Tuesday, 29 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 30-08-2017

અહીંથી તમે તારીખ ૨૯-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. કેન્સર સેન્ટરના ૧૩મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે નવી આશાઓ, નવા સ્વપ્નાકાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લાના કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે મણિભાઇ શિવાભાઇ પટેલ કૅન્સર સેન્ટરના ૧૩ વર્ષના સ્થાપના દિવસે ૨૮ ઓગસ્ટના રોજ કૅન્સર સામેની લડતને ઉજવતા વાર્ષિક કાર્યક્રમ નવી આશાઓ, નવા સ્વપનાનું આયોજન સંસ્થાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં કૅન્સરની જાગૃતિ ફેલાવીને વહેલા નિદાન દ્વારા સારવાર કરાવવાનો હતો. 

૨. આજે હોકીના પ્રખ્યાત ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ

- 22 વર્ષની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 400 ગોલ કર્યા

- જર્મન તાનાશાહ હિટલર પણ ધ્યાનચંદની રમતથી પ્રભાવિત હતા

આજે હોકીના પ્રખ્યાત ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905એ ઈલાહાબાદમાં થયો હતો. આજે તેમના જન્મ દિવસે રમતની દુનિયામાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે. ધ્યાનચંદે સતત ત્રણ ઓલંપિકમાં 1928 એમ્સટર્ડમ, 1932 લૉસ એન્જલસ અને 1936 બર્લિનમાં ભારતને હોકીમાં સુવર્ણ ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તેમણે તેમના 22 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 400 ગોલ કર્યા છે. એમને રમત જગતમાં ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતના ઈતિહાસમાં જર્મન તાનાશાહ હિટલર પણ ધ્યાનચંદની રમતથી પ્રભાવિત હતા. તેમણે ધ્યાનચંદને જર્મનની ફોજમાં આવવાનો પ્રસ્તાવ કર્યો હતો પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.

ધ્યાનચંદ જ્યારે રમતા ત્યારે એવું લાગતુ કે બોલ તેમની સ્ટિક પર ચોંટી ગયો હોય. તેમના નામ પાછળ પણ રસપ્રદ વાત છે કે તેઓ ચંદ્રના અજવાળામાં નિયમિત અભ્યાસ કરતા હતા તેથી તે ચાંદ નામથી પણ જાણીતા હતા. જો કે આના પહેલા તેમનું નામ ધ્યાનસિંહ હતુ અને ત્યારબાદ તેમનુ નામ ધ્યાનચંદ પડ્યુ હતુ.

મેજર ધ્યાનચંદની આટલી સિધ્ધિઓ હોવા છતાં તેમને હજુ સુધી ભારત રત્ન આપવામાં આવ્યો નથી. જોકે રમત જગતમાં પહેલો ભારત રત્ન ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં આવ્યો છે. ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગણી અત્યારે ઘણી ઝડપી ચાલી રહી છે. ધ્યાનચંદનું અવસાન 3 ડિસેમ્બર 1979એ થયો હતો.

૩. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ર૧ સપ્ટેમ્બરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ૧૪ દિવસના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જેમાં તેઓ તા.ર૧ સપ્ટેમ્બરના દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

૪. ગુજરાતની ૧૩,૯૯૭ શાળાઓમાંથી છ શાળાઓની સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાટે પસંદગી થઇ

ગાંધીનગરરાજ્યની સૌથી સ્વચ્છ શાળાઓ એવી ૩૫ શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-૨૦૧૬ એનાયત કરાયાં હતાં. આ સમારોહના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
બનાસકાંઠા જિલ્લાની હાથીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા કસોટીમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત રાષ્ટ્રીયકક્ષાએ સ્વચ્છતા પુરસ્કાર મેળવનારી પાટણ જિલ્લાની સાગોડિયા પ્રાથમિક શાળા, સાબરકાંઠા જિલ્લાની ચોપલાનાર અને નવા બાકરપુર પ્રાથમિક શાળા, સુરેન્દ્રનગર જિલ્લાની કઠાલા પ્રાથમિક શાળા અને વડોદરા જિલ્લાની રસુલાબાદ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પુરસ્કૃત કર્યા હતા. આ શાળાઓને પહેલી સપ્ટેમ્બરે દિલ્હીમાં સ્વચ્છતા પુરસ્કાર એનાયત થવાનો છે.

૫. ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા 34 કરોડને આંબી ગઈઃ વનવિભાગ

- 2013માં હતા 30.14 કરોડ વૃક્ષો

- જો કે કેટલાક ઉદ્યોગોને કારણે વૃક્ષોનું નિકંગન પણ નીકળી ગયો છે

૬. ઉદયપુરમાં 1.4 કિમીના પિલર વગરના હૈંગિંગ બ્રિજનું PM મોદી કરશે ઉદ્ધાટન

ઉદયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને એન્જીનિયરિંગ અને કારીગરીની બેસ્ટ ગિફ્ટ આપવાના છે. કોટાની ચંબલ નદી પર બનેલા હૈંગિંગ બ્રિજનું આજે પીએમ મોદી ઉદયપુરમાં ઉદ્ઘાટન કરવાના છે. જેને મોટી ક્રીન પર કોટામાં લોકો જોશે. કોઇ પણ પિલર વગરના 1.4 કિમી લાંબો આ બ્રિઝ નવ વર્ષથી તૈયાર થઇ રહ્યો હતો. આ એવો પ્રથમ બ્રિઝ છે. જેને બનાવવામાં આઠ દેશોના એન્જીનિયરોની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૭. મહેમદાવાદ પાસે દેશનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર

આમ તો સિદ્ધિ વિનાયક દુનિયાના દરેક ખૂણામાં બિરાજે છે, જોકે સિદ્ધિ વિનાયકમાં લોકોની શ્રદ્ધા અતૂટ છે. સિદ્ધિ વિનાયક ગણપતિનું બહુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જે પ્રતિમાની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઠ સાથે જોડાયેલી હોય છે તેથી તે ગણેશ સિદ્ધિ વિનાયક કહેવાય છે.

 





આંતરરાષ્ટ્રીય:-  

૧. અમેરિકાના હાર્વેમાં તોફાને સર્જી તારાજી, હ્યુસ્ટન યુનિવર્સિટીમાં ફસાયા 200 વિદ્યાર્થીઓ

હ્યુસ્ટનઃ અમેરિકાના હાર્વે તોફાને ભારે તારાજી સર્જી છે. ટેક્સાસના હ્યુસ્ટનમાં સાત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તોફાનના કારણે રોકપોર્ટ અને હ્યુસ્ટનમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભારે તોફાન અને વરસાદના કારણે કેટલીક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું છે કે હ્યુસ્ટન અને સમગ્ર ટેક્સાસમાં ભારે વરસાદ થયો છે. ભયંકર પૂર આવ્યું છે અને સતત વરસાદ ચાલુ છે.

૨. દક્ષિણ કોરીયાનુ દુ:સાહસ: 2700 કિમી લાંબા અંતરની મિસાઈલ છોડી, જાપાન ઉપર થઈને સમુદ્રમાં પડી

નવી દિલ્લી: ઉત્તર કોરિયાએ મંગળવારે જાપાન ઉપરથી મિસાઈલ છોડી દક્ષિણ ચીન સાગરમાં તણાવ પેદા કરી દીધો છે. આ મિસાઈલ 2700 કિલોમીટરનું અંતર કાપી ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં જઈને પડી હતી. જાપાને દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ ફરી એકવાર મિસાઇલ પરિક્ષણ કર્યું છે. જે જાપાન ઉપરથી પસાર થઈને સમુદ્રમાં પડી છે. સરકારની ચેતવણી આપતી પ્રણાલીએ કહ્યું કે, મિસાઇલના ક્ષેત્રમાં આવતા વિસ્તારના લોકોનો સાવધાન રહેવા કહ્યું છે. જો કે સાર્વજનિક પ્રસારક એનએચકે કહ્યું કે, નુકસાનીનો કોઈ સંકેત ન મળ્યો નથી.

૩. પુતિન હંગેરીની મુલાકાતે

હંગેરીઃ રશિયાના વડાપ્રધાન વ્લાદીમીર પુતિન હંગેરી પહોંચ્યા હતા. પુતિને અહીંયા હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓરબાન સાથે મુલાકાત કરી હતી. અહીંયા બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહકાર વિષય પર ચર્ચા થઈ હતી.

રમત ગમત:-  

૧. અમિત, ગૌરવ વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપની કવાર્ટર ફાઈનલમાં

ભારતના અમિત ફંગલ (૪૯ કિગ્રા) અને ગૌરવ બિધુડી (પ૬ કિલો)એ પોતાના મજબૂત હરીફોને હરાવી અહિંયા ૧૯મી વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો પણ પૂર્વ કાંસ્યચંદ્રક વિજેતા અને ત્રીજા ક્રમાંકનો નિકાસ કુષ્ણા (૭પ કિલો) બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નહીં. અમિતે પ્રી-કવાર્ટર ફાઈનલમાં ઈકવાડોરના સાતમા ક્રમાંકના કાર્લોસ કિવયોને હરાવ્યો જ્યારે ગૌરવ યુક્રેનના માયકોલા બુતસેકોને પરાજય આપ્યો પણ ર૦૧૧ વિશ્વ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીતનાર વિકાસ ઈંગ્લેન્ડના બેન્ઝામીન વાઈટકર સામે હારીને બહાર થઈ ગયો. એશિયન રજતચંદ્રક વિજેતા સુમિત સાંગવાનને પણ ઓસ્ટ્રેલિયનના જેસન વાટેલે સામે હારીને બહાર થવું પડયું.

૨. બેલ્જિયમ ગ્રાં-પ્રીઃ F1 કરિયરની ૨૦૦મી રેસ જીત્યો લૂઇસ હેમિલ્ટન

બેલ્જિયમઃ મર્સિડીઝના ડ્રાઇવર લૂઇસ હેમિલ્ટને બેલ્જિયમ ગ્રાં-પ્રી રેસ જીતવાની સાથે જ ફોર્મ્યુલા-૧ કરિયરની પોતાની ૨૦૦મી રેસ પર કબજો જમાવી દીધો. આ પહેલાં હેમિલ્ટને આ રેસમાં પોલ પોઝિશન હાંસલ કરી હતી. ત્યારબાદ તેણે ગત રવિવારે ફાઇનલ રેસમાં જીત નોંધાવી હતી. હેમિલ્ટને પોતાના કટ્ટર હરીફ અને ફરારીના ડ્રાઇવર સેબેસ્ટિયન વેટેલ પાસેથી આ જીત છીનવી લીધી હતી. વેટેલે આ રેસમાં બીજું સ્થાન મેળવ્યું હતું. પોતાની જીત બાદ એક નિવેદનમાં હેમિલ્ટને કહ્યું, ”ટીમે ઘણું સારું કામ કર્યું અને વેટેલને સારી ટક્કર આપી હતી.આ રેસમાં રેડ બુલના ડેનિયલ રિકિયાર્ડોને ત્રીજું, કિમી રાઇકોનેનને ચોથું અને મર્સિડીઝના વેટારી બોટાસને પાંચમું સ્થાન હાંસલ થયું હતું. હેમિલ્ટને ગત શનિવારે ક્વોલિફાઇંગ રેસ દરમિયાન ૬૮મી વાર પોલ પોઝિશન હાંસલ કરી ઇતિહાસ રચ્યો હતો.

૩. ટૂંકમાં જ શરૂ થઈ શકે છે 1000 રૂપિયાની નોટનું છાપકામ, ડિસેમ્બર સુધીમાં આવશે બજારમાં

નવી દિલ્હીઃ નોટબંધી બાદ 1000 રૂપિયાની નોટ બંધ થવાથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. અંગ્રેજી અખબાર ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટ જારી કરી શકે છે. સૂત્રો અનુસાર નોટની ડિઝાઈનિંગનું કામ જારી છે. ટૂંકમં જ મૈસૂર અને સાલ્બોની પ્રિન્ટિંગ પ્રેસમાં નવી નોટના પ્રિન્ટિંગનું કામ શરૂ થઈ જશે.

૪. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના નામે કર્યો એક અનોખો નોટઆઉટરેકોર્ડ

પલ્લેકલઃ શ્રીલંકા સામે શ્રેણી શરૂ થયા પહેલાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ફોર્મ સામે સતત સવાલો ઊઠી રહ્યા હતા. વન ડે શ્રેણીમાં છેલ્લી બે મેચમાં શાનદાર બેટિંગ કરીને ધોનીને પોતાના ટીકાકારોનાં મોઢાં પર અલીગઢી તાળાં મારી દીધાં છે. ગત રવિવારે રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેમાં ધોનીએ અણનમ ૬૭ રનની ઇનિંગ્સ રમી. એ ઇનિંગ્સમાં અણનમ રહેવાની સાથે જ ધોનીના નામે કેટલાક અનોખા રેકોર્ડ નોંધાઈ ગયા. ધોની હવે વન ડે ક્રિકેટમાં લક્ષ્યનો સફળ પીછો કરતાં સૌથી વધુ વાર અણનમ રહેનારો બેટ્સમેન બની ગયો છે.

૫. T-૨૦ ટુર્ના.માં વડોદરાના કામરાન મુનવ્વરની સ્ફોટક સદી : અમેરિકન ક્રિકેટમાં નવો રેકોર્ડ

અમેરિકા ખાતે પીટ્‌સબર્ગ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી રમાઈ રહેલી ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દુનિયાભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં ધ ક્લાસીકસ ટીમ તરફથી રમતા વડોદરાના ખેલાડી કામરાન મુનવ્વર શેખે સ્ફોટક બેટિંગ કરતાં માત્ર ૩૦ બોલમાં ૧પ સિકસરની સાથે સદી ફટકારી અમેરિકન ક્રિકેટમાં રેકોર્ડ સ્થાપી દીધો છે.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-     

૧. મોદી રાજસ્થાન પ્રવાસે : પીએમ એક જ દિવસમાં 15,000 કરોડના ૯૫૦૦ પ્રોજેક્ટ કરશે લોન્ચ

રાજસ્થાનમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 15,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 11 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે, જે લગભગ કુલ 873 કિ.મી.ના છે.
આજે  મંગળવારે વડાપ્રધાન રાજસ્થાનના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ એક જ દિવસમાં તેઓ ૯,૫૦૦ પ્રોજેક્ટોનું લોન્ચિંગ કરશે. આ પ્રોજેક્ટ રોડને લગતા છે. જેમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ ૨૭ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.
આવતીકાલે હું રાજસ્થાનની મુલાકાત લઈશ, બહાદુરની ભૂમિ, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પાયો નાખશે અને ઉદ્દઘાટન કરવાનો છું”, મોદીએ સોમવારે રાત્રે ટ્વિટ કર્યું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ પોતાના આ રાજસ્થાન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન એકસાથે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. મોદીના આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહેશે.

અન્ય

૧. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ આજે સુરતની મુલાકાતે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ આજે સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. સુરતમાં કોંગ્રેસ દ્વારા સત્ય વિજય નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.



-પ્રશાંત ભટ્ટ
Educational Point