અહીંથી તમે તારીખ ૨૦-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ગુજરાતની
સૌપ્રથમ હાઇટેક પેટ્રોલિંગ વાન વડોદરામાં શરૂ
વડોદરાઃ ગુજરાતની સૌપ્રથમ હાઇટેક પેટ્રોલિંગ વાન
વડોદરા શહેરમાં શરૂ થઇ છે. શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ પર ચાંપતી
નજર રાખવા માટે આ વાનને સીસીટીવી અને જીપીએસ સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. અને આ વાન
રાઉન્ડ ધ ક્લોક શહેરના માર્ગો પર ફરતી રહેશે. ખાસ કરીને ગણપતિ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં
ગુનેગારો પર ચાંપતી નજર રાખીને તેમને પકડવામાં આ વાન મહત્વની ભૂમિકા ભજવશે.
નજર રાખવા માટે આ વાનને સીસીટીવી અને જીપીએસ સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. અને આ વાન
રાઉન્ડ ધ ક્લોક શહેરના માર્ગો પર ફરતી રહેશે. ખાસ કરીને ગણપતિ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં
ગુનેગારો પર ચાંપતી નજર રાખીને તેમને પકડવામાં આ વાન મહત્વની ભૂમિકા ભજવશે.
રાજ્યની સૌપ્રથમ હાઇટેક પ્રેટ્રોલિંગ વાન
વડોદરામાં
૨. બેન મહારાજ તરીકે
જાણીતા જૈન સાધ્વીવર્યા રત્નચૂલાશ્રીજીએ અંતિમ શ્વાસ લીધા
- પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર દિવસોમાં આજે નડિયાદમાં વહેલી
સવારે દેહ છોડયો
- સાધ્વી
રત્નચૂલાશ્રીજી વેદ અને શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હતા
૩. રાજીવ ગાંધીને જન્મતિથિએ
શ્રદ્ધાંજલિ…
કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ 20 ઓગસ્ટ, રવિવારે એમનાં પતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને એમની 75મી જન્મજયંતિએ નવી દિલ્હીમાં વીર ભૂમિ
સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એમની સાથે એમનાં પુત્રી પ્રિયંકા
ગાંધી-વાડ્રા, પુત્ર રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તથા અન્ય કોંગ્રેસી નેતાઓ પણ ઉપસ્થિત
રહ્યાં હતાં.
૪. હવે
ભારતીય રેલવેની 13 ટકા સીટો એપ માટે રિઝર્વ રખાશે
- હવેથી ભારતીય રેલવેમાં
એક દિવસ પહેલા જ તત્કાલ કોટાની ટિકિટ બુક કરાવી શકાશે.
- આ સુવિધા IRCTCના મોબાઈલ એપ પર મળશે. આ માટે તત્કાલ કોટાની 13 ટકા સીટ રિઝર્વ રાખવામાં આવશે.
- શનિવારથી કેટલીક
ટ્રેનોમાં આ અંગેનો ટ્રાયલ પણ શરૂ કરવામાં આવ્યો છે.
૫. TV-Show ‘મહાકાલી’ના 2 ઍક્ટરોનાં ઍક્સિડન્ટમાં
મોત
મુંબઈ-અમદાવાદ હાઇવે પરના મનોર પાસે ગઈ કાલે બપોરે એક કાર અને કન્ટેનર
વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ટીવી-અભિનેતા ગગન કંગ અને અર્જિત લવાનિયા સહિત ત્રણ
જણ માર્યા ગયા હતા. આ ઍક્સિડન્ટ એટલો ભયંકર હતો કે ટ્રક સાથે કાર અથડાયા બાદ કારનો
ડૂચો વળી ગયો હતો અને કારનું જમણી બાજુનું છાપરું ઊખડી ગયું હતું.
૬. મધ્યપ્રદેશના
આદિવાસીના ઘરે અમિત શાહે ભોજનમાં દાબ-બાટીનો લૂત્ફ ઉઠાવ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો મધ્યપ્રદેશ
પ્રવાસનો રવિવારે ત્રીજો અને આખરી દિવસ છે. સેવનિયાં ગૌડ ગામમાં કમલસિંહ નામના એક
આધિવાસી સમુદાયના પાર્ટી કાર્યકર્તાના ઘરે બપોરનું ભોજન કર્યું હતું. કમલસિંહના
નિવાસસ્થાને અમિત શાહના આગમન માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. ભોપાલ નજીક આવેલા
સેવનિયા ગૌડ ગામના વતની કમલસિંહ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે.
કમલસિંહના નિવાસસ્થાને અમિત શાહને ભોજનમાં દાલ-બાટી પિરસવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય:-
૧. H1B
વીઝા:
ભારત રહ્યું ચીનથી આગળ, 2.47 લાખ વીઝા એપ્લીકેશનની સાથે ભારત ટૉપ પર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
પદભાર ગ્રહણ કર્યા બાદ H1B
વીઝા પર ઘણાં
પ્રકારના નિયંત્રણો લગાવવાનું એલાન કર્યું છે. પરંતુ આમ છતાં ભારતીયોના જોશમાં કોઈ
ઘટાડો થયો નથી. આજે પણ H1B
વીઝા માટે
અરજી કરનારાઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. અમેરિકાના નાણાંકીય વર્ષના પહેલા
નવ માસ દરમિયાન લગભગ 2.47
લાખ ભારતીયો H1B વીઝા માટે અરજી કરવામાં આવી છે.
રમત
ગમત:-
આર્થિક:-
૧. ગુજરાત સરકાર ૧૮,પ૮૪ ગામડાઓ તથા ૧૪,ર૬પ ગ્રામ પંચાયતોને
આપશે 'વાઇફાઇ' સુવિધા
પંચાયત વિભાગના રેકોર્ડ મુજબ ગુજરાતમાં ર૪૭
તાલુકા પંચાયતો અને ૧૮,પ૮૪ ગામડાઓ તથા ૧૪,ર૬પ ગ્રામ પંચાયતો (અમુક ગામોમાં સંયુકત
પંચાયત) છે. પંચાયત ધરાવતા તમામ ગામોને વાઇફાઇ સુવિધા અપાશે. ઉપરાંત નગરપાલિકાઓને
પણ વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની સરકારની યોજના છે
આ વાઇફાઇ સુવિધા ગુજરાત સરકારે બજેટમાં જોગવાઇ
કર્યા મુજબ ગ્રામ પંચાયત ધરાવતા તમામ ગામોના પંચાયત ઘરમાં સુવિધા આપવાનું નકકી
કર્યુ છે જેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. એક સ્થળે મુકાયેલી વાઇફાઇ સુવિધાનું
કાર્યક્ષેત્ર ૩૦ થી ૪૦ મીટર સુધીનું (કવરેજ એરિયા) રહેશે.
૨. 30 ડિસેમ્બર સુધી 5000થી વધુની જૂની નોટ, એક જ વાર બેન્ક એકાઉન્ટમાં
જમા
સરકારે હવે બેન્કોમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ જમા કરવાની સીમા નક્કી કરી છે. નવા આદેશ પ્રમાણે, હવે તમે 30
ડિસેમ્બર સુધી એક એકાઉન્ટમાં 5000 રૂપિયાથી વધુ મૂલ્યની જૂની નોટ ફક્ત એકવાર જમા કરાવી શકશો.
અન્ય:-
૧. એપેક્સ ફ્રોઝન ફૂડ્સનો IPO ૨૨ ઑગસ્ટ’૧૭ના રોજ ખૂલશે
બે દાયકા કરતાં
વધુના અનુભવ સાથે શેલ્ફ ટકાઉ, ક્વાલિટી એક્વાકલ્ચર ઉત્પાદનોની ફાયદાકારક એકત્રિત ઉત્પાદક અને નિકાસકાર, એપેક્સ ફ્રોઝન ફૂડ્સે તેના વિસ્તરણ
કાર્યક્રમની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ)ની
ઘોષણા કરી છે. આઈપીઓ કુલ રૂ. ૧૪૮.૭૭ - રૂ. ૧૫૨.૨૫ કરોડની કિંમતના રૂ. ૧૭૧-૧૭૫
પ્રતિ ઈક્વિટી શૅયરની પ્રાઈસ બેન્ડ પર બુકબિલ્ડિંગ માર્ગે પ્રીમિયમ પર ઑફર કરવામાં
આવતો રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૮૭,૦૦,૦૦૦ ઈક્વિટી શૅરો
માટેનો છે. ઈસ્યૂમાં ૭,૨૫૦,૦૦૦ ઈક્વિટી
શૅરોના નવા ઈસ્યૂ અને પ્રમોટર અને પ્રમોટર ગ્રુપના સભ્યો દ્વારા ૧,૪૫૦,૦૦૦ ઈક્વિટી શૅરોની ઑફર ફોર સેલનો સમાવેશ થાય છે. બુક બિલ્ડિંગ મૅનેજર
કાર્વી ઈન્વેસ્ટર સર્વિસીસ લિ. છે. આઈપીઓ સાર્વજનિક ભરણાં માટે ૨૨ ઑગસ્ટના ખૂલશે
અને ૨૪ ઑગસ્ટના બંધ થશે. એન્કર રોકાણકારોનું ભરણું ૨૧ ઑગસ્ટ, ૨૦૧૭ના ખૂલી રહ્યું છે. શૅર એનએસઈ અને
બીએસઈ પર લિસ્ટેડ થશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point