Friday, 1 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 02-09-2017

please click here for download pdf file of our current affairs

અહીંથી તમે તારીખ ૦૧-૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગુજરાતમાં AIMS નું ઉજળુ ભવિષ્ય, કેન્દ્ર સરકારની ટીમ આવી ગુજરાત

ગુજરાતમાં AIMS આપવાની વાતને લઈ ભારે ચર્ચા જાગી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતમાં એઇમ્સ આપવા માટેનું નક્કી કર્યું છે ત્યારે ગુજરાતમાં AIMS માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ અને વડોદરા શહેરો માંથી કોઈ એક શહેર માં એઇમ્સ બનાવવાની ઘોસણા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ત્યારે ભૂતકાળમાં વડોદરા અને બાદમાં રાજકોટ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી જોકે ત્યારબાદ એઇમ્સ માટે કોઈ ચર્ચા નહોતી થઈ ત્યારે આજે ફરી એઇમ્સ માટે ચર્ચા જાગતા ફરીથી સ્થળની વિઝીટ કરવા એઇમ્સ ની ટિમ ગઇકાલ ના વડોદરા અને આજે રાજકોટ આવી પહોંચી છે અને રાજકોટ માં બે સ્થળોની મુલાકાત લેશે.

૨. દેશના નવા ગૃહ સચિવ બન્યા રાજીવ ગૌબા, રાજીવ મહર્ષિના સ્થાને કરાઇ નિમણૂંક

રાજીવ ગૌબાએ દેશના ગૃહ સચિવ બન્યા છે. તેમણે રાજીવ મહર્ષિના સ્થાને પદભાર સંભાળ્યો છે. 1982ની બેચના આઈએએસ રાજવી ગૌબા પહેલા શહેરી વિકાસ સચિવ પદે કામગીરી કરી ચુક્યા છે.
રાજીવ ગૌબા 1982ની બેચના ઝારખંડ કેડરના આઈએએસ છે. તેમનો જન્મ 1959માં પંજાબમાં થયો છે. તેમણે પટના યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ગત વર્ષ કેન્દ્ર સરકારમાં આવતા પહેલા ગૌબા પંદર માસ માટે ઝારખંડના મુખ્ય સચિવ તરીકે પણ કામ કરી ચુક્યા છે.
ગૌબા પાસે નીતિ નિર્ધારણ અને કાર્યક્રમોના અમલીકરણનો લાંબો અનુભવ ધરાવે છે. રાજીવ ગૌબા બિહારના વતની છે અને ગૃહ મંત્રાલયમાં જોઈન્ટ અને એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચુક્યા છે. આ સિવાય તેમણે સંરક્ષણ, નાણાં, પર્યાવરણ અને વન વિભાગોમાં પોતાની સેવાઓ આપી છે.

૩. આજે બે દિવસના કરવેરા સંમેલન રાજસ્વ જ્ઞાનસંગામ નું ઉદ્દઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 10:30 વાગે બે દિવસના રાજસ્વ જ્ઞાનસંગામનું ઉદ્ઘાટન કરશે. આ કરવેરા સંમેલનમાં જીએસટી, કાળાં નાણાં અને બીજા મુદ્દા પર ચર્ચા થશે.
રાજસ્વ જ્ઞાનસંગમબે દિવસનું સંમેલન છે, જે 1-2 સપ્ટેમ્બર રાષ્ટ્રીય રાજધાનીમાં યોજવામાં આવશે અને ચર્ચાનું કેન્દ્ર જીએસટી, તેમજ કાળા નાણાં પર કેન્દ્રિત હશે, આ સંમેલન દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય કર અધિકારીઓ મુખ્ય મુદ્દાઓ પર વિચારણા કરશે.
આ પહેલી જ વખત હશે જ્યારે રાજ્ય સરકાર કર અધિકારીઓને જીએસટી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રને સંબોધતા અગાઉ મોદીએ જણાવ્યું હતું કે જીએસટીએ અર્થતંત્રમાં પરિવર્તન કર્યું છે અને સહકારી સંગઠનનું એક ઉદાહરણ સ્થાપ્યું છે કારણ કે રાજ્યો નવા પરોક્ષ કર પ્રણાલી સંબંધિત તમામ નિર્ણયોમાં સહભાગી છે.

૪. નવા ચૂંટણી કમિશનર તરીકે આઈએએસ સુનિલ અરોરાની નિયુક્તિ

નવા ચૂંટણી કમિશનર તરીકે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સુનિલ અરોરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આના સંદર્ભે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે.
નસીમ જૈદી જુલાઈ-2017માં મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી સેવાનિવૃત્ત થયા હતા. ત્યાર બાદ ત્રણ સદસ્યોના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરનું એક પદ ખાલી હતું.
અચલકુમાર જોતિને નસીમ જૈદીના સ્થાને દેશના મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવત ત્રણ સદસ્યોની પેનલમાં છે.
1980ની બેચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી સુનિલ અરોરા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયમાં સચિવ પદે સેવાઓ આપી ચુક્યા છે.

૫. ગુજરાતઃ શાળાઓમાં મધ્યાહ્ન ભોજન ઉપરાંત નાસ્તો પણ ઉમેરાયો, 40 લાખ વિદ્યાર્થીને લાભ

ગાંધીનગર-રાજયની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વધુ પોષણયુકત ખોરાક મળી ૨હે તે માટે શિક્ષણ વિભાગે મધ્યાહ્ન ભોજન ઉ૫રાંત નિયત સમયે પૌષ્ટિક નાસ્તો ૫ણ આ૫વાનો નિર્ણય લીધો છે. રાજયના ૪૦ લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. આ સાથે મધ્યાહન ભોજન ઉ૫રાંત નિયત સમયે પ્રોટીનયુક્ત નાસ્તો આ૫વાનો નિર્ણય ક૨ના૨ ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ છે.

૬. શહેરના બોડકદેવ ઓડીટોરિયમ ખાતે અમદાવાદને હેરીટેજ સિટી અંગેનું પ્રમાણપત્ર એનાયત કરાશે

અમદાવાદ શહેરને ગત ૮ જુલાઇના રોજ યુનેસ્કોની પોલેન્ડના કારકો ખાતે મળેલી વર્લ્ડ હેરીટેજ કમિટીની બેઠકમાં વૈશ્વિક હેરીટેજ સીટીનો દરજ્જા આપવામાં આવ્યા બાદ આજે બપોરે બોડકદેવ ખાતે આવેલા પંડિત દિનદયાલ ઓડીટોરિયમ ખાતે જાવામાં આવેલા એક ખાસ કાર્યક્રમમાં યુનેસ્કોના ડીરેક્ટર જનરલ ઇરીના બોકાવો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગેનું સર્ટીફિકેટ યુનેક્સો તરફથી અર્પણ કરશે.

૭. સીપીએમના રાજયમંત્રી કેિન્દ્રય કારોબારી સભ્ય સુબોધ મહેતાનું અવસાન

સામ્યવાદી પક્ષ માર્કસવાદી લેનીનવાદીના ગુજરાત રાજયમંત્રી અને કેિન્દ્રય કારોબારી સભ્ય કોમરેડ સુબોધ મહેતાનું 9ર વર્ષની વયે ટુંકી બિમારી બાદ બજરંગદાસ બાપા આરોગ્યધામમાં નિધન થયુ છે. કોમરેડ સુબોધ મહેતાને ભાજપ-કાેંગ્રેસના નેતાઆેએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાત રાજયમાં ગરીબ અને કામદારો માટે આજીવન લડત ચલાવનારા સીપીઆઇએમ ના કેિન્દ્રય કારોબારી સભ્ય અને રાજયમંત્રી તેમજ સીઆઇટીયુના રાષ્ટ્રીય નેતા કોમરેડ સુબોધ મહેતાનું નિધન થયુ છે.

૮. નીતિન ગડકરીને રેલવે, સુરેશ પ્રભુને પર્યાવરણ મંત્રાલય મળશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાન મંડળમાં આગામી એકાદ બે દિવસમાં મોટા પાયે ફેરફાર કરનાર છે. આ સંદર્ભમાં ગુરુવારે ઓછામાં ઓછા છ કેન્દ્રીય પ્રધાને રાજીનામાં આપી દીધાં છે, જેમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવ પ્રતાપ રુડી, સંજીવ બાલિયા, મહેન્દ્ર પાંડેય અને નિર્મલા સીતારમમનો સમાવેશ થાય છે અને રવિવાર બપોર સુધી હજુ વધુ પ્રધાનોનાં રાજીનામાં પડવાની શક્યતા છે. મોદી કેબિનેટનાં આગામી વિસ્તરણમાં કેટલાક પ્રધાનોનાં ખાતાં બદલાશે અને કેટલાક બિનકાર્યક્ષમ પ્રધાનોની હકાલપટ્ટી થશે અને નવા ચહેરાને એન્ટ્રી મળશે.

૯. ભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકાના મકનપુર નજીક બનાવાશે

રાજયના 1600 કિ.મી.ના વિશાળ દરિયાકિનારા પૈકી અંદાજીત સાતમાં ભાગનો પરંતુ વ્યુહાત્મક દ્રિષ્ટએ અતિ મહત્વના ગણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનીગ સેન્ટર બનાવવા તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઆેના પ્રતિનિધિઆેની ઉપિસ્થતિમાં ઉચ્ચસ્તરીય સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જમીનનું જાત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ પચાસ હેકટરની વિશાળ જમીનમાં ક્રમશઃ આશરે પાંચ હજાર જેટલા જવાનોની ભરતી કરી આવનાર સમયમાં દરીયાઇ સુરક્ષાનું હેડ કવાર્ટર આગામી સમયમાં બનાવવામાં આવનાર હોવાનું સામુહિક વતુર્ળોમાંથી મળતી માહિતીમાં જાણવા મળેલ છે. અગાઉા પણ પોસીત્રા તથા કલ્યાણપુરના પીડારા ગામની જમીનનું નીરીક્ષણ કરવામાં આવેલ પરંતુ દ્વારકા તાલુકાના મકનપુર ગામ આસપાસની જમીન ટેકનીકલ રીતે વધુ વ્યુહાત્મક તેમજ સરળ હોય અહી આ ટ્રેનીગ સેન્ટર સ્થપાય તેવી શકયતાઆે ઉજળી જણાઇ રહી છે.

૧૦. રેલવે અને બસની ટિકીટ તથા વિજળી-પાણીના બિલ ફરજિયાત કેશલેસ થશે

કેન્દ્ર સરકાર તમામ રેલ્વે અને રોડ ટ્રાન્સપોર્ટ બસ સહિતની સેવાઓ ઉપરાંત સરકારી વિભાગો, એજન્સીઓ માટે ડિજિટલ પેમેન્ટ ફરજીયાત કરવા વિચારી રહી છે એમ સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારી એજન્સીઓના ઓનલાઇન પેમેન્ટ ગેટવેઝ તરીકે ભીમ અને ભારત કયુ આર કોડ જેવા સરકારી પેમેન્ટ મોડ જ અપનાવવાની યોજના છે. કેશને બદલે ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે સરકાર નાગરિકોને પ્રોત્સાહન આપવા માગે છે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. ભારતીય મૂળના જે. વાઇ. પિલ્લઇ સિંગાપુરના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ બન્યા

ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ જે. વાઈ. પિલ્લઈ શુક્રવારે સિંગાપુરના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. સિંગાપુરના નવા રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ સુધી પિલ્લઈ કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ તરીકેની કાર્યવાહી નિભાવશે. સિંગાપુરના નવા રાષ્ટ્રપ્રમુખ સપ્ટેમ્બર માસમાં જ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.

૨. આ છે બ્લૂ વ્હેલ ગેમ બનાવનાર રશિયાની 17 વર્ષની માસ્ટરમાઈન્ડ, કરાઈ ત્રણ વર્ષની સજા

મોસ્કોઃ મોબાઈલ ગેમ રમનાર શોખિનો માટે જીવલેણ પૂરવાર થનાર બહુચર્ચિત બ્લૂ વ્હેલ ગેમબનાવનાર રશિયાની 17 વર્ષની માસ્ટરમાઈન્ડ કિશોરીની ધરપકડ કરવામાં આવી છે. રશિયન પોલીસે બુધવારે આ ગેમ બનાવનાર કિશોરીને ઝડપી પાડી હતી. આ કિશોરી પર આરોપ છે કે, તે પોતાના શિકારને એવી ધમકી આપતી હતી કે જો બ્લૂ વ્હેલનું ટાસ્ક પૂરું નહીં કરે તો તેણી આ ગેમ રમનારના પરિવારની હત્યા કરી દેશે. જેને કારણે ગેમ રમનારા આત્મહત્યા કરતા હતા. વિશ્વમાં આ ગેમને કારણે 130થી વધુ લોકોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કિશોરીને ત્રણ વર્ષની સજા કરાઈ છે.

રમત ગમત:-

૧. સૌથી વધુ ગોલ કરવાની યાદીમાં પેલેથી આગળ નીકળ્યો રોનાલ્ડો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ત્રણ ગોલની મદદથી પૂર્તગાલે વિશ્વ કપ યૂરોપીય ક્લાલીફાઇ તબક્કામાં ગ્રુપ બી માં ફારો આઇલેન્ડ્સને 5-1થી હાર આપી છે. આ સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાની યાદીમાં રોનાલ્ડોએ પેલેને પાછળ મૂક્યો છે.
રોનાલ્ડોના હવે 78 ગોલ થઇ ગયા છે અને તે યૂરોપ માટે સર્વાધિક ગોલ કરનાર હંગરીના ફેરેંક પુરસ્કાસથી 6 ગોલ પાછળ છે. ઉલ્લેખનીય છે કે, પેલેએ બ્રાઝિલ માટે 77 ગોલ કર્યા હતા. સર્વાધિક આંતરરાષ્ટ્રીય ગોલ ઇરાનના અલા દાઇએ 109 કર્યા છે જ્યારે હંગરીના પુરસ્કાસ 84 ગોલની સાથે બીજા સ્થાન પર છે.

૨. ધોની ૩૦૦ કલબમાં સામેલ, ભારતનો છઠ્ઠો અને વિશ્વનો ર૦મો ક્રિકેટર

પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ૩૦૦ વન-ડે મેચ રમનાર છઠ્ઠો ભારતીય અને વિશ્વનો ર૦મો ક્રિકેટ બની ગયો છે જેને સચિન તેન્ડુલકરે વિશેષ સિદ્ધિ ગણાવી છે ધોનીએ શ્રીલંકા વિરૂધ્ધ ચોથી વન-ડેમાં ઉતરતાની સાથે જ આ સિદ્ધિ મેળવી. ભારત તરફથી જો કે આ તેની ર૯૭મી મેચ છે. આ વિકેટકીપર બેટસમેને ત્રણ મેચ એશિયા ઈલેવન તરફથી વિશ્વ ઈલેવન વિરૂધ્ધ રમી હતી. ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ અર્ધસદી પૂરી કરવા માટે એક અર્ધસદીની જરૂર છે. જો કે આજે તે ૪૯ રને અણનમ રહ્યો. જો તે આજે એક સ્ટમ્પીંગ કરી લેશે તો વન-ડેમાં ૧૦૦ બેટસમેનોને સ્ટમ્પીંગ કરનાર પ્રથમ વિકેટકીપર બની જશે. ધોનીને આ સિદ્ધિ બદલ સચિન અને રૈનાએ શુભેચ્છા પાઠવી છે. ઈશાન્ત શર્માએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે માહી ભાઈ તમારા જેવો કોઈ નહીં.

૩. વિરાટે વનડેમાં 10 વખત ડબલ સેન્ચ્યુરી પાર્ટનરશીપ કરીને રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીએ શ્રીલંકા વિરૂદ્ધ ચોથી વનડેમાં પોતાની કરિયરની 29મી શતક ફટકારી હતી. તેમને 96 બોલમાં ધમાકેદાર 131 રનોની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમને 76 બોલમાં પોતાની શતક પૂરી કરી લીધી હતી. 28 વર્ષના વિરાટ રોહિત શર્મા સાથે બીજી વિકેટ માટે 219 રનોની પાર્ટનરશીપ કરી હતી. વિરાટે પોતાની શતકીય ઈનિંગ દરમિયાન ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હતા.


આર્થિક:-     

૧. એપ્રિલ-ર૦૧૯થી કારમાં એરબેગ અને પાર્કિંગ સેન્સર ફરજિયાત

નવી દિલ્હી: એપ્રિલ-ર૦૧૯ બાદ જે કારનું ઉત્પાદન થશે તેમાં ડ્રાઇવર એરબેગ, સ્પીડ વોર્નિંગ સિસ્ટમ, ‌સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેેન્સર સહિતની કેટલીક સિસ્ટમ લગાવવાનું ફરજિયાત બનશે. સરકારે આ સંદર્ભમાં નોટિફિકેશન જારી કર્યું છે.
કેન્દ્રીય માર્ગ-પરિવહન અને હાઇવે પ્રધાન દ્વારા જારી કરવામાં આવેલા નોટિ‌ફિશન મુજબ એપ્રિલ-ર૦૧૯થી કાર ઉત્પાદકો માટે એમ-૧ કેટેગરીનાં વાહનો (ડ્રાઇવર અને આઠ પ્રવાસીની ક્ષમતા ધરાવતી કાર)માં એઆઇએસ-૧૪પ માનક સુરક્ષા ફીચર્સ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કારની સુરક્ષાના પરીક્ષણ માટે સૂચિત ભારત એનસીએપી ક્રેશ ટેસ્ટ પ્રોગ્રામ હેઠળ આવાં ફીચર્સ ધરાવતી તમામ કારની સુરક્ષાને ફાઇવસ્ટાર રેટિંગ આપવામાં આવશે.

૨. ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ IRNSS-1Hનું પ્રક્ષેપણ થયું નિષ્ફળ

નવી દિલ્લી: પ્રથમ વખત ખાનગી કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવેલા ભારતના આઠમા નેવિગેશન સેટેલાઈટ IRNSS-1H નું લોન્ચિંગ નિષ્ફળ ગયું છે. ઇશરોના ચેરમેન એએસ કિરણ કુમારે મિશન નિષ્ફળ ગયાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સેટેલાઇટ હિટ શિલ્ડથી અલગ થઇ શક્યું ન હતું. ઘ્રુવિય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-પીએસએલવી-સી39ના ચોથા ચરણમાં ઉપગ્રહ ફસાઈ ગયો હતો. કિરણ કુમારે કહ્યું કે, પ્રક્ષેપણ મિશન નિષ્ફળ ગયું છે. પ્રક્ષેપણ યાનના તમામ તંત્રોએ શાનદાર રીતે કામ કર્યું, આપણાથી એક ભુલ થઈ હિટ શીલ્ડ અલગ નથી થયું.


અન્ય

૧. ટીમ ઇન્ડિયાની ચોથી વન ડેમાં 168 રનથી વિરાટજીત

કપ્તાન વિરાટ કોહલી અને ઓપનર બેટસમેન રોહિત શર્માની શાનદાર સદીની મદદથી ભારતીય ટીમે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ગુરૂવારે રમાયેલી ચોથી વન ડે મેચમાં યજમાન શ્રીલંકાને 168 રનથી હરાવી શ્રીલંકામાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. ભારતના વિશાળ 375 રનના લક્ષ્યના જવાબમાં યજમાન ટીમ 207 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ વન ડે મેચની સિરીઝમાં 4-0ની સરસાઇ હાંસલ કરી છે ત્યારે પાંચમી અને અંતિમ વન ડે મેચમાં શ્રીલંકા આબરૂ માટે જીતવવા મરણિયા પ્રયાસ કરશે જ્યારે ભારતીય ટીમ પણ 5-0થી યજમાન ટીમનો વ્હાઇટવોશ કરવા એડીચોટીનું જોર લગાવશે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point