાટન થશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉના ટ્રાંસપોર્ટ નગર સ્ટેશનથી મેટ્રોને લીલી ઝંડી દેખાડશે. રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ મેટ્રોને લીલી ઝંડી દેખાડશે. અને તેના પછી પ્રથમ રાઇડ માટે ટ્રાંસપોર્ટ નગર સ્ટેશન પર સવાર થશે. સામાન્ય લોકો માટે 6 સપ્ટેમ્બર સવારથી શરૂ થશે.

૪. બ્રિક્સની બિઝનેસ કાઉન્સિલમાં PM મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો

ચીન ખાતે શરૂ થયેલ બ્રિકસ સંમંલનના છેલ્લા દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે દરેક દેશો પાસે સૌનો સાથ સૌનો વિકાસની કરી હતી.

૫. ગુજરાતની વાહનવ્યવહાર વિભાગની કચેરીઓ-ચેક પોસ્ટ ઉપર POS માટે SBI સાથે સમજૂતી કરાર

ગાંધીનગર- ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત રાજ્યની વાહન વ્યવહાર વિભાગની કચેરીઓ-ચેક પોસ્ટ ઉપર POS માટે SBI સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યાં છે.
ડિજિટલ અને કેશલેસ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્યની વાહન વ્યવહાર વિભાગની કચેરીઓ અને વિવિધ ચેક પોસ્ટ ઉપર પોઇન્ટ ઓફ સેલ (POS) મશીન માટે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર રાજ્યપ્રધાન વલ્લભભાઇ કાકડીયાની ઉપસ્થિતિમાં વાહન વ્યવહાર વિભાગ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યાં હતાં.

૬. દુનિયાનો સૌથી નાનો સર્જીકલ રોબોટ કરશે ઓપરેશન

આ રોબોટને ઓછામાં ઓછા 100 વૈજ્ઞાનિક એંજિનિયરોની એક ટીમ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. સમાચાર પત્ર ગાર્જિયન મુજબ લગભગ 100 વૈજ્ઞાનિકો એંજિનિયરોની એક ટીમે મોબાઈલ ફોન અને અંતરિક્ષ માટે વિકસિત કરવામાં આવેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ રોબોટિક આર્મનુ નિર્માણ કર્યુ છે. જેને એક કાણા(whole) દ્વારા સર્જરી કરવા માટે વિકસિત કરવામાં આવ્યુ છે.

૭. ગુજરાત સરકારે બિહાર પુરગ્રસ્તો માટે રૂ.5 કરોડની કરી સહાયની જાહેરાત

ગુજરાત સરકારે બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોને સહાય કરવાની જાહેરાત કરી છે. બિહારપૂરગ્રસ્તોને સહાય કરવા માટે ગુજરાત સરકારે રૂ.5 કરોડની સહાયની જાહેરાત કરી હતી.

૮. શહીદની પુત્રીનો ખર્ચ ઉઠાવશે ભારતીય સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીર

નવી દિલ્લી: ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ફરી એકવાર દરિયાદિલી જોવા મળી છે. આ વખતે તેમણે એક શહિદની પુત્રીના અભ્યાસ માટે તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહિદ થયેલા ASI અબ્દુલ રાશિદની પુત્રીનો ખર્ચ હવે ગૌતમ ગંભીર ઉપાડશે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.


૯. ટોઈલેટવિહોણા પેટ્રોલપંપ સીલ કરાશે: મહાપાલિકાનું જાહેરનામું

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજરોજ જાહેરનામું પ્રસિધ્ધ કરી શહેરના જે પેટ્રોલપંપમાં ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા પેટ્રોલપંપ્ને દંડ ફટકારવાથી લઈ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ચેકિંગ ટુકડીઓ સર્વે હાથ ધરશે.

૧૦. દેવેનભાઇ શેઠને ઝી ટીવીનો ગુજરાત ગૌરવ સન્માનએવોર્ડ

ઝી ટીવી દ્વારા આયોજીત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં આ યુવા ઉદ્યાગપતિ અને ગ્રીનસિટીના પ્રણેતાને એવોર્ડ અપાયો
આયુર્વેદ અને પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે શેઠ બ્રધર્સ અને ગ્રીનસીટીના પ્રણેતા દેવેનભાઇ શેઠને સોમવારે સાંજે અમદાવાદની કણાર્વતી કલબ ખાતે ઝી ટીવી દ્વારા યોજાયેલ ભવ્ય સન્માન સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત ગૌરવ સન્માનએવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ દેવેન્દ્રભાઇની વિશિષ્ટ પર્યાવરણીય સેવાની નાેંધ લીધી હતી અને દેવેનભાઇને અભિનંદન પાઠવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય:-  

૧. યુએસમાં ગેરકાયદે રહેતા 8 લાખ લોકો પર તવાઈ, 7,000 જેટલાં ઇન્ડિયન-અમેરિકન્સનો સમાવેશ

હાલમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા યંગ ઇમિગ્રન્ટ્સને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ બંધ કરવાની જાહેરાત કરી છે.
શુક્રવારે જાહેર કરેલા ટ્રમ્પના આ નિવેદનને વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ ટ્રમ્પ પોતાના આ નિર્ણયમાં ફેરબદલ કરી શકે છે અને પોતાનો આખરી નિર્ણય મંગળવાર સુધી જણાવશે તેવું જણાવ્યું હતું.
બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2012માં 'ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ' (DACA) પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેમાં અમેરિકામાં અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે આવીને વસતા નિર્વાસિતોને 'ડ્રિમર' નામ હેઠળ સ્ટડી અને વર્ક પરમિટ મળતા હતાં.

૨. બ્રિક્સ બાદ PM મોદી મ્યાનમારની મુલાકાતે, આતંકવાદ સહિતના મુદ્દે થશે ચર્ચા

બ્રિક્સ સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી મ્યાંમારની બે દિવસીય મુલાકાતે છે. તેમની મ્યાંમાર મુલાકાતને ઉદેશ્ય ભારત સાથે પાડોશી દેશના ભાવનાત્મક સંપર્કો પેદા કરવાનો હશે. તેમણે મ્યાંમારને ભારતનું નિકટવર્તી મિત્ર ગણાવ્યું છે. મ્યાંમારની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ત્રણ સ્થાનોની મુલાકાતે જવાના છે.


૩. PM મોદીની જિંગપિંગ સાથે મુલાકાત, બોર્ડર પર શાંતિ જાળવવા સધાઇ સંમતિ
બ્રિક્સ સંમેલનના આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ડોકલામ વિવાદને કારણે પેદા થયેલા સૈન્ય તણાવના સમાધાન બાદ મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક એક કલાકથી વધુ ચાલી હતી. તેમાં આતંકવાદના મામલે કોઈ વાતચીત થઈ નથી. પરંતુ બોર્ડર પર શાંતિ જાળવવા મામલે સંમતિ સધાઈ છે.

૪. તાઈવાનના વડા પ્રધાન લીનનું રાજીનામુંઃ રાષ્ટ્રપતિને ગમતી વ્યક્તિને પદ અાપવા કહ્યું

તાઈપે: તાઈવાનના વડા પ્રધાન લીન ચુઅાને ગઈ કાલે રાજીનામાની જાહેરાત કરી હતી. ચુઅાને એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેનને રવિવારે જ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. રાષ્ટ્રપતિઅે રાજીનામું સ્વીકાર્યું કે નહીં તેની હજુ કોઈ જાહેરાત કરાઈ નથી.

રમત ગમત:-

૧. 3 વર્ષ પછી ફરી ગોપીચંદની એકેડમીમાં પરત આવી સાઇના નેહવાલ

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ ફરી એક વખત પોતાના પૂર્વ કોચ ગોપીચંદની પાસેથી ટ્રેનિંગ લેશે. સાઇનાએ પોતે સોમવારે આ અંગેની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. સાઇના 3 વર્ષ પછી ગોપીચંદની સાથે પ્રેક્ટિસ શરૂ કરી રહી છે. 2014માં સાઇનાએ ગોપીચંદની એકડમી છોડીને કોચ વિમલ કુમાર પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી.


આર્થિક:-    

૧. ખુશખબરઃકેન્દ્રીય કર્મચારીનું લઘુત્તમ વેતન થઈ શકે છે 21,000 રૂપિયા

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ ઝડપથી મોદી સરકાર મોટી જાહેરાતનું એલાન કરી શકે છે. માધ્યમોના અહેવાલ મુજબ નાણા મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓ માટે ન્યૂનતમ વેતન દરને 18,000થી વધારીને 21, 000 કરવાનું વિચારી શકે છે. અગાઉ કેન્દ્ર સરકારે સાતમાં પગાર પંચની ભલામણો પર મહોર મારતા લઘુત્તમ વેતનને 18,000 કરવા બાબતે મહોર મારી હતી. નાણા મંત્રાલયે 2. 57 ગણા ફિટમેન્ટ ફોર્મ્યૂલાને લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પરંતુ મંત્રાલય હવે તેને ત્રણ ગણું કરવાના વિચારમા છે.

૨. ઉજ્જવલા યોજના સફળ: ગુજરાત સહિત દેશમાં 6 હજાર ગેસ એજન્સી ખૂલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનને ઉજ્જ્વલા યોજનાની સફળતાનું ઈનામ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપીને કર્યું છે. બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રાલયે પણ દેશભરમાં 6 હજારથી વધુ નવી ગેસ એજન્સી ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમાંથી અંદાજે 99 ટકા એજન્સી ગ્રામીણ વિસ્તારોમાં હશે. તમામ એજન્સી આગામી આઠ મહિનામાં કામ કરવા લાગશે.

અન્ય

૧. PM મોદીની આ યોજના હેઠળ હવે તમે પણ કરી શકશો 12000માં યૂરોપ પ્રવાસ

નવી દિલ્હી: યૂરોપની હવાઇયાત્રા હવે માત્ર 12,000 થી 13000 રૂપિયામાં જલ્દીથી કરી શકશો. જે ટિકીટ ભારત અને યૂરોપ વચ્ચે પહેલા આશરે 45,000 રૂપિયામાં થતી હતી હવે એ જ યાત્રાઓનો સસ્તા ભાવમાં લુફ્ત ઊઠાવો.

હાલમાં માનવામાં આવી રહ્યું છે કે સ્કૂટ એરલાયન્સ મુંબઇથી કોપેનહેગન ફ્લાઇટ માટે માત્ર 12 હજારથી 13 હજાર રૂપિયામાં આ હવાઇ યાત્રાની સુવિધા આપી શકે છે. હવે દરેક લોકો માટે હવાઇ યાત્રા પર જવું વધારે સરળ થઇ જશે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી 'ઉડે દેશનો સામાન્ય નાગરિક' યોજનાની શરૂઆત થઇ. આ યોજના હેઠળ ઓછા ખર્ચામાં લોકો હવાઇ યાત્રાની મજા માણી શકે છે.

૨. 'મોસ્ટ બ્યુટિફૂલ કન્ટ્રી ઓફ વર્લ્ડ'માં ભારત ૧૩મા ક્રમે, સ્કોટલેન્ડ પ્રથમ

પ્રવાસની દૃષ્ટિએ સૌથી સુંદર જગતના ૨૦ દેશોમાં ભારતને ૧૩મો ક્રમ મળ્યો છે. પ્રવાસ અંગેના પુસ્તકો, ગાઈડ બૂક અને નકશા પ્રકાશિત કરતી બ્રિટિશ એજન્સી 'રફ ગાઈડ' દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો.
રફ ગાઈડે તેના યુઝર્સને દુનિયાના સૌથી સુંદર ૨૦ દેશોનું લિસ્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ હતું. રફ ગાઈડના રિડર્સ દ્વારા આપવામાં આવેલા વોટમાં સૌથી વધુ મત સ્કોટલેન્ડને મળ્યાં હતા. માટે સ્કોટલેન્ડ મોસ્ટ બ્યુટિફૂલ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ જાહેર થયો છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point