અહીંથી તમે તારીખ ૦૨-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. પ્રખ્યાત
સાહિત્યકારોના નામ પરથી રખાશે ટ્રેનોના નામ, સુરેશ પ્રભુએ આપ્યો
વિચાર
ટ્રેનની યાત્રામાં ખાસ અહેસાસ અપાવવાના હેતુથી
રેલવે એક નવો બદલાવ કરી શકે છે. રેલવે ભારતીય ટ્રેનોના નામ પ્રખ્યાત સાહિત્યકારોના
નામ પર રાખવાના એક પ્રપોઝલ પર વિચાર કરી રહ્યો છે. જેમાં ના માત્ર લેખક પરંતુ જે
સ્થળોમાં તે પ્રખ્યાત હોય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. રેલવે મુજબ, આ વિચાર સુરેશ પ્રભુએ આપ્યો છે. તેથી આગામી
સમયમાં મહાશ્વેતા દેવી અને રામધારી સિંહ દિનકર જેવા ટ્રેનોના નામ હોય શકે છે.
એક ન્યુઝ એજન્સી સાથે રેલવેના એક ઉચ્ચ
અધિકારીએ જણાવ્યું છે કે વેસ્ટ બંગાળની યાત્રા પર જતા મુસાફરો મહાશ્વેતા દેવી
નામની ટ્રેનમાં અને બિહારમાં જતા લોકો રામધારી સિંહ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે દેશભરના રેલવે ઝોનમાં
ટ્રેનોના નામ બદલવા માટે રેલવે મિનિસ્ટ્રી એવોર્ડ જીતનાર સાહિત્યકારોના નામ-વિગત
મેળવી રહ્યું છે.
૨. સરકારે
પહેલીવાર ભારતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા માટેનો નિયમ જાહેર કર્યો
જાહેર કટોકટી સમયે
ઈન્ટરનેટ સેવાઓ લોકોની સલામતી અર્થે કામચલાઉ બંધ કરવા માટે તંત્રને સત્તા આપતો
કેન્દ્રીય સંચાર મંત્રાલયે નવો નિયમ બહાર પાડ્યો છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે, લોકોની સલામતી માટે કટોકટી સમયે ઈન્ટરનેટ
સેવાઓ બંધ કરવાના નિયમને બીજી સારી રીતે પણ લાવી શકાયો હોત પરંતુ આવી તરંગી રીતે
પ્રતિબંધિત કરાતા તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સરકારે બહાર પાડેલ જાહેરનામામાં
જણાવ્યા મુજબ કેન્દ્રીય સચિવ કે રાજ્યના ગૃહસચિવની મંજૂરી વગર ઈન્ટરનેટ સેવાઓ રદ
કરી નહીં શકાય. કલેકટર પાસે આ સેવાઓ બંધ કરવાનો અધિકાર છે કે નહીં તે સ્પષ્ટતા
કરાઈ નથી. સરકારે અગાઉ કલમ ૧૪૪નો ઉપયોગ કોઈને ઈજા થતી રોકવા આવી સેવાઓ પર પ્રતિબંધ
માટે કર્યો હતો. ખૂબ જ ખરાબ સ્થિતિમાં તેને અમલમાં મૂકી શકાય છે. જે અધિકારી
સંયુક્ત સચિવ કક્ષાનો હોવો જોઈએ
૩. શિક્ષક
દિને જ્ઞાન કુંજ પ્રોજેકટનો મુખ્યમંત્રી કરાવશે ગાંધીનગરથી પ્રારંભ
સ્માર્ટ લનિગના
ઉદેશ્ય સાથે સરકારે ચાલુ વર્ષ દરમિયાન રાયની ૧૬૦૯ શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અમલી
બનાવ્યો છે. તે પૈકીની ૫૦૬ શાળામાં તા.૫ સપ્ટેમ્બરે એટલે કે, શિક્ષક દિને જ્ઞાનકુંજ પ્રોજેકટનો પ્રારભં
થશે. ઈન્ફ્રારેટ કેમેરાના ઉપયોગ દ્રારા ઈન્ટરેકટીવ સ્માર્ટ બોર્ડ પર ધો.૭ અને ૮ના
વિધાર્થીઓને ભણાવવામાં આવશે.
૪. કાલરાજ
મિશ્ર સહિત પાંચ નવા રાજ્યપાલો બનાવાશે
કેન્દ્રિય કેબિનેટનુ આવતીકાલે વિસ્તરણ કરવામાં
આવનાર છે. આની સાથે સાથે આવતીકાલે જ કાલરાજ મિશ્ર સહિત પાંચને નવા રાજ્યપાલ
બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. પાંચ નવા રાજ્યપાલની નિમણૂંક પણ કરવામાં
આવનાર છે. કાલરાજ મિશ્રને કેબિનેટમાંથી દુર કરવામાં આવ્યા બાદ તેમને રાજ્યપાલ
બનાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. પાંચ નવા રાજ્યપાલના નામની જાહેરાત પણ તરત જ
કરવામાં આવનાર છે.બિહારમાં રાજ્યપાલનાે હોદ્દાે હજુ ખાલી છે. 75 વર્ષ પૂર્ણ કરી ચુકેલા નેતાઆેને મોદી સરકારે
પ્રધાન નહી બનાવવાનાે નિર્ણય કયોૅ છે. આ દ્રિષ્ટથી કાલરાજ મિશ્રાની વય વધી ચુકી
છે. તેમની સાથે સાથે રાજ્યપાલની યાદીમાં રહેલા કેટલાક સભ્યોને આવતીકાલના દિવસે જ
રાજ્યપાલ બનાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
૫. બ્રિટીશના
સમય ગાળાનો યુનિફોર્મ છોડી હવે પોલીસ કર્મીઓ પહેરશે ડિઝાઇનર સ્માર્ટ યુનિર્ફોમ
પોલીસ કર્મીઓ દેશમાં બ્રિટીશના સમય ગાળાનો
યુનિફોર્મ ‘ખાખી’ પેહરે છે, આ વર્ષો જૂની પ્રથાને બદલવાની યોજના થઇ રહી છે, તમામ ઋતુમાં પોલીસને આરામદાયક અને ડિઝાઇનર
યુનિર્ફોમ આપવામાં આવશે.
આ બદલાવ માટે અમદાવાદ ખાતે આવેલા નેશનલ
ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન(NID)
દ્વારા તમામ
રાજ્યો, કેન્દ્ર સ્થાનિક પ્રદેશો પોલીસ અને સેનિક દળો
માટે પોલીસ યુનિર્ફોમ ડિઝાઇન કરવાની કામગીરી સોંપવામાં આવી છે
૬. રાષ્ટ્રીય
ખેલ મહાકુંભનું રાજકોટમાં થનારું સમાપન: દેશભરના હજારો ખેલાડીઓ ઉમટી પડશે
આગામી તા.22 અને 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે રાષ્ટ્રીય ખેલ
મહાકુંભનો બે દિવસો સમાપ્ન સમારોહ યોજાનાર છે. આ સમાપ્ન સમારોહમાં સમગ્ર દેશના
તમામ રાજ્યોના હજારો ખેલાડીઓ આવવાના છે અને તેને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા
કલેકટર તંત્ર તથા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા તડામાર તૈયારીઓ શ થઈ ગઈ
છે.
૭. સંરક્ષણ
પ્રધાન તરીકે ઓમ માથુરનું નામ મોખરે કાલે નવા પ્રધાનોના શપથગ્રહણ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી
કાલે સવારે ૧૦-૦૦ કલાકે કેન્દ્રીય કેબિનેટની પુનઃરચના કરશે અને નવા પ્રધાનો શપથ
ગ્રહણ કરશે. અહેવાલો અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરને સંરક્ષણ જેવા મહત્ત્વના
વિભાગનો હવાલો સોંપવામાં આવશે.
૮. કેનેથ
જસ્ટર બન્યા ભારતમાં અમેરિકન રાજદૂત, 8 મહિના બાદ ડોનાલ્ડ
ટ્રમ્પે લીધો નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક
ટોચના આર્થિક સહયોગી અને ભારતીય બાબતોના નિષ્ણાત કેનિથ જસ્ટરને ભારતમાં અમેરિકાના
રાજદૂત નિયુક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જૂનમાં કહ્યું હતું કે, જસ્ટર (62 વર્ષિય) ભારતમાં અમેરિકાના નવા રાજદૂત હશે.
જસ્ટર આંતરાષ્ટ્રીય આર્થિક બાબતોમાં અમેરિકન રાષ્ટ્રપતિના ઉપસહાયક અને રાષ્ટ્રીય
આર્થિક પરિષદના ઉપ નિર્દેશક છે. જો તેમને નિયુક્ત કરીને સીનેટ દ્વારા મંજૂરી
આપવામાં આવશે તો, તેઓ રિચર્ડ વર્માની જગ્યા લેશે.
૯. રાષ્ટ્રપતિએ
કોલેજનું ઉદઘાટન કર્યું
આંધ્રપ્રદેશઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
આંધ્રપ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તિરૂપતિમાં તેમણે વેંકટેશ્વર આર્ટસ
કોલેજ ગ્રાઉડ ખાતે સિવિલ રિસેપ્શન અને જાહેર સભામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં
આંધ્ર પ્રદેશના ગવર્નર અને મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ પણ જોડાયા હતા. આ
પ્રસંગે રામનાથ કોવિંદે આંધ્ર પ્રદેશમાં શ્રી પદ્માવતી મેડિકલ કોલેજ ઓફ વુમનનુ
ઉદઘાટન પણ કર્યું હતુ.
૧૦. જાપાન
પીએમ શિન્ઝો આબેને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક સ્થળોથી પરિચિત કરાવાશે
અમદાવાદઃ આગામી 13 અને 14 સપ્ટેમ્બરના રોજ જાપાનના વડાપ્રધાન શિંન્જો
આબે પોતાની ભારત મુલાકાતની શરૂઆત અમદાવાદથી કરવાના છે. ત્યારે અમદાવાદ આવનારા
શિન્જો આબેને અમદાવાદના હેરિટેજની ઐતિહાસિકતા સાથે પરિચીત કરાવવામાં આવશે. આબેને
અમદાવાદમાં સીદી સૈયદની જાળી સહિતના હેરિટેજ સ્થળોની મુલાકાતે લઈ જવાશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. મ્યાનમારમાં હિંસાથી
બચવા ૫૦,૦૦૦
જેટલા રોહિંગ્યા મુસ્લિમોની હિજરત
હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા એકત્ર કરાયેલ
સેટેલાઇટ તસવીરો અનુસાર ઉત્તરીય રાખીને સ્ટેટમાં ૧૦૦ કિ.મી.ના પટ્ટામાં ઓછામાં ઓછા
૧૦ જેટલા વિસ્તારો છેલ્લા પાંચ દિવસમાં આગચંપી કરીને સાફ કરી નાખવામાં આવ્યા છે. આ
વિસ્તારો બાંગ્લાદેશ સાથેની સરહદ પર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા છે.
૨. બ્રિક્સ
શિખર સંમેલન 2017; ચીનનો વિરોધ છતાં PM મોદી ઉઠાવશે આતંકનો
મુદ્દો
નવી દિલ્હીઃ આગામી સપ્તાહે ચીનમાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનની
સલાહને અવગણીને ભારત આતંકવાદ આતંકવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવી શકે છે. બ્રિક્સ
શિખર સંમેલન મુદ્દે ચીને ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદ સામેના મુકાબલામાં
પાકિસ્તાનનો રેકોર્ડ કોઈ એવો વિષય નથી. જેના પર બ્રિક્સ સંમેલનમાં ચર્ચા કરવામાં
આવે. આતંકવાદ મુદ્દે ચીન પહેલાથી જ પોતાના નજીકના મિત્ર પાકિસ્તાનનો બચાવ કરતું
રહ્યું છે.
૩. રાષ્ટ્રગીતના
સન્માન માટે ચીનમાં બનાવાયો કડક કાયદો, અપમાન કરનારને જેલની
સજા
બિજીંગ- ચીનની સંસદે દેશના રાષ્ટ્રગીતને લઈને એક કડક
કાયદો પસાર કર્યો છે. જે મુજબ રાષ્ટ્રગીતના અયોગ્ય ઉપયોગ કરવાને ગુનો માનવામાં
આવશે અને તેનું અપમાન કરનારને 15 દિવસ જેલની સજા કરવામાં આવશે.
રમત
ગમત:-
૧. WWEની રિંગમાં ડ્રેસ
પહેરીને કુશ્તી કરતી જોવી મળી કવિતા દેવી
જો તમે WWE જોતા હશો, તો રિંગમાં થતી રેસલિંગ પણ જોઇ હશે. પરંતુ આજે
અમે તમને જેના વિશે જણાવીશું અને બતાવીશું તેને જોઇને તમે ખરેખરમાં હેરાન થઇ જશો.
ભારતીય મહિલાઓને ડ્રેસ પહેરીને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કવિતા દેવી જ્યારે ડ્રેસ અને ચુન્ની
પહેરીને રેસલિંગની રિંગમાં ઉતરી ત્યારે બધા જ આશ્ચર્ય પામ્યા હતા. એટલું જ નહી, આ પહેલી વખત છે જ્યારે WWEની રિંગમાં કોઇ ભારતીય મહિલા પહેલવાન પહોંચી
હોય.
૨. US ઓપનમાં
સાનિયા-બોપન્નાની હાર, પેસ-રાજા
જીત્યા
ભારતની દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને
રોહન બોપન્નાને પોત-પોતાના જોડીદાર સાથે અમિરકી ઓપનમાં હારનો સામનો કરવો પડ્યો છે.
જ્યારે પુરુષ યુગલમાં ભારતના જ લિએન્ડર પેસ અને તેના નવા જોડીદાર પૂરબ રાજાએ જીત
હાંસલ કરી છે. ઉપરાંત રશિયાની ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ પણ મહિલા સિંગલસમાં
જીત સાથે ચોથા રાઉન્ડમાં પહોંચી ગઇ છે.
૩. ઇંગ્લેન્ડની ચાર્લોટે
પ્રોફેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કપ્તાન
ચાર્લોટ એડવર્ડ્સે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. કિયા સુપર
લીગમાં સાઉદર્ન વાઇપર્સની ટીમને બીજા સ્થાને પહોંચાડ્યા બાદ ચાર્લોટે સંન્યાસની
જાહેરાત કરી છે.
૪. ભારતીય હોકી ટીમના
કોચને ખરાબ પ્રદર્શનના કારણે પદ પરથી હટાવાયા
નવી દિલ્લી: ભારતીય હોકી ટીમના વિદેશી કોચ
રોલંટ ઓલ્ટમેસને પદ પરથી હટાવવામાં આવ્યો છે. હોકી ઈન્ડિયાના પરફોરમેંસ અને
ડેવલપમેન્ટ સમિતિએ દિલ્લીમાં યોજાયેલી ત્રણ દિવસીય બેઠક બાદ આ મહત્વનો નિર્ણય
લેવામાં આવ્યો.
આર્થિક:-
૧. પીએમ
નરેન્દ્ર મોદીએ યુવરાજને લખ્યો પત્ર, યુવી થયો ભાવૂક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર ક્રિકેટર
યુવરાજસિંહના વખાણમાં એક પત્ર મોકલ્યો છે, જેમાં મોદીએ તેમની સંસ્થા યૂવીકેન ફાઉન્ડેશનના
કામના વખાણ કર્યા છે. યુવરાજસિંહ યૂવીકેન સંસ્થા ચલાવે છે, જે કેન્સર સામે લડવા અને તેના વિશે જાગૃત્તા
ફેલાવવાનું કામ કરે છે. મોદીએ એક પત્રના માધ્યમથી યુવરાજના આ પ્રયત્નના વખાણ
કર્યા. યુવીએ આ પહેલ જુલાઈ 2012માં શરૂ કરી હતી.
૨. સ્વાઈન
ફ્લૂના રોગમાં ગુજરાત દેશમાં પ્રથમ, કુલ 5હજાર 434
નોંધાયા
કેસ
અમદાવાદઃ ગુજરાતમાં સ્વાઇન ફલૂના રોગે કહેર મચાવી દીધો
છે.ત્યારે સ્વાઇન ફલૂના કેસની સંખ્યાને લઇને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. અત્યાર
સુધી સ્વાઇન ફલૂના કુલ 5 હજાર 434 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં સ્વાઇન ફલૂના 4 હજાર 627 કેસ નોંધાતા બીજા ક્રમે છે. જયારે ગોવામાં 3 હજાર 29, કર્ણાટકમાં 2 હજાર 956 સ્વાઇન ફલૂના કેસ નોંધાયા છે. અને 24 કલાકમાં સ્વાઇન ફલૂના 172 કેસ નોંધાયા છે.
અન્ય
૧. વિશ્વની સૌથી લાંબી ધજાનો રેકોર્ડ સ્થાપિત કરનાર ધજા
ખેડબ્રહ્યા લવાઇ
દુબઇ ખાતે વિશ્વની સૌથી લાંબી ધજાનો રેકોર્ડ
સ્થાપિત કરનાર ધજા ખેડબ્રહ્મા લાવવામાં આવી છે. આ ધજા 1708 કુટ લાંબી છે.
૨. સોમવારે રાજકોટ આવતાં રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની
સત્તાવાર મુલાકાતે આવી રહેલા રામનાથ કોવિંદના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ ચાલી
રહી છે. રાષ્ટ્રપતિનો ગુજરાતનો પ્રવાસ આવતીકાલથી શ થશે. કાલે અમદાવાદ પહોંચ્યા બાદ
મહેસાણા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપીને સોમવારે સવારે રાષ્ટ્રપતિ સીધા જ
ખાસ હેલિકોપ્ટર દ્વારા જસદણ પહોંચશે. જસદણની બાજુમાં ઘેલા સોમનાથ ખાતે આયોજિત
કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point