Monday, 4 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 05-09-2017

અહીંથી તમે તારીખ ૦૪-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. રાજ્યવર્ધન સિંહ રાઠોડ: સૈનિક અને શૂટરમાંથી હવે સ્પોર્ટ્સ મિનિસ્ટર

નવી દિલ્હી: ઍથેન્સ ઑલિમ્પિક ગેમ્સના રજતચંદ્રક વિજેતા શૂટર રાજ્યવર્ધન રાઠોડની નવા સ્પોર્ટ્સ પ્રધાન તરીકે વિજય ગોયલના સ્થાને રવિવારે નિમણૂક કરવામાં આવી હતી. ગોયલને સંસદીય બાબતોને લગતા રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. ૪૭ વર્ષના રાઠોડ અત્યાર સુધી માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે કામ કરી રહ્યા હતા.

૨. પાટણની મુલાકાતે યુનેસ્કોના જનરલ ડાયરેકટર ઈરીના બોકાવા

ગુજરાતના અણમોલ ઘરેણા સમાન વિશ્વ વિરાસત પાટણની રાણકીવાવની શનીવારે યુનેસ્કોના જનરલ ડાયરેકટર ઇરીના બોકાવા સહીતના ડેલીગેશને મુલાકાત લઇ નીરીક્ષણ કર્યું હતું.
તેઓએ વાવની શિલ્પ કોતરણી સ્થાપત્ય નિહાળી અભિભૂત થયા હતા તેમજ પ્રાચીનકાળમાં પાણીના સંગ્રહ માટે કરાયેલ પ્રયાસને સરાહ્યો હતો. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુઓ પણ વાવના ઇતિહાસને તેમના કર સ્પર્શથી વાંચી શકે તે માટે બ્રેઇલ લીપીમાં તૈયાર કરેલ તકતીનું અનાવરણ તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ વર્લ્ડ હેરીટેજ સ્મારકનું બોર્ડ પણ ખુલ્લુ મૂક્યું હતું.
વિશ્વ પ્રસિધ્ધ રાણકીવાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યા બાદ પ્રથમવાર વાવની મુલાકાત યુનેસ્કોના જનરલ ડાયરેકટર શનિવારે સવારે અત્રે આવી પહોંચ્યા હતા.તેઓ અંદાજે ચાર કલાક જેટલું રોકાયા હતા. તેઓએ વાવના શિલ્પસ્થાપત્યને નીહાળી તેની જાળવણી અને કેમપસ સ્વચ્છતા અંગે ખુશી વ્યકત કરી હતી છે. વાવ સંકુલમાં વૃક્ષારોપણ કરાયુ઼ હતું. તેઓએ પટોલા હાઉસની મુલાકાત લીધી હતી તેઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

૩. રાજ્યના પેટ્રાલપંપો ઉપર હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા અર્પણ કરાશે કષ્ટભંજન દેવની પ્રતિમા

સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)નાં સંકલ્પથી અને શાંી સ્વામી હરિપ્રકાશદાસજી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનાં પેટ્રાેલપંપો ઉપર સંરક્ષણ તથા લોકદર્શનનાં હેતુથી કષ્ટહતાર્ દેવ કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિમા મુકવામાં આવશે જેના ભાગરૂપે રવિવારે સાળંગપુર રોડ ઉપર આવેલ કષ્ટભંજન ફીલીગ સ્ટેશન તથા બોટાદ શહેરનાં પાળિયાદ રોડ ઉપર આવેલ મે શાહ ગોયાણી એન્ડ કાુ.નાં પેટ્રાેલપંપો ઉપર દાદાની પ્રતિમા અર્પણ કરવામાં આવેલ.

૪. મનપા દ્વારા મા નર્મદામહોત્સવ પ્રારંભ અંતર્ગત બુધવારે ભવ્ય લોકડાયરો યોજાશે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરની યાદીમાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મા નર્મદા મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જેના અનુસંધાને રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 18 દિવસ સુધી મા નર્મદા રથ પસાર થનાર છે.

૫. તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સુલતાન અહમદનું હાર્ટ અટેકના કારણે મોત

નવી દિલ્લી: તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સુલતાન અહમદનું સોમાવારે હાર્ટ અટેકના કારણે મોત થયું છે. સુલતાન અહમદે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહની સરકારમાં સુલતાન અહમદ પર્યટન રાજ્યમંત્રી હતા. 64 વર્ષના સુલતાન નારદા ગોટાળામાં પણ આરોપી હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું. તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર તેઓ ઉલૂબેરિયા લોકસભા બેઠક પરથી 15મી લોકસભામાં ચૂંટાયા હતા. અહમદ 1987-91માં અને 1996-2001માં બે વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહ્યા છે. સુલતાન અહમદ 1973માં યુવા કૉંગ્રેસમાં સામેલ થયા હતા. 1997માં તેઓ તૃણમૂલ કૉંગ્રેસના સંસ્થાપક સદસ્યોમાના એક હતા.

૬. માનહાનિ કેસઃ દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ પર લગાવ્યો પાંચ હજારનો દંડ

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નાણામંત્રી અરુણ જેટલીની નવી અરજીનો જવાબ દાખલ કરવામાં વિલંબ થતાં પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીએ આ કેસ અરવિંદ કેજરીવાલ તરફથી કેસ લડી રહેલા વકીલ રામ જેઠમલાણીએ સુનાવણી દરમિયાન જેટલીને અપશબ્દો કહ્યા બાદ નોંધાવ્યો હતો.

૭. મેયર ડો.જૈમન ઉપાધ્યાય બન્યા લેઈટ લતિફ: સ્પર્ધકોમાં થયો દેકારો

કોઈપણ કાર્યક્રમ, સભા કે સમારોહના થળે નિર્ધિરિત સમયે પહોંચી જવાના બદલે મોડા આવીને માભો પાડવો એ રાજકારણીઓની ખૂબ જૂની આદત છે. કોઈપણ મહાનગરમાં મેયરઅને શેરીએ ટોપ લેવલના લોકલ સેલેબ્રિટી હોય છે આથી તેમને અનેક સમારોહના નિમંત્રણ મળતા હોય છે પરંતુ બહ જુજ સેલેબ્રિટી કાર્યક્રમના સમયે સ્થળ પર સમયસર પહોંચીને નિમંત્રણ આપ્નારના સમયનું સન્માન કરતી હોય છે. દરમિયાન છેલ્લીવાર ચાર ટર્મથી સતત ચૂંટાઈ આવતા કોર્પોરેટર ડો.જૈમન ઉપાધ્યાય જયાં સુધી ફકત કોર્પોરેટર હતા ત્યાં સુધી બધે સમયસર પહોંચી જતાં હતા પરંતુ મેયર બન્યા બાદ લેઈટ લતિફબની ગયા હોવાની છબી રાજકોયવાસીઓમાં ઉપસી રહી છે.

૮. ગુજરાત સાથે 45 વર્ષ જૂનો સંબંધ છે: રાષ્ટ્રપતિ કોવિંદ

દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ હાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે તેમણે સૌપ્રથમ જશદણ નજીક આવેલ ઘેલા સોમનાથના મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં પૂજા-અર્ચના દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ પણ તેમની સાથે મંદિરમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ રામ નાથ કોવિંદે રાજકોટ ખાતે સૌની યોજનાની લિંક-4 બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો.

૯.  ઘેલા સોમનાથમાં રાષ્ટ્રપતિ કોવિંદે ઇ-તકતી અનાવરણ કરી સૌનીયોજના લિંક-4નું ખાતમુહૂર્ત કર્યું

ઘેલા સોમનાથરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. બીજા દિવસે આજે તેઓ ઘેલા સોમનાથમાં આવ્યાં હતાં . ઘેલા સોમનાથના દર્શન કરી તેમણે જણાવ્યુ કે મેં મારા માટે કશું માગ્યું નથી, મેં માત્ર સૌરાષ્ટ્રને પાણી મળે અને ગુજરાતની પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી છે. ઘેલા સોમનાથ મંદિરના પ્રાંગણમાંથી જ તેઓએ સૌની યોજનાના બીજા તબક્કાની લિંક-4 નું ઉદઘાટન ઇ-તકતીનું અનાવરણ કરીને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પહેલાં આંબરડીમાં આ વિધિ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


આંતરરાષ્ટ્રીય:-  

૧. ઉત્તર કોરિયા પર સખત આર્થિક પ્રતિબંધ લગાવશે અમેરિકા: આજે યુએનમાં ઈમરજન્સી બેઠક

ઉત્તર કોરિયાએ લાંબા અંતરની મિસાઈલ માટે ડિઝાઈન કરેલા એક હાઈડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું છે અને તેણે પોતાના આ છઠ્ઠા અને સૌથી શક્તિશાળી પરમાણુ પરિક્ષણને સંપૂર્ણ રીતે સફળ ગણાવ્યું છે. બીજી બાજુ આ મુદ્દે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યો દેશ સામેલ થશે.

૨. ચીનમાં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત

પાંચ-દેશો બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના, સાઉથ આફ્રિકાના બનેલા સમૂહ BRICS (બ્રિક્સ)ના વડાઓના ચીનમાં આયોજિત 9મા શિખર સંમેલનમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 સપ્ટેંબર, રવિવારે શિયામેન શહેર પહોંચ્યા છે. ત્યાંના ના ગાઓકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું હતું અને એક બાળકીએ પુષ્પગુચ્છ આપીને એમને આવકાર આપ્યો હતો. એ પહેલાં વડાપ્રધાન એરપોર્ટ પર એમને મળવા અને આવકારવા આવેલા ભારતીય વસાહતીઓ/પ્રવાસીઓને મળ્યા હતા અને બાળકો સાથે હાથ મિલાવ્યા હતા.

રમત ગમત:-

૧. ધોનીનો 100 સ્ટમ્પિંગ્સનો વિશ્વવિક્રમ

કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે ભારત સામે રમાતી પાંચમી અને સિરીઝની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાની ટીમ 49.4 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 42 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના થિરીમાન્નેએ 67, એન્જેલો મેથ્યૂસે 55, કેપ્ટન ઉપુલ થારંગાએ 48 રન કર્યા હતા. ભારત 4-0થી સિરીઝ જીતી ચૂક્યું છે. ભારતના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે ક્રિકેટમાં 100 સ્ટમ્પિંગ્સ કરવાનો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. શ્રીલંકાના નિવૃત્ત થઈ ચૂકેલા વિકેટકીપર કુમાર સાંગકારાએ 99 સ્ટમ્પિંગ્સ કરી હતી.

 ૨. ભારતે સર્જયો નવો કિર્તીમાન, શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ

શ્રીલંકાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 49.4 ઓવરમાં 238 રન કરી ઓલઆઉટ થઈ હતી.
ધનંજયને સ્ટમ્પ આઉટ કરી ધોનીએ સ્ટમ્પિંગની સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. 239 રનના ટાર્ગેટનો પીછો કરતા
ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી. વિરાટ કોહલીએ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. ટીમ
ઇન્ડિયાએ અંતિમ વન-ડેમાં વિજય હાંસલ કરતા શ્રીલંકન ધરતી ઉપર વન-ડે શ્રેણીમાં 5-0થી વ્હાઇટવોશ કરનાર પ્રથમ
વિદેશી ટીમ બની છે. ભુવનેશ્વર કુમારને 5 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જસપ્રિત બુમરાહના
શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.



આર્થિક:-     

૧. ભાવનગરના દાસ પેંડાવાળાને બિઝનેસ લિડરશીપ એવોર્ડ

અમદાવાદ ખાતે ગર્વમેન્ટ આફ ગુજરાત આયોજીત નેશનલ ફુડ એન્ડ ફામાર્ સમિટનું આયોજન ડો.જયંતિ રવિ કમિશ્નર એન્ડ પ્રિન્સીપાલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ તેમજ ડો.હેમંત કોશિયા ફૂડ એન્ડ ડ્રગ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, આેરિસ્સાના ફૂડ કમિશ્નર અને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઈનની ઉપિસ્થતિમાં કરવામાં આવ્યુ હતું. આ પ્રાગ્રામમાં ભાવનગરના મે.દાસ પેંડાવાળાને પ્રતિિષ્ઠત બિઝનેસ લિડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

૨. સ્ટાર ઇન્ડિયાએ ખરીદ્યા IPL પ્રસારણના અધિકારો, 16,347 કરોડની લગાવી બોલી

નવી દિલ્હીઃ સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટુર્નામેન્ટના પ્રસારણના અધિકાર ખરીદી લીધા છે. આ અધિકાર આગામી પાંચ વર્ષ એટલે કે 2018-2022 સુધી રહેશે. હરાજીમાં સ્ટાર ઇન્ડિયાએ તેની માટે 16,345 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. અત્યાર સુધી આઇપીએલ પ્રસારણના અધિકાર સોની ચેનલ પાસે હતા. આ અધિકારો મેળવવાની રેસમાં સોની ચેનલ પણ સામેલ હતી.

૩. આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર ખોલનારી પ્રથમ બેંક બની નૈનિતાલ બેંક

નૈનીતાલમાં બેંક ખાતામાં એક મહત્વની ઉપલબ્ધિ જોડાઈ છે. આ બેંક દેશમાં આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર ખોલનારી પ્રથમ બેકં બની છે. તેની શરૂઆત નૈનિતાલમાં કરવામાં આવી છે. દેશના જુદા જુદા રાજ્યોમાં 45 કેન્દ્રો ખોલવાની પણ તૈયારી કરવામાં આવી છે. કેન્દ્રના શુભારંભે ચેરમેન મુકેશ શર્માએ જણાવ્યું હતું કે ઉત્તમ સુવિધા આપીને જ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ શકાય છે. ત્યારે જ બેંકની આવક અને વિકાસ શક્ય બને છે. આ દિશામાં નૈનિતાલ બેંક ઉત્તમ કાર્ય કરી રહી છે. મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દેશની બેંકોમાં સંસ્થાઓમાં પ્રથમ આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર ખોલવું એ બેંકની મોટી ઉપલબ્ધિ છે.
અન્ય

૧. Teacher's day 2017 : ભારતના મહાન ટીચર્સ જેઓ વિશ્વ માટે મિસાલ છે

એક શિક્ષક દ્વારા આપવામાં આવેલા શિક્ષણ દ્વારા જ બાળકો ભવિષ્યમાં દેશના કર્ણધાર બને છે. આવા જ એક શિક્ષક હતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ફિલોસોફર તથા વિદ્વાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમના સન્માનમાં તેમના જન્મદિવસ પર એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે.
ઝાકિર હુસેન દુનિયાના શ્રેષ્ઠ રાજનેતા, વિદ્વાન તરીકે જાણીતા છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન બાદ રાષ્ટ્રપતિ પદગ્રહણ કરનાર ત્રીજા રાજકારણી હોવાની સાથે જ તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેમણે અલીગઢમાં વર્ષ 1920માં જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયનો પાયો નાંખ્યો હતો, જે બાદમાં દિલ્હી આવી ગયા હતા.
રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. મહાકાલીના પરમ ભક્ત શ્રી પરમહંસ પ્રેમમાર્ગી ભક્તિના સમર્થક હતા. તેમના જ શિક્ષણ અને જ્ઞાનના કારણે સ્વામી વિવેકાનંદે દુનિયાભરમાં હિન્દૂ ધર્મનો પ્રચાર કર્યો હતો.
ચાણક્યને આચાર્ય વિષ્ણુ ગુપ્ત પણ કહેવામાં આવે છે. તેમણે ચંદ્રગુપ્ત મોર્યને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો હતો. પહેલીવાર નાના-નાના જીલ્લાઓ અને રાજ્યોમાં વહેંચાયેલા ભારતને એકસૂત્રમાં બાંધવાનું કામ કર્યુ હતુ. તેઓ મૂળ અર્થશાસ્ત્રના શિક્ષક હતા પરંતુ તેમની અસાધારણ રાજકીય સમજના કારણે તેઓ વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા.
ભારતના 'મિસાઇલ મેન' કહેવાતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે અબ્દુલ કલામને હંમેશાથી એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે યાદ કરવામાં આવે છે. ભણાવવાનો તેમને ઘણો ઉત્સાહ હતો. ઉલ્લેખનીય છે કે તેમનું અવસાન આઇઆઇએમ શિલૉન્ગમાં ભણાવતી વખતે થયું હતું.
-પ્રશાંત ભટ્ટ
Educational Point