અહીંથી તમે તારીખ ૨૧-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ર૭
ઓગસ્ટે કાર્યકરો સાથે રામસિંહ પરમાર અને માનસિંહ ચૌહાણ કેસરિયો ધારણ કરશે
ખેડા જિલ્લાના
રાજકારણમાં મહત્વના ફેરફારો લાવનાર ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર આગામી તા.૨૭
ઓગસ્ટના રોજ ભાજપમાં જોડાશે. રામસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં આજે જણાવ્યું
હતું કે આગામી ૨૭ ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ ડાકોર
ખાતે એક સંમેલનમાં હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે પોતાના હજારો સમર્થકો સાથે
ભાજપમાં જોડાઇ જશે અને તેમની સાથે બાલાસિનારના માનસિહ ચૌહાણ પણ ભાજપમાં જોડાનાર
હોવાનું રામસિંહ પરમારે જણાવ્યું હતું.
૨. દિલ્લી:449
પ્રાઈવેટ
સ્કૂલોને સરકાર હસ્તક કરવાના પ્રસ્તાવને LGની મંજૂરી
નવી દિલ્લી: એક મોટી કાર્યવાહી હેઠળ દિલ્લીના ઉપરાજ્યપાલ
અનિલ બેજલે 449
ખાનગી
સ્કૂલોને ટેકઓવર કરવા દિલ્લી સરકારના આદેશને મંજૂરી આપી દીધી છે. આવી સ્કૂલો પર
મનમાની ફી વસૂલવાના કારણે આવો આદેશ આપવામાં આવ્યો છે. આ સ્કૂલોએ સરકારના ફી પાછી
આપવાના આદેશને નકાર્યો હતો.
૩. માથાદીઠ
આવકના આંકડા કરાયા જાહેર, જાણો
કર્યું રાજ્ય રહ્યું છેલ્લા ક્રમે
નવી દિલ્હીઃ
દેશમાં તમામ રાજ્યના માથાદીઠ આવકના 2014-15ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ-એનએસડીપી
અને માથાદીઠ નેટ રાષ્ટ્રીય આવકના આંકડા સામાન્ય રીતે બે-ત્રણ વર્ષે જાહેર થતાં હોય
છે. ભારત સરકારે ૨૦૧૪-૧૫ના વર્ષના એનએસડીપીના અને માથાદીઠ આવકનાં આંકડા જાહેર
કર્યા છે. આ મુજબ માથાદીઠ આવકની બાબતમાં ગુજરાત 13મા ક્રમે આવે છે. આ યાદીમાં સૌથી ઓછી માથાદીઠ આવક ધરાવતા રાજ્યમાં બિહારનો
સમાવેશ થાય છે. ભારત સરકારે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત કુલ ૩૩
રાજ્યોની માથાદીઠ આવકના આંકડાઓ જાહેર કર્યા છે. સૌથી ઓછી માથાદીઠ આવક બિહાર
રાજ્યની છે. બિહારની માથદીઠ આવક ફક્ત 31,380 છે.
ત્યારબાદ 31મા નંબરે ઉત્તરપ્રદેશ આવે છે. તેની પણ માથાદીઠ
આવક 43,861
રૂપિયા છે.
સૌથી ઓછી માથાદીઠ આવક ધરાવતા રાજ્યમાં મણિપુર (52,436), આસામ (54618), મધ્યપ્રદેશ (56182), ઝારખંડ (56737), જમ્મુ કાશ્મીર (62857) ઓરિસ્સા (64869), મેઘાલય (68202), ત્રિપુરા (71666), રાજસ્થાન (76881), પશ્વિમ બંગાળ (78903), છત્તીસગઢ (78001), નાગાલેન્ડ (78526)નો સમાવેશ થાય છે.
૪. રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદ આજે લેહની મુલાકાતે, સેના પ્રમુખ બિપિન રાવત
કરશે સ્વાગત
શ્રીનગરઃ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કશ્મીરના સરહદી વિસ્તાર લેહ
પહોંચશે. રાષ્ટ્રપતિ તરીકે તેમનો આ પ્રથમ સતાવાર પ્રવાસ છે. કોવિંદ અહીં સૈન્યની
ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ લદાખ સ્કાઉટના કાર્યક્રમમાં સામેલ થશે. આ રેજિમેન્ટની કુલ
પાંચ એવી બે બટાલિયનમાં કુલ 900 સૈનિકો છે. કારગિલ યુદ્ધમાં પરાક્રમ બતાવ્યા બાદ 2001માં તેને નિયમિત આર્મી રેજિમેન્ટનો દરજ્જો
મળ્યો હતો.
૫. તરણેતરના
મેળામાં જનારાઓનું ૯ ઠેકાણે કરાશે સ્ક્રીનિંગ
તરણોતરના મેળાના
સુચારૂ આયોજન માટે તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉદ્દીત અગ્રવાલે
જણાવ્યું હતું કે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી
તા.૨૪ થી ૨૭મી ઓગસ્ટ સુધી યોજાશે મેળામાંં લાખોની મેદની બે ત્રણ દિવસ માટે એકઠી
થાય છે ત્યારે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ૯ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો છે. આ
પોઈન્ટમાંથી પસાર થનાર દરેક યાત્રિકોનું ડોકટર દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવનાર
હોવાનું જિલ્લા કલેક્ટરએ જણાવ્યું છે. લોકોના આરોગ્યની સાથોસાથ કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રજાજનો ભાતીગળ મેળો માણી શકે તે હેતુથી ૯
પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવશે અને તમામ પોઈન્ટ ઉપરથી ચેકિંગ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. હવે PAKની સુપર લીગમાં પેશાવર
ઝલ્મી તરફથી બે ચીનના ક્રિકેટર રમશે.
ચીનની રાષ્ટ્રીય ટીમના બે ક્રિકેટર આવતા
વર્ષમાં થઇ રહેલી પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જલ્મી ટીમના તરફથી રમવા આવશે.
એપીપીના કહેવા મુજબ ચીનના રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના બે ખિલાડીઓની પસંદગી થઈ ચુકી
છે. પેશાવર ઝલ્મીના પસંદ કરવામાં આવેલા આ ખિલાડીઓ ઔપચારિક કરાર પર પેશાવર ટીમના
પ્રમુખ જાવેદ આફ્રિદીના આવતા માહ બિનજિંગના સમયે હસ્તાક્ષર કરવામાં આવશે.
૨. ભારતની
વધુ એક ફિલ્મ પર પાક.માં મુકાયો પ્રતિબંધ
તાજેતરમાં રિલીઝ થયેલી ગુરિંદર ચઢ્ઢાની ફિલ્મ 'પાર્ટિશન: 1947' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકાયો છે. આ વાતનો
ખુલાસો ગુરિંદર ચઢ્ઢાએ ટ્વિટ કરીને કર્યો હતો. તેણે આ વાતને દુ:ખદ ગણાવી છે. ભારત
અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારના સમયની મહત્વપૂર્ણ ઘટનાઓને દર્શાવતી આ ફિલ્મ હવે
પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય.
૩. બ્રિટનમાં ગુજરાતી
મૂળના ૧૨ વર્ષના રાહુલ દોશીને 'ચાઇલ્ડ જિનિયસ'નો ખિતાબ
એક લોકપ્રિય ટીવી ચેનલની ક્વીઝ સ્પર્ધામાં
તમામ સવાલોના સાચા જવાબ આપીને રાતોરાત સ્ટાર બની ગયેલા ગુજરાતી મૂળના ૧૨ વર્ષના
કિશોરને 'ચાઇલ્ડ જીનીયસ'નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ગઇ રાત્રે કાર્યક્રમના ફાઇનલ રાઉન્ડમાં રાહુલ
દોશીએ ચેનલ-ફોરની સ્પર્ધા તેના નજીકના હરિફ રોહનને હરાવીને રાઉન્ડ જીતી લીધો
હતો.અગાઉ તમામ સવાલોના સાચા જવાબો આપીને રાહુલ રાતોરાત સેન્સેશન બની ગયો હતો.
૪. વાણી સ્વાતંત્ર્ય માટે
બોસ્ટનમાં યોજાઈ વિરાટ વિરોધ રેલી
શાર્લોટ્સવિલેના વર્જિનિયામાં હિંસક
અથડામણ સર્જાયાના ગણતરીના દિવસો બાદ જમણી પાંખે યોજેલી રેલીની પ્રતિક્રિયા રૂપે
મહિલાઓ, પુરૂષો અને બાળકો
સહિત હજારો પ્રદર્શનકારીઓ યુએસના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. હજારો લોકોએ જાતિવાદના
વિરોધમાં આયોજિત માર્ટમાં ભાગ લીધો હતો.
રમત
ગમત:-
૧. આજથી વર્લ્ડ બેડમિંટન :
સિંધુ, સાયના
અને શ્રીકાંત મેડલના દાવેદાર
- સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચેમ્પિયશીપનો પ્રારંભ
- મેન્સ-વિમેન્સ
સિંગલ્સમાં ભારતના ૪-૪ ખેલાડીઓ ભાગ લેશે
૨. નેશનલ ચેલેન્જર્સ ચેસ :
સ્વપ્નિલ પ્રથમ, લલિથ-હિમાંશુ
બીજા ક્રમે
- અમદાવાદમાં ચાલી રહેલી ટુર્નામેન્ટ અંતિમ તબક્કા તરફ
- ૧૧માં
રાઉન્ડમાં સ્વપ્નિલ-લલિથ આમને-સામને
૩. આજથી પેરિસમાં વર્લ્ડ
કુસ્તી ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે
આવતીકાલથી પેરીસમાં વર્લ્ડ કુસ્તી
ચેમ્પિયનશીપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં ભારતનો મદાર રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ
મેડાલીસ્ટ સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા જેવા કુસ્તીબાજો પર વિશેષ રહેશે.
૪. ભારતીય ફૂટબોલ ટીમનો
સતત નવમો વિજય
મુંબઇ ફૂટબોલ અરેના ખાતે શરૂ થયેલી
આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી ત્રિકોણીય સિરીઝમાં મોરેશિયસ સામેની પ્રથમ મેચમાં
રોબિનસિંહ અને પોતાની પ્રથમ મેચ રમી રહેલા બલવંતસિહના એક-એક ગોલની મદદથી ભારતીય
ફૂટબોલ ટીમે ૦-૧થી પાછળ રહ્યા છતા ૨-૧થી વિજય પ્રાપ્ત કર્યો હતો. ઓવર ઓલ ભારતીય
ટીમે સતત નવમો અને મુંબઇ ફૂટબોલ અરેના ખાતે સતત ત્રીજો વિજય પ્રાપ્ત કર્યો હતો.
જોકે, મેચમાં શરૂઆતની પ્રથમ ૩૦ મિનિટમાં મોરેશિયસની
ટીમને દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ હાફમાં મોરેશિયસ ટીમના કેપ્ટન અને ઇંગ્લિશ
ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી ઇપ્સવિચ ટાઉનના સ્ટાર મિડફિલ્ડર કેવિન બ્રુએ શાનદાર
પ્રદર્શન કર્યું હતું. બ્રુએ પોતાની ટીમ માટે ગોલ કરવાની તકો ઊભી કરી હતી.
આર્થિક:-
૧. કેન્દ્ર સરકારે શરુ કર્યું ચીન સરહદે રસ્તો બનાવવાનું
કામ, 15 વર્ષથી અટકી હતી યોજના
નવી દિલ્હી- કેન્દ્ર સરકારે ગત 15 વર્ષોથી અટકી પડેલા 46 જેટલા નિર્માણકાર્યોને ઝડપથી પુરા કરવા કમર કસી લીધી છે. આ પ્રોજેક્ટ
ભારત-ચીન સરહદે રસ્તા બનાવવા સાથે જોડાયેલા છે. કેન્દ્ર સરકાર આ તમામ પ્રોજેક્ટને
ઝડપથી પુરા કરવા ઈચ્છે છે. કારણ કે જરુર પડ્યે LAC ઉપર સેનાને હથિયાર અને અન્ય સામગ્રી સત્વરે
પહોંચાડી શકાય.
અન્ય:-
૧. લૂંટાયેલા વારસાને પરત લાવી રહી છે મોદી સરકાર : નટરાજ, બાહુબલી, શ્રીદેવીની ઘરવાપસી થઈ
મોદી સરકાર જ્યારથી સત્તાસ્થાને આવી છે ત્યારે
૨૦૧૪થી અત્યાર સુધીમાં ચોલા યુગની શ્રીદેવી અને મૌર્ય યુગની ટેરાકોટાની નારીની
પ્રતિમા સહિત કુલ 24
પ્રાચીન
શિલ્પો વિદેશમાંથી ભારત લાવવામાં આવ્યા છે. આરટીઆઇ હેઠળ કરવામાં આવેલી અરજીના
જવાબમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા(એએસઆઇ)એ જણાવ્યું હતું કે આ 24 પ્રાચીન શિલ્પોમાં બાહુબલી અને નટરાજની
પ્રતિમાનો પણ સમાવેશ થાય છે. 16 શિલ્પો અમેરિકાથી, પાંચ ઓસ્ટ્રેલિયાથી અને કેનેડા, જર્મની અને સિંગાપોરમાંથી એક-એક શિલ્પો પરત
લાવવામાં આવ્યા હતા. આ પ્રાચીન શિલ્પો આ દેશો દ્વારા 2014 થી 2017 દરમ્યાન સ્વૈચ્છિક ધોરણે પરત કરવામાં આવ્યા
હતા.
-પ્રશાંત ભટ્ટ
Educational Point