Wednesday, 30 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 31-08-2017

અહીંથી તમે તારીખ ૩૦-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ડોકલામ વિવાદ પર પૂર્ણવિરામ, 5 અધિકારીઓનો મોટો ફાળો

70 દિવસના સ્ટેન્ડઓફ બાદ ભારત અને ચીન આખરે ડોકલામનો વિવાદ ઉકેલવામાં સફળ રહ્યાં હતા. સાથે જ ચીને ભારતને આ ઘટના પરથી શીખ લેવાનું જણાવ્યું હતું. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA) દ્વારા મંગળવારે ભારતને આ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ મુદ્દે તટસ્થતાથી અને રાજનૈતિક સ્તરે વાતચીત કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો. ભારત તરફથી આ વાતચીતમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ચીન તરફથી જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ડોકલામની જમીન તમારી છે? ત્યારે અજીત ડોભાલે સામો પ્રશ્ન કરતાં પૂછ્યું હતું કે, શું દરેક વિવાદિત જમીન તમારી છે? અજીત ડોભાલની આવી જ કેટલીક વાતોએ ચીનને પોતાનું વલણ બદલવા માટે પ્રેરિત કર્યું હોવાનું કહેવાય છે. વિવાદ તો સમાપ્ત થયો જ છે, સાથે જ ચીને એ જમીન પર રોડ નિર્માણનું કામ પણ બંધ કર્યું છે.

૨. ભારતીય સેનામાં મોટા ફેરફાર, કેટલાક બિનજરૂરી વિભાગ થશે બંધ

કેબિનેટે એક મોટો નિર્ણય લેતા સેનાના કેટલાક બિનજરૂરી વિભાગોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી સેનાના 57 હજાર જવાન અને ઓફિસરોને ફરીથી નવી તૈનાતી આપવામાં આવશે. જાણકારોનું માનીએ તો નવી તૈનાતી બાદ આ જવાન અને ઓફિસરો સીધે લડત વાળા કામ એટલે કે લડાકૂ મોર્ચા પર આવી જશે.
આ નિર્ણય એક તપાસ કમિટીની રિપોર્ટ બાદ લેનામાં આવ્યો છે. સેનામાં આ એક મોટું રિફોર્મ માનવામાં આવી રહ્યું છે. મંગળવારે રક્ષા મંત્રી અરુણ જેટલીતપાસ કમિટીના રિપોર્ટ પર મંજૂરી આપી દીધી છે. લેફ્ટિનેન્ટ જનરલ ડીબી શેખટકરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી.
સરકારે આ કમિટીની ઘણી ભલામણોને માની લીધી છે. સૂત્રઓનું માનીએ તો રક્ષા મંત્રાલયે કમિટીની 65 ભલામણઓને માની લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફરીથી તૈનાતીની આ કાર્યવાહી 2019 સુધી પૂરી કરી લેવામાં આવશે.

૩. સોમનાથ ખાતે યોજાશે રાષ્ટ્રીય કલાયજ્ઞ-2017, અનેક કલાકારો લેશે ભાગ

ગુજરાતનો કલાવારસો વિવિધતાથી છલોછલ છે અને સર્જનાત્મકતા એ ગુજરાતના પ્રજાજીવનનો ભાગ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, કલાગુરુ શ્રી રવિશંકર રાવળની 125મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી સંસ્કારભારતી ગુજરાત પ્રદેશ અને ગુરજરાત કલાપ્રતિષ્ઠાન દ્ધારા સોમનાથ મંદિરના પટાંગણ ખાતે કરવામાં આવ્યું છે.

૪. લોકપાત્રની નિમણૂકને લઇને અણ્ણા હજારે ફરી કરશે આંદોલન, PMને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ સમાજસેવક અણ્ણા હજારેએ લોકપાલની નિમણૂકને લઇને ફરી એકવાર આંદોલનની ચેતવણી આપી હતી. અણ્ણા હજારેએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે. હજારેએ કહ્યું કે, જો લોકપાલ લાવવામાં નહી આવે તો તેઓ ફરી એકવાર આંદોલન કરશે. જોકે, આંદોલનની તારીખ અને સ્થળ તેઓ બાદમાં નક્કી કરશે.
અણ્ણાએ વડાપ્રધાનને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું જોતા ઓગસ્ટ 2011માં રામલીલા મેદાન પર અને આખા દેશમાં ઐતિહાસિક આંદોલન થયું હતું. આ આંદોલનને જોતા 27 ઓગસ્ટ 2011ના દિવસને સંસદમાં ‘Sense of the House’ રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રમાં લોકપાલ અને તમામ રાજ્યોમાં લોકાયુક્ત અને સિરિઝન ચાર્ટર એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં કાયદો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ આજે 6 વર્ષ બાદ પણ ભ્રષ્ટાચારને રોકી શકે તેવા એક પણ કાયદાનો અમલ કરવામાં આવ્યો નથી.

૫. CM ખટ્ટરની અમિત શાહ સાથે મુલાકાત, હરિયાણાની પરિસ્થિતિ અંગે થઇ ચર્ચા

ડેરા પ્રમુખ ગુરમીત રામરહીમ સિંહને થયેલી 20 વર્ષની સશ્રમ કેદની સજા બાદ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી છે.
હરિયાણાની પરિસ્થિતિ બાબતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે નવી દિલ્હી ખાતે ખટ્ટરે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ ખટ્ટરે રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો છે. તેમણે ક્હ્યું છે કે તેમણે કોર્ટના આદેશનું પાલન કર્યું છે અને હરિયાણામાં હાલ શાંતિ છે. જેને રાજીનામું માંગવું હોય તે માંગ્યા કરે.
રામ રહીમના સમર્થકોની હિંસા બાદ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર નિશાને આવી ગયા હતા. હિંસાને ડામવા માટે હાઇકોર્ટે ખટ્ટર સરકાર પર કડક ટિપ્પણી કરી હતી. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ પહેલા હરિયાણાના પ્રભારી અનિલ જૈન સાથે આ મામલે બેઠક કરી હતી.

૬. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામના પામેલી સૌથી જૂની બાર્બર શોપનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદમાં સૌથા જૂની બાર્બર શોપ ટ્રૂફિટ એન્ડ હિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રૂફિટ એન્ડ હિલનો પ્રારંભ 1805માં બ્રિટનમાં  વિલિયમ ફ્રાન્સિસ  ટ્રૂફિટ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ એવી બાર્બર શોપ હતી જેમાં  વિસ્ર્ટન ચર્ચિલથી માંડીને જાણીતા સાહિત્યકાર ચાર્લસ ડિક્ન્સ જ્હોન વાયેન જેવા લોકો પણ આ શોપમાં જતા હતા.  આ બાર્બર શોપમા જઇને પુરૂષો રાજવીપણાનો અહેસાસ કરી શકે છે આધુનિકતાનો પ્રાય ઘણાતી આ બાર્બર શોપમાં  આજના યુવાનોને ખૂબ આકર્ષશે કારણ કે હાલમાં યુનિસેક્સ સલૂનનો ટ્રેન્ડ છે ત્યારે  પુરૂષો તથા યુવાનો પોતાના માટે જ બનેલા એક આગવા સલૂનમાં મોકળાશથી જઈ શકે છે.

૭. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તે નીતા અંબાણીને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર કરાયો એનાયત

નવી દિલ્લી: શ્રીમતી નીતા અંબાણીને મંગળવારે રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસ માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપ્યો હતો.
તેની સાથે તેમના નામે એક વધુ ઉપલબ્ધિ જોડાઈ હતી. શ્રીમતી નીતા અંબાણી ફૂટબોલ સ્પોર્ટસ ડેવલપમેંટ લિમિટેડના અધ્યક્ષ અને સંસ્થાપક છે. એફએસડીએલ, ઈંડિયન સુપર લીગ (આઈએસએલ) અને રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસના સંરક્ષક છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. PSL સ્પોટ ફિક્સિંગ મામલામાં પાકિસ્તાનનો આ ખેલાડી ફસાયો, લાગ્યો 5 વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્લી: પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં સ્પોટ ફિક્સિંગ મામલામાં સલામી બેટ્સમેન શારરજીલ ખાન ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રચેલી એન્ટી-કરપ્શન ટ્રિબ્યૂનલે (એસીટી) બુધવારે તેની જાણકારી આપી હતી.

૨. યૂટ્યૂબે એનો લોગો બદલ્યો, 12 વર્ષમાં પહેલી વાર

સેન ફ્રાન્સિસ્કો  ગૂગલની માલિકીના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ એ તેનો પ્રખ્યાત લોગો બદલ્યો છે. એણે તેની ડેસ્કટોપ તથા મોબાઈલ એપ્સની ડિઝાઈનમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે.
12 વર્ષોમાં યૂટ્યૂબે આ પહેલી જ વાર તેના લોગોમાં આટલો મોટો ફેરફાર કર્યો છે.
નવા લોગોમાં સમગ્ર નામનો એક હિસ્સો ધરાવતા ટ્યૂબશબ્દની અંદરના લાલ રંગને પડતો મૂકી દેવામાં આવ્યો છે અને યૂટ્યૂબ નામની ડાબી બાજુએ તેનો વિશ્વભરમાં પ્રખ્યાત પ્લે આઈકનને મૂકવામાં આવ્યું છે.
ગૂગલનું કહેવું છે કે આ ફેરફારને લીધે યૂટ્યૂબ લોગો તમામ પ્રકારના ડીવાઈસીસમાં પછી સ્ક્રીન ગમે તેટલા નાના હોય તો પણ, એમાં વધુ સારી રીતે કામ કરશે.
યૂટ્યૂબ નવું ટાઈપફેસ, કલર સ્કીમ પણ મેળવશે, તદુપરાંત એના લૂક, ફીલમાં પણ અનેક મોટાં ફેરફારો કરાશે.


રમત ગમત:-  

૧. GS Genius: વિધી પટેલે ગજબ સાહસિકતા સાથે મલખમક્ષેત્રમાં સિદ્ધિ મેળવી (30-08-17)


૨. મુંબઈના વરસાદમાં ટીમ ફસાઈ જતાં પ્રો કબડ્ડી મેચ રદ કરવી પડી

મુંબઈઃ શહેરમાં ગઈ કાલે પડેલા ભારે વરસાદના કારણે પ્રો કબડ્ડી લીગની રમાનારી મેચ રદ કરવી પડી હતી. મેચ રમવા માટે નીકળેલી બધી ટીમ પાંચ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આ સ્થિતિમાં આયોજકોએ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પહેલી મેચ બેંગલુરુ બુલ્સ અને યુપી યોદ્ધા વચ્ચે રમાવાની હતી, ત્યારબાદ બીજી મેચ યુ-મુમ્બા અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ વચ્ચે રમાવાની હતી.

૩. 17 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને હરાવીને બાંગ્લાદેશે રચ્યો ઇતિહાસ

ટેસ્ટ મેચમાં 9માં ક્રમ પરની બાંગ્લાદેશ ટીમએ ટેસ્ટમાં ભૂતપૂર્વ ક્રમાંક 1 અને વર્તમાનમાં ચોથા ક્રમાંકની ટીમે ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશની ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા પરની આ પહેલી જીત છે. આ પહેલાં બાંગ્લાદેશનએ ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત ઝિમ્બાબ્વે, વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશથી હારી ચુકેલું ઓસ્ટ્રેલિયા ચોથા ક્રમે છે.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-     

૧. ભારતમાં એચટીસી વિવે વીઆર સિસ્ટમમાં 16,000 રૂપિયાનો ઘટાડો

ખરીદદારોને વિવેપોર્ટ માટે મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે જે દર મહિનાથી વપરાશકર્તાઓને પાંચ મફત ટાઇટલ આપે છે. વપરાશકર્તાઓ પણ બજારમાં ઉપલબ્ધ લોકપ્રિય વી.આર. સામગ્રીનો ઉપયોગ કરે છે જેમાં ગૂગલના ટિલ્ટ બ્રશ, એવરેસ્ટ વી.આર. અને રિચિના પ્લેન્ક એક્સપિરિયન્સનો સમાવેશ થાય છે.
ચેર વાંગ, ચેરવુમન, એચટીસીએ જાહેરાત કરી હતી કે, વિવે પરનો અમારો ધ્યેય હંમેશાં શ્રેષ્ઠ અને સૌથી અદ્યતન વી.આર. સિસ્ટમ ઓફર કરે છે. વિવે, વ્યાપક પ્રેક્ષકોને વીઆર (VR) વધુ સુલભ બનાવે છે અને સમગ્ર વી.આર. ઉદ્યોગને આગળ ધપાવતા.વિવેની રમત-પરિવર્તનીય ટેકનોલોજી, શ્રેષ્ઠ-વર્ગની સામગ્રી અને મેળ ન ખાતી વૈશ્વિક ભાગીદારો વીઆર ના વચનને પરિપૂર્ણ કરી રહ્યા છે જેમ કે પહેલાં ક્યારેય નહીં.
વિવે વીઆર સિસ્ટમ એચટીસીનો ઉપયોગ કરવા માટે હળવા અને વધુ આરામદાયક હોવાનો દાવો કરે છે તેવી નવી રજૂઆતની સામગ્રી સાથે, VR અનુભવો અને કનેક્શન કેબલ માટે 2 ગતિ નિયંત્રકો ટ્રેકિંગ માટે 2 બેઝ સ્ટેશન સાથે આવે છે.

૨. કોમનવેલ્થ ગેમ્સમાં ચેસમાં ગોલ્ડ મેળવી ચૂકેલો રાજકોટનો લિટલ ચેમ્પિયન

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત આજથી ચેસની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. રવિવારે તેમાં આઠ વર્ષનો એક ટબુડિયો ભાગ લેવાનો છે. આ લિટલ માસ્ટર ગત વર્ષે શ્રીલંકામાં કોમનવેલ્થ ગેમ્સમાં રમી આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ગોલ્ડ મેડલ પણ જીતી લાવ્યો છે. રાજકોટમાં રહેતા આ બેન્ગાલ ટાઈગરનું નામ સ્વયંદાસ છે.

સ્વયંદાસના પિતા પ્રદિપ દાસ જણાવે છે કે 'મારો દીકરો અઢી વર્ષ હતો ત્યારે એક વખત ઘરમાં પડેલા ચેસ બોર્ડથી રમી રહ્યો હતો. અમરા ઘરમાં કોઈ શતરંજ રમતું નથી, પરંતુ તેને ચેસબોર્ડથી રમતો જોઈને મને વિચાર આવ્યો કે આને ચેસ રમતા શીખવવું જોઈએ. ત્યાર બાદ અમે તેને કોચિંગ અપાવવાનું શરૂ કર્યું. જોતજોતામાં તે તેના વયજૂથમાં સ્ટેટ લેવલે અને રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનવા લાગ્યો.


અન્ય

૧. માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી રંગેચંગે ભાજપમાં જોડાયા

માણસના ધારાસભ્ય અમિત ચૌધરીએ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમા રંગેચંગે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અમિતભાઇ ચૌધરી યુવા નેતા છે અને ભાજપમાં યુવાનો દ્વારા વિકાસના મંત્રને વેગવાન બનાવવામાં સહભાગી બનશે. આ પ્રસંગે અમિત ચૌધરીએ કહ્યું કે, વડીલો, કાર્યકર્તા અને ટેકેદારો સાથે ચર્ચા બાદ માણસા વિસ્તારના વિકાસ માટે વિકાસની વિચારધારા ધરાવતા પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તો પ્રસંગે ઉપસ્થિત શંકર ચૌધરીએ અમિત ચૌધરી વિશે જણાવ્યું હતું કે, અમિતભાઇ ભાજપમાંથી વધુ જંગી બહુમતીથી જીતશે. રાજ્યકક્ષાના મંત્રીના આ નિવેદનથી અમિત ચૌધરીને ભાજપની ટિકિટ પાક્કી થઇ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point