Thursday, 17 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 18-08-2017

અહીંથી તમે તારીખ ૧૭-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. સરકારની મંજૂરી બાદ આર્મીને પહેલીવાર મળશે હથિયારબંધ હેલિકોપ્ટર

નવી દિલ્હી : અંતે ભારતીય આર્મીને પહેલીવાર પોતે એટેક હેલિકોપ્ટર મળવાનાં છે. સંરક્ષણ મંત્રાલયમાં ગુરૂવારે 6 અપાચે હેલિકોપ્ટરની ખરીદીને મંજુરી આપી દીધી છે. મંત્રાલય નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા સંરક્ષણ ખરીદ પરિષદે 4168 કરોડ રૂપિયાનાં નવા સોદાને મંજુરી આપી દીધી છે. આ હેલિકોપ્ટરમાં હેલફાયર અને સ્ટિયરિંગ જેવી ઘાતક મિસાઇલોથી લેસ હોય છે.

૨. હાર્દિક પંડ્યાએ પિતાને આપી મોંઘીદાટ સરપ્રાઇઝ ગિફ્ટ, પિતા ગદ્દગદિત

વડોદરાઃટીમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પિતા હિમાંશુભાઇને SUV કાર ગિફ્ટ કરી છે. હાર્દિક હાલ શ્રીલંકાના પ્રવાસે હોવાથી તેનો પિતરાઇ ભાઇ વૈભવ પંડ્યા હાર્દિકના પિતા હિમાંશુભાઇને કારના શો-રૂમમાં લઇ ગયો હતો અને હાર્દિક અને કૃણાલની સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી. ત્યારબાદ વીડિયો કોલિંગથી હિમાંશુભાઇ સાથે વાત કરાવી હતી. જેમાં હાર્દિકે પિતાને આ સરપ્રાઇઝ ગિફ્ટ આપી હોવાનું જણાવ્યું હતું. આ સમયે હાર્દિકના પિતા ગદ્દગદિત થઇ ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હાર્દિકે શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી માટે પિતાને આ ગિફ્ટ આપી છે.

૩. સમુદ્ર સીમાની સુરક્ષા માટે 32000 કરોડની યોજનાને મંજૂરી

મોદી સરકારે 26-11ના આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના માટે 5 વર્ષના એક્શન પ્લાનને લીલીઝંડી આપી છે. યોજના માટે 32000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેના દ્વારા ભૂમિસેના, નૌસેના અને વાયુસેના માટે હથિયારોના આધુનિકીકરણને આગળ વધારવામાં આવશે.

૪. હવે મોદીના પ્રધાનો-અધિકારીઓ ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ પ્રદૂષણનાં જતન પર ભાર મૂકી રહ્યા છે અને હવે કેન્દ્ર સરકાર પીએમની આ વાતનો ટૂંક સમયમાં અમલ કરનાર છે. હવે મોદી સરકારના પ્રધાનો તેમજ સિનિયર અધિકારીઓ તમને ઈલેક્ટ્રિક સેડાન કારમાં ફરતા જોવા મળશે. આગામી નવેમ્બરમાં આ હવે વાસ્તવિકતા બની જશે.

૫. એરપોર્ટ પર વધારે બેગેજ પર એક્સટ્રા ચાર્જ નહીં

  • દિલ્હી હાઇકોર્ટે વધારે બેગેજ લઇ જવા માટે વસૂલાતી ફીના ફેંસલાને રદ કરી દીધો.
  • DGCAએ પહલે 15-20 કિલોની વચ્ચે એક્સેસ ચેક-ઇન બેગેજ લઇ જવા પર 100 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ફી લેવાની મંજૂરી આપી હતી.
  • પ્રાઇવેટ પ્લેનમાં 15 કિલો સુધી ફ્રી ચેક-ઇન બેગેજ લઇ જવાની મંજૂરી આપવામાં આવે છે.

૬. ગુજરાતી ફિલ્મોના એક્શનકિંગ અભિનેતા, ગાયક, ગીતકાર જગદીશ ઠાકોરનું હ્રદયરોગના હૂમલાથી નિધન

અમદાવાદ- ગુજરાતી ફિલ્મોના એક્શન કિંગ અભિનેતા, ડાયરા અને આલ્બમના ગાયક, ગીતકાર જગદીશ ઠાકોરનું યુવાન વયે હ્રદયરોગના હુમલાથી જન્માષ્ટમીના દિવસે નિધન થયું છે. તેમના અગ્રિસંસ્કાર બુધવારે સવારે કરવામાં આવ્યા હતા.

૭. વીજળી ક્યારે કપાશે અને કેટલું આવશે બિલ તે હવે સરકારની આ ફ્રી Appsથી જાણી શકશો

સ્માર્ટફોન આજના સમયમાં જે રીતે લોકોની જરૂરત બની ગઈ છે. તે રીતે જ ઍપ્સ પણ રોજના કામો પૂરા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ બાબતે કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે બતાવ્યું કે સારી ગુણવત્તા અને 24×7 વ્યાજબી સપ્લાયના સરકારના લક્ષ્યને પૂરા કરવામાં પણ ઍપ્સનો મોટો હાથ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પ્રજાનું કામ આસાન થાય તે માટે મેરિટ, વિદ્યુત પ્રવાહ, ગર્વ, ઉર્જા મિત્ર અને સૂર્ય મિત્ર જેવી ઍપ્સ ફ્રી છે. આ ઍપ્સના કામની જો વાત કરીએ તો તેમાં તમે ફરિયાદ દાખલ કરવાથી લઈને વીજળીના કેટલાં યુનિટ્સ ખર્ચ થયા છે, વીજળી ક્યારે કટ થશે, રાજ્યોના હિસાબથી વીજળીની કિંમતોની તુલના, પાવર સપ્લાય ચૅક કરવા વગેરે જેવી સુવિધાઓ આપે છે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. અમેરિકા પાસેથી ખરીદાશે 6 અપાચે હેલિકોપ્ટર, હવે ચીન-પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાશે

ભારતીય રક્ષા મંત્રાલયે આજે ગુરુવારે અમેરિકા પાસેથી 6 વિશાળકાય બોઈંગ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે. આ ખરીદી પહેલાની 22 હેલિકોપ્ટરની ખરીદીથી અલગ હશે. રક્ષા મંત્રાલયની સૌથી ઊંચી નિર્ણાયક સંસ્થા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ ખરીદી પરિયોજનાને મંજૂરી આપી દીધી છે. આ ખરીદીમાં અંદાજે 4168 રૂપિયા ખર્ચ થશે. રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ સોદા માટે ભારતીય સેનાએ મંત્રાલયે અનુરોધ કર્યો હતો. સેનાએ મંત્રાલય પાસેથી 11 અપાચે હેલિકોપ્ટર ખરીદવા અનુરોધ કર્યો હતો. પંરતુ રક્ષા મંત્રાલયની ફાઈનાન્સ કમિટિએ 6 હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે.

૨. હાર્વર્ડ યુનિસવર્સિટીમાં ભણાવાશે રામાયણ અને મહાભારત

હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામાયણ અને મહાભારત ટૂંક સમયમાં ભણાવવાની શરૂઆત કરાશે. જે કોર્સમાં આ અભ્યાસક્રમનો સમાવેશ કરાશે તેનું નામ છે, Indian Religions Through Their Narrative Literatures.
વર્તમાન વર્ષથી જ રામાયણ અને મહાભારતના અભ્યાસક્રમનો આરંભ કરાય તેવા અહેવાલ પ્રાપ્ત થયાં છે. સાઉથ એશિયન રિલીજન્સના પ્રોફેસર ઈ મોનિયસ આ કોર્સનો અભ્યાસ કરાવશે.
મોનિયસે જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય ધર્મ વિશે ભણાવવામાં આવશે. કોર્સમાં ડાન્સ પરફોર્મન્સ, શેડો પપેટ પ્લે, મોર્ડન ફ્ક્શનલ રીટેલિંગ વગેરેને પણ આવરી લેવામાં આવશે.
અભ્યાસ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ આ મહાકાવ્યોને સંપૂર્ણપણે સમજી ગયા હશે.

૩. ર૭ વર્ષો બાદ સઉદી-ઈરાક સરહદ ખુલ્લી મૂકાશે

સઉદી અરેબિયા અને ઈરાકે તાજેતરમાં જાહેરાત કરી છે કે, વેપાર કરવાના ઉદ્દેશ્ય સાથે બંને દેશો ર૭ વર્ષ બાદ બંને દેશોની સરહદ ફરી ખુલ્લે મૂકશે. ઈરાકના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત અનબારના ગવર્નર સોહેબ-અલ-રાવીએ સઉદીના અધિકારીઓ સાથે બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અરાર સરહદને ર૭ વર્ષો બાદ ફરી ખુલ્લી મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક સકારાત્મક પગલું છે જેનો લાભ ઈરાક અને સઉદી અરબ એમ બંને દેશોને મળશે. તમને જણાવી દઈએ કે ૧૯૯૦માં ઈરાકના સરમુખ્ત્યાર સદ્દામ હુસૈનના સમયકાળથી બંને દેશો વચ્ચેના સંબંધો અને વેપાર અટકાવી ગયા હતા.

રમત ગમત:-  

૧.અન્ડર-૧૯ વર્લ્ડ કપ શેડ્યુલનું એલાન, ટીમ India પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશન (આઈસીસી) એ ગરૂવારે અન્ડર-૧૯ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે, જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાથી હશે. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન મેચ હશે. આ ટુર્નામેન્ટની શરૂઆત આગામી વર્ષે ૧૩ જાન્યુઆરીએ હશે અને સમાપ્ત ત્રણ ફ્રેબુઆરી હશે.
અન્ડર-૧૯ વર્લ્ડ કપના માટે ભારતીય ટીમને ગ્રુપ-બી માં ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને ભૂતપૂર્વ એશિયા ક્વોલીફાયર પાપુઆ ન્યૂ ગીનીની સાથે રાખવામાં આવ્યું છે. આઈસીસી તરફથી ગુરૂવારે એક રીલીઝમાં એક જાહેરાત થઈ ગઈ છે.

૨. ક્રિકેટના મેદાન પર બની મોટી દુર્ઘટના, બાઉન્સ બોલ વાગવાથી પાક ખેલાડીએ જીવ ગુમાવ્યો

નવી દિલ્લી: કિક્રેટના મેદાન પર ફરી એક વખત મોટી દુર્ઘટના બની છે અને એક ખેલાડીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના પાકિસ્તાનમાં બની છે. પાકિસ્તાનની ક્લબ ક્રિકેટ મેચમાં રમતા જુબેર અહમદને માથામાં બોલ વાગતા તેનું મોત નિપજ્યું હતું. આ યુવા બેટ્સમેને મેચમાં બેટિંગ કરતા હેલમેટ પહેર્યું નહોતું. તેના કારણે બોલ બાઉન્સ થઈને તેના માથા પર વાગ્યો હતો, જેના કારણે તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.



આર્થિક:-

૧. જેનરિક દવાઓના જન ઔષધિ સ્ટોર હવે પેટ્રોલ પંપ પર ખૂલશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે દેશભરના પેટ્રોલ પંપ પર જેનરિક દવાઓની દુકાનો ખોલવાની યોજના પર કામ કરી રહી છે. આ દુકાનોને જન ઔષ‌િધ‌ સ્ટોર એવું નામ આપવામાં આવશે. આ યોજનાનો હેતુ સામાન્ય લોકોને સસ્તા ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ વાતની જાણકારી આપી હતી.



અન્ય:-

૧. 1 સપ્ટેમ્બરથી આધારકાર્ડની દુકાનો બંધ, આ સંસ્થાઓમાં થશે આધાર નોંધણી

અમદાવાદ- ડગલેને પગલે આધારનો આધાર લઇને દસ્તાવેજી કામકાજ કરવામાં આવી રહ્યાં છે તેથી આધાર કાર્ડ કઢાવવું ફરજિયાત છે જેનો ગેરલાભ લેતી ખાનગી એજન્સીઓને તાળાં મારવાના દિવસો આવી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે કરેલા આદેશ પ્રમાણે 31 ઓગસ્ટ સુધીમાં આધાર કાર્ડ નોંધણીની કામગીરી કરતી તમામ ખાનગી એજન્સીઓ બંધ કરવાની છે. 1 સપ્ટેમ્બરથી માત્ર સરકારી એજન્સીઓ જ આ કામ કરી શકશે. જેમાંબેન્ક, પોસ્ટ ઓફિસ, ક્લેક્ટર કચેરી, સરકારી શાળા અને વોર્ડ ઓફિસ આધાર કાર્ડ નોંધણી કરાવવાના કેન્દ્ર બની રહેશે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point