અહીંથી તમે તારીખ ૧૯-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. 50 રૂપિયાની નવી નોટ બહાર પડશે, જૂની નોટ પણ ચલણમાં
રહેશે
નવી દિલ્હી-રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ટૂંકસમયમાં 50 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આરબીઆઇએ
શુક્રવારે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. જોકે, 50 રૂપિયાની જૂની નોટ પણ ચાલુ રહેશે. આરબીઆઇની
સત્તાવાર જાહેરાત પહેલા જ સોશ્યલ મીડિયામાં 50 રૂપિયાની નવી નોટ સરક્યુલેટ થઇ રહી છે.આ નોટનો
કલર આછો આસમાની (ફ્લોરોસન્ટ બ્લ્યુ) છે જે હાલમાં ચલણમાં છે એવી 50 રૂપિયાની નોટ કરતા એકદમ અલગ છે. આ નવી નોટમાં
મહાત્મા ગાંધી સીરિઝ-2005 છે અને તેમાં આરબીઆઇના વર્તમાન ગવર્નર ઉર્જિત
પટેલની સહી છે.
૨. નિકોલે રિશ્તોવિચ બન્યા ભારતમાં નવા રશિયાના રાજદૂત
મોસ્કો: રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કુદાશેવ નિકોલે રિશ્તોવિચને ભારતમાં નવા રાજદૂત
નિયુક્ત કર્યા છે. રશિયા વિદેશ મંત્રાલય સચિવાલયના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ
રિશ્તોવિચ દક્ષિણ પૂર્વ એશિયાના વિશેષ જાણકાર છે.
૩. ભોપાલમાં
આધારકાર્ડથી જ ગરબામાં મળશે એન્ટ્રી, મુસ્લિમોને નહી મળે
પ્રવેશ
- હિન્દુ ઉત્સવ સમિતિએ આ માટે કરી છે માંગ
- ગણેશોત્સવ
તથા જૈન સમુદાયના પર્યુષણ પર્વ દરમિયાન નોનવેજ અને દારુની દુકાનો બંધ રહેવી જોઈએ
૪. વર્લ્ડ ફોટોગ્રાફી
ડેઃ સુરતના પરિવારે સાચવી રાખ્યો છે 1935નો કેમેરો
વર્ષ ૧૮૩૯માં પ્રથમ ફોટો ક્લીક થયા બાદ આજે
કેમેરા અને ક્લીકમાં અનેક આધુનિક ફેરફારો આવ્યા છે. મોટા ડબ્બા જેવા કેમેરાની
જગ્યાએ અતિસૂક્ષ્મ કેમેરા આવી ગયા છે તો પણ સુરતમાં એક પરિવારે ૧૯૩૫ની સાલનો એક
બોક્સ સાઇઝનો કેમેરો સાચવી રાખ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ કેમેરાનો ઉપયોગ
ફોટો પાડવા નહી પણ ટેક્સટાઇલની ડિઝાઇન માટે કરાતો હતો.
૫. કચ્છને અલગ રાજ્ય
બનાવવાની માંગ સાથે થયું ક્રાંતિયાત્રાનું આયોજન
ભારતના પશ્ચિમ કિનારે આવેલ અને ગુજરાત સૌથી
મોટા કચ્છ જીલ્લ્લાને અલગ રાજયનો દરજ્જો આપવા માટે માંગ ઉઠી છે . ભારત આઝાદી પહેલા
કચ્છ સ્વત્રંત્ર અલગ રાજયનો દરજ્જો ધરાવતો હતો. કચ્છ અલગ રાજ્ય દરર્જ્જો આપવામાં
આવે અગાઉ અનેકવાર માંગ અને રજુઆત થઇ હતી. ફરીવાર કચ્છ અલગ રાજય બનાવવા માટે ચળવળ
શરુ થઇ છે. કચ્છ અલગ રાજય માંગ સાથે કચ્છ ક્રાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
છે.
આઝાદી પહેલા કચ્છ અલગ સ્વતંત્ર રાજયનો દરજ્જો
ધરાવતું હતું .૧૯૪૮માં કચ્છ રાજય ભારત સંધમાં સી- રાજય જોડાયું હતું. ત્યારબાદ
૧૯૫૮માં દ્રિભાશી મુંબઈ રાજ્યમાં જોડી દેવામાં આવ્યું અને ૧૯૬૦માં ગુજરાત રાજયમાં
જીલ્લા તરીકે કચ્છને જોડવામાં આવ્યું.
જયારે કચ્છ રાજય અલગ રાજય રાખવું તેવા કરાર કરવામાં આવ્યા હતા. કચ્છના
પ્રજાજન વિશ્વાસમાં લીધા વગર કરારભંગ કરી કચ્છ રાજયને ગુજરાત જીલ્લા તરીકે સમાવેશ
કરવામાં આવ્યો. અગાઉ અનેકવાર કચ્છ અલગ રાજય માટે લડત અને રજૂઆત થઇ હતી. ફરીવાર
કચ્છ અલગ રાજય માટેની માંગ બુંલદ બની છે.
કચ્છ ક્રાંતિયાત્રાના પ્રણેતા પ્રફુલ
ગોસ્વામીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કચ્છ અલગ રાજયમાંગ સાથે ૨૦ ઓગસ્ટ કચ્છ
ક્રાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના ૪૦૦ વધુ ગામના સરપંચ અને લોકોએ
ટેકો જાહેર કર્યો છે. કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છ લોકોને લડતમાં જોડાવવા
અપીલ કરી છે.
૬. પાંચ વર્ષ સુધીનાં ભૂલકાંઓની
મ્યુનિસિપલ તંત્ર ડોર ટુ ડોર આધારકાર્ડ નોંધણી કરશે
અમદાવાદ: તાજા જન્મેલા બાળકથી લઇને પાંચ વર્ષ
સુધીના બાળકનું આધારકાર્ડ તૈયાર કરવા માટે તેના વાલીઓને બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પાંચ વર્ષ
સુધીનાં બાળકોના આધારકાર્ડ માટે ઘરે ઘરે ફરીને નોંધણી કરવાની દિશામાં ચક્રો ગતિમાન
કર્યાં છે.
૭. ગુજરાતમાં પ્રથમવાર વ્હોટ્સ એપ
ગ્રુપના એડમીન વિરૂધ્ધ ગુનો નોંધાયો
નવા કાયદા અનુસાર વોટ્સએપ ગૃપમાં કોઇની લાગણી દુભાયએ અંગે કલમનો ઉમેરો થયો
છે. અગાઉ આ અંગેના અનેક ગુનાઓ પણ નોંધાઇ ચુક્યા છે પરંતુ ગ્રુપ મેમ્બરે મુકેલા આવા
મેસેજ કે ફોટા માટે વોટ્સએપ ગ્રુપના એડમિનને પણ સહઆરોપી ગણવામાં આવ્યા હોવાનો
રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેશોદ તાલુકાની નુનારડા ગ્રામ
પંચાયતનાં વોટ્સએપ ગ્રુપમાં ડો. આંબેડકરનું અપમાન થાય એવો ફોટો ફરતો કરનાર મેમ્બર
સહિત ગ્રુપનાં એડમિન બંને સામે ફરિયાદ નોંધાઇ છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. નોબલ પારિતોષિક વિજેતા
મલાલા યુસુફઝાઇ હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે
પાકિસ્તાનમાં શિક્ષણને લઇને કામ કરનારા
નોબલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાંથી એક
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવાની તક મળી ગઇ છે. મલાલાએ જાતે ટિ્વટર પર ઓક્સફર્ડમાં
એડમિશન મળવા અંગે આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે ઓક્સફર્ડ જવા માટે હું
ઘણી ઉત્સાહિત છું.
૨. ડોકલામ
વિવાદ પર અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ જાપાન પણ ભારતના સમર્થનમાં
ભારતના ચીન સાથેના ડોકલામ વિવાદ પર જાપાન
પણ ભારતના સમર્થનમાં આવ્યું છે. યુદ્ધ ઉન્માદી ચીનને ઈશારામાં ચેતાવણી આપતા જાપાને
કહ્યું છે કે, બળના પ્રયોગે જમીની યથાસ્થિતિ બદલવાના કોઈ પ્રયત્નો કરવા જોઈએ નહી.
હીરામત્સુએ ભારતની તરફેણ કરતાં કહ્યું કે, જ્યાં સુધી આ મામલે ભારતની ભૂમિકા વિશે વાત કરીએ તો આમારૂં માનવંુ છે કે
ભારત ભૂતાન સાથેના પોતાના દ્વિપક્ષીય કરારના આધાર પર આ મામલે દખલગીરી કરી રહ્યો
છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે સ્પષ્ટપણે કહ્યું હહતું કે, ભારત કૂટનીતિક ચેનલો મારફતે વાતચીત દ્વારા
આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ કરતો રહેશે. અમારૂં માનવું છે કે, કોઈ પણ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે
આ વલણ અપનાવંુ જરૂરી છે.
૩. કિમ
જોંગે હુમલા માટે તૈયાર રહેવા સેનાને હાકલ કરી
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પની ચેતવણી બાદ પણ ઉત્તર કોરિયાએ અમેરિકાના ગુઆમ દ્વીપ પર હુમલો કરવાનો
નિર્ણય બદલ્યો નથી. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયાના સરમુખત્યાર
કિંમ જોંગે પોતાની સેનાઓને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી છે. ઉત્તર કોરિયાનાં આ
વલણ બાદ અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયા
ગુઆમ પર મિસાઈલો છોડશે તો તેની મિસાઈલો અમે તોડી પાડીશું.
૪. કતારના હાજીઓ માટે સલવા
સરહદને પુનઃ ખોલવા સઉદી અરેબિયાના રાજા સલમાનનો આદેશ
સઉદી અરબે કતારના એ શ્રદ્ધાળુઓ માટે સરહદ
ખોલી દીધી છે, કે જેઓ આ વર્ષે હજ માટે જવા ઈચ્છે છે. સઉદી સરકારે બુધવારે કહ્યું કે, તેઓ આ વર્ષે હજ કરવા માટે સઉદી અરબમાં
કતારી હજયાત્રીઓનું સ્વાગત કરશે. એક વિવાદ દરમ્યાન જૂનથી બંને દેશોની વચ્ચે પરિવહન
અને રાજદ્વારી સંબંધો હાલ તો તૂટેલા છે. સઉદીની સત્તાવાર પ્રેસ એજન્સીએ એક
નિવેદનમાં જણાવ્યું કે, સલવા સરહદ કતારી નાગરિકો માટે ખુલશે, કે જેઓ હજ યાત્રા પર જવા ઈચ્છે છે.
રમત
ગમત:-
૧. ગુજરાતમાં પહેલીવાર
વર્લ્ડ યુથ (અન્ડર- ૧૬) ચેસ ઓલમ્પિયાડનું આયોજન
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન અને સ્પોર્ટસ
ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને ફિડે (વર્લ્ડ ચેસ
ફેડરેશન)ના નેજા હેઠળ ‘વર્લ્ડ યુથ (અન્ડર ૧૬) ચેસ ઓલમ્પિયાડ-ર૦૧૭, ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તા.૧૦મી ડિસેમ્બર, ર૦૧૭થી તા.ર૦મી ડિસેમ્બર ર૦૧૭ સુધી
કર્ણાવતી કલબ અમદાવાદ ખાતે રમાશે.
૨. બોપન્ના-ડોડીઝની
જોડી સિનસિનાટી માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં
રોહન બોપન્ના અને ક્રોએશિયાના ઈવાન ડોડીઝની
જોડી સિનસિનાટી માસ્ટર્સ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જેમણે સેબેસ્ટિન
અને ફોગનિનીને એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પરાજય આપ્યો સાતમા ક્રમાંકના બોપન્ના અને
ડોડીઝે હરીફ જોડીને પ-૭, ૭-પ, ૧૦-૮થી પરાજય
આપ્યો.
૩. આરએફ
યુથ સ્પોર્ટ્સની દ્વિતીય ફૂટબૉલ સિઝનનો પ્રારંભ
તાજેતરમાં કોચી ખાતે આરએફવાયએસની સિઝન-ટૂના
પ્રારંભ વખતે રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણી અને ટૅલન્ટેડ ખેલાડીઓ.
આર્થિક:-
૧. ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet:
Ek Prem Katha’
બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની
ફિલ્મ ‘Toilet
Ek Prem Katha’ એ ૧૦૦ કરોડનો
આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે શુક્રવારે જ ૪ કરોડ રૂપિયાની કમાણી કરી અને આ
પ્રકારે તેનું કુલ કલેક્શન ૧૦૦ કરોડ ૫ લાખ રૂપિયા થઇ ગયું છે. તેની સાથે આ ફિલ્મ
૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થનાર અક્ષય કુમારની ૮ મી ફિલ્મ બની ગઈ છે.
૨. કોલ ડ્રોપ મુદ્દે TRAI નું કડક વલણ, કંપનીઓ પર લગાવશે ૫ લાખ
રૂપિયાનો દંડ
ભારતીય ટેલિકોમ નિયામક (TRAI) એ શુક્રવારે કોલ ડ્રોપને લઈને કડક નિયમોની
જાહેરાત કરીને કહ્યું છે કે, જો ટેલિકોમ ઓપરેટર સ્ટાન્ડર્ડને પૂરા નહી કરે, તેના પર ઓછામાં ઓછા ૫ લાખ રૂપિયાનો દંડ
લગાવવામાં આવશે.
અન્ય:-
૧. હવે YouTube પર જોવા મળશે
દુનિયાભરના બ્રેકિંગ ન્યૂઝ
ચાલતા ફરતા ન્યૂઝ આપવાના અને અપડેટ રહેવાને
કલ્ચરને વધારવામાં હવે યૂ-ટ્યૂબ પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. યૂ-ટ્યૂબના
હોમપેજ અને મોબાઇલ એપ પર એક અલગ સેક્શન હશે, જેમાં દુનિયાભરમાંથી આવતા બ્રેકિંગ ન્યૂઝના
વીડિયો જોવા મળશે.
૨. તૂટેલા રોડની ફરિયાદ તંત્ર સાંભળશેઃ મફત ટોલ ફ્રી નંબર
શરૂ કરાશે
અમદાવાદ: શહેરમાં સામાન્ય વરસાદથી ઠેર ઠેર
રસ્તા તૂટી ગયા હોઇ નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પ્રજાના કરોડો
રૂપિયા રસ્તા માટે વપરાયા હોવા છતાં ભ્રષ્ટાચારના કારણે રસ્તા ધોવાયા હોઇ લોકોમાં
ભારે રોષ ફેલાયો છે, જોકે હવે હાઇકોર્ટ પણ નાગરિકોના વહારે આવી છે
અને પોતાના વિસ્તારના તૂટેલા રોડની ફરિયાદ તંત્ર સુધી પહોંચતી કરવા ટોલ ફ્રી નંબર
શરૂ કરવાનો આદેશ અમદાવાદ કોર્પોરેશનને આપ્યો છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point