Wednesday, 16 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 13 થી 17-08-2017

અહીંથી તમે તારીખ ૧૨ થી ૧૬-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. DM નો આદેશ છતાં RSS પ્રમુખ મોહન ભાગવતે કેરળમાં ત્રિરંગો લહેરાવ્યો

કેરળ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે સ્વતંત્રતા દિવસ પર કેરળમાં તિરંગો લહેરાવ્યો હતો. ભાગવતે પલક્કડમાં તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ ત્યાના DM એ તિરંગો લહેરાવવાની મનાઈ કરી હતી. DM નો આદેશ હતો કે કોઈપણ રાજકીય વ્યક્તિઓ શાળાઓમાં તિરંગો ન લહેરાવે. તેમ છતા લહેરાવવામાં આવ્યો. ઉલ્લેખનિય છે કે સ્થાનિક DM નો આદેશ હતો કે આ શાળામાં કોઈ શિક્ષક અને પસંદ કરેલી વ્યક્તિ તિરંગો લહેરાવે.

૨. કાર્તિ ચિદમ્બરમને દેશની બહાર જવા પર SCનો પ્રતિબંધ

  • યુપીએ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના મામલે સુપ્રીમ કોર્ટે તેમને દેશની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
  • કોર્ટે તેમને સીબીઆઇ સમક્ષ હાજર થવાની પણ સૂચના આપી છે.
  • કાર્તિ 16 ઓગસ્ટે જ દેશની બહાર જવાનું વિચારી રહ્યા હતા.

૩. ગોરખપુર મામલે CM યોગી અને અન્ય 2 મંત્રીઓ વિરુદ્ધ FIR

ઉત્તર પ્રદેશના ગોરખપુરની બીઆરડી(બાબા રાઘવ દાસ) મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ઑક્સિજનની ખામીને કારણે થયેલ બાળકોના મૃત્યુ મામલે એક વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. સીએમ યોગી ઉપરાંત અન્ય બે મંત્રીઓ વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ કેસમાં મૃત્યુ પામેલ એક બાળકીના પિતાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમનું નામ છે રાજભર, બાળકીના મૃત્યુ બાદ તેઓ અંતિમ વિધિ માટે બિહાર ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તેમણે સોમવારે પોલીસ સ્ટેશન જઇ એફઆઇઆર નોંધાવી હતી.

૪. PM નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લાથી 4 વર્ષનો સૌથી ટૂંકું ભાષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાથી દેશને સંબોધન કર્યો હતો. આ ચોથુ અવસર હતુ જ્યારે મોદીએ દેશને લાલ કિલ્લાથી સંબોધિત કર્યું હતું. આ વખતે પી.એમ. મોદીએ 56 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ લાલ કિલ્લાથી મોદીનું સૌથી ટૂંકું ભાષણ છે. છેલ્લા વર્ષે તેમણે લગભગ 96 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. જે કોઈ પણ વડાપ્રધાન દ્વારા સૌથી લાંબું ભાષણ હતું.

૫. જાણીતા એડ્‌વોકેટ અને સમાજસેવક મોહમ્મદ સુહેલ તિરમીઝીને સાદાત એક્સેલન્સી એવોર્ડ

સાદાત એસોસિએશન ગુજરાતનો ૧૩મો વાર્ષિક ઈદમિલન સમારંભ ગાંધી હોલ, જુહાપુરા મુકામે યોજાયો હતો. જેમાં સાદાત એકસેલન્સી એવોર્ડ જાણીતા એડવોકેટ અને સમાજસેવક મોહમ્મદ સુહેલ તિરમીઝીને અર્પણ  કરવામાં આવ્યો હતો. જેઓ ગુજરાત ટુડે દૈનિકના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે.

૬. અમદાવાદઃ આજે "વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે",જાણો વિદ્યાર્થીઓએ શું સંદેશો આપ્યો

13 ઓગષ્ટને "વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે" તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઓર્ગન ડોનેશન અંગેની અજ્ઞાનતા અને ધાર્મિક માન્યતાઓને કારણે લોકો કેડેવર ઓર્ગન ડોનેશન માટે આગળ આવતા નથી. લોકો પોતાના પરિવારજનોના મૃત્યુ બાદના અંગો દાન કરવા માટે આગળ આવે તેવા આશયથી ઓર્ગન પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ જાગૃતા મેળવવા પોસ્ટર્સ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નહેરૂનગર ખાતે જાહેરમાર્ગ પર ઓર્ગન ડોનેટ અંગેના પોસ્ટર સાથે ઉભા રહીને લોકોમાં અવેરનેશ લાવવા એક પ્રયાસ કરાયો હતો.

૭. બ્રહ્માકુમારીના 'મેરા ભારત, સ્વર્ણિમ ભારત અભિયાન'નો આજથી પ્રારંભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધી નવા ભારતનાં નિર્માણ માટે આહ્વાન કર્યું છે તેને સાકાર કરવાના ભાગરૂપે બ્રહ્માકુમારીઝ દ્વારા અભિયાન શરૂ કરાશે.
બ્રહ્માકુમારીઝ સંસ્થાના યુવા પ્રભાગ દ્વારા ત્રણ વર્ષ સુધી તમામ રાજ્યોમાં મેરા ભારત, સ્વર્ણિમ ભારત અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેની શરૂઆત અમદાવાદમાં ૧૩ ઓગસ્ટના રોજ થશે.ઉદ્ઘાટન બાદ આ બસ ૧૦ સપ્ટેમ્બર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે.
સંસ્થા દ્વારા એક બસની અંદર સુંદર પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ દેશના તમામ રાજ્યોમાં ફરશે. તા.૧૩ના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બોડકદેવમાં આવેલા પં.દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે થશે. આ પ્રસંગે યુવા પ્રભાગના અધ્યક્ષ અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત મુખ્ય પ્રશાસિકા દાદી રતનમોહિનીજી, આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, બોલિવૂડના અભિનેતા ઉપેન પટેલ, અદાણી ગ્રૂપના ડાયરેક્ટર પ્રણવ અદાણી સહિતના મહેમાનો હાજર રહેશે.

૮. ગુજરાતના ૨૨૦૦૦ રેશનીંગ દુકાનદારો ૧લી સપ્ટેમ્બરથી અનાજ વિતરણ ઠપ કરશે

સમ્રગ રાજયમાં આવેલી વ્યાજબી ભાવના દુકાનદારોની વિવિધ પડતર માંગણીને લઇને વારંવાર સરકારમાં રજુઆત કરવા છતા કોઇ ઉકેલ ના આવતા ૧ લી સપ્ટેમ્બર થી રાજયના તમામ ૨૨૦૦૦ દુકાનદારો રેશનીંગ કાર્ડ પર અપાતો રેશનીંગનો જથ્થો વેચાણ કરવાનું બંધ કરી દેશે. આજે એસોસીએશનના પ્રમુખે સુરતમા વ્યાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક કરી હતી.

૯. લલિત મોદીએ નાગૌર ક્રિકેટ એસોસિએશનમાંથી આપ્યું રાજીનામું

આઇપીએલના પૂર્વ વડા અને દાગી ક્રિકેટ પ્રશાસક લલિત મોદીએ નાગૌર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, લલિત મોદી પર મની લોન્ડ્રિંગનો ગંભીર આરોપ છે. જેનાથી બચવા માટે તેઓ વિદેશમાં છે.

૧૦. બ્રુસ લીની બાયોપિકને એ આર રહેમાન બનાવશે મ્યુઝિકલ

ઓસ્કર એવોર્ડ વિજેતા સંગીતકાર એ આર રહેમાને અનેક ફિલ્મોમાં પોતાના સંગીતનો જાદુ ચલાવી ચુક્યા છે. પરંતુ હવે તેઓ શેખર કપૂરની ફિલ્મમાં સંગીત આપશે. આ ફિલ્મ માર્શલ આર્ટ લિજેન્ડ એવા બ્રુસ લીના જીવન પરથી બનેલી હિંદી બાયોપિક હશે.

૧૧. દરેક હજયાત્રીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી હાથમાં ઈ-બ્રેસલેટ પહેરવું ફરજિયાત

ચાલુ વર્ષથી હજ માટે જતા તમામ હજયાત્રીઓને સઉદી હજ ઓથોરિટી દ્વારા ઈ-બ્રેસલેટ (ડિજિટલ હાથપટ્ટી) આપવામાં આવશે. જે દરેક હજયાત્રીઓએ અમદાવાદ એરપોર્ટમાં પ્રવેશતી વખતે હાથમાં પહેરવું ફરજિયાત છે. અન્યથા જિદ્દાહ એરપોર્ટ પર ઈમિગ્રેશનમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. એમ ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આઈ.એમ. શેખે એક યાદીમાં જણાવ્યું છે. 

૧૨. મોદી સરકાર હટાવશે તમારા જૂના વીજળીના મીટર, લગાવશે નવા સ્માર્ટ મીટર

નવી દિલ્હીઃ સરકાર ટૂંકમાં જ તમારા ઘરના જૂના વીજળીના મીટર હટાવી શકે છે. જે રીતે સરકારે વીજળીના જૂના બલ્બની જગ્યાએ નવા એલઈડી બલ્બ પર કામ કર્યું છે તેવી જ રીતે હવે જૂના મીટર હટાવીને નવા સ્માર્ટ મીટર લગાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં જાણકારી આપી કે સરકાર વીજળીના સ્માર્ટ મીટરની કિંમતને 10 હજાર રૂપિયાથી ઘટાડીને એક હજાર રૂપિયા કરવાનો પ્રયત્ન કરી રહી છે. સ્માર્ટ મીટરની કિંમત ઘટાડ્યા બાદ સરકાર આ મીટરોને દરેક ઘર અને ઓફિસમાં લગાવી શકે છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. સ્વીત્ઝરલેન્ડની ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત સામેલ

  • વર્ષ 2016માં ભારત અને સ્વિત્ઝર્લેન્ડે ડેટા શેરિંગ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા.
  • હવે સ્વિસ પીપલ્સ પાર્ટી (એસવીપી) દ્વારા જાહેર કરાયેલી ભ્રષ્ટ દેશો'ની યાદીમાં ભારત, આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીન, રશિયા, સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા, કોલંબિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા અને યુએઈ સામેલ છે.

૨. શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડની ૨૦૦૯ના હુમલા પછી પાક ખાતેના પ્રથમ પ્રવાસને મંજૂરી

કોલંબો: આઠ વર્ષ પૂર્વે પોતાની ટીમ પર પાકિસ્તાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કારણે ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંધ પડી જવા પછી શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડે ત્યાંનો પ્રવાસ માન્ય કર્યો છે, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.

૩. ભારતે ફરી પાકિસ્તાનને દેખાડી દરિયાદિલી, મેડીકલ વિઝા આપવાની કરી જાહેરાત

નવી દિલ્હી : દેશના 71માં સ્વતંત્રતા દિવસ પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના એવા લોકો માટે આનંદના સમાચાર આપ્યા છે જે લોકો ભારતમાં આવીને પોતાની બિમારીનો ઇલાજ કરાવાનો હશે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ વિઝા આપવાની જાહેરાત કરી છે. ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરી માહિતી આપી છે કે ભારત સાથે સંકળાયેલા તમામ વાજબી મામલામાં પાકિસ્તાનના લોકોને મેડિકલ વિઝા આપવામાં આવશે.

૪. વિશ્વમાં સોથી ઝડપી ઈન્ટરનેટ, વર્ષ અગાઉ 11માં સ્થાને બિરાજતો આ દેશ છે નં. 1

મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ બાબતમાં માત્ર 13 જ મહિનામાં નોર્વેએ સમગ્ર વિશ્વને પાછળ પાડ્યું છે. બ્રોડબેન્ડ ટેસ્ટિંગ બાબતે વિશ્વની મોખરાની કંપની ઓકલના અહેવાલ પ્રમાણે નોર્વેમાં મોબાઈલ ઈન્ટરનેટ ઝડપ પ્રતિ સેકન્ડ 52.6 મેગોબાઈટ્સ છે.
વિશ્વમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં નેધરલેન્ડ અને હંગેરીને અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મળ્યું છે. ચીનની ન્યૂઝ એન્જસી શિન્હુઆએ આ મુજબ જણાવ્યું છે. ઈન્ટરનેટની ઝડપ બાબતે 13 મહિના અગાઉ નોર્વે 11માં સ્થાને હતું, પરંતુ હવે પ્રથમ સ્થાને છે. માત્ર એક જ વર્ષમાં નોર્વેમાં ઈન્ટરનેટ સ્પીડમાં 69 ટકાનો વધારો થયો છે.
ટેલીનોર નામની કંપનીએ પોતાના આગવા નેટવર્કનો વિકાસ કરી સેવા વધુ સુદ્રઢ બનાવતાં સ્થિતિમાં આ પ્રમાણે પરિવર્તન આવ્યું છે.
નોર્વેમાં ઈન્ટરનેટ સેવા પુરી પાડતી ટોચની ત્રણ કંપનીઓમાં ટેલીનોરનો પણ સમાવેશ થાય છે. જુલાઈના અંતમાં ટેલીનોરની ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ પ્રતિ સેકન્ડ 58.6 મેગાબાઈટ નોંધાઈ હતી.

૫. ગુજરાતની પટેલ દીકરીને મળ્યું અમેરિકન આર્મીમાં ઉચ્ચ અધિકારીનું સ્થાન

વિસનગર: વિસનગર તાલુકાના વાલમ ગામની વતની અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલ નામની યુવતી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ લીધા બાદ આર્મીના ઉચ્ચ હોદ્દા માટે પસંદગી પામી છે.

વાલમ ગામની અને હાલ માતા નીરૂબેન પટેલ સાથે ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલે ગ્રેજ્યુએશન બાદ અમેરિકન સરકારમાં નેશનલ આર્મી ગાર્ડમાં કઠિન ટ્રેનિંગ બાદ ઉચ્ચ હોદ્દા માટે પસંદ થઇ છે. પૂજાના પિતા સુરેશભાઇ તેમની એક દીકરી અને દીકરા સાથે મહેસાણા ખાતે રાધાકૃષ્ણ ટાઉનશિપમાં રહે છે.


રમત ગમત:-  

૧. ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ ચેમ્પિયનશીપમાં રમશે અશ્વિન સહિત આ ચાર ખેલાડી

શ્રીલંકા સામે સીમિત ઓવર સીરીઝમાં આરામ મેળવનાર સ્ટાર ઓફ સ્પિનર Ravichandran Ashwin સહિત ૪ ભારતીય ક્રિકેટર ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. રવિચંદ્રન અશ્વિનને શ્રીલંકા સામે રમાવનારી ૫ મેચમાં અને એક ટી-૨૦ મેચમાં આરામાં આપવામાં આવ્યો છે અને આ દરમિયાન તે વોર્સસ્ટેરશાયર તરફથી રમતા જોવા મળશે.

૨. રેફરીને ધક્કો મારનાર રોનાલ્ડો પર લાગ્યો 5 મેચનો પ્રતિબંધ

ગોલ કર્યા બાદ મેદાનમાં ટી શર્ટ ઉતારી ઉજવણી મનાવવા અને રેફરીને ધક્કો મારવા પર રીયલ મૈડ્રિડના સ્ટાર ફૂટબોલર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર પાંચ મેચોનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

૩. ICC રેન્કિંગ: ટીમ ઇન્ડિયાનો દબદબો, રાહુલ 9મા સ્થાને પહોંચ્યો

આઇસીસી રેન્કિંગમાં શ્રીલંકાને તેને ઘર આંગણે 3-0થી હરાવનાર ભારતીય ટીમનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ઓપનર લોકેશ રાહુલ પણ બે સ્થાનના ફાયદા સાથે નવમા સ્થાને પહોંચ્યો છે.

૪. ભારતીય ક્રિકેટરોએ શ્રીલંકામાં ઉજવ્યો સ્વાતંત્ર્ય દિવસ, કોહલીએ ફરકાવ્યો તિરંગો

કેન્ડી  શ્રીલંકાને એની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં પહેલી જ વાર 3-0થી વ્હાઈટવોશ પરિણામમાં હરાવનાર ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો.

૫. સિલેક્ટરોએ ધોનીને નોટિસ પિરિયડ પર મુક્યો

  • ટીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય પસંદગીકાર એમ. એસ. કે. પ્રસાદને જ્યારે મહેન્દ્ર સિંહ ધોની 2019ના વર્લ્ડ કપ માટેની ટીમમાં છે કે નહીં તે વિશે પૂછવામાં આવતાં તેમણે નિશ્ચિત નહીં હોવાનું જણાવ્યું હતું.
  • જો ધોની યોગ્ય પરફોર્મન્સ નહીં આપે તો તેને આરામ આપી દેવામાં આવે તો નવાઈ નહીં.

૫. ૨૦૦ મીટર રેસમાં તુર્કીનો રામિલ ગુલિયેવ ચેમ્પિયન

તુર્કીના રામિલ ગુલિયેવે દક્ષિણ આફ્રિકાના વાન નિકર્કે અને બોટ્સવાનાના ઇસાક મેક્વાલાને પાછળ છોડી ૨૦૦ મીટરની રેસમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અઝરબૈજાનના બાકુમાં જન્મેલા ૨૭ વર્ષીય તુર્કીશ ખેલાડીએ ૪૦૦ મીટરમાં ચેમ્પિયન બનેલા દક્ષિણ આફ્રિકાના વાન નિકર્કનું ૨૦૦ અને ૪૦૦ મીટરમાં ગોલ્ડ જીતવાનું સ્વપ્ન રોળી નાંખ્યું હતું. આ ઉપરાંત તેણે આ ચેમ્પિયનશિપમાં વિજેતા બનવાના પ્રબળ દાવેદાર બોટ્સવાનાના ઇસાક મેક્વાલાને પણ પાછળ રાખ્યો હતો. ૨૦૧૧માં તુર્કીશ નાગરિકત્વ પ્રાપ્ત કરનારા રામિલે ૨૦.૦૯ સેકન્ડમાં રેસ પૂર્ણ કરી તુર્કીને તેનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. રામિલ બાદ વાન નિકર્કે સિલ્વર અને ત્રિનીદાદ એન્ડ ટોબેગોના જેરીમ રિચાર્ડ્સે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. હવે ભોજનના પાર્સલ પર પણ લાગશે 18 ટકા GST

  • એર-કન્ડિશન ધરાવતી તમામ રેસ્ટોરાંમાં તમામ સેવાઓ માટે એકસમાન 18 ટકા જીએસટી અમલમાં આવશે.
  • તેમાં નોન-એસી વિસ્તારમાંથી સર્વ કરાતાં ફૂડ અને પાર્સલમાં લઇ જવાતા ફૂડનો પણ સમાવેશ કરાયો છે.
  • સીબીઇસીએ સ્પષ્ટતા કરી છે કે નોન-એસી રેસ્ટોરાંમાં આવી સેવાઓ પર માત્ર 12 ટકા જીએસટી અમલી બને છે.

૨. બેંગલુરુમાં આજે ઈન્દિરા કેન્ટીનલોન્ચ કરશે રાહુલ ગાંધી, રૂપિયા 10માં મળશે ભોજન

બેંગલુરુ:  કર્ણાટકને ભૂખથી બચાવવા માટે અને શ્રમિક વર્ગ તથા ગરીબ પ્રવાસીઓને સસ્તામાં જમવાનુ મળી રહે તે માટે મુખ્યમંત્રી સિદ્દાર્થમૈયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર બુધવારથી બેંગલુરુમાં ઈન્દિરા કેંટિનશરૂ કરશે. આ યોજનાની ઉદ્ધઘાટન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. તેમણે સ્વતંત્રતા દિવસ પર સંબોધનમાં કહ્યું કે, મને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે, બુધવારથી બેંગુલુરુમાં ઈન્દિરા કેંટિન શરૂ કરવામાં આવી રહી છે. જ્યાં દરરોજ શહેરના શ્રમિકો અને ગરીબ પ્રવાસીઓને સસ્તામાં જમવાનું મળશે.

૩. ફર્સ્ટ વિકેન્ડમાં જ ‘Toilet: Ek Prem Katha’ એ બનાવ્યો આ નવો રેકોર્ડ

ગયા શુક્રવારે રીલીઝ થયેલ ફિલ્મ ટોઈલેટ: એક પ્રેમ કથાએ ફર્સ્ટ વિકેન્ડમાં ૫૧.૪૫ કરોડનો બિઝનેશ કર્યો છે અને તેની સાથે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે.તે ની પહેલા અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી ૨રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે.



અન્ય:-

૧. બાળકોનો ભોગ લેનાર બ્લૂ વ્હેલ ચેલેન્જ ઓનલાઈન ગેમ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ઓનલાઈન કમ્પ્યૂટર તેમજ મોબાઈલ ગેમ બ્લૂ વ્હેલ ચેલેન્જ રમાનાર બાળકો પર દુષપ્રભાવોની ફરિયાદ બાદ આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ ગેમ ડાઉનલોડ કરવાના સંબંધી લિંક હટાવવા કહ્યું છે. ઈલેક્ટ્રોનિક તથા સૂચના પ્રસારણ મંત્રાલયના સર્ચ એન્જિલ ગૂગલ ઈન્ડિયા, માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને યાહૂ ઈન્ડિયા ઉપરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને બ્લૂ ગેમ ચેલેન્જ ગેમ ડાઉનલોડ કરવાની સુવિધા કે તેના સાથે જોડાયલે લિંગ પોતાના પ્લેટફોર્મ પરથી તરત હટાવવા કહ્યુ છે.
મંત્રાલયના વરિષ્ઠ નિર્દેશક અરવિંદ કુમાર દ્વારા ગત 11 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ નિર્દેશમાં બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ ઉપરાંત તેને મળતા નામવાળી ઓનલાઈન ગેમની લિંક પણ હટાવવા કહેવામાં આવ્યું છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point