Tuesday, 22 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 23-08-2017

અહીંથી તમે તારીખ ૨૨-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ

ટેલીવિઝનની દુનિયામાં આજકાલ મોટા ભાગના લોકો રિયાલીટી શો જોવાનું પસંદ કરે છે અને આ કારણે અલગ-અલગ પ્રકારના રિયાલીટી શો આવતા રહે છે. આ પ્રકારે એક અલગ કોન્સેપ્ટની સાથે બહુ જલ્દી એક નવો રિયાલીટી શો આવવાનો છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં જજ તરીકે સોનાક્ષી સિન્હા નજર આવશે. આ શોનું નામ ‘Om Shanti Om’ છે અને તમને આ શોમાં બધા ભક્તિ કરતા જોવા મળશે.

૨. નોબેલ વિનર કૈલાસ સત્યાર્થી અમદાવાદમાં, હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ માટે ભારત યાત્રાની જાહેરાત કરી

અમદાવાદ: નોબેલ શાંતિ પારિતોષક વિજેતા કૈલાસ સત્યાર્થી અમદાવાદની મુલાકાતે હતાં જ્યાં તેમણે બાળકોની ગેરકાયદે હેરફેર અને જાતૂય શોષણ સામે લડત આપવાના હેતુથી ભારત યાત્રા યોજવાના નિર્ણયની જાહેરાત કરી છે.  આ યાત્રા સુરક્ષિત બચપન- સુરક્ષિત ભારતના સૂત્રને સાકાર કરવા માટે યોજવામાં આવી છે. આ યાત્રા 35 દિવસમાં 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થશે. આ યાત્રાનો પ્રારંભ દક્ષિણમાં કન્યાકુમારી ખાતેથી થશે અને ત્યાંથી તે પશ્ચિમ ભારતમાં જશે. ગૌહત્તીથી નિકળેલી યાત્રા દેશના પૂર્વ ભાગમાં જશે, જ્યારે શ્રીનગરથી ઉત્તર ભારતની યાત્રાને લીલી ઝંડી અપાશે. આ બધી યાત્રાઓનું દિલ્હીમાં 15 ઓક્ટોબરે સમાપન થશે.

૩. 24થી 27 ઓગષ્ટ યોજાશે જગવિખ્યાત તરણેતરનો મેળો

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાઆંગણમાં દર વર્ષે ભાદરવી ત્રીજથી છઠ સુધી, ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકોમેળો યોજાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળાનું તારીખ 24 થી 27 ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનાર વિશ્વ્ વિખ્યાત તરણેતરના મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે.

૪. અમેરિકાએ માગી ભારતની મદદ, કહ્યું અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા અમારી મદદ કરો

વોશિંગટન- અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા અમેરિકન સેનાની મદદ કરવા ભારતને વિનંતી કરી છે. ટ્રમ્પે કહ્યું કે, અફઘાનિસ્તાન મુદ્દે ભારત અમારી વધારે મદદ કરે તેમ અમે ઈચ્છીએ છીએ.
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપે છે, પાકિસ્તાનના લોકો પણ આતંકવાદથી પીડિત છે. વર્તમાન સમયમાં પાકિસ્તાન આતંકીઓ માટે સેફ હેવનબની ગયું છે. જો પાકિસ્તાન આવી જ રીતે આતંકી સંગઠનોનો સાથ આપતું રહેશે તો અમેરિકા ચૂપ નહીં રહે.

૫. ફરીથી આવશે 1000 રૂપિયાની નોટ, બધી નાની નોટ અને સિક્કા પણ બદલાશે

મુંબઇ: દેશમાં રૂપિયા અને પૈસાની સૂરત ચેન્જ થવાની છે, આવનારા સમયમાં માત્ર 50 રૂપિયાની નોટ જ નહીં પરંતુ બધી જ નાની મોટી
નોટ અને સિક્કાને નવી ડિઝાઇન સાથે લાવવાની તૈયારી ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ બધુ કરવા માટે રિઝર્વ બેંકને નાણા
મંત્રાલય પાસેથી લીલી ઝંડી મળી ગઇ છે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલા પરથી જાણકારી આપવામાં આવી છે રે 100,20,10 અને 1 રૂપિયાની નોટ નવી ડિઝાઇનમાં આવશે. ફરીથી એક વખત 1000 રૂપિયાની નોટ પણ આવવાની શક્યતા છે. માત્ર નોટ જ નહીં પરંતુ સિક્કા પણ નવા રૂપમાં લાવવાની તૈયારીમાં છે. નવી નોટની સાઇઝ હાલના આકારની સરખામણીમાં નાની હશે. સિક્કાના આકારામાં પણ ફેરફાર કરવામાં આવશે.

૬. ભાજપના આઠ સ્થળોએ નયા ભારત મંથનકાર્યક્રમમાં કેન્દ્રીય નેતાગીરી ગુજરાત આવશે

ગાંધીનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતા પાંચ વર્ષ સુધી સંકલ્પ સે સિદ્ધિના મંત્ર સાથે નયા ભારતના નિર્માણ માટે ભારત જોડોના મહાઅભિયાનમાં જોડાવા માટે કેન્દ્રમાં બિરાજતાં ગુજરાતી પ્રધાનો અને અધિકારીઓ ગુરુવારથી લઇ 30મી સુધી ધૂમ મચાવશે.

૭. એક દિવસમાં 9500 પ્રોજેક્ટની શરૂઆત કરી મોટો રેકોર્ડ બનાવશે પીએમ મોદી

જયપુર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગષ્ટે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. વડાપ્રધાન આવતા મંગળવારે રાજસ્થાનની યાત્રા પર રહેશે. ત્યારે આ યાત્રા દરમિયાન લગભગ 9500 પ્રોજેક્ટનું ઉદ્ધઘાટન કરશે. આ પ્રોજેક્ટ રસ્તાઓ, નેશનલ હાઈવે, રાજ્ય હાઈવે અને ગ્રામીણ સડકોથી જોડાયેલા છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત લગભગ રૂપિયા 27,000 કરોડ છે.

૮. ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ ધર્મમાં ચાલતી ત્રણ તલાકની પ્રથા અંગે પોતાનો નિર્ણય વાંચવાનો શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ તલાક મામલે આજે સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે ત્રણ તલાક કાનૂની છે કે ગેરકાનૂની. પાંચ જજોની બેંચ દ્વારા આજે આ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે 6 દિવસ સુધી સુનવણી કરવામાં આવી હતી. અને 18મેના રોજ આ મામલે નિર્ણયને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. વધુમાં આ મામલે કેન્દ્ર સરકાર સમેત અનેક પક્ષકાર પણ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. PCB એ પાક. ખેલાડીઓને CPL અને કાઉંટી રમવાની પરવાનગી આપી

August 22 (CRICKETNMORE) - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અચાનક યૂ ટર્ન લેતા પોતાના ખેલાડીઓને કૈરેબીયન પ્રિમીયર લિગ (CPL) અને ઈંગ્લિશ કાઉંટી ક્રિકેટમાં ખેલાડીઓને ફ્રેન્ચાઈજીની સાથે રમવાની પરવાનગી આપી દિધી છે. PCB એ પહેલા નો ઓબ્જેક્શન સર્ટિફીકેટને રદ્દ કર્યા બાદ આ ઘોષણા કરી છે. CPL અને કાઉંટી ક્રિકેટમાં પાછા ફરવાથી પહેલા ખેલાડીઓને 22 થી 24 ઓગસ્ટ સુધી ફિટનેસ ટેસ્ટ પસાર કરવુ પડે છે. પીસીબી ચેયરમેન નજમ સેઠીએ રાષ્ટ્રીય ટી-20 વર્લ્ડ કપની ઘોષણા પછી પાકિસ્તાની ખેલાડીઓને વિદેશી લીગમાં પાછા ફરવાના માર્ગ સાફ કરી દિધા છે.

૨. અમેરિકાને 99 વર્ષ બાદ પૂર્ણ સુર્યગ્રહણ જોવાનો મળ્યો લાભ!

અમેરિકનોને 99 વર્ષ પછી પૂર્ણ સુર્યગ્રહણ જોવાનો લાભ મળ્યો હતો. જો કે આખા અમેરિકાને નહીં પરંતુ અમેરિકાના મધ્યભાગમાં રહેતા લોકોને જ પૂર્ણ સુર્યગ્રહણનો લાભ મળ્યો હતો. જ્યારે ઉત્તર અમેરિકાના ઘણા ભાગોમાં આંશિક ગ્રહણ જોવા મળ્યું હતું.

રમત ગમત:-  

૧. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : શ્રીકાંત આસાન વિજય સાથે બીજા રાઉન્ડમાં

ભારતના સ્ટાર પ્લેયર કિદામ્બી શ્રીકાંતે રશિયાના સર્ગેઇ સિરાન્તે ૨૧-૧૩, ૨૧-૧૨થી આસાનીથી હરાવીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. શ્રીકાંત હવે આવતીકાલે બીજા રાઉન્ડમાં ફ્રાન્સના લ્યુકાસ કોરવી સામે ટકરાશે.

૨. ક્રિસ ગેઇલ: ત્રણ વર્ષ બાદ આ હરફનમૌલા ખેલાડી કરશે વિન્ડીઝ ટીમમાં પુનરાગમન

પોર્ટ ઓફ સ્પેન- આગામી 19થી 29 સપ્ટેમ્બર દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી પાંચ મેચની વન-ડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં ત્રણ વર્ષ બાદ હરફનમૌલા ખેલાડી ક્રિસ ગેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિસ ગેલ ઉપરાંત માર્લોન સેમ્યુઅલ્સ પણ બે વર્ષ બાદ વિન્ડીઝ ટીમ તરફથી મેદાનમાં ઉતરશે.
આર્થિક:-

૧. ગુજરાતની હસ્તકલા હવે વિશ્વભરમાં વેચાશે, અમેઝોને ગુજરાતમાં ખોલ્યું સેન્ટર

હવે વિશ્વભરના બજારોમાં ગુજરાતની હસ્તકલા અને હેન્ડલુમની વસ્તુઓ વેચાશે. વિશ્વની જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોન પર વિશ્વના લોકો ગુજરાતની વસ્તુઓ ખરીદી શકશે. આ માટે એમેઝોન કંપની દ્વારા એક કુલફિલમેન્ટ સેન્ટર બાવડાના ભાયલા ખાતે સ્થાપિત કરાયું છે. જેનું ઉદ્યાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું.

૨. હવે પેટીએમ દ્વારા દેશભરમાં ફ્રી ગોલ્ડ લોકર સુવિધા મળશે

નવી દિલ્હી: દેશમાં સોનામાં રોકાણ અને દાગીનાની ખરીદી પ્રત્યે વધુ ક્રેઝ જોવા મળે છે ત્યારે પેટીએમએ તેના ગ્રાહકો માટે દેશભરમાં ફ્રી ગોલ્ડ લોકરની નવી સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના અનેક લોકોના દાગીના સુરક્ષિત રહે તે માટે આ નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલ બેન્કમાં જે લોકરની સુવિધા આપવામાં આવે છે તેમાં ગ્રાહકો પાસેથી ભારેખમ ફી લેવામાં આવે છે પણ પેટીએમ દ્વારા તેના ગ્રાહકોને આવી ફ્રી સેવા આપવાનું આયોજન થઈ રહ્યું છે.
અન્ય:-

૧. સાઉથના આ સુપરસ્ટારનું નામ સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્સની યાદીમાં, ફી જાણીને ચોંકી જશો

અલ્લુ અર્જુન તેલુગુ ફિલ્મોના મોટા સુપરસ્ટાર્સમાંનો એક છે. અલ્લુ અર્જુને પોતાનું ઍક્ટિંગ કરિયર ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂ કર્યુ હતું. જેમાં તેની પ્રથમ ફિલ્મ ડૅડી હતી જ્યારે લીડ હીરો તરીકે તેની પ્રથમ ફિલ્મ ગંગોત્રી હતી. પરંતુ સૌથી મોટો બ્રેક અલ્લુ અર્જુનને ફિલ્મ આર્યાથી મળ્યો.
આ ફિલ્મે તેના કરિયરની કાયાપલટ કરી દીધી. ફિલ્મમાં તેની જબરદસ્ત એક્ટિંગ જોવા મળી અને તેના માટે ફિલ્મફેરનો બેસ્ટ તેલુગુ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો. ત્યાર બાદ અલ્લુ અર્જુનની સફળતાનો ગ્રાફ ઉપર ચઢતો જ ગયો અને એક પછી એક બ્લૉકબસ્ટર ફિલ્મો આપતો ગયો.
ઇન્ટરનેટ પર હાજર આંકડાઓ મુજબ આજે અલ્લુ અર્જુન તેલુગુ સિનેમાનો મોટો સ્ટાર છે અને ફી તરીકે એક ફિલ્મના લગભગ 14-15 કરોડ રૂપિયા લે છે.

૨. ભારતનું પ્રથમ સ્માર્ટ ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ, ટચસ્ક્રિનથી કરી શકાશો ઓપરેટ

ભારતના પ્રથમ સ્માર્ટ સ્કૂટરને લોન્ચ કરી દીધો છે. આ સ્કૂટરને તમે ટચસ્ક્રિનથી ઓપરેટ કરી શકશો. IITના સ્ટુડન્ટ તરુણ મેહતા અને સ્વપ્નિલ જૈને 2013માં પોતાની નોકરી છોડીને Ather Energyની સ્થાપના કરી હતી, જે અંતર્ગત ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવવાની પહેલ કરી હતી. ચાર વર્ષ બાદ તેમણે હવે એક ઈલેક્ટ્રિક સ્કૂટર તૈયાર કર્યું છે. આ સ્માર્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર S340ના નામથી લોન્ચ થશે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point