Monday, 28 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 29-08-2017

અહીંથી તમે તારીખ ૨૮-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. મુંબઈના પ્રથમ વિદેશ ભવનનું ઉદ્ઘાટન

મુંબઇ: કેન્દ્રના વિદેશી બાબતોના પ્રધાન સુષમા સ્વરાજે પ્રદેશમાં વિદેશયોજના અંતર્ગત મુંબઇ ખાતે દેશના પ્રથમ પાસપોર્ટને લગતી સેવાઓને એક છત હેઠળ આવરી લેતા વિદેશ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલાયા છે. હવે તે લોકાભિમુખ અને સંવેદનશીલ બન્યું છે. ૨૦૧૪ સુધી દેશમાં માત્ર ૭૭ પાસપોર્ટ સેવાકેન્દ્ર હતા, જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશ મંત્રાલયે દેશભરમાં ૨૩૫ નવા પાસપોર્ટ કેન્દ્ર શરૂ કર્યા છે, જે અમારી ઝડપ સાબિત કરે છે. લોકોની તકલીફોને સમજીને પાસપોર્ટ માટેના બિનજરૂરી નિયમો, કાયદાઓ હટાવીને તેને લોકાભિમુખ બનાવવામાં આવ્યા છે. અગાઉ માત્ર અમેરિકા અને ઇઝરાયલ જ પોતાના નાગરિકોને બચાવવા વિદેશમાં દોડી જતું હતું. હવે આ બાબતે ભારતનું નામ પણ ગૌરવભેર લેવાઇ રહ્યું છે.

૨. રાજ્યસભામાં જીત મેળવનાર કોંગ્રેસના નેતા અહેમદ પટેલે શપથગ્રહણ કર્યા

રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકમાંથી 1 પર જીત મેળવનારા કોંગ્રેસ નેતા અહેમદ પટેલે શપથ ગ્રહણ કર્યા છે. સંસદમાં શપથ ગ્રહણ સમયે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ તેમજ પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર જોવા મળ્યા હતા.
ગુજરાતની 3 રાજ્યસબાની બેઠકો માટે થયેલા મતદાન સમયે સાડા નવ કલાકનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યા હતો. અને જે બાદ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની જીત થઈ હતી. કોંગ્રેસના 2 બળવાખોર ધારાસભ્યોએ ભાજપ નેતાઓને મતપત્ર બતાવ્યાના મામલે હોબાળો થયો હતો.
ચૂંટણી પંચ સુધી મામલે પહોંચ્યો હતો. ચૂંટણી પંચે બંને મતોને રદ્દ કર્યા હતા.
જેથી અહેમદ પટેલની જીત નિશ્ચિંત થઈ હતી નહીતર હાર નક્કી હતી.

૩. રામ રહીમ રડતાં રડતાં માંગી રહ્યો રહેમઅને કોર્ટે ફટકારી 20 વર્ષની આકરી સજા

બે સાધ્વીઓ સાથે બળાત્કારના 15 વર્ષ જૂના બે અલગ અલગ કેસ મામલે દોષિત ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહીમને સીબીઆઇની કોર્ટે 10-10 વર્ષની મળી કુલ 20 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે રામ રહીમને કુલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી પીડિતાને 14-14 લાખ રૂપિયા આપવા આદેશ કર્યો હતો.
રોહતકની સુનરિયા જેલમાં સોમવારે બપોરે 2.30 વાગ્યે સુનાવણીની થઈ હતી. જજ જગદીપ સિંહને સુરક્ષાની વચ્ચે રોહતકમાં હૅલિકોપ્ટર મારફતે લઈ જવામાં આવ્યાં હતાં. કોર્ટે બંને પક્ષોને 10-10 મિનિટ દલીલો માટે હતી. રામ રહીમે રહેમની માંગ કરી હતી. જ્યારે બીજી તરફ CBIએ વધુમાં વધુ સજાની માંગ કરી હતી. આ દલીલો સાંભળ્યા બાદ જજ જગદીપ સિંહે બાબા રામ રહીમને દુષ્કર્મના બે અલગ-અલગ કેસમાં 10-10 વર્ષની સજા મળી કુલ 20 વર્સંષની સજા ફટકારી હતી. ઉપરાંત રામ રહીમને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જેમાંથી પીડિતાને 14-14 લાખ રૂપિયા આપવા આદેશ કરાયો હતો.  રામ રહીમને કલમ 376, 511 અને 506 હેઠળ સજા ફટકારાઇ હતી.

૪. 10236 ગૃહિણીઓને ઉજ્જવલા યોજનામાં ગેસ કનેકશન આપતાં મુખ્યમંત્રી

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ જિલ્લાની ગૃહિણોને રસોઇકામ દરમિયાન ચૂલા અને કેરોસીનથી ચાલતા સ્ટવમાંથી મુક્તિ અપાવવા માટે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારની બહેનોને રાંધણ ગેસના ચુલાનું વિતરણ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન પરિણામ સ્વરૂપ 10236 બહેનોને આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગેસસ્ટવનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારપૂર્વક દોહરાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોના સર્વાંગી ઉત્થાન માટે કામ કરી રહી છે.

૫. DyCM નીતિન પટેલ અને ભૂપેદ્રસિંહ ચુડાસમા આજે પાટણની મુલાકાતે

પાટણઃ ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભૂપેદ્રસિંહ ચુડાસમા આજે પાટણની મુલાકાતે જવાના છે. ત્યારે તેમની મુલાકાત પૂર્વે પાટણમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. મહત્વનું છે કે બે દિવસ પૂર્વે પાટીદાર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં હાર્દિક પટેલે આહ્વાન કર્યું હતું કે, પાટીદાર સમાજના લોકોને પાટણના કાર્યક્રમમાં નીતિન પટેલનો વિરોધ નોંધાવવામાં આવે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટણમાં ST ડેપોના ખાત મૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

આ ઉપરાંત ટેબલેટ વિતરણ પણ કરવાના છે. જોકે આ કાર્યક્રમમાં કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે પોલીસ મોબાઈલ વાન દ્વારા શહેરમાં સતત પેટ્રોશલગ કરવામાં આવી રહ્યું છે. જેમાં પાટીદાર વિસ્તારોમાં ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

૬. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ શપથ લીધા

દેશના 45મા ચીફ જસ્ટિસ તરીકે આજે સોમવારે જસ્ટિસ દીપક મિશ્રા શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એમને શપથ લેવડાવ્યા હતા. આ પ્રંસગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સહિત અગ્રણી સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

૭. પેટાચૂંટણી LIVE - દિલ્હીમાં કેજરીવાલની મોટી જીત, ગોવામાં પર્રિકર-રાણે જીત્યા

દેશના જુદા જુદા રાજ્યોની ચાર વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટ્ણીના પરિણામ આવવા માંડ્યા છે. સૌ પ્રથમ પરિણામ ગોવાના પણજીમાં આવ્યુ. અહી ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ચૂંટણી જીતી લીધી છે. તેમણે કોંગ્રેસ ઉમેદવારને 4500 વોટોથી હરાવ્યુ. બીજી બાજુ દિલ્હીની બવાના સીટ પર કાંટાની ટક્કર દેખાય રહી છે. અહી પહેલા કોંગ્રેસને તો હવે આમ આદમી પાર્ટી આગળ દેખાય રહી છે. બીજી બાજુ ગોવાની બાલપોઈ સીટ પણ ભાજપાના ખાતામાં ગઈ છે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. તમિલનાડુની AIADMK  કેન્દ્રની મોદી સરકાર સાથે જોડાશે

તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ હજુ યથાવત છે. એક વરિષ્ઠ ભાજપ નેતાએ પુષ્ટિ કરી છે કે AIADMK મોદી સરકારમાં જોડાશે.
મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ઓ.પનીરસેલ્વમના બે જૂથ વચ્ચે થયેલાં વિલીનીકરણથી કેટલાંક ધારાસભ્યો નારાજ છે. ત્યારે દિનાકરણે પોતાના સમર્થક ધારાસભ્યોને પુડ્ડુચેરી નજીક એક રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. ત્યારે બુધવારે AIADMKના સમર્થકોએ આ રિસોર્ટની બહાર વિરોધ નોંધાવ્યો હતો.
માત્ર સમય જ નક્કી કરવામાં આવે છે. એનડીએના ભાગીદાર તરીકે, તે સ્પષ્ટ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં જોડાશે, “ભાજપના વરિષ્ઠ વરિષ્ઠ અધિકારી, જેણે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભાજપના કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે, AIADMKના નેતાઓમાં મતભેદ છે અને અમને ખાતરી છે કે તેઓ તેમને ટૂંક સમયમાં ઉકેલી દેશે.

રમત ગમત:-  

૧. જસપ્રીત બૂમરાહનું વન ડેમાં કમાલ, શ્રીલંકા સામે બનાવ્યો રેકોર્ડ

ભારતના યુવા ઝડપી બોલર જસપ્રીત બૂમરાહે રવિવારે શ્રીલંકા સામે પલ્લીકેલેમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં કમાલનું પ્રદર્શન કર્યુ હતું. બૂમરાહે પલ્લીકેલેમાં રવિવારે રમાયેલી ત્રીજી વન ડે માં માત્ર 27 રન આપી 5 વિકેટ લઇ શ્રીલંકન બેટસમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. બૂમરાહએ કરિયરનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ અને આ દરમિયાન ઘણા રેકોર્ડ પણ બનાવ્યો છે.

૨. IND Vs SL: ટીમ ઇન્ડિયાએ ત્રીજી મેચ અને વન-ડે શ્રેણી જીતી લીધી

August 28 -  ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી વન-ડેમાં ધબડકા બાદ ભારતીય ટીમે શાનદાર રમત દાખવતા મેચ 6 વિકેટે જીતી લીધી હતી અને આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ વન-ડે મેચની શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે. જીતમાં મોટો ફાળો રોહીત શર્માની સદી અને ધોનીની અડધી સદીનો હતો.

૩. અત્યંત રોમાંચક વર્લ્ડ બેડમિન્ટન મહિલા ફાઈનલ મેચમાં ઓકુહારા વિજયી; સિંધુને મળ્યો સિલ્વર

ગ્લાસગો  ભારતની પી.વી. સિંધુને ગોલ્ડ મેડલ હાથતાળી આપી ગયો છે. અહીં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં આજે રમાઈ ગયેલી મહિલાઓની સિંગલ્સ ફાઈનલ મેચમાં સિંધુ જોરદાર લડત આપ્યા બાદ જાપાનની નોઝોમી ઓકુહારા સામે 21-19, 20-22, 22-20 હારી જતાં એને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે.
ભારતને વર્તમાન સ્પર્ધામાં આ બીજો મેડલ મળ્યો છે. સાઈના નેહવાલે સેમી ફાઈનલમાં ઓકુહારા સામે હારી જતાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
વિશ્વમાં ચોથી રેન્ક ધરાવતી સિંધુ અને 12મી રેન્ક ધરાવતી ઓકુહારા વચ્ચેની આ મેચની ત્રણેય ગેમ અત્યંત રસાકસીભરી રહી હતી.
પહેલી ગેમ ઓકુહારાએ 21-19થી જીતી લીધી હતી, પણ સિંધુએ બીજી ગેમમાં જોરદાર કમબેક કરીને 22-20થી જીત મેળવી હતી.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-     

૧. ગુજરાત બાઈકિંગ ક્વિન્સ PMને મળી

ગુજરાતની 50 મહિલાઓના મોટરસાયકલ ચાલક ગ્રુપે, ધ બાઈકિંગ ક્વિન્સ નવી દિલ્હીમાં આજે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. ગ્રુપે જણાવ્યું હતું કે તેઓએ 13 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનો 10,000 કિમી.નો પ્રવાસ કર્યો છે અને લોકો સાથે બેટી બચાવો, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત જેવા સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. 15 ઓગસ્ટ 2017ના રોજ તેઓએ લદાખના ખારદોંગ લા ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાને તેમના પ્રયાસને બિરદાવ્યો હતો અને તેમના ભવિષ્યના સાહસો માટે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય

૧. આજે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ , કયો 'પ્રેમ' તેમને વારંવાર ખેંચી લાવતો હતો વડોદરામાં જાણો

ઝવેરચંદ મેઘાણી વડોદરામાં નિયમિત આવતાં હતાં. શહેરમાં માર્કેટ પાછળ નિવાસસ્થાન ધરાવતાં સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈને ત્યાં ઝવેરચંદ મેઘાણી સાહિત્ય, નાટક, કલા, ચિત્રકલા જેવા વિષયો પર ચર્ચા કરતાં હતાં. વાઘોડિયા રોડ પર આવેલાં લક્ષ્‍મી સ્ટુડિયોમાં ગુજરાતી ફિલ્મસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ફિલ્મો માટે ગૌરવપ્રદ વારસો આપવા માટે પ્રતિમા બનાવી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી દરવર્ષે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ લક્ષ્‍મી સ્ટુડિયોમાં ઉજવતાં હતાં. ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસે તેમનાં સાહિત્ય પર ચર્ચા કરતાં ગુજરાતી વિભાગના પૂર્વ પ્રા.સિતાંશુ યશૃંદ્ર જણાવ્યું હતું.


-પ્રશાંત ભટ્ટ
Educational Point