તમામ કરંટ અફેર્સ PDF માં ડાઉનલોડ કરવા હોય તો http://www.prashantbhatt.in/search/label/current%20affairs આ લીક પરથી કરી શકાય છે. આભાર
અહીંથી તમે તારીખ ૨૪-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ઈરફાન
અને યુસુફ પઠાણ કાશ્મીરના બે યુવાનોને ક્રિકેટ શિખવાડશે
August 24 (CRICKETNMORE) -
ભારતીય
ક્રિકેટર યુસુફ અને ઈરફાન પઠાણ જે ધ ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ નામની કોચિંગ
ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. તેઓ ભારતીય આર્મી સાથે સહયોગી બન્યા છે. તેઓ જમ્મુ
કાશ્મીરના બે યુવાનોને નોઈડામાં આવેલી એકેડમીમાં ટ્રેનિગં આપશે. ભારતીય આર્મી દ્વારા
કુપવારા ડિસ્ટ્રીક્ટમાં યોજાયેલી ટ્રાયલ્સમાં 18 વર્ષીય દાનિશ કાદિર અને 20 વર્ષીય શાહરુખ હુસૈનની પસંદગી થઈ હતી.
ક્રિકેટના 100
ઉત્સાહિતોમાંથી
આ બંનેની ભારતીય આર્મીએ સીએપી માટે પસંદગી કરી હતી. એવું ઈરફાને કહ્યું.
૨. ભાજપના
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગુજરાત મુલાકાત, નવ ભારત અભિયાન શરૂ
રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર
દેશ માં નવ ભારત નિર્માણના નવીન સૂત્ર સાથે અભિયાન શરુ કર્યું છે ત્યારે,ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ
માથુર આજે મહેસાણા આવી પહોંચ્યા હતા.મહેસાણા પધારેલા ઓમ માથુર એ દ્વારા નવા ભારત
નિર્માણ કાર્યક્રમ હેઠળ દિવસ દરમ્યાન યુવાઓ સાથે ગોષ્ઠી,પ્રબુદ્ધ નાગરીકો સાથે બેઠક,દલિત પરિવાર ના ત્યાં ચા-પાણી અને સ્વચ્છતા
અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો માં હાજરી આપી હતી.
૩. ગુજરાત
ચૂંટણી પહેલા ભાજપમાં પણ ફેરફાર : જેટલી બન્યા ચૂંટણી પ્રભારી
ગુજરાત વર્ષના અંતમાં વિધાનસભા
ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના
નવા માળખા બાદ ભાજપમાં મહત્વના ફેરફાર કરવામાં
આવ્યાં છે.
બીજેપી
ચીફ અમિત શાહે ચૂંટણી પહેલાં જવાદારી સોંપવાનું કામ કર્યુ હતું. જેમાં ખાસ કરીને
ગુજરાતના ચૂંટણી પ્રભારી તરીકે અરૂણ જેટલીની નિમણૂક કરાઈ છે. જ્યારે સહપ્રભારી
તરીકે ચાર નેતાઓ પર પસંદ ઉતારાઈ છે. જેમાં નરેન્દ્રસિંહ તોમર,પી.પી ચૌધરી
અને જીતેન્દ્રસિંહ એમ ચાર નેતાઓની નિમણૂક કરાઈ છે.
૪. RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનું પુસ્તક સપ્ટેમ્બરથી થશે
ઉપલબ્ધ
ભારતીય રિર્ઝવ બેંકના પૂર્વ ગર્વનર રહીચૂકેલા
રઘુરામ રાજનના લેખ તથઆ ભાષણો આધારિત એક પુસ્તક આગામી મહિનાથી બજારમાં ઉપલબ્ધ થશે.
પુસ્તક પ્રકાશન સંસ્થા હાર્પરકોંલિસ ઇન્ડિયા દ્વારા રઘુરામ રાજનના પુસ્તક ‘આઇ ડૂ વોટ આઇ ડૂ ઓન રિર્ફોમ, રેટોરિક એન્ડ રિસોલ્વ’ પ્રકાશિત કરવામાં આવી છે જેનું વેચાણ 4 સપ્ટેમબરથી કરવામાં આવશે.
૫. નવયુગના
પ્રહરી- ‘નર્મદ’ નો આજે જન્મદિવસ
ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં મહત્ત્વનો પડાવ
ગણાતા કવિ નર્મદનો આજે જન્મદિવસ છે. 1833ની 24મી ઓગસ્ટે લાલશંકર દવેને ત્યાં નર્મદનો જન્મ
થયો હતો.
તેમના પિતાનો કામ-ધંધો મુંબઈમાં ચાલતો હોવાથી
નર્મદ ત્યાં રહ્યા હતા. તેમનું શરૂઆતનું શિક્ષણ પણ મુંબઈ નગરીમાં જ થયું હતું.
નર્મદને શરૂઆતથી નોકરીમાં રસ ન પડયો અને લેખનમાં રસ પડયો. એટલે પછી નર્મદે
અંતરઆત્માના અવાજને અનુસરીને નોકરી મૂકી દીધી અને લેખનકાર્ય જ કરવાનું નક્કી
કર્યું.
૬. Gujarat માં PM Modi ૧૭ સપ્ટેમ્બરે નર્મદા
બંધનું પૂજન કરી લોકાર્પણ કરશે
Gujarat ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ
જણાવ્યું હતું કે, પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ
જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપાની પ્રદેશ બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય
મહામંત્રીશ્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પ્રદેશ
સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ
હોદ્દેદારઓ, પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
૭. મમતા
બેનર્જીએ આ વર્ષે ફરી મુહર્મના કારણે દશેરા પર દુર્ગા વિસર્જન પર લગાવ્યો પ્રતિબંધ
કોલકત્તા: પશ્ચિમ
બંગાળમાં ફરી એકવાર આ વર્ષે પણ દશેરા પર દુર્ગા વિસર્જન વિવાદમાં પડી શકે છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દશેરા પર દુર્ગાપૂજા મૂર્તિ વિસર્જનને લઈને 30 સપ્ટેમ્બરે સાંજે 6 કલાકેથી પહેલી ઓક્ટોબર સુધી વિસર્જન ન
કરવાનો આદેશ આપ્યો છે. તેમનો આ આદેશ ઉગ્ર બની ગયો છે. ભાજપે પહેલા પણ આના પર
લઘુમતિ તુષ્ટીકરણ પર આરોપ લગાવતી આવી છે.
૮. પ્રાઈવસી
દરેકનો મૂળભૂત અધિકાર છે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો
નવી દિલ્હી- રાઈટ ટુ પ્રાઈવસી મામલે સુપ્રીમ કોર્ટે આજે
ઐતિહાસિક ચૂકાદો આપ્યો. કોર્ટે જણાવ્યું કે, પ્રાઈવસી એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને તે
બંધારણની કલમ 21
અંતર્ગત
(જીવવાનો અધિકાર) આવે છે. સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય પેનલે સર્વસંમતિથી આ નિર્ણય
લીધો છે. રાઈટ ટુ પ્રાઈવસીને લઈને અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ ચૂકાદાની
સીધી અસર વિવિધ સરકારી યોજનાઓને આધાર કાર્ડ સાથે જોડવાના મામલે પડશે.
સુપ્રીમ કોર્ટમાં કુલ 21 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2012માં આધાર કાર્ડને લઈને UPA સરકારને કોર્ટમાં પડકાર ફેંકાયો હતો. ત્યારબાદ
આ મામલો 11
ઓગસ્ટ 2015ના રોજ પાંચ જજોની પેનલને સોંપી દેવાયો હતો.
ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરની અધ્યક્ષતામાં પાંચ
જજોની પેનલની 18
જુલાઈના રોજ
એક બેઠક મળી હતી. જો કે હાલના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું છે કે, પ્રાઈવસીનો અધિકાર કેટલાક તર્કપૂર્ણ રોક સાથે
જ મૌલિક અધિકાર છે. કોર્ટના જણાવ્યાં મુજબ દરેક મૂળભૂત અધિકારમાં તર્કપૂર્ણ રોક
હોય છે.
સુપ્રીમ કોર્ટની 9 જજની બંધારણીય પેનલે એ નક્કી કરવાનું હતું કે, ભારતીય બંધારણમાં રાઈટ ટુ પ્રાઈવસી એટલે કે
વ્યક્તિગત સ્વતંત્રતા કે અંગતતાનો અધિકાર મૂળભૂત અધિકારમાં આવે છે કે નહીં.
અરજીકર્તાની માગણી હતી કે, બંધારણના અન્ય મૂળભૂત અધિકારોની જેમ
પ્રાઈવસીને પણ અધિકારનો દરજ્જો મળે.
આધાર કાર્ડનો મામલો આ કેસ સાથે અપ્રત્યક્ષ
રીતે જોડાયેલો હતો. આ ચુકાદાના આધારે આધાર કાર્ડનું ભાવિ નક્કી નહી થાય. એના માટે
અલગથી સુનાવણી કરવામાં આવશે. પેનલે ફક્ત બંધારણ હેઠળ રાઈટ ટુ પ્રાઈવસીની પ્રકૃતિ
અને દરજ્જો નક્કી કરવાનો હતો.
આંતરરાષ્ટ્રીય:-
૧. નંદન નિલેકાનીને મળી
શકે છે ઇન્ફોસિસની કમાન, 12 ફંડ મેનેજરો સહિત રોકાણકારોએ કરી માગ
નવી દિલ્હીઃ ઇન્ફોસિસના સંસ્થાગત
રોકાણકારોના પ્રતિનિધિત્વ કરનારા અંદાજે 12 ફંડ મેનેજરોએ કંપનીના સહ સંસ્થાપક અને પૂર્વ સીઈઓ નંદન નિલેકાનીને
ઇન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ફરી પાછા લાવવાની માગ કરી છે. આ ફંડ મેનેજરોમાં
ICICI અને HDFC પણ સામેલ છે. ફંડ મેનેજર્સોનું કહેવું છે કે, તેનાથી શેરહોલ્ડરોનો વિશ્વાસ ફરી મેળવવામાં સફળતા મળશે અને કંપનીને
મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાશે.
૨. નેપાળના
વડાપ્રધાનનું સ્વાગત
નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા નેપાળના
વડાપ્રધાન શેર બહાદુર દેઉબાનુ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ સ્વાગત કર્યું હતુ.
રમત
ગમત:-
૧. પીવી સિંધુ, પ્રણીત અને જયરામ વિશ્વ
બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં જીત્યા
ઓલિમ્પિક રજતચંદ્રક વિજેતા પીવી સિંધુ, બીઆઈ પ્રણીત અને અજય જયરામે સારું પ્રદર્શન
જાળવી રાખતાં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપના સિંગલ્સ વર્ગમાં વિજય પ્રાપ્ત કર્યા.
વર્ષ ર૦૧૩ અને ર૦૧૪માં કાંસ્યચંદ્રક જીતનારી સિંધુએ કોરિયાની કિમને બીજા રાઉન્ડમાં
૪૯ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધી ગેમમાં ર૧-૧૬, ર૧-૧૪થી હરાવી મહિલા સિંગલ્સની પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.
કોરિયાની ખેલાડી વિરૂદ્ધ પાંચ મેચોમાં સિંધુની આ ચોથી જીત છે. સિંગાપુર ઓપન
ચેમ્પિયન પ્રણીત અને ૧૩માં ક્રમાંકનો જયરામ પણ પુરૂષ સિંગલ્સમાં બીજા રાઉન્ડમાં
પહોંચવામાં સફળ રહ્યા છે પ્રણીતે પ્રથમ ગેમમાં પ-૯ અને ૧૪-૧૬ જ્યારે બીજી ગેમમાં
૧૦-૧૩ અને ૧પ -૧૭થી પાછળ પડી ગયા બાદ જોરદાર પુનરાગમન કરતાં હોંગકોંગના વેઈ નાનને
૪૮ મિનિટમાં ર૧-૧૮, ર૧-૧૭થી હરાવ્યો. જયરામે એક તરફી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના લુકા વ્રેલરને
ર૧-૧૪, ર૧-૧રથી હરાવ્યો.
૨. એબી
ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકાના વન્ડે ટીમનું સુકાની પદ છોડ્યું
જોહનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી
ડિવિલિયર્સે વન્ડે ટીમનું સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે. ડિવિલિયર્સે દક્ષિણ
અફ્રિકા ક્રિકેટને કહ્યું કે, વન્ડેમાં કપ્તાનના પદ પરથી રાજીનામું આપું છું, તેમણે ફાફ ડુ પ્લેસિસને સંપૂર્ણ સમર્થન આપતા
આશ્વાસન આપ્યું છે. ફાફ ડુ પ્લેસિસ તેની ગેરહાજરીમાં સુકાનીનું પદ સંભાળતા હતા.
ડિવિલિયર્સે કહ્યું કે તે ક્રિકેટના તમામ ફોર્મેટની પસંદગીમાં ઉપસ્થિત રહેશે. ડિવિલિયર્સ
કહ્યું, છેલ્લા એક વર્ષમાં મને ઘણું બધું સભળાવવામાં
આવ્યું છે તેથી મને લાગે છે કે, સમય આવી ગયો છે. મારી સ્થિતિને સ્પષ્ટ કરું, તેમણે કહ્યું કે, છેલ્લા લગભગ એક વર્ષથી મે પોતાના હરિફને મેનેજ
કરવાની કોશિશ કરી છે. હું માનસિક અને શારીરિક રૂપથી થાકી ગયો છું.
આર્થિક:-
૧. સંજય દત્ત સિંગર બન્યો : પોતાના અવાજમાં આરતી રેકોર્ડ
કરાવી
તાજેતરમાં સંજય
દત્તે ગણેશ આરતીનું રેકોર્ડિંગ પૂરુ કર્યું આ આરતી એની કમબેક ફિલ્મ 'ભૂમી'માં સાંભળવા મળશે. આરતીના રેકોર્ડિંગ દરમિયાન સંજય દત્તની સાથે દિગ્દર્શક
ઓમંગ કુમાર અને નિર્માતા ભૂષણ કુમાર અને સંદિપ સિંહ પણ હાજર રહ્યા હતા.
૨. 1લી
સપ્ટેમ્બરથી ભરૃચના નર્મદા બ્રિજ પર ટોલટેક્ષ ઉઘરાવવામાં આવશે
ભરૃચની નર્મદા નદી પર નવા બનેલા કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી પસાર
થતા વાહનચાલકોને 1લી સપ્ટેમ્બરથી ટેક્ષ ઉઘરાવવાની
શરૃઆત કરે તેવી શક્યતા છે, નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલટેક્ષ
ઉઘરાવવાની કામગીરી માટે કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડરીંગની કાર્યવાહી પણ શરૃ કરી છે,
ભરૃચમાં રહેનારા લોકોને પણ માસિક રૃ 245નો પાસ હોય તો જ બ્રિજ પરથી અવરજવર કરવા
દેવામાં આવશે, એકવાર ભરૃચનો કેબલ સ્ટેઈડ બ્રિજ પરનો
ટોલપ્લાઝા શરૃ થાય ત્યારબાદ નવા અને જુના સરદાર બ્રિજ પરથી પસાર થવા માટે પણ
વાહનચાલકોએ ટેક્ષ ચુકવવાનો રહેશે.
અન્ય:-
૧. ગુજરાતીમાં સામાજિક કવિતાના પ્રથમ સર્જનહાર હતા દલપતરામ
નરસિંહ મહેતાની
રચનાઓ મુખ્યત્વે હજારો વર્ષ પૂર્વેના શ્રીકૃષ્ણના સમયની આસપાસના વિષયો પર આધારિત
હતી. જ્યારે આધુનિક સમાજલક્ષી રચનાઓને પદ્યરૂપે કાગળ પર ઉતારનાર કોઇ કવિનું નામ
લેવુ હોય તો, દલપતરામ ડાહ્યારામ
ત્રવાડી, નો ઉલ્લેખ કરી
શકાય. ૧૮૨૦માં સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં જન્મેલા આ કવિ- એટલે નાનાલાલ કવિના
પિતાશ્રી અને સંસ્કૃતના વિદ્વાન અમદાવાદના બ્રિટિશ કર્નલ એડમિનિસ્ટ્રેટર ફાર્બસ ને
ગુજરાતી ભાષા શીખવી દલપતરામે. તે સમયમાં ગુજરાતી ભાષાનો દરજ્જો એટલો નીચલા સ્તર પર
હતો કે તેમણે વૃજભાષામાં તેમની રચનાઓ લખવાની શરૂઆત કરી હતી. પણ ફાર્બસ સાહેબે
તેમને ગુજરાતી ભાષામાં લખવાની પ્રેરણા આપી હતી. તેમની પ્રેરણાથી દલપતરામે ગુજરાતી
ભાષાનું પહેલ વહેલું નાટક પણ લખેલું. દલપતરામ અને ફાર્બસ બેઉ ઉત્તમ મિત્રો બની ગયા
હતાં. ૧૯મી સદીના અંતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ તેમને
મહાકવિનું બિરૂદ આપ્યું હતું. દલપતરામની રચનાઓ છંદયુક્ત હતી. તેમના છંદ-પરના વિવરણ
‘પિંગળ’ દાયકાઓથી વિદ્વાનો માટે એક આધારભૂત ગ્રંથ
ગણાય છે. આજે ૨૪મી ઓગસ્ટે જેમનો જન્મદિવસ છે તે કવિ નર્મદ દલપતરામના સમયના જ કવિ
હતા. આ બેઉ કવિઓએ આપણા સામાજિક જીવનને સ્પર્શતા વિષયો પર કવિતાઓ લખી હતી.
૨. નરસિંહ
મહેતા: પ્રથમ ગુજરાતી કવિ
પુરાણકાળમાં
સંસ્કૃતમાં પદ્યરચનાઓ લખાતી અને ગવાતી. પછી આવ્યો પ્રાકૃતિ ભાષાનો જમાનો. અને આપણી
અત્યારની શુદ્ધ ગુજરાતી ભાષામાં જો લયબદ્ધ પહેલવહેલી કવિતા લખવાનું શ્રેય જાય છે
આદિ કવિ તરીકે ઓળખાતા નરસિંહ મહેતાને. ઈ. સ. ૧૪૧૪માં ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં
જન્મેલા આ કવિને તમે ભક્ત કવિ પણ કહી શકો, કારણ કે તેમની રચનાઓમાં પ્રભુભક્તિ, માનવભક્તિ અને અધ્યાત્મની સો ટકા સોડમ અનુભવવા મળે. તેમણે રચેલી કવિતાઓ આજે
પણ ગવાય છે. અદ્ભુત અને અમર કવિતાઓનો વારસો નરસિંહ મહેતાએ આપ્યો એટલું જ નહીં, પણ તેમની એક રચના "વૈષ્ણવજન તો તેને
રે કહીએ એ ભારતના આઝાદીના સંગ્રામ સમયે પૂરા રાષ્ટ્રમાં છવાઈ ગઈ હતી. આ રચનાને
પ્રખ્યાત કરવામાં પણ એક વધુ ગુજરાતી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીનો જ અમૂલ્ય ફાળો
હતો. (મહાત્મા ગાંધી સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત એક ઉત્તમ ગુજરાતી લેખક પણ હતા
અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ એમણે પણ શોભાવ્યું હતું, આ ફક્ત જાણ ખાતર)
-પ્રશાંત ભટ્ટ
Educational Point