Wednesday, 23 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 24-08-2017

અહીંથી તમે તારીખ ૨૩-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગરીબો માટે શરૂ કરાયું ખાસ પ્રકારનું ફૂડ ATM

અનેકવાર નાનો પ્રયાસ મોટો બદલાવ લાવી શકે છે. આવો જ પ્રયાસ કોલકાત્તાના એક રેસ્ટોરન્ટના માલકે કર્યો છે. તેમણે ગરીબો માટે એક ખાસ પ્રકારના ફૂડ એટીએમની શરૂઆત કરી છે, જેમણે સમય પર ખાવાનુ નથી મળતુ. આ એટીએમ હોટલ અને રેસ્ટોરન્ટથી બચેલું ખાવાનું એકઠું કરે છે. તેના બાદ ગરીબો અને જરૂરિયાતમંદોમાં આ ખાવાનું ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે. હકીકતમા આ એક 320 લીટર ક્ષમતાવાળું એક રેફ્રિજરેટર છે. જે જરૂરિયાતમંદો સુધી ખાવાનું પહોંચાડે છે.

૨. એર ઈન્ડિયાના CMD અશ્વિની લોહાની બન્યા રેલવે બોર્ડના નવા ચેરમેન

રેલવે બોર્ડના ચેરમેન એ.કે. મિત્તલના રાજીનામા બાદ એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીને નવા ચેરમેન બનાવાયા છે. યુપીમાં ગત ચાર દિવસોમા બે મોટા ટ્રેન અકસ્માતોને પગલે રેલવે બોર્ડના ચેરમેન એ.કે. મિત્તલે બુધવારે સવારે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. જેના બાદ અશ્વિની લોહાનીને ચેરમેન પદ સોંપાયુ છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા લોહાની હાલ એર ઇન્ડિયામાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે.

૩. એ.કે.મિત્તલે રેલવે બોર્ડના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામુ

નવી દિલ્હીઃ રેલવે બોર્ડના ચેરમેન એ કે મિત્તલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. મુઝફ્ફરનગર અને ઔરૈયા ટ્રેન દુર્ઘટના બાદ મિત્તલે રાજીનામુ આપી દીધું છે. 5 દિવસમાં બે ટ્રેન દુર્ઘટના સર્જાતા મિત્તલે રાજીનામુ આવ્યું છે. અશોક મિત્તલે રેલમંત્રી સુરેશ પ્રભુને રાજીનામું સોંપી દીધું છે. જો કે મિત્તલનું રાજીનામુ મંજૂર કરવામાં આવ્યું નથી.

૪. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, જાણો ક્યા ક્રિકેટરને મળ્યો અર્જુન એવોર્ડ અને કોને મળ્યું રાજીવ ગાંધી ખેલરત્ન સન્માન

નવી દિલ્લી: પેરાલંપિક રમતમાં બે વખત સુવર્ણ પદક જીતનાર ભારતીય એથલીટ દેવેન્દ્ર ઝાઝરિયા અને ભારતીય પુરૂષ હોકી ટીમના પૂર્વ કપ્તાન સરદારસિંહને રાજીવગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. ખેલરત્ન પુરસ્કાર મેળવનાર ઝાઝરિયા દેશનો પ્રથમ પેરાએથ્લેટ બનશે. ઝાઝરિયાએ ગત વર્ષે રિયો ઓલંપિકમાં શાનદાર પ્રદર્શન કરી ભાલા ફેક સ્પર્ધામાં 12 વર્ષબાદ સુવર્ણ પદક જીત્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા તથા મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર સહિત 17 ખેલાડીઓને બહુપ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડનું સન્માન આપશે. સરકારે મંગળવારે સત્તાવાર રીતે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટેના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ખેલરત્નમાં 7-7 લાખ રૂપિયાનો પુરસ્કાર તથા અર્જૂન, દ્રોણાયાર્ચ અને ધ્યાનચંદ એવોર્ડમાં ખેલાડીઓને 5-5 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે. 29મી ઓગષ્ટે સમ્માનિત કરવામાં આવશેઝાઝરિયાએ તેમનો પ્રથમ સુવર્ણ પદક 2004માં એથેંસમાં આયોજીત ઓલંપિકમાં જીત્યો હતો. વર્ષ 1972માં જર્મનીમાં આયોજીત ઓલંપિક રમતમાં પુરુષોની 50 મીટર ફ્રિસ્ટાઈલ મુકાબલે મુરલીકાંત પેટકરે ભારત માટે પ્રથમ પેરાલંપિક રમતમાં સુવર્ણ પદક જીત્યો હતો.
જ્યારે હૉકીમાં સરદારસિંહના નેતૃત્વમાં ભારતે 2014ની એશિયન ગેમ્સમાં અને 2007માં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સરદારસિંહે 2008માં સુલતાન અઝલન શાહ કપમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તે સમયે સરદાર કેપ્ટનશિપ સંભાળનાર સૌથી યુવા સુકાની બન્યો હતો.
અર્જૂન એવોર્ડ માટે ચેતેશ્વર પૂજારા (ક્રિકેટ), હરમનપ્રીત કૌર (ક્રિકેટ), વરુણસિંહ ભાટી (પેરાએથ્લેટ), પ્રશાંતીસિંહ (બાસ્કેટબોલ), એસએસપી ચૌરસિયા (ગોલ્ફ), ઓનમ બેમબેમદેવી (મહિલા ફુટબોલ), સાકેત માઇનૈની (ટેનિસ), મરિયપ્પન થંગાવેલૂ (પેરાએથ્લેટ), વીજે સુરેખા (આર્ચરી), ખુશબીરકૌર (એથ્લેટિક્સ), આરોકિયા રાજીવ (એથ્લેટિક્સ), એસવી સુનિલ (હોકી), સત્યવ્રત કાદિયાન (કુશ્તી), એન્થોની અમલરાજ (ટેબલટેનિસ), પીએન પ્રકાશ (શૂટિંગ), જસવીરસિંહ (કબડ્ડી), દેવન્દ્રોસિંહ (બોક્સિંગ)ની પસંદગી કરવામાં આવી છે.

૫. ગાંધીનગર ખાતે ડ્‌યુઅથલોનનું ભવ્ય આયોજન

ભારતીય સેનાની ગોલ્ડન કટાર ડિવિઝને તેનાં વિવિધ યુનિટ/ફોર્મેશનનાં અધિકારીઓ માટે ગાંધીનગરમાં ડ્‌યૂઅથલોનનું આયોજન કર્યું હતું. કાર્યક્રમને લીલી ઝંડી ગાંધીનગર મિલિટ્રી સ્ટેશનનાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં કમાન્ડિંગ-ઇન-ચીફ એર ઓફિસર એર માર્શલ આર કે ધીર પીવીએસએમ એવીએસએમ વીએમ એડીએસીએ કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વયજૂથ અને સેવામાં સીનિયોરિટી ધરાવતાં અંદાજે ૬૦ અધિકારીઓ ઉત્સાહ અને જુસ્સા સાથે સહભાગી થયાં હતાં. ડ્‌યૂઅથલોનમાં ૨૫ કિમીનું સાઇકલિંગ, ૧૦ કિમીનું રનિંગ અને અંગત શસ્ત્રો સાથે ફાયરિંગ સામેલ હતી.

૬. ગુજરાતઃ આશાવર્કર બહેનોને મળશે 30 ટકા વધારે પ્રોત્સાહક રકમ, 5 મહિનાનું એરિયર્સ પણ મળશે

ગાંધીનગર-  નાયબ મુખ્‍યપ્રધાન નિતીન પટેલે આશાવર્કર બહેનો માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા માટે યોગદાન આપતી આશા બહેનોને જે માનદવેતન મળે છે તેમાં પ્રતિ માસ ૩૦ ટકાનું બોનસ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને વર્ષાન્તે રૂ. ૪૦ કરોડનો વધારાનો બોજ પડશે. આ રકમ રાજ્ય સરકારના ભંડોળમાંથી ચૂકવાશે.

૭. પોતાના જન્મ દિવસે વડાપ્રધાન નર્મદા ડેમ રાષ્ટ્રને લોકાર્પિત કરશે

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બર માસમાં બે વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો સાથે જ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે પણ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન પોતાનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે.  શિન્ઝો એબેના સ્વાગત માટે વડાપ્રધાન અમદાવાદ આવશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે એટલે કે પોતાના જન્મદિવસના રોજ વડાપ્રધાન ફરી ગુજરાત આવશે અને દિવસે વડાપ્રધાન નર્મદા ડેમ રાષ્ટ્રને લોકાર્પિત કરશે.

૮. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં બજારમાં આવશે 200 રૂપિયાની નવી નોટ

- દેશમાં પહેલી વખત આવી રહી છે 200 રૂપિયાની નોટ

- બ્લેક માર્કેટીંગ સામે RBI સજ્જઃ 50 કરોડ નોટો છપાઇ ચૂકી છે

૯. દિલ્હી ગવર્નર ઉપરાષ્ટ્રપતિની મુલાકાતે

દિલ્હીના ગવર્નર અનિલ બૈજલે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી.

૧૦. નાટય મહર્ષિ ભરતમુનિના દેશ ભારતમાં જગતનો સૌથી મોટો નાટય મહાકુંભ યોજાશે

વિશ્વભરના નાટયપ્રેમીઓ માટે આ વર્ષે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ અંતર્ગત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ૮મા થિયેટર ઓલમ્પિક્સને હોસ્ટ કરી રહી છે. જેમાં વિશ્વભરમાંથી ભાગ લેનારની એન્ટ્રીઓ ૮ સપ્ટેમ્બર પહેલા દિલ્હીમાં પહોંચી જશે. આ એક એવી ઓલિમ્પિક્સ છે જે ભારતમાં પ્રથમ વખત થઈ રહી છે અને વિશ્વમાં અત્યાર સુધી અનેક વખત થઈ ચૂકી છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી મળતી માહિતી અનુસાર ભારતની રંગભૂમિના વારસાને જાળવી રાખવા માટે ભારત સરકારે દેશના સૌથી મોટો રંગમંચનો કુંભમેળો એટલે કે થિયેટર ઓલિમ્પિક્સની જાહેરાત કરી છે જેમાં ભાગ લેવા માટે દરેકે પોતાના નાટકની એન્ટ્રી મોકલવાની હોય છે. 

આંતરરાષ્ટ્રીય:-  

૧. ઈન્ડિયા ડે પરેડમાં કેનેડાના વડાપ્રધાન બન્યા સંપૂર્ણ ભારતીય

ભારતના 71માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી ઈન્ડિય ડે પરેડમાં ટ્રુડો પર્પલ રંગના વસ્ત્રોમાં પધાર્યા હતાં. ટ્રુડો જયહિંદ બોલતાં જ ઉપસ્થિત જનમેદનીમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું.
કેનેડાના વડાપ્રધાને આ ઉપરાંત ભારતીયો અને તિંરગા સાથે ફોટા પડાવ્યા હતા અને ટ્વિટર પર પોસ્ટ કર્યા હતાં. ટ્રુડોએ ટ્વિટર પર ભારત અને કેનેડા મિત્રતા આવી જ રીતે ભવિષ્યમાં આગળ ધપતી રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

૨. 32000 કરોડની દુનિયામાં સૌથી અનોખી Appleની નવી ઓફિસ, પરંતુ કર્મચારીઓ જવા તૈયાર નથી

iPhone બનાવનારી કંપની Appleના ફાઉન્ડર ટિમ કૂકે વિચાર્યુ હતું કે સ્પેસ શિપ જેવી બિલ્ડીંગ દુનિયાની સૌથી અનોખી ઑફિસ બનાવીને પોતાના કર્મચારીઓને ખુશ કરી દેશે. પરંતુ તેમનો આ દાવ ઉલટો પડતો દેખાઈ રહ્યો છે.
ઍપલના કૅલિફોર્નયાના ક્યુપર્ટિનોમાં સ્પેસ શિપ જેવી દેખાતી ભવ્ય અને શાનદાર ઑફિસ બનાવાઈ છે. આ બનાવવામાં કંપનીએ 32000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. દુનિયાની સૌથી અનોખી અને શાનદાર ઓફિસ જોઈને ભલે તમારી ઇચ્છા તેમાં કામ કરવાની થઈ રહી હોય, પરંતુ ઑફિસના ઓપન ફ્લોર પ્લાનને જોઈને કંપનીના તમામ કર્મચારી અને ઍન્જિનિયર્સ ભડકી ગયા છે. કેટલાંકે તો પોતાના રાજીનામાં પણ આપી દીધાં છે.

૩. આગામી સપ્ટેમ્બર મહિનાથી ચીનમાં દોડશે વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન

બિજીંગ- ચીન રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, ચીન આગામી સપ્ટેમ્બર મહિનાથી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન દોડાવશે. આ ટ્રેન બિજીંગથી શાંઘાઈ સુધીનું અંતર એક કલાક જેટલું ઘટાડી દેશે. મળતી માહિતી મુજબ ચીન રેલવેના સત્તાધીશોએ જણાવ્યું કે, અનેક સફળ પરીક્ષણ બાદ આ ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ફુક્શિંગ નામની આ ટ્રેન 21 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. જે પ્રતિ કલાક 400 કિલોમીટર સુધીની સ્પીડે દોડશે. આ પ્રકારની કુલ સાત ટ્રેન ચલાવવાનું ચીન સરકારનું આયોજન છે. જે બિજીંગ અને શાંઘાઈ વચ્ચે 14 વખત યાત્રા કરશે અને કુલ 1318 કિમીનું અંતર કાપશે.

રમત ગમત:-  

૧. પુણેના દસ વર્ષના આર્યમન સિંહે ગોલ્ફમાં ઈતિહાસ રચ્યો

પુણે: દસ વર્ષના ગોલ્ફ ખેલાડી આર્યમન સિંહે આ વર્ષની ઈન્ડિયન ગોલ્ફ યુનિયન (આઈ.જી.યુ.)-પશ્ર્ચિમ ઝોનની પહેલી પાંચ સ્પર્ધા જીતી પોતાના જ ઝોનલ અને રાષ્ટ્રીય વિક્રમ તોડવા સાથે મોસમનો સફળતાપૂર્વક અંત લાવ્યો હતો.

૨. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિ. રીતુપર્ણા-તન્વીની આગેકૂચ

ભારતીય શટલર રીતુપર્ણા દાસ અને સમીર વર્માએ ગ્લોસ્ગો ખાતે રમાયેલ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા અને પુરુષ વર્ગમાં વગર કોઈ સંઘર્ષે બીજા તબક્કામાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત તન્વી લાડે પણ સંઘર્ષપૂર્ણ જીત બાદ વીજયી શરૃઆત કરી.

૩. ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બન્યા ગ્રીમ સ્મિથ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથને ટી-૨૦ ગ્લોબલ લીગની ટીમ Benoni Zalmi ના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. આ વાતની જાણકારી ટીમના માલિક જાવેદ આફ્રિદીએ આપી છે. ટી-૨૦ ગ્લોબલ લીગની શરૂઆત આ વર્ષે ઓક્ટોબરમાં થશે.


આર્થિક:-

૧. ઓખાથી બેટ દ્વારકા જવા મળશે કેબલ સ્ટેઇડ બ્રિજનો લાભ, 962 કરોડની યોજના મંજૂર

ગાંધીનગરગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં બીજો કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવાની યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારને આ એક વધુ ભેટ આપવામાં આવી છે.
ઓખાથી બેટ દ્વારકા જવાઆવવાની દર્શનાર્થીઓ, પ્રવાસીઓની સમસ્યાનો ઉકેલ લાવવા આ બંને સ્થળ વચ્ચેના દરિયામાં 3.75 કિલોમીટરનો કેબલ સ્ટેઇડ બ્રિજ નિર્માણ પામશે.

૨. Forbes: સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સની લિસ્ટમાં શાહરૂખ,સલમાન અને અક્ષય શામેલ

ફોર્બ્સ દ્વારા વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સની લિસ્ટમાં ભારતીય સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર શામિલ થઇ ચૂક્યા છે. આ લિસ્ટના ટૉપ પર ટ્રાન્સફૉર્મર્સનો એક્ટર માર્ક વૉલબર્ગ છે. શાહરૂખ આ લિસ્ટમાં 3.80 કરોડ ડૉલરની કમાણીની સાથે આઠમા નંબર પર છે. નવમાં સ્થાને સલમાન ખાન છે, જેની કમાણી 3.70 કરોડ ડૉલર છે, ત્યાં અક્ષય કુમાર 3.55 કરોડ ડૉલરની કમાણીની સાથે દસમા સ્થાન પર છે. બોલિવુડના આ 3 સ્ટાર્સ ફોર્બ્સની લિસ્ટમાં ટૉપ 10માં શામેલ છે.


અન્ય:-

૧. મોદી સરકારનો મોટો નિર્ણય, હવે કેટલી આવક હશે તો મળશે ઓબીસી અનામતનો લાભ, જાણો વિગત

નવી દિલ્લી: ઓબીસી આરક્ષણ પર કેંદ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેંદ્ર સરકારે ઓબીસી આરક્ષણમાં ક્રિમીલેયરની સીમા 6 લાખથી વધારીને આઠ લાખ કરી દીધી છે. આજે નાણામંત્રી અરૂણ જેટલીએ આ વાતની જાણકારી આપી છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point