અહીંથી તમે તારીખ ૨૭-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. કેન્દ્રના
રાજ્યકક્ષાના પ્રધાન પી.પી. ચૌધરીએ વડોદરાની મુલાકાત સમયે ગુજરાતને મોડેલ રાજ્ય
ગણાવ્યું
કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાનાં ન્યાયપ્રધાન
પી.પી ચૌધરીએ આજે વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી. પી.પી ચૌધરીએ સંસ્કારી
નગરીમાં આયોજીત અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
શહેરનાં રેસકોર્સ રોડ પર સ્વચ્છતા અભિયાનમાં
તેમણે હિસ્સો લઈ રસ્તા પર ઝાડુ લગાવ્યું હતું. બાદમાં તેમણે વડોદરા શહેરનાં વિવિધ
વિસ્તારની મુલાકાત લીધી હતી તથા વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને ગાંધીજીના
આંદોલન સાથે સરખાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશ માટે ગુજરાત મોડેલ રાજ્ય છે. ગુજરાતનો
વિકાસ નિહાળી દેશના અન્ય રાજ્યો પોતાના રાજ્યમાં ફેરફાર કરે છે.
૨. લાલબાગ
કા રાજાના દર્શને પહોંચ્યા અમિત શાહ અને સચિન તેંડુલકર
વર્તમાન સમયમાં સ્વચ્છતાને લઈને દેશભરમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે તેની
અસર આ વર્ષે ગણપતિ ઉત્સવમાં પણ જોવા મળી છે. મન કી બાતમાં વડાપ્રધાને લોકોને ઈકો
ફ્રેન્ડલી ગણેશજી લાવવાનુ કહીને શુભકામનાઓ પાઠવી હતી. જે દરમિયાન કંઈક એવી ઈકો
ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ સામે આવી છે જેને જોઈને તમે ચોંકી જશો.
કર્ણાટકમાં ઉડીપીના એક બાઈકના શોરૂમમાં 9 ફૂટના બિસ્કીટના ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ નિર્માણ શ્રીનાથ મનિપાલ, વિનકી પાલિમાર અને રવિ હેરે બિટ્ટુ નામના ત્રણ કલાકારોએ બનાવી છે. આ ગણપતિ લોકોને ખૂબ પસંદ આવ્યા છે.
કર્ણાટકમાં ઉડીપીના એક બાઈકના શોરૂમમાં 9 ફૂટના બિસ્કીટના ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ નિર્માણ શ્રીનાથ મનિપાલ, વિનકી પાલિમાર અને રવિ હેરે બિટ્ટુ નામના ત્રણ કલાકારોએ બનાવી છે. આ ગણપતિ લોકોને ખૂબ પસંદ આવ્યા છે.
શ્રીનાથે જણાવ્યું કે અમે દર વર્ષે નવી
સ્ટાઈલની ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ. ગયા વર્ષે પેપર કપ અને અન્ય હેન્ડીક્રાફ્ટ
સામગ્રીઓનો ઉપયોગ કરીને ગણેશજીની મૂર્તિ બનાવી હતી. વેપારી મનોહર શેટ્ટીએ જણાવ્યું
કે આપણે તહેવારની ઉજવણી કરતી વખતે સ્વચ્છ ભારત અભિયાન વિશે પણ વિચારવુ જોઈએ.
બિસ્કીટથી બનાવેલા ગણપતિ આજ દિશામાં એક પ્રયત્ન છે.
૩. રાષ્ટ્રપતિના હસ્તે આવતીકાલે
સ્પોર્ટ્સ ટૅલન્ટ પોર્ટલનું લૉન્ચિંગ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ૨૮ ઑગસ્ટે અહીંના ઇન્દિરા ગાંધી
ઇન્ડોર સ્ટેડિયમમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ નેશનલ સ્પોર્ટ્સ ટૅલન્ટ
સર્ચ પૉર્ટલ સત્તાવાર રીતે લૉન્ચ કરશે. આ વેબસાઇટ શરૂ કરતાં પૂર્વે કેટલાક મુદ્દા
પર વિવાદ થયો હતો જેમાંનો એક મુદ્દો વિવિધ રમતોમાં રાજ્ય સ્તરની, રાષ્ટ્રીય સ્તરની તેમ જ આંતરરાષ્ટ્રીય
સ્તરની ટીમોમાં ટૅલન્ટે પ્લેયરો અને ઍથ્લેટોને સ્થાન આપવા સંબંધમાં રહ્યો છે.
૪. જૂનાગઢમાં
સૌ પ્રથમવાર ૧૦૧ મણનો મહાલાડુ: આજે લોકોને પ્રસાદી અપાશે
જૂનાગઢ: શહેરના ઇતિહાસમાં ગણેશત્સવ પર્વ ઉપર અહીંના રંગમહેલમાં ૧૦૧ મણનો
મહાલાડુ લોકોના દર્શનાર્થે મુકાયો છે. ગણેશચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપનાની સાથે
તે મુકાયો હતો જે ત્રણ દિવસ સુધી દર્શનાર્થે રખાયા બાદ આવતીકાલે તા ૨૭ મી એ તેને
પ્રસાદરૂપે જનસમુદાયને વિતરણ કરાશે.
૫. પટનામાં
લાલુ પ્રસાદની 'દેશ
બચાવો, ભાજપ
ભગાવો' ની
આજે રેલી
પટના: પટનાન ગાંધી મેદાનમાં રવિવારે થનારી
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની ‘દેશ બચાવો, બીજેપી ભગાવો’ રેવીને લઇને પટનામાં તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. આ
રેલીના માધ્યમથી લાલુ અને એમનો પરિવાર કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ હલ્લા બોલશે.
૬. મન કી બાત: PM મોદીએ હરિયાણા હિંસા પર
વ્યક્ત કરી ચિંતા,આસ્થાના
નામ પર હિંસા સ્વીકાર નહીં
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો
કાર્યક્રમ ‘મન કી બાત’માં કહ્યું કે, સંપ્રદાય, ધર્મ કે વ્યક્તિના નામ પર આસ્થાના નામ પર
હિંસાની કરવાની છૂટ નથી આપી શકાતી. કાયદો હાથમાં લેવાની છૂટ કોઈને આપી નથી. તમામ
વ્યક્તિએ કાયદાનું પાલન કરવું જોઈએ. પીએમ મોદીએ હરિયાણાની હિંસા પર ચિંતા વ્યક્ત
કરતા કહ્યું કે, આ સમયે ધર્મ કે કોઈ વ્યક્તિના નામ પર હિંસા
બિલકુલ ચલાવવામાં નહીં આવે. પીએમ મોદીએ કહ્યું કે, આપણો દેશ અહિંસા પરમો ધર્મ: ને માનનારો દેશ
છે. આ મહાત્મા ગાંધી અને સરાદાર પટેલનો દેશ છે. બાબા સાહેબને યાદ કરતા કહ્યું
તેમના બનાવેલા સંવિધાન અનુસાર દેશ ચાલી શકે છે. એવામાં કોઈ પણ કાયદાથી ઉપર નથી
હોતું.
આંતરરાષ્ટ્રીય:-
૧. નેલ્સન મંડેલાની
બાયોગ્રાફીમાંથી ઓબામાએ કરેલા ટ્વિટને ૨.૮ મિલિયન લાઈક્સ
વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ
શેર્લોટ્સવિલેની હિંસા બાદ ટ્વિટ કર્યું હતું, જેમાં તેઓએ આઇકોનિક સાઉથ આફ્રિકન રંગભેદ
વિરોધી લીડર નેલ્સન મંડેલાની ઓટોબાયોગ્રાફી લોન્ગ વૉક ટુ ફ્રીડમમાંથી એક ક્વોટ
ટ્વિટ કર્યો છે. આ ટ્વિટને ર.૮ મિલિયન લાઇક્સ મળી છે.
એક માહિતી અનુસાર ઓબામાની શેર્લોટ્સવિલેમાં
થયેલી હિંસાના િટ્વટને રેકોર્ડબ્રેક ર૮ લાખ લાઇક્સ મળી છે. તે રીતે તેમણે ઓબામાની
ટ્વિટે પોપ સ્ટાર એરિયાના ગ્રાન્ડેની િટ્વટનો રેકોર્ડ તોડ્યો છે ઓબામાએ હિંસા બાદ
ટ્વિટ કર્યું હતું
રમત
ગમત:-
૧. વર્લ્ડ ચેમ્પિયનશિપ:
સાઇના સેમી ફાઇનલમાં હારી, બ્રોન્ઝ
મેડલથી માનવો પડ્યો સંતોષ
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને
ગ્લાસગોમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં હારીને બ્રોન્ઝ મેડલથી
સંતોષ માનવો પડ્યો છે. સાઇનાને જાપાનની નોજોમી ઓકુહારા સામે હાર થઇ હતી.
૨. પી.વી. સિંધુ પહોંચી
વિશ્વ બેડમિન્ટનની ફાઈનલમાં; આજે જાપાનની નોઝોમી
ઓકુહારા સાથે મુકાબલો
ગ્લાસગો (સ્કોટલેન્ડ) – અહીં રમાતી વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાનો આજે
છેલ્લો દિવસ છે. આજે સંબંધિત કેટેગરીઓમાં પાંચ ફાઈનલ મેચો રમાશે. એમાંની એક હશે
મહિલાઓની સિંગલ્સ, જેમાં ભારતની પી.વી. સિંધુ ટક્કર લેશે જાપાનની
નોઝોમી ઓકુહારા સામે..
૩. વિશ્વની સૌથી મોંઘી
ફાઈટ મેયવેદર જીત્યો, હારવા
છતાં મેકગ્રોગોરને મળ્યા 516 કરોડ, મેયવેદરને મળી કેટલી
રકમ ? જાણીને
લાગી જશે આંચકો
લાસ વેગાસઃ વિશ્વના સૌથી અમીર બોક્સર અને
સ્પોર્ટ્સપર્સન ગણાતા ફ્લોયડ મેયવેદરે આજે અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશીપ
(યુએફસી)ના બાદશાહ કોનોર મેકગ્રેગોરને હરાવી પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી.
મેયવેદરે મેકગ્રોગરને 10 રાઉન્ડમાં હરાવ્યો હતો. આ ફાઇટમાં 1161 કરોડ રૂપિયા દાવ પર લાગેલા હતા.
આર્થિક:-
૧. 'ટોયલેટ એક...'100
કરોડને
પાર,અક્ષય
પહોંચ્યો 200ના કલ્બમાં
અક્ષયકુમારની ટોયલેટ એક પ્રેમ કથાએ બે
અઠવાડિયામાં 100
કરોડનો આંકડો
પર કરી સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મ 2017ની પાંચની સૌથી વધુ બોક્સઓફિસ પર ચાલનારી
ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ અંદાજીત 18 કરોડ જેટલુ હતુ પરંતુ, તેના કલેક્શનથી ફિલ્મ સુપરહિટ રહી છે તેવુ
કહેવુ બિલકુલ ખોટુ નથી. ઉલ્લેખનીય છે કે અક્ષણ કુમારીની આ ફિલ્મ તેની આ વર્ષની
પાંચમી ફિલ્મ છે જેણે 100
કરોડની
ક્લબમાં એન્ટ્રી લીધો હોય. જે સાથે જ અક્ષય કુમાર આ વર્ષે બોલીવૂકનો બોક્સઓફિસ
કિંગ બની ચૂક્યો છે. ત્યારે જાણો ટોયલેટ એક પ્રેમકથાનું કમાણીની આ ખાસ વાતો...
અન્ય ૧. મિલન
લુથરિયાની ફિલ્મ બાદશાહોને યુએ સર્ટિફિકેટ
તમામ અફવાઓ પર વિરામ મુકાયા છે. દિગ્દર્શક
મિલન લુથરિયાની આગામી ફિલ્મ બાદશાહો વિના કટ સેન્સર બોર્ડમાં પાસ કરવામાં આવી છે.
ફિલ્મના રોમેન્ટિક દૃશ્યો પર પૂર્વ બોર્ડ ચેરમેન પહલાજ નિહલાનીએ વાંધો દર્શાવ્યો
હતો. નવા ચેરમેન પ્રસૂન જોશીએ આ ફિલ્મને વિના કટ યુએ સર્ટિફિકેટ સાથે પાસ કરી
રિલીઝ કરવાની મંજૂરી આપી છે. બાદશાહોમાં અજય દેવગણ, ઇમરાન હાશ્મી, ઇલિયાના ડીક્રૂઝ, વિદ્યુત જામવાલ, ઇશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ
બાદશાહોમાં વર્ષ ૧૯૭૫ના ઇમરજન્સી સમય દરમિયાન એક ચોરી થાય છે જે ઇતિહાસના
પાનાંઓમાં કયાંક ગુમ થઇ જાય છે તેના પર બની છે. ફિલ્મમાં ફરી એકવાર અજય દેવગણનો
દેશી અવતાર જોવા મળવાનો છે. ફિલ્મનું ગીત મેરે રશ્કે કમરમાં ઇલિયાના અને અજયના
રોમેન્ટિક દૃશ્ય ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા હતા.
-પ્રશાંત ભટ્ટ
Educational Point