Thursday, 31 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 01-09-2017

please click here for download pdf file of our current affairs

અહીંથી તમે તારીખ ૩૧-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગુજરાતઃ ગ્રામ પંચાયતદીઠ સ્વતંત્ર તલાટી કમ મંત્રીની નિમણૂક કરશે સરકાર

ગાંધીનગર- રાજય સરકારની કલ્‍યાણકારી યોજનાઓ તથા મહેસૂલી કામગીરી ઝડપથી ગ્રામ્‍યસ્‍તરે મળી રહે તે માટે ગ્રામ પંચાયત દીઠ સ્‍વતંત્ર તલાટી કમ મંત્રીની સેવાઓ ઉપલબ્‍ધ કરાવવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. આમ થતાં ગ્રામજનોને વિવિધ કામો માટે સરળતા અને સમયની બચતની સાથે સાથે એક જ જગ્‍યાએથી સરકારી સેવાઓના લાભો ઉપલબ્‍ધ થશે.
ગ્રામ્‍ય સ્‍તરે આ સુવિધાઓ પુરી પાડવા લેવાયેલ આ નિર્ણયને કારણે શક્ય હોય ત્યાં સુધી દરેક ગ્રામ પંચાયત માટે એક તલાટી કમ મંત્રીની સેવાની ફાળવણી કરવામાં આવશે. જે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતની કામગીરી ઉપરાંત મહેસૂલી કામગીરી કરશે. ગ્રામ્ય જનોને વિવિધ કામગીરી સ્થાનીક ગ્રામ્ય પંચાયત કક્ષાએ જ ઉપલબ્ધ થશે. પંચાયત તથા મહેસૂલી કામગીરી માટે જુદાજુદા બે કર્મચારીઓને બદલે એક જ કર્મચારીના સંપર્કથી સેવાઓની ઉપલબ્ધી થશે.

૨. આમિરખાન બિહાર પૂરપીડિતોને 25 લાખની કરશે સહાય

પટણા : બિહારમા આવેલા ભારે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ફિલ્મ અભિનેતા અમિરખાને રૂપિયા 25 લાખની સહાય કરી છે. તેમણે આમિરખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ તરફથી 25 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે પોસ્ટના માધ્યમથી મોકલ્યા છે. તો બીજી બાજૂ સાંસદ ડૉ. સીપી ઠાકુરે મુજફ્ફરપુર જિલ્લાના પૂર પ્રભાવિત સાહેબગંજ માટે તેમના સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 20 લાખ તથા તેમના તરફથી 8 હજાર 30 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે મુખ્યમંત્રી નીતીશ કુમારને આપ્યા છે.

૩. ચીન-પાકિસ્તાન સરહદ પર ભારત સેટેલાઈટથી વોચ રાખશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદના મામલે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આવી સ્થિતિથી વાકેફ રહેવા મોદી સરકારે ચીન અને પાકિસ્તાનની સરહદ પર સેટેલાઈટથી સતત વોચ રાખ‍વાનો મોટો નિર્ણય લીધો છે.
ડોકલામ ખાતે ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી.જેના કારણે વધતી જતી તણાવની સ્થિતિને ટાળવા ભારત સરકારે ચીન ઉપરાંત પાકિસ્તાનની સરહદે પણ સેટેલાઈટથી વોચ રાખવા આયોજન કર્યું છે. જેનાથી સરહદ પર ભારત સામે થતી તમામ પ્રવૃત્તિઓ અંગે તેમજ આઈટીબીપી અને બીએસએફને પણ તમામ બાબતની જાણકારી મળી શકશે.અને આ માટે દિલ્હી-એનસીઆરમાં એક સ્પેશિયલ કાર્યાલય બનાવવા માટે હિલચાલ થઈ રહી છે.

૪. શનિવારથી શહેરમાં યોજાશે સૌરાષ્ટ્ર ઝોનનો કલા મહાકુંભ

યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાનારી સ્પર્ધામાં રાજયના આઠ જિલ્લા અને ચાર મહાપાલિકા કક્ષાએ વિજેતા કલાકારો પોતાનો કૌશલ્ય દશાર્વશે
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઆે વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઆે, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા અમલીકરણ સમિતિની રાહબરી હેઠળ ભાવનગર જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી સંચાલિત સૌરાષ્ટ્ર કક્ષાની પ્રાદેશીક મહાકુંભ સ્પર્ધા તા. 2જી સપ્ટેમ્બરને શનિવારે અને 3જી સપ્ટેમ્બરને રવિવારે યશવંતરાય નાટéગૃહ ખાતે યોજાશે.

૫. સોમનાથ ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી

વ્હેલશાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે આજે આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક કે.એ.ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણીમાં મહાનુભાવોએ વ્હેલશાર્ક બચવવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

૬. ખોંભડીની છાત્રા દેશભરમાં એચઆરની પરીક્ષામાં પ્રથમ

આણંદપર (યક્ષ): હાલે પૂનામાં અભ્યાસ કરતી મૂળ નખત્રાણા તાલુકાના મોટી ખોભંડી ગામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં લેવાયેલી આંતરરાષ્ટ્રીય હ્યુમન રિસોર્સિસ (એચઆર)ની પરીક્ષામાં દેશભરમાં પ્રથમ અને વૈશ્ર્વિક સ્તરે દ્વિતિય સ્થાને સફળતા મેળવીને કચ્છનું નામ રોશન કર્યું છે. આ કસોટી વિશ્ર્વના ૮૯૦ પરીક્ષાર્થીએ આપી હતી. રૂપલબેન તુલસીભાઇ વાગડીયાએ ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન હ્યુમન રિસોર્સિસની પરીક્ષામાં આ ઝળહળતી સફળતા મેળવી છે. નાના એવા ગામની દીકરીએ આખા વિશ્ર્વમાં પોતાના ગામ અને પરિવારનું નામ રોશન કરતાં તેને પાટીદાર સમાજ સહિત ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. ભારતના ટ્રેનરનુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

૭. આજે પહેલીવાર ઇસરો ખાનગી કંપનીઓ સાથે સહકાર સાધીને IRNSS-1 ઉપગ્રહ કરશે લૉન્ચ

આઇઆરએનએસએસ-1 એચ નામનો સેટેલાઇટ આજે પહેલીવાર ઇસરોએ (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન) ખાનગી કંપનીઓ સાથે સહકાર સાધીને ઉપગ્રહ લૉન્ચ કરશે.
ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો આઠમો ઉપગ્રહ છે. 1425 કિગ્રા વજનનો ઉપગ્રહ આઇઆરએનએસએસ-1નું સ્થાન લેશે. જૂના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ કામ કરતી અટકી ગઈ છે.
શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રમાંથી સાંજે 6.59 વાગ્યે ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવશે. ઉપગ્રહ પીએસએલવી-સી-39 રૉકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં તરતો મુકાશે.
નેવિગેશન ઉપગ્રહની મદદથી ભારત પોતાની ચારે દિશામાં 1500 કિમી વિસ્તાર પર નજર રાખી શકે છે. માટે 25-30 ઉપગ્રહની જરૂર છે. ઉપગ્રહ નિર્માણનું કામ ઝડપી થાય માટે ખાનગી કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે. દેશવિદેશના ગ્રાહકોની ડિમાન્ડ પૂરી કરવા માટે પણ ખાનગી કંપનીઓને સામેલ કરવામાં આવી છે.

૮. આજથી અંબાજીમાં સાત દિવસીય મહામેળાનો પ્રારંભ, ૩૦ લાખથી વધુ ભક્તો ઉમટશે

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો આજથી પ્રારંભ થશે જેમાં ૩૦ લાખથી વધુ ભક્તો ઉમટશે.
આ સંદર્ભે મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા મેળાને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ મેળો તા.૬ સપ્ટેમ્બરે પૂર્ણ થશે.
અંદાજ પ્રમાણે આ વર્ષે ૩૦ લાખથી પણ વધુ ભાવિક ભક્તો અંબાજીમાં ઉમટી પડશે. ભક્તો માઁ અંબાના દર્શન માટે આખા ગુજરાતથી ભેગા થશે.

૯. મુખ્યમંત્રી યોગી કૈલાશ માનસરોવર ભવનનું કરશે શિલાન્યાસ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગાજીયાબાદમાં કૈલાશ માનસરોવર ભવનનો શિલાન્યાસ કરશે. યોગીએ મુખ્યમંત્રી બન્યા બાદ આ અંગે જાહેરાત કરી હતી. જેનો શિલાન્યાસ આજે કરવામાં આવશે. યોગી મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર ગોરખપુર ગયા હતા અને તે સમયે યોગીએ જાહેરાત કરી હતી કે યૂપી સરકાર કૈલાશ માનસરોવરની યાત્રા પર જઇ રહેલા લોકોને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. જાપાનના PM 'વાદની આ હોટલમાં રોકાશે, જાણો બે દિવસનો કાર્યક્રમ

અમદાવાદ:આગામી13 અને14 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બેદિવસની મુલાકાતે આવનાર જાપાનના વડપ્રધાન શિન્ઝો અબે અમદાવાદની વસ્ત્રાપુર પાસે આવેલી હયાત હોટલમાં રોકાશે .   જ્યારે તેઓની સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ જોડાશે.  બન્ને દેશોના વડાપ્રધાન 13મીએ સાંજે સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લઇને સર્વધર્મ પ્રાર્થનામાં ભાગ લેશે.

૨. જાપાનના પીએમની હાજરીમાં વડાપ્રધાન મોદી અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

દેશના સૌ પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો અમલ હવે ટૂંક સમયમાં થવા થઈ રહ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનું ભૂમિપૂજન ૧૪મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં કરાશે. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાન પણ ખાસ હાજર રહેશે. સમગ્ર બુલેટ ટ્રેન પાછળ ૯૮૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સરકારનાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે અમદાવાદનાં સાબરમતિ રેલવે સ્ટેશન પાસે આવેલા ગ્રાઉન્ડમાં આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. જેના માટે PM મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ૧૩મી સપ્ટેમ્બરે જ આવી જશે. 

૩. સ્વિત્ઝરલેન્ડના પ્રેસિડેન્ટ ભારત પ્રવાસે

નવી દિલ્હી- સ્વિત્ઝરલેન્ડના પ્રમુખ ડો. ડોરીસ લ્યુથર્ડે ભારતના પ્રવાસે છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

રમત ગમત:-

૧. ઓપન સૌરાષ્ટ્ર ટેબલ ટેનીસ સ્પર્ધામાં ક્ષિતીશ પુરોહિતે મેળવેલી સિધ્ધિ

રવિવારે જુનાગઢના કેશોદમાં આઝાદ ક્લબ ખાતે રમાયેલી આેપન સૌરાષ્ટ્ર ટેબલ ટેનીસ સ્પર્ધામાં કૃષ્ણનગર સંસ્કાર મંડળ િસ્થત બી. એન. વિરાણી રમત સંકુલના ક્ષિતીશ પુરોહિતે અતિ સુંદર રમત દાખવી યુવાનોની (સિનીયર) સિંગલ્સ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના 60 ચુનંદા ખેલાડીઆેમાં ટ્રાેફી પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ભાવનગરના આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્ષિતીશ પુરોહિતે 62 વર્ષની વયે યુવાનોની સ્પર્ધામાં પણ સફળતા પ્રાપ્ત કરવાની અસાધારણ સિિÙ પ્રાપ્ત કરી હતી.

૨. દુલીપ ટ્રોફીની ટીમો જાહેર : પાર્થિવ પટેલ ઈન્ડિયા ગ્રીનનો કેપ્ટન

સૌરવ ગાંગુલીના ઉગ્ર વિરોધ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે દુલીપ ટ્રોફીને ફરી ડોમેસ્ટીક ક્રિકેટ કેેલેન્ડરમાં સામેલ કરી લીધી છે. બીસીસીઆઇએ દુલીપ ટ્રોફી તારીખ ૭ થી લઈને ૨૯ સપ્ટેમ્બર દરમિયાન કાનપુર અને લખનઉ ખાતે યોજવાનું નક્કી કર્યું છે. આ માટેની ટીમનો જાહેરાત પણ કરી દેવામાં આવી છેે. ઈન્ડિયા ગ્રીનના કેપ્ટન તરીકે રણજી ટ્રોફી ચેમ્પિયન ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે અભિનવ મુકુંદને ઈન્ડિયા રેડનો અને સુરેશ રૈનાને ઈન્ડિયા બ્લુનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

૩. ગિબ્સન ઈંગ્લેન્ડને છોડી આફ્રિકાના કોચ બનશે

લંડન: ઓટિસ ગિબ્સન ઈંગ્લેન્ડની ટીમના બૉલિંગ કોચના હોદ્દા પરથી રાજીનામું આપી દક્ષિણ આફ્રિકાના નવા મુખ્ય કોચ બનવા સંમત થયા હોવાનું ઈંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બૉર્ડ (ઈ.સી.બી.) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

 


આર્થિક:-     

૧. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ડાયરેકટ ટેકસ કમિટિમાં હીતેષ રાજયગુરૂની નિમણુંક

ગુજરાત ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીની ડાયરેકટ ટેકસ કમિટિમાં ભાવનગર ચેમ્બરના ટેકસેશન કમિટિના ચેરમેન હીતેષભાઇ રાજયગુરૂની નિમણુંક થઇ છે.
ગુજરાત ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શૈલેષભાઇ પટવારી દ્વારા ડાયરેકટ ટેક્સ કમિટિ ગુજરાત ચેમ્બરમાં હીતેશભાઇ નવીનભાઇ રાજયગુરૂની નિયુકતી થયેલ છે તેઆે હાલ સૌરાષ્ટ્ર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટેકસેશન કમિટિના ચેરમેન તરીકે પોતાની સેવા આપે છે તેમજ ગ્રાહક સુરક્ષા મંડળમાં ટ્રસ્ટી તરીકે પોતાની સેવા આપે છે અને ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચુકેલ છે તેમજ આેલ ગુજરાત ફેડરેશનમાં મેનેજીંગ કમિટિ મેમ્બર તરીકે પોતાની સેવા આપેલ છે. હીતેશભાઇની જેમની નિમણુંકને ચેમ્બર આેફ કોમર્સ, વકીલ મિત્રો તેમજ વેપારીઆેએ વધાવેલ છે

અન્ય

૧. દિલીપ કુમાર પોતાની જમીન પરત મેળવવા બિલ્ડરને ચુકવશે 20 કરોડ, કોર્ટે કર્યો આદેશ

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાની જમીન પરત મેળવવા માટે કરેલા કેસનો ચુકાદો સુપ્રિમ કોર્ટે સંભળાવી દીધો છે. અભિનેતાને કોર્ટે બાન્દ્રામાં આવેલા તેમના બંગલાની 21,708 ચોરસ ફૂટ જમીનનો કબજો સોંપી અને બિલ્ડરને 20 કરોડની રકમ ચુકવવાનો આદેશ કર્યો છે.
આ કેસનો ચુકાદો આપતાં જસ્ટિસ એસ.ચેલમેશ્વર અને એસ.અબ્દુલ નઝીરની બનેલી બેન્ચે પ્રજિતા ડેવલપર્સની આ કરારનો અમલ કરાવવાની અરજી નકારી કાઢી હતી. સાથે જ કોર્ટે દિલીપ કુમારને તેની રજિસ્ટ્રીમાં એક મહિનાની અંદર 20 કરોડ રૂપિયા જમા કરવા માટે જણાવ્યું છે જે રકમ બિલ્ડરને સુપરત કરાશે. ઉપરાંત કોર્ટે કંપનીને સંપત્તિની સુરક્ષા માટે તહેનાત કરેલા સુરક્ષા કર્મચારીઓને હટાવી લેવાનો પણ આદેશ કર્યો છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point