Saturday, 26 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 27-08-2017

અહીંથી તમે તારીખ ૨૬-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. PM મોદીની 'સબકો આવાસ' યોજના, 2022 સુધીમાં સવા કરોડ મકાન બનશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સબકો અાવાસઅાપવાની જાહેરાતને પૂર્ણ કરવા માટે શહેરી વિકાસ મંત્રાલય ૩૦ મહિનામાં તૈયાર થતી ગગનચુંબી ઇમારતો માત્ર ત્રણ મહિનામાં ઊભી કરી દેવાની યોજના બનાવી રહ્યું છે. અા માટે ખૂબ જ જલદી અત્યાધુનિક ટેકનોલોજીને લઈને વૈશ્વિક પ્રતિસ્પર્ધા કરવામાં અાવશે.

૨. 200 રૂપિયાની નોટમાં જોવા મળશે વિશ્વ પ્રસિદ્ધ સાંચી સ્તૂપ

નોટબંધીના નિર્ણય બાદ મોદી સરકાર હવે 200 રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. ભારતીય રિઝર્વ બેન્કે 200 રૂપિયાની નોટ જાહેર કરતા પહેલા તેના ખાસ ફીચર્સ જાહેર કર્યા હતા. જેમાં સૌથી ખાસ ફીચર છે બૌદ્ધ કાલીન મધ્યપ્રદેશનો 'સાંચીનો સ્તૂપ'.

વિશ્વ પ્રસિદ્ધ છે સાંચી સ્તૂપ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 46 કિલોમીટર અંતરે આવેલું છે સાંચી. આ સ્થાન બૌદ્ધ કાલીન સ્મારકોના કારણે વિશ્વ પ્રસિદ્ધ છે. આ સ્મારક હવે ભારતીય કરન્સી પર પણ જોવા મળશે. 200 રૂપિયાની નોટ પર તેની તસવીર લગાવવામાં આવી છે. આ બૌદ્ધ સ્મારક ત્રીજી શતાબ્દી ઇ. પૂર્વે બારમી શતાબ્દી દરમિયાનનો છે.

પ્રેમ, વિશ્વાસ અને સાહસનું પ્રતીક છે સ્તૂપ
સાંચીનો સ્તૂપ સમ્રાટ અશોકે ત્રીજી શતાબ્દી, ઇ. પૂર્વે બનાવવામાં આવ્યો હતો. તેનું કેન્દ્ર, એક સામાન્ય અર્ધગોળાકાર રચના કરવામાં આવી છે. જે બુદ્ધના કેટલાક અવશેષો પર બનાવવામાં આવ્યું હતું. તેના શિખર પર એક છત હતી જે સ્મારકને આપવામાં આવેલા સન્માનનું પ્રતીક હતું.

૩. એક વર્ષમાં ભારતના આશરે 500 ગામડા DIGITAL બનશે- નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન પડે જ્યારથી નરેન્દ્રમોદી આવ્યા છે ત્યારે દેશમાં જરા જુદું જ વાતાવરણ બનવા પામ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન અને મેક ઈન ઇન્ડિયા જેવા તેમના ખાસ અભિયાનોને કારણે ભારત આજે વિશ્વમાં જાણીતું બનાવ્યું છે. નરેન્દ્રભાઈ દવારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન નો એક હિસ્સો એટલે ડિજિટલ ઇન્ડિયા. આ અભિયાન અંતર્ગત ભારતને ડીજીટાલીઝ કરવાનું આયોજન ખુબ જોરશોરથી શરુ કરી દેવામાં આવ્યું છે ત્યારે વધુ એક બાબત જાણવા મળી છે.

૪. પાણીની અછત દુર કરવા એન્ટાર્કટિકાથી લવાશે આઇસબર્ગ

યુએઈ દુનિયાના ૧૦ સૌથી ખતરનાક વિસ્તારોઓમાંથી એક છે. આ દિવસોમાં પાણીની તંગી વધી રહી છે. રિસર્ચર્સના મુજબ માનીએ તો આગામી ૨૫ વર્ષમાં અહી એવો રીતનો દુષ્કાળ પડી જાશે કે જીવન જીવવું મુશ્કેલ થઈ જાશે. આ સમસ્યાને નિપટવા માટે અબુધાબીની એક કંપનીએ અનોખો પ્લાન તૈયાર કર્યો છે.
આ કંપની યુએઈથી લગભગ ૧૦ હજાર કિલોમીટર દુર એન્ટાર્કટિકાથી આઈસબર્ગ ખેંચીને લાવવામાં આવશે. પછી આ આઈસબર્ગને ઓગાળીને તેનું પાણી પીવામાં લેવામાં આવશે. આ કામ જેટલું સાંભળવામાં સરળ લાગી રહ્યું છે, હકીકતમાં એટલું જ મુશ્કેલ છે.

૫. ભ્રષ્ટાચારના કેસમાં સેમસંગના વાઈસ ચેરમેનને પાંચ વર્ષ જેલની સજા

સિઓલ- સેમસંગ ઈલેકટ્રોનિક્સના વાઈસ ચેરમેન જે. વાય. લીને સાઉથ કોરિયાની કોર્ટે 5 વર્ષ જેલની સજા સંભળાવી છે. સિઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે લાંચ અને ખોટી જુબાની આપવાના કેસમાં 49 વર્ષના જે. વાય. લીને 5 વર્ષ જેલની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે, આ જ કૌભાંડમાં માર્ચ-2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ પાર્ક ગ્યુન હેની હકાલપટ્ટી કરવામાં વી હતી. જોકે લીએ તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. આપને જણાવી દઈએ કે લી ગત ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે.

૬. શ્રીલંકાને વધુ એક ફટકો, હવે કેપ્ટન ઉપુલ થરંગા પર 2 મેચનો પ્રતિબંધ

શ્રીલંકા-શ્રીલંકાને વધુ એક ફટકો લાગ્યો છે.  ભારત વિરૂદ્ધ સતત બીજી વનડેમાં હાર બાદ ધીમી ઓવરરેટના કારણે કેપ્ટન ઉપુલથરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે.

૭. સોનાના શર્ટે બનાવ્યો રેકોર્ડ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે માણસો નવી નવી યુક્તિ શોધતા હોય છે, જેમાં તેઓ અવલ દરજ્જામાં આવે જેથી તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી જાય. જોકે નાસિકમાં રહેતા પંકજને આવી કોઇ મથામણ નથી કરવી. પંકજના શોખે જ તેનું નામ ગિનિસ રેકોર્ડના ચોપડે નોંધાવી દીધું છે. પંકજ કપડાંનો વેપારી છે, તેને નાનપણથી જ સોનાનાં ઘરેણાં પહેરવાનો ઘણો શોખ હતો, તે પોતાના ગળામાં ચેઇન અને હાથમાં વીંટી અચૂક પહેરી રાખતો. અલબત્ત તે સમયે તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એક સમય એવો આવશે જ્યારે તેનો આ જ શોખ તેને નામના અપાવશે. બન્યું પણ એવું જ સોનું પહેરવાનો શોખ જેમ જેમ તેની ઉંમર વધતી હતી, તેમ તેમ વધતો જતો હતો.
તેથી તેણે પોતાના માટે સોનાની એવી કોઇ વસ્તુ વસાવવાનું નક્કી કર્યું જેને જોતાં જ લોકો આૃર્યમાં પડી જાય. અંતે તેનું આ સ્વપ્ન સાકાર થયું અને તેણે એક મોટા સોની પાસે સોનાનો શર્ટ બનાવવાનું નક્કી કર્યું. તેનો સોનાનો શોખ જોઇ એક મિત્રએ રમતમાં જ તેને એવો સુજાવ આપી દીધો હતો કે તું સોનાનાં કપડાં જ પહેરી લે જેથી તું હંમેશાં સોનાથી મઢેલો જ રહીશ. પંકજને આ વાત ગમી અને તેણે મોટા ઝવેરી પાસે પોતાના માટે સોનાનો શર્ટ બનાવવાનું નક્કી કરી લીધંુ.

આંતરરાષ્ટ્રીય:-  

૧.1000 થી વધારે રોબોટ્સે કર્યો ડાન્સ, નોંધાયું ગિનીઝ બુકમાં નામ

ચીનના ગુઆંગજો બૈયૂન ઇન્ટરનેશનલ ક્ન્વેશન સેન્ટરમાં એક અદ્ભભૂત નજારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં અહીંયા એક સાથે 1069 રોબોટ્સે ડાન્સ કરતા ગિનીઝ બુકમાં નામ નોંધાવ્યું છે.
ચીન કંપની દ્વારા નિર્મિત આ મિની રોબોટ્સ ડોબી તરીકે ઓળખાય છે. આ નાના-નાના રોબોટ એકબીજા સાથે ફૂડ ટેમ્પિંગ કરતા અને નાચતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ રાબોટ્સ માત્ર મામૂલી ડાન્સ નથી પરંતુ, ક્રૂંગ ફૂ, બોક્સિંગના ખતરનાક મૂવ્સ પણ કરી શકે છે. આ નાચવાની સાથે સાથે ગાઇ પણ શકે છે. આના નિર્માણમાં ડબ્લ્યૂવીએલ ઇન્ટેલીજેન્ટ ટેકલનોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની બોડીમાં 17 જોઇન્ટ્સ છે, જેના કારણે તેઓ આસાનીથી મૂવમેન્ટ કરી શકે છે.

૨. અમેરિકાના ટેક્સાસને હાર્વેવાવાઝોડાએ ધમરોળ્યું

અમેરિકાના ટેક્સાસને હાર્વે વાવાઝોડાએ ધમરોળ્યું છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે ભારે પવન સાથે હાર્વે વાવાઝોડુ ત્રાટક્યું. ભારે પવનની સાથે સાથે ટેક્સાસના કાંઠાળા વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.
હાર્વે વાવાઝોડુ અમેરિકાનું છેલ્લા એક દાયકાનું સૌથી ખતરનાક વાવાઝોડુ છે. જે કોરપર ક્રિસ્ટીથી 48 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં જમીન પર ટકરાયું. આ સમયે આ વિસ્તારમાં 209 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો.
૩. થાઈલેન્ડનાં પૂર્વ વડાં પ્રધાન ઈંગલક શિનાવાત્રા ફરાર
બેંગકોક: થાઈલેન્ડના પૂર્વ વડા પ્રધાન ઈંગલક શિનાવાત્રા (ઉ.વ.પ૦) એકાએક તેમના દેશમાંથી ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી છે. આ અંગે એવું કહેવાય છે કે દેશમાં સસ્તા દરે ચોખા આપવાની યોજનામાં અબજો ડોલરના કૌભાંડમાં સામેલ થવાના મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા પહેલાં જ તેઓ ગાયબ થઈ જતાં વિવાદ ઊભો થયો છે.

૪. સુદાનના રાજદૂતનું હાર્ટ એટેકને કારણે મોત : મોસ્કો

સુદાનમાં રહેલા રશિયાના ૬૨ વર્ષીય રાજદૂતનો મૃતદેહ તેમના જ ઘરના સ્વિમિંગ પુલમાંથી મળી આવ્યો. ગુરૂવારે રશિયન વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. પ્રવક્તા મારિયા ઝાખરોવાએ પત્રકારોને જણાવ્યું કે, “સ્થાનિક સમયાનુસાર, આ સમગ્ર ઘટના સાંજે ૬ કલાકે બની હતી. આ રશિયન રાજદૂતનું તેમના જ ઘરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાના પુરાવાઓ મળ્યા હતા. 

રમત ગમત:-  

૧. મેવેદરે 50મી મેચમાં ગૈક્કગ્રેગોરને હરાવી રચ્યો ઇતિહાસ

ફ્લોયડ મેવેદરે નિવૃત્તિના બે વર્ષ બાદ રિંગમાં વાપસી કરતા ઇતિહાસ રચ્યો છે. વાપસી કરતાની સાથે જ આ 40 વર્ષિય પૂર્વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયને યૂએફસીના દિગ્ગજ ફાઇટર કોનોર ગૈક્કગ્રેગોરને હરાવી અજેય રહેતા પોતાની 50મી જીત હાંસલ કરી છે.

૨. સિંધુનો વર્લ્ડ બેડમિંટનની સેમિ ફાઈનલમાં પ્રવેશ : બ્રોન્ઝ મેડલ નિશ્ચિત

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની યુવા બેડમિંટન સ્ટાર પી. વી. સિંધુએ શાનદાર દેખાવ જારી રાખતાં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે સિંધુએ વર્લ્ડ બેડમિંટનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે.
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પી. વી. સિંધુએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચીનની સુન યુને સીધી ગેમ્સમાં ૨૧-૧૪, ૨૧-૯થી પરાજય આપ્યો હતો. સિંધુએ જીત મેળવતા ભારતનો મેડલ નિશ્ચિત કર્યો હતો. જ્યારે ભારતનો કિદામ્બી શ્રીકાંત તક ચૂકી ગયો હતો અને ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર ફેંકાયો હતો.

આર્થિક:- 
    
૧. ટેલિકોમ રેગ્યુલેટરીએ આઇડીયાને 3 કરોડનો દંડ ફટકાર્યો, ગ્રાહકો પાસેથી વસૂલ્યાં હતાં વધુ નાણાં
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા-ટ્રાઈ દ્વારા ટેલિકોમ કંપની આઇડિયા પર રૂ. 2.97 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. ટ્રાઇએ આ દંડ કર્યો છે કારણ કે આઇડિયાએ ગ્રાહકોને બીએસએનએલ અને એમટીએનએલ નેટવર્ક પર ફોન કરવા માટે વધારાનો ખર્ચ લીધો હતો.
આઈડિયા આ નાણાં ગ્રાહકોને પરત કરતી નથી તેથી આ નાણાં ટેલિકોમ એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં જમા કરાવવાનો આદેશ કરાયો છે.
આ કેસ મે 2005 માં થયો હતો જ્યારે ટેલિકોમ વિભાગે ચાર રાજ્યો (મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ) વચ્ચે આંતર સેવા વિસ્તાર કનેક્ટિવિટી માટે ઓપરેટર્સને લાઇસન્સ આપ્યાં હતાં. આ સુધારા હેઠળ, આ ચાર રાજ્યોમાં રાઉટિંગ માટેના તમામ કોલ્સને સ્થાનિક કોલ તરીકે માનવામાં આવે છે.

અન્ય:-  ૧. રેડક્રોસ શું છે ?
દવાખાના કે હોસ્પીટલના ચિહ્નો માટે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે. પરંતુ રેડક્રોસ નામની એક સંસ્થા પણ છે તે તમે જાણો છો ? રેડક્રોસ સંસ્થા આંતર રાષ્ટ્રીય છે અને દુનિયામાં કોઈ પણ સ્થળે યુધ્ધ થતું હોય ત્યાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે પહોચી જાય છે.
રેડક્રોસના ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફ હોય છે. તેમના પર હુમલો કરવામાં આવતો નથી.
૧૮૫૯માં ઓસ્ટ્રીયામાં યુધ્ધ ચાલતું હતું ત્યારે સ્વીટઝરલેન્ડનો એક બેંકનો માલિક (જ્યાં હૈન્ની દૂનાન ત્યાં હાજર હતો. દૂનાન ને દુ:ખ થયું અને દયા આવી. તેણે સૈનિકોની સારવાર માટે કંઈક વ્યવસ્થા કરવા વિનંતી કરી આ વિનંતીને ધ્યાનમાં લઈ ૧૬ દેશો આવી સંસ્થા માટે તૈયાર થયા અને રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઈ.
રેડક્રોસના ડોકટરોને યુધ્ધ મેદાનમાં જવાની અને યુધ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ હોય છે. તેઓ જે પ્રશ્નો પૂછે તેના જવાબ પણ આપવા પડે છે.
રેડક્રોસની સંસ્થાએ કેટલાક નિયમો પણ બનાવ્યા ઇ.સ. ૧૮૬૩ જિનિવામાં તેની સ્થાપના થઈ હતી રેડક્રોસની સ્થાપના કરનાર દુનાનને ૧૯૦૧માં નોબેલ ઇનામ એનાયત થયું હતું.
-પ્રશાંત ભટ્ટ

Educational Point