Sunday, 3 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 04-09-2017

અહીંથી તમે તારીખ ૦૩-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે.રામનાથ કોવિંદ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હોઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે પોલીસ દ્વારા ખાસ રિહર્સલ ગોઠવવામાં આવ્યું હતું..

૨. સુરેશ પ્રભુએ છોડ્યું રેલવે મંત્રાલય, ટ્વીટ કરી માન્યો આભાર

3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ કરાયું હતું. મંત્રીમંડળ વિસ્તરણમાં નવા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમના તુરંત બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી પોતાનું પદ છોડ્યાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ટૂંકા સમયગાળામાં થયેલ મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ વાડપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજીનામું રજૂ કર્યું હતું. એ સમયે વડાપ્રધાને તેમને થોભી જવા જણાવ્યું હતું. હવે મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ બાદ તેમણે ટ્વીટ કરી, રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે અને પોતે આ પદ છોડી રહ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે.

૩. સૌથી મોટા મુસ્લિમ દેશોની નોટ પર છપાય છે ગણેશજીનો ફોટો

તમે આ વાત સાંભળીને હેરાન થઇ જશો કે ભારતમાં નહીં પરંતુ દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની નોટ પર ગણેશજીનો ફોટો છાપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં આશરે 87.5 ટકા આબાદી ઇસ્લામ ધર્મને માને છે. ત્યાં માત્ર 3 ટકા હિંદુ આબાદી છે. ચલો તો જાણીએ શા માટે ત્યાંની નોટો પર ગણેશજીનો ફોટો છાપવામાં આવે છે.

૪. ગાંધીનગર ખાતે એલઆઈસીના ૬૧મા સ્થાપના દિનની ઉજવણી

ગાંધીનગર ખાતે ભારતીય જીવન વિમા નિગમની ડિવિઝનલ ઓફિસ દ્વારા સંસ્થાના ૬૧મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં શહેરમાં એલઆઈસીના તમામ કાર્યાલયોને શણગારવામાં આવ્યાં હતા તથા તમામ કર્મચારીઓના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, કોબા ગામ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પ, કોબા ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ, ક્વીઝ, બહેરા-મૂંગા દિવ્યાંગ બાળકો માટેની કીટનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.

૫. રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતમાં શરૂ કરશે ચૂંટણી પ્રચાર

કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા માટેની ચૂંટણીનું કેમ્પેઈન સોમવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ કરશે. આ દિવસે ગાંધી પાર્ટીના 182 બેઠકોના કાર્યકતર્ઓિ સાથે સીધી વાત કરશે. આ ઉપરાંત તે નું પ્રતિનિધિત્વ કરનારા લોકો તથા ઉદ્યોગપતિઓ અને બીજા બિઝનેસમેન સાથે પણ મીટીંગ કરશે.

૬. દેશના તમામ ટોલનાકા ઉપર FASTag લેન શરૂ: લાઇનમાં નહીં ઉભું રહેવું પડે

આખા દેશમાં નેશનલ હાઈવે પર બધા જ ટોલ પ્લાઝા પર FASTag લેન શરૂ કરી દેવામાં આવી છે. આ કારણે વાહનોએ ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર નહિ પડે અને તે ઝડપથી ટોલ પ્લાઝા પાસેથી નીકળી શકશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ આ વાતની જાહેરાત કરી છે. આ નવી વ્યવસ્થાને પગલે આ લેનના વાહનોને ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર નહિં પડે અને તે ઝડપથી આગળ વધી શકશે.

૭. ડાકોર મંદિરમાં હવેથી ભક્તોને વિના મૂલ્યે ભોજન અપાશે

ડાકોર મંદિરમાં અત્યાર સુધી લેવામાં આવતા રૃા ૩૫ હવેથી લેવામાં નહીં આવે તેવો મહત્વનો નિર્ણય ટ્રસ્ટીઓએ લીધો છે.સરકારે એક બાજુ ગેસ સિલિન્ડર પર રૃા. સાતનો વધારો કર્યો છે.તો બીજી બાજુ ડાકોર મંદિરે જમવાનું વિનામુલ્યે કરવામાં આવતા બહારગામથી આવતા હજારો ભક્તોને તેનો લાભ મળશે.આ નિર્ણય ના પગલે કૃષ્ણભક્તોમાં આનંદની લહેર ફરી વળી છે.

૮. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

ભારતના 14માં રાષ્ટ્રપતિના રૂપે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી, પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
રવિવાર અને સોમવાર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહેલા રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભાજપના નેતાઓ સહિત કોળી સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદમાં માનમાં રવિવારે સાંજે રાજભવનમાં રાજ્યપાલ તરફથી ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહશે.

૯. લોકી રેન્સમવેરવાઇરસ જે કોમ્પ્યુટર લોક કરી, ખોલવા માટે માંગે પૈસા, સરકારે ચેતવણી કરી જાહેર

સરકારે શનિવારે નવા માલવેર લોકી રેન્સમવેરના પ્રસાર અંગે ચેતવણી આપી હતી. વાઇરસ જે કોમ્પુટર લોક કરી દે અને ખોલવા માટે પૈસા માંગે.
ઇલેક્ટ્રૉનિકસ અને આઇટી એડિશનલ સેક્રેટરી અજય કુમારે ટ્વિટ કર્યું હતું કે, “ઈન્ડિયન સીઆરટીટી દ્વારા આજે જારી કરવામાં આવેલ સ્પામ લોકી રેન્સમવેર ફેલાવવાની ચેતવણી છે”.
રેન્સમવેર એ દૂષિત સૉફ્ટવેર છે અને લોકી રેન્સોમાવેરને અડધી વિકિપીડિયાના ખંડણીની માગણી કરવામાં આવે છે, જે હાલમાં બિટકોન્સમાં લેવામાં આવે છે જેનો દર 1.5 લાખથી વધુની છે.
સાયબર સ્વાતંત્ર કેન્દ્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે તે જણાવે છે કે, લોકલ રેન્સમોવેરના ફેલાવો સ્પામ મેલ્સ મોકલવામાં આવે છે



આંતરરાષ્ટ્રીય:-  

૧. BRICS સમ્મેલન માટે ચાઈના રવાના થયા થયા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BRICS સમ્મેલનમાં ભાગ લેવા માટે ચીન રવાના થયા છે.ચીનના શિયામેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BRICS દેશોના સમ્મેલનમાં ભાગ લેશે. ડોકલામ વિવાદ બાદ પ્રધાનમંત્રી મોદીનો ચીન પ્રવાસ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.મહત્વનું છે કે, આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે છે.પ્રધાનમંત્રી મોદીએ BRICS સમિટ પર ટ્વિટર લખ્યું છે કે, તેઓ પાંચેય દેશોની ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોની ઉપસ્થિતિમાં યોજાનાર BRICS બિઝનેસ કાઉન્સિલમાં પણ વાતચીત કરશે.આ સાથે જ PM મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જિનપિંગ તરફથી 5 સપ્ટેમ્બરના બોલાવવામાં આવેલી ડાયલોગને લઈને તેઓ ઉત્સાહિત છે. આ બેઠની બહાર પણ PM મોદી અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.મહત્વનું છે કે, ગત વર્ષે ગોવામાં યોજાયેલા BRICS સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદીએ ચીનની સામે આતંકનો મુદ્દો ઉઠાવી પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.ત્યારે આસા છે કે, આ વર્ષે પણ કંઈક એવું જ નજરમાં આવશે.ચીનમાં BRICS સમ્મેલન બાદ પ્રધાનમંત્રી મોદી 5-7 સપ્ટેમ્બર સુધી મ્યાંમારના પ્રવાસે જશે.

૨. બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી, આતંકવાદ મુદ્દે કરશે ચર્ચા

4 સપ્ટેમ્બરના રોજ બ્રાઝિલ-રશિયા-ઇન્ડિયા-ચાઇના-સાઉથ આફ્રિકા (બ્રિક્સ) સમિટમાં હાજરી આપવા મોદી આવતીકાલે ઝિયાંમ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ‘તેઓ ચાઇનામાં આગામી બ્રિક્સ સમિટમાં ઉત્પાદક ચર્ચાઓ અને હકારાત્મક પરિણામોની રાહ જોઈ રહ્યા છે.એમ તેમણે જણાવ્યું હતું કે, ‘શાંતિ અને સલામતીને જાળવી રાખવામાં અને વૈશ્વિક પડકારોને સંબોધિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવાનો છે.
ભારત અને ચીન 73 દિવસની દોકલમ વચ્ચેના તણાવના અંત લાવવાના દિવસો બાદ આ મુલાકાત માટે જઈ રહ્યા છે, ઝિયેમેનથી વડાપ્રધાન ત્રણ દિવસની મુલાકાત માટે 5 ઓગસ્ટના રોજ મ્યાનમાર જશે.


રમત ગમત:-

૧. US ઓપન: સાનિયા-બોપન્નાની જીત સાથે આગેકૂચ

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ઉપરાંત રોહન બોપન્ના પોત-પોતાના જોડીદારની સાથે અમેરિકી ઓપન ટેનિસના આગળના રાઉન્ડમાં પહોંચ્યા છે. જ્યારે રોજર ફેડરર પણ ચોથા રાઉન્ડમાં પહોંચ્યો છે.
મહિલા ડબલ્સમાં સાનિયાએ પોતાની ચીની જોડીદાર પેંગ સુઆઇની સાથે બીજા રાઉન્ડનો મુકાબલો જીતવામાં 2 કલાક 13 મિનિટનો સમય લાગ્યો હતો. આ જોડીએ સ્લોવાકિયાના જાના કેપેલોવા અને મૈગ્ડેલેના રિબારિકોવાને 6-7(5), 6-3, 6-3 થી હાર આપી હતી. જ્યારે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન રોહન બોપન્ના અને કેનેડાની ગેબ્રિએલા ડાબરોવસ્કીને મિસ્કડ ડબલ્સના બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું છે.

 




આર્થિક:-     

૧. મોદી કેબિનેટમાંથી વધુ એક વિકેટ પડી, જાણો કોના રાજીનામાનો કરાયો સ્વીકાર

નવી દિલ્હીઃ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રેલવે મંત્રીના પદેથી આપેલા રાજીનામાનો સ્વીકાર કરી દેવામાં આવ્યો છે. પ્રભુએ રેલવે મંત્રીનું પદ છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં વારંવાર થઇ રહેલા રેલવે અકસ્માતને કારણે સુરેશ પ્રભુની ટીકા થઇ રહી હતી. પ્રભુએ આ દુર્ઘટનાઓની જવાબદારી લેતા થોડા દિવસ અગાઉ જ રાજીનામું આપવાની ઓફર કરી હતી. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ તેમને રાહ જોવા કહ્યું હતું.

અન્ય

૧. નરેન્દ્ર મોદી કેબિનેટમાં 4 મંત્રીઓને પ્રમોશન, કુલ 13 મંત્રીઓએ લીધા શપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે જતાં પહેલા તેમના કેબિનેટનું આજે સવારે 10.30 કલાકે વિસ્તરણ
કર્યું હતું. જેમાં 4 મંત્રીઓને કેબિનેટ મંત્રી બનાવી પ્રમોશન અપાયું છે. જ્યારે નવા સમાયેલા 9 ચહેરાઓને રાજ્ય મંત્રી
તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ અપાવ્યા હતા. લોકસભા ચૂંટણીના 20 મહિના પહેલા મોદી કેબિનેટનું આ અંતિમ
વિસ્તરણ છે. PM મોદી 5Pની ફોર્મુલાના આધારે નવા નેતાઓની પસંદગી કરી છે. આ 5Pમાં પ્રોગેસ (વિકાસ), પેશન
(ઝનૂન), પ્રોફિશિયન્સી (નિપુણતા), પ્રોફેશનલ એક્યુમેન (વ્યવસાયિક અનુભવ), પોલિટિકલ એક્યુમેન (રાજકીય
ગણિત)નું ધ્યાન રાખવામાં આવ્યું છે.

કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન
(1) નિર્મલા સીતારામનઃ વાણિજ્ય રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી
(2) પીયુષ ગોયલઃ વીજળી રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ કરાયેલા પીયુષ ગોયલે બીજા નંબરે શપથ લીધા
(3) ધર્મેન્દ્ર પ્રધાનઃ પેટ્રોલિયમ મંત્રીએ કેબિનેટ મંત્રી તરીકે સૌથી પહેલા શપથ લીધા
(4) મુખ્તાર અબ્બાસ નકવીઃ સંસદીય કાર્ય રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી બન્યા

રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આમણે લીધી શપથ
(1) સત્યપાલ સિંહ (ઉત્તર પ્રદેશ)
(2) શિવ પ્રતાપ શુક્લા (ઉત્તરપ્રદેશ)
(3) વીરેન્દ્ર કુમાર (મધ્યપ્રદેશ)
(4) અલ્ફોંસ કનનથનમ(કેરળ)
(5) રાજકુમાર સિંહ (બિહાર)
(6) અશ્વિની કુમાર ચૌબે (બિહાર)
(7) ગજેન્દ્ર સિંહ શેખાવત (રાજસ્થાન)
(8) હરદીપ સિંહ પુરી (ડિપ્લોમેટ)
(9) અનંત કુમાર હેગડે (કર્ણાટક)



-પ્રશાંત ભટ્ટ
Educational Point