Friday, 18 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 19-08-2017

અહીંથી તમે તારીખ ૧૮-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. વડોદરામાં બન્યો વિશ્વનો સૌથી મોટો તંબુરો

તંબુરો નારદ મુનીથી માંડીને મીરાબાઈ અને નરસિંહ મહેતા સાથે જોડાયેલુ વાદ્ય છે.
સદીઓથી પ્રચલિત એવા તંબુરા સાથે વડોદરાનુ નામ અનોખી રીતે જોડાયુ છે.વડોદરામાં દુનિયાનો સૌથી મોટો તંબુરો બનાવવામાં આવ્યો છે.વાંજીત્રો બનાવતા ધવલ મિસ્ત્રીએ ચાર દિવસમાં ૧૨ ફૂટનો તંબુરો બનાવ્યો છે.જેના તુંબડાનો ઘેરાવો ૧૨ ઈંચનો છે.આ તુંબડુ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યુ હતુ.

૨. બ્રાહ્મણ સમાજની વિશિષ્ટ પ્રતિભાઓનું કરાશે સન્માન, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં થશે નોંધ

સમસ્ય ગુજરાત બ્રહ્મસમાજના ઉપક્રમે આગામી 20 ઓગસ્ટના રોજ બોડકદેવ સ્થિત પં.દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે સમાજમાં વિશિષ્ઠ યોગદાન આપનાર બ્રાહ્મણ પ્રતિભાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે. જુદી જુદી 20 કેટેગરીમાં 60 ભૂદેવોનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માન થશે. કુલ 650 ભૂદેવોને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. એક જ જ્ઞાતિના 650થી વધુ લોકોનું સન્માન થતું હોય તેવો ભારતમાં આ પ્રથમ પ્રસંગ હોવાથી સમારોહમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ હાજર રહેશે અને સમારોહને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે.

૩. ભારતીય યુવા ખેલાડી લક્ષ્‍‍ય સેને બલ્ગેરિયા ઓપનનું ટાઇટલ જીત્યું

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્‍ય સેને બલ્ગેરિયા ઓપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્રોએશિયાના જ્વોનિમિર ડુંકઝાકને પરાજય આપી ટાઇટલ જીતી શક્યું હતું. બીજા ક્રમાંકિત ડુંકઝાક સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ લક્ષ્‍યએ શાનદાર વાપસી કરતાં બાકીના બંને સેટ જીતી લીધા હતાં. ૫૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં લક્ષ્‍ય સેને ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૭થી જીત મેળવી હતી.

૪. ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારો નિમાયા

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સની તાજેતરમાં વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો અને કારોબારીના સભ્યોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સી.એ. બકુલ શાહ, વરિષ્ઠ પ્રમુખ સી.એ.ઓશુતોષ નાણવટી, ઉપ પ્રમુખ ધ્રુવેન શાહ, સી.એ. રાજીવ દોશી, અનીલ શાહ, વિપુલ શાહ, શાંતિલાલ ઠક્કર, માનદ મંત્રી આશુતોષ ઠક્કર, સહમાનદ મંત્રી કાર્તિકેય શાહ, ભૂપેન્દ્ર ઠક્કર, તેજસ શાહ અને મેનેજિંગ કમિટીના સભ્ય સી.એ મુકેશ ખાંડવાલા, સી.એ મુકેશ પરીખ, જિગ્નેશ શાહ, ભવ્ય પોપટ, મનીશ કાજી, પિયુશ પંચાલ, ભરત સ્વામી, સી.એ સંજય પટેલ, સી.એ સંજય બુધ્ધ વગેરે

૫. તાજમહાલ વિશ્વનું સૌથી પહેલું નો ફ્લાઇંગ ઝોનસ્મારક બનશે

નવી દિલ્હી: દુનિયાની સાતમી અજાયબી તાજમહાલ વિશ્વનું સૌથી પહેલું નો ફ્લાઇંગ ઝોનસ્મારક બનવા જઈ રહ્યું છે. તાજના ૫૦૦ મીટરના વિસ્તારમાં દરેક ઉડાણ પ્રતિબંધિત કરવામાં અાવશે. તેની બહાર ૨૦૦૦ મીટર સુધી રેગ્યુલેટેડ ઝોન બનાવાશે. સુરક્ષાના કારણસર અા વ્યવસ્થા કરવામાં અાવી છે.

૬. વિશાલ સિક્કાએ infosysના MD અને CEO પદેથી આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના એમડી અને સીઈઓ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિશાલ સિક્કાને પ્રમોશન આપીને ઇન્ફોસિસના વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે યૂબી પ્રણીવ રાવને કંપનીના વચગાળાના એમડી અને સીઈઓ બનાવવા આવ્યા છે. વિશાલ સિક્કાનું રાજીનામું તાત્કાલીક પ્રભાવથી સ્વીકાર કરવામાં આવ્યું છે. રાજીનામાનાં સમાચાર સામે આવ્યા બાદ ઇન્ફોસિસના સ્ટોકમાં કડાકો બોલી ગયો છે. આ લખાય છે ત્યારે કંપનીનો સ્ટોક 7 ટકાના કડાકા સાથે 949 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.




આંતરરાષ્ટ્રીય:-  

૧. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મોદી ચીન જશે

  • સપ્ટેમ્બમરાં બેઇજિંગ ખાતે બ્રિક્સ સમ્મેલન યોજાનાર છે.
  • સમ્મેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ચીન જશે.
  • બ્રાજિલ, ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ભારત બ્રિક્સના સભ્ય દેશો છે.
  • ઉલ્લેખનીય છે કે છેલ્લા એકે મહિનાથી ભારચ અને ચીન વચ્ચે સીમા વિવાદ ઉગ્ર બન્યો છે.

૨. ડોકલામ મુદ્દે ચીન વિરુદ્ધ ભારતને મળ્યો જાપાનનો સાથ

  • ચીન સાથેના ડોકલામ સરદહ વિવાદ મુદ્દે જાપાને ભારતને ફૂલ સપોર્ટ જાહેર કર્યો છે.
  • જાપાને ડોકલામને ભૂતાન અને ચીન વચ્ચેનો વિવાદાસ્પદ વિસ્તાર પણ માન્યો છે.
  • જાપાને કહ્યું છે કે કોઈએ બળપૂર્વક વિસ્તારની યથાસ્થિતિમાં (status quo) ફેરફાર કરવાની કોશિશ કરવી જોઈએ નહીં.



રમત ગમત:-  

૧. ICC વન ડે રેન્કિંગમાં વિરાટ ટૉપ પર, બીજા સ્થાને વોર્નર

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી વન ડે રેન્કિંગમાં નંબર એક પર યથાવત રહ્યો છે. વિરાટ કોહલીના હાલ 873 અંક છે જ્યારે પ્રથમ ક્રમાંકે રહેલા ઓસ્ટ્રેલિયાના બેટસમેન ડેવિડ વોર્નરથી તે 12 અંક આગળ છે.

૨. U-17 ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રથમ વખત સાત મહિલા હશે સહયોગી રેફરી

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઇતિહાસમાં પ્રથમ વખત સાત મહિલા અધિકારીઓને 6 ઓક્ટોબરથી શરૂ થનાર ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ માટે સહકયોગી રેફરી તરીકે પસંદ કરવામાં આવી છે.





આર્થિક:-

૧. વિયેતનામ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે

  • હાલ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષમય સમય પસાર થઇ રહ્યો છે.
  • તેવામાં વિયેતનામે ભારત પાસેથી બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
  • જેને પગલે ચીનના પેટમાં તેલ રેડાયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
  • આ ડિલને લઇને ભારત દ્વારા હજુ સુધી કોઇ કોમેન્ટ કરવામાં આવી નથી.


અન્ય:-

૧. શારીરિક રીતે અસમર્થ કેન્દ્રીય મહિલા કર્મચારીઓને બાળકોની દેખભાળ માટેનું ભથ્થું વધારીને રૂ. 3000 કરાયું

નવી દિલ્હી  કેન્દ્ર સરકારે તેની શારીરિક રીતે અક્ષમ મહિલા કર્મચારીઓને પ્રતિ માસ અપાતા ચાઈલ્ડ કેર અલાવન્સની રકમ ડબલ કરીને રૂ. 3000 કરી છે.
હાલ કેન્દ્ર સરકારની શારીરિક રીતે અક્ષમ મહિલા કર્મચારીઓને એમનાં નવજાત બાળકની સારસંભાળ લેવા માટે દર મહિને રૂ. 1,500નું ચાઈલ્ડ કેર અલાવન્સ આપવામાં આવે છે.

૨. એક સમયે આ અભિનેત્રી હતી નોકરાણી, 1500 ફિલ્મોમાં કામ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ તો કેટલાય સ્ટાર રહ્યા છે જે કોઇના કોઇ મામલામાં બાકી સ્ટાર્સની આગળ છે, પરંતુ એક એવી એક્ટ્રેસ છે જેને એવું કામ કરી બતાવ્યુ છે જે ન તો અત્યાર સુધી કરી શક્યુ છે અને ન તો આગળ કોઇ કરી શકશે. આ એક્ટ્રેસનું નામ છે મનોરમા. જે સાઉથની ફિલ્મોની ટૉપ સુપરસ્ટાર રહી હતી..

-પ્રશાંત ભટ્ટ
Educational Point