અહીંથી તમે તારીખ ૨૫-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. રશિયન
ટૉક-શોમાં ભાગ લઈ રહેલી ભારતની પહેલી સેલિબ્રિટી બની હેમા માલિની
જોકે હેમા માલિની
એવી પહેલી ભારતીય સેલિબ્રિટી બનવા જઈ રહી છે જે રશિયાના ફેમસ ટૉક-શોમાં ભાગ લેશે.
આ ટૉક-શોની ટીમ હાલમાં જ ભારત આવી હતી. તેમણે હેમા માલિની સાથે અહીં જ શોના એક
પાર્ટનું શૂટિંગ કર્યું હતું. હેમા માલિની આ શોના લાઇવ પાર્ટનું શૂટિંગ ઑક્ટોબરમાં
રશિયામાં કરશે, જેને નવેમ્બરમાં રશિયામાં રજૂ કરવામાં આવશે. આ વિશે હેમા માલિની કહે છે, ‘રશિયાના ટૉક-શોમાં પહેલી ભારતીય સેલિબ્રિટી
હોવાનો મને ગર્વ છે. રશિયાના લોકોને આજે પણ મારી ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ પસંદ છે. પાર્લમેન્ટનાં આપણાં સ્પીકર
સુમિત્રા મહાજન દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યાં સુધી મને ખબર નહોતી કે
હું રશિયામાં કેટલી પૉપ્યુલર છું. તેઓ રસ્તા પર ફૂલ લઈને મારા માટે ઊભા હતા. તેઓ
ઝીતા-ગીતાને જોવા માગતા હતા. ‘સીતા ઔર ગીતા’ને તેઓ આ જ રીતે બોલે છે. તેમને ‘શોલે’ વિશે માહિતી નથી, પરંતુ ‘સીતા ઔર ગીતા’ વિશે છે.’
૨. એએમટીએસની
‘બાલા
હનુમાન એક્સપ્રેસ’નો
પ્રારંભઃ મફત મુસાફરી
અમદાવાદ: એએમટીએસ બસ સર્વિસના ઉતારુઓ માટે આ
આનંદના સમાચાર છે. ભદ્ર પ્લાઝા પરિસરનાં દબાણો દૂર થવાથી ઉતારુઓને લાલ દરવાજાથી
ભદ્ર-પ્લાઝા પરિસર-ત્રણ દરવાજાથી વાયા ગાંધી રોડ અને રિલીફ રોડ થઇને લાલ દરવાજા
સુધીની ‘મફત’ બાલા હનુમાન એકસપ્રેસ બસનો આજથી લાભ મળતો થશે.
લાલ દરવાજાથી લાલ દરવાજા સુધીના સમગ્ર સકર્યુલર રૂટ પર ‘હાથ ઊંચો કરી’ને બસ ઊભી રાખશે.
૩. EPFO ઓગસ્ટ 2018થી સંપૂર્ણ પેપરલેસ
બનશે
ડિજિટલ ઈન્ડિયાના ભાગપે ઈપીએફઓ ઓગસ્ટ 2018થી પેપરલેસ બનશે. ઈપીએફઓએ ઈપીએફ, પેન્શન અને કામદારોના વીમા જેવી સામાજિક
સુરક્ષા યોજના માટે ઓનલાઈન સર્વિસીસ શ કરી છે. ઈપીએફ ઉપાડ પણ હવે ઓનલાઈન શકય બન્યો
છે. ઓનલાઈન શકય બન્યો છે. ઓનલાઈન સુવિધાને કારણે ઈપીએફઓના અધિકારીઓનો બ સંપર્ક
ઘટાડવામાં મદદ મળશે અને તેને લીધે ભ્રષ્ટાચાર અને જાહેર અત્યાચારના કિસ્સામાં
ઘટાડો થશે.
૪. રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદ 3જીએ
ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ પદે
રામનાથ કોવિંદ ચૂંટાયા પછી પ્રથમવાર દિલ્હી બહાર ગુજરાતની મુલાકાતે આવનાર છે.
રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સુરિશ્વરજી મ.સા.ના 83માં જન્મ દિનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ હાજરી આપવા ઉપસ્થિત રહેશે.કોવિંદ
મહેસાણા ખાતે સીમંધરસ્વામી જૈનસંઘ ખાતે હાજર રહેશે. આ કાર્યક્રમમાં તેમની સાથે
રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ અને જૈન સમાજના
શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.
૫. યૌન
શોષણ અંગે આપ્યો ચુકાદો,બાબા
રામરહીમ દોષી જાહેર
પંચકુલાની સીબીઆઈ
કોર્ટે જસ્ટિસ જગદીપ સિંહે આ યૌન શોષણ ના કેશ અંગે ફેંસલો સંભળાવતા જણાવ્યું હતું
કે બાબા રામ રહીમ દોષી જાહેર થયો હતા. 28 ઓગસ્ટ તેમને સજા સમ્ભળાવમાં આવશે. અને જાણવા મળેલ માહિતી અનુસાર તેને
અંબાલા જેલમાં લઇ જવાશે
આંતરરાષ્ટ્રીય:-
૧. મક્કાની મુખ્ય
મસ્જિદમાં દુનિયાની સૌથી મોટી છત્રીઓ લગાવાશે
હજ સલામતીના કમાન્ડરોએ જણાવ્યું હતું કે આગામી
વર્ષથી હજ યાત્રીઓને તાપ અને ગરમીથી બચાવવા ઓટોમેટિક ખુલી જતી અને બંધ થતી છત્રીઓ
મક્કાના હરમ શરીફની મુખ્ય મસ્જિદમાં લગાવાશે. આ છત્રીઓ ૫૩ટ૫૩ મીટરની હશે અને તે
દુનિયાની સૌથી મોટી છત્રીઓ તરીકે ઓળખાશે. મસ્જિદની સલામતીની જવાબદારી રાખનારા
સુરક્ષા કમાન્ડર મેજર જનરલ મોહંમદ અલ-અહમદીએ જણાવ્યું હતું કે, એર કન્ડિશનરને કારણે મસ્જિદની અંદર તાપમાન
સામાન્ય હોય છે પરંતુ છત્રીઓને કારણે હજ યાત્રીઓને ઘણી સરળતા રહેશે તથા તેમને છત
મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, મદીનાની મસ્જિદ પરિસરમાં પહેલાંથી જ આવી છત્રીઓ લાગેલી છે અને તેને કારણે વિશાળ
પરિસરમાં હજ યાત્રીઓ તથા શ્રદ્ધાળુઓ સરળતાથી પોતાની વિધિઓ પૂરી કરી શકે છે જેથી
પરિસરમાં કોઇ પણ સ્થળે હોય તેમને ગરમીનો અહેસાસ થતો નથી.
૨. અમેરિકાનું વિખ્યાત
પર્લ હાર્બર જહાજનું ભારતમાં આગમન
અમેરિકન નૌસેનાનું વિખ્યાત યુએસએસ પર્લ
હાર્બર જહાજ ગુરુવારે ગોવાના દરિયાકિનારે આવી પહોંચ્યું હતું. અમેરિકન યુદ્ધજહાજ
લશ્કરી સહકારના હેતુથી શરૃ કરવામાં આવનારા અભિયાન હેઠળ ભારત આવય્ છે. યુએસએસ પર્લ
હાર્બર પર આશરે ૭૦૦ સેઇલર અને મરીન તૈનાત હોય છે.
રમત
ગમત:-
૧. ભારતની સંજીવની
તાઇવાનમાં સિલ્વર મેડલ જીતી
સંજીવની જાધવ રનર બનતાં પહેલાં કુસ્તીમાં
કરિયર બનાવવા માગતી હતી.
તાઇપેઇ સિટી: ચીનના કબજા હેઠળના તાઇવાનમાં
આયોજિત ૨૯મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની સંજીવની જાધવ નામની ઍથ્લેટે ૧૦,૦૦૦ મીટર દોડમાં રજતચંદ્રક જીતી લીધો હતો. ૨૦
વર્ષીય સંજીવની નાશિકમાં રહે છે અને તેણે જુલાઈમાં ભુવનેશ્ર્વરની એશિયન ઍથ્લેટિક્સ
ચૅમ્પિયનશિપમાં ૫,૦૦૦ મીટરની સ્પર્ધામાં બ્રૉન્ઝ જીત્યા પછી હવે
તાઇવાનની સ્પર્ધામાં સિલ્વર જીતીને પોતાના પર્ફોર્મન્સમાં મોટો સુધારો બતાવ્યો છે.
૨. ફરાહે ટ્રેકને કર્યું
અલવિદા, 5000M રેસ જીતી લીધી ગોલ્ડન વિદાય
ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન મો. ફરાહે
ટ્રેકને અલવિદા કહ્યું છે. બ્રિટનના આ દિગ્ગજ ખેલાડીએ જ્યૂરિખ ડાયમંડ લીગ મીટમાં 5000 મીટરની ફાઇનલ જીતી ગોલ્ડન વિદાય લીધી હતી.
6 વખતના વર્લ્ડ ચેમ્પિયન 34 વર્ષના ફરાહે 13 મિનિટ 6.05 સેકેન્ડમાં દોડ પૂરી કરી પોતાની સ્વર્ણિમ
સફળતાની ઉજવણી કરી હતી. ફરાહે અમેરિકાના પોલ કેમેલો અને ઇથિયોપિયાના મુખ્તાર
ઇદરીરને પાછળ મૂક્યો હતો. જો કે, બાદમાં કેમેલો અયોગ્ય જાહેર કરાયા બાદ આ કારણથી ઇથિયોપિયાના યોમિફ કેજેલ્ચા
ત્રીજા સ્થાને આવ્યો હતો.
૩. શાહિદ અફરીદીએ માત્ર 42 બૉલમાં કરી પોતાના T-20
કરિયરની
પહેલી સેન્ચુરી
આખરે શાહિદ અફરીદી T-20માં સેન્ચુરી કરી શક્યો. તેણે પોતાની 256મી T-20 મેચમાં પોતાની પહેલી સેન્ચુરી કરી. ઇન્ટરનેશનલ
ક્રિકેટમાંથી રિટાયર્ડ થઇ ચૂકેલો પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન અફરીદી ફરી એક વખત
પોતાની સ્ટાઇલમાં રમતો જોવા મળ્યો. તેણે નેટવેસ્ટ T-20 બ્લાસ્ટ દરમિયાન પોતાની ટીમ હેંપશાયર માટે
ડર્બીશાયરની વિરુદ્ઘમાં માત્ર 42 બૉલમાં સેન્ચુરી કરી દીધી. આ શાનદાર ઇનિંગમાં 6 સિક્સર્સ અને 10 બાઉન્ડ્રી ફટકારી હતી.
આર્થિક:-
૧. સમગ્ર રાજ્યમાં ર૦, ર૧ અને રર સપ્ટેમ્બરે
ગરીબ કલ્યાણ મેળા યોજાશે
સરકારના પંચાયત
વિભાગ દ્વારા ગુજરાતભરમાં તા. ર૦, ર૧ અને રર સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળા યોજવાનું નક્કી થયું છે. ભારત સરકાર
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સ્મૃતિમાં ગરીબ વર્ષ ઉજવી રહી હોવાથી આ વખતે મેળાના
લાભાર્થીઓને વિશેષ સારી સાધન સામગ્રી મળશે. સામાન્ય રીતે બે પ્રાંત દીઠ એક ગરીબ
કલ્યાણ મેળો યોજાય છે તે મુજબ ૧૧૬ પ્રાંત અને ૮ મહાનગરો છે. અમૂક નાના પ્રાંતનો મેળો
નજીકના પ્રાંત વિસ્તારની સાથે થતો હોવાથી કુલ ગરીબ કલ્યાણ મેળાની સંખ્યા ૧૦૦થી ૧૧૦
વચ્ચે રહેવાની ધારણા છે. મેળાનો ત્રણ દિવસનો વિગતવાર કાર્યક્રમ અને મંત્રીઓ સહિતના
મહાનુભાવોની હાજરી અંગેની બાબતો હવે પછી નક્કી થશે સમગ્ર આયોજન અંગે પંચાયત તથા
ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઇ કવાડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારી ચાલી રહી છે.
૨. ઇન્ફોસિસમાં
ફરી એક વખત નંદ નિલેકણીની વાપસી, કંપનીના ચેરમેન બન્યા
નવી દિલ્હીઃ નંદન
નિલેકણીની ઇન્ફોસિસમાં વાપસી થઈ છે. ઇન્ફોસિસના પૂર્વ સીઈઓ નંદન નિલેકણીને કંપનીના
ચેરમેન બનાવવામાં આવ્યા છે. વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના સીઈઓ પદેથી રાજીનામું આપ્યા
બાદ કંપનીમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. વિશાલ
સિક્કા બાદ ચેરમેન આર શેસૈયા અને કો-ચેરમેન રવિ વેન્કટેશને પણ ગુરુવારે સાંજે
રાજીનામું આપ્યું હતું.
અન્ય:-
૧. તરણેતરના વિશ્વ વિખ્યાત મેળાની જાણી-અજાણી વાતો
ભાતીગળ પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા
તરણેતરના મેળાની ધામ-ધૂમથી શરૂઆત થઇ ચુકી છે ત્યારે ભારત સહીત વિશ્વના લોકો આ
મેળાને માંણવા આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે આવેલ તરણેતર ગામના ત્રિનેત્રેશ્વર મહાદેવ
મંદિરના પટાંગણમાં દર વર્ષે યોજાનારા વિશ્વ વિખ્યાત તરણેતરનાં ભાતીગળ મેળાને
સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વર્ષે દર વર્ષની
જેમ ગ્રામીણ ઓલમ્પિક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનોની ઉજવણી કરવામાં આવશે.
ખડ,પાણી ને ખાખરા, જ્યાં પાણા નહિ પાર, વગર દીવે વાળું કરે ઈ પડ રૂડો પાંચાળ
ખડ,પાણી ને ખાખરા, જ્યાં પાણા નહિ પાર, વગર દીવે વાળું કરે ઈ પડ રૂડો પાંચાળ
ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ તરણેતરનો લોકોમેળો
યોજાય છે. ત્રિનત્રેશ્વર મહાદેવ મંદિર પાંચ પાંડવોના સમયમાં બન્યું હોવાની
લોકવાયકા છે. અહીં 2 કુંડ આવેલા છે જેમાં ઋષિ પંચમીના દિવસે ગંગાજી
પ્રગટ થતા હોવાની માન્યતા છે જેને કારણે ઋષિ પાંચમીના દિવસે મોટી સંખ્યામાં લોકો
ઉપસ્થિત થાય છે અને સ્નાન વિધિ કરી પવિત્ર બને છે.
ઉલ્લખનીય છે કે આ મેળાની પરંપરા વર્ષો જૂની
છે. રજવાડા સમયે આ મેળાનું આયોજન લખતરના રાજવી પરિવાર દવારા કરવામાં આવતું હતું. 1902ના સમયમાં લખતરના ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી
બીજાએ તેમના દીકરીની યાદમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર સુરતના એક
એન્જીનીયર પાસે કરાવ્યા હોવાનો પુરાવો મંદિર પર રહેલ તક્તીમાંથી જાણવા મળે છે.
મંદિરના ગર્ભગૃહમાં આજે પણ લખતરના નામદાર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજીનો ફોટો મંદિરની
મુલાકાતે આવેલને જોવા મળે છે.
ચાલુ વર્ષે પણ આ મેળાનું આયોજન ગુજરાત ટુરિઝમ
દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના લોકો ખાસ અહીં ઉપસ્થિત થઇ ગુજરાતની
ભાતીગળ પરંપરાને માણવા આવી પહોંચ્યા છે. ગુજરાતમાં હાલમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા
મૂકી છે તેના કારણે આ મેળાની સાથોસાથ વધુ કોઈ વ્યક્તિ આ રોગમાં ના સપડાય તેના માટે
ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point