અહીંથી તમે તારીખ ૧૧-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. પહલાજ
નિહલાનીની સેંસર બોર્ડમાંથી વિદાય, પ્રસૂન જોશી બન્યા નવા
અધ્યક્ષ
નવી દિલ્લી: સેંસર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીને આખરે
હટાવવામાં આવ્યા છે. ગીતકાર પ્રસૂન જોશીને સેંસર બોર્ડના નવા અધ્યક્ષ બનાવાયા છે.
ઉલ્લેખનિય છે કે હાલમાં જ સેંસર બોર્ડના
અધ્યક્ષ પહલાજ નિહલાનીના કેટલાક નિર્ણયો પર સવાલોય ઉઠ્યા હતા. ખાસ કરીને તેઓ
ફિલ્મોના સર્ટિફિકેટ આપવામાં અને તેમાં કટના સુઝાવ આપવાને લઈને હંમેશા તેઓ
ચર્ચામાં રહ્યા છે.
મોદી સરકાર આવ્યા બાદ સેંસર બોર્ડના ચીફ તરીકે
નિહલાનીની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ વિવાદોમાં રહ્યા હતા. ફિલ્મોના
સીન કટ કરવાને લઈને તેઓ બોલીવુડ સ્ટારના નિશાના પર હતા.
૨. વીમા
માટે વાહનોનું પીયુસી પ્રમાણપત્ર ફરજિયાત: સુપ્રીમ
નવી દિલ્હી:
પ્રદૂષણના સ્તર પર નિયંત્રણ આણવા સુપ્રીમ કૉર્ટે ૨૦૦૦સીસી કે તેથી વધુની
ક્ષમતાવાળા એન્જિન ધરાવતા નવા ડીઝલ વાહનો પર એક ટકા સેસ લાદવા સહિતના અને આદેશ
આપ્યા છે.
દિલ્હી-એનસીઆરસ્થિત વાહનમાલિકોએ તેમના વાર્ષિક વીમાના પેપરો રિન્યૂ કરાવવા ફરજિયાતપણે યોગ્ય પીયુસી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
દેશની રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં થઈ રહેલા ચિંતાજનક વધારા અંગેના કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ એમ.બી લોકુર અને દીપક ગુપ્તાની બનેલી ખંડપીઠે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

૩. વિશ્વ
સિંહ દિવસ : સાવજના પ્રદેશ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉજવણી
રાજકોટ : ૧૦ ઓગસ્ટ
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાવજોના રહેઠાણ સમા સૌરાષ્ટ્રમાં વિવિધ ઉજવણીઓ કરવામાં
આવી હતી. બાળકો તેમજ છાત્રો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
ગિર અને ગિરનારમાં વસવાટ કરતા કાઠીયાવાડના ઘરેણા સમાન સિંહોના માનમાં આજે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર રેલીના કાર્યક્રમોમાં મહોરા પહેરી બાળકો સહિતના લોકોએ સિંહ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આશરે ૧૦ લાખથી વધુ લોકો આ ઉજવણીમાં સહભાગી બન્યા હોવાનો દાવો વનવિભાગે કર્યો છે. વનવિભાગના વન્યપ્રાણી વર્તુળ દ્વારા જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથ અને ભાવનગર જિલ્લાના ર૪૦૦ થી વધુ ગામમાં થયેલી ઉજવણીમાં ઠેર ઠેર શાળાના બાળકોની રેલી યોજાઈ હતી.

૪. ગુજરાતના
યુવાનો માટે ઈ-ટેબ યોજનાઃ આશરે 3.50 લાખ વિદ્યાર્થીઓને ટોકન
દરે ટેબલેટ અપાશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની વર્ષ 2017ની પરીક્ષામાં પાસ તેમજ ગુજરાત રાજ્યમાં માન્ય
યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ
મેળવનાર વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજના રાજ્ય સરકારે બનાવી છે.
આ વિદ્યાર્થીઓને રૂપીયા 1000ના ટોકન દરે ટેબલેટ આપવામાં આવશે. આ યોજનાનુ
નામ નમો ઈ-ટેબ રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આશરે 3.5 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે.
૫. કોંગ્રેસના
વધુ 7 ધારાસભ્યોએ
આપ્યા રાજીનામાં
અમદાવાદ: લાગી રહ્યું છે કે કોંગ્રેસના દિવસો
સારા ચાલી રહ્યા નથી. એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. શુક્રવારે એટલે
કે આજરોજ કોંગ્રેસના સાતા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા. તેમજ વિધાનસભા છોડીને
ચાલ્યા ગયા છે. જેમાં મહેન્દ્ર સિંહ વાઘેલા, રાધવજી પટેલ, ભાળાભાઇ ગોહિલ, સી.કે.રાઉલજી, અમિત ચૌધરી, કરમશી પટેલ અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાનો
સમાવેશ થાય છે.
૬. કુંબલે
બન્યો ડાયાબિટીસ અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર
સ્વાસ્થ્ય અને
પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ચ સચિવ નવદીપ રિનવાએ ટાઈપ-૧ ડાયાબીટીસ પર એક
પુસ્તકનું વિમોચન કર્યુ હતુ. આ પુસ્તકને નોવો નોર્ડિસ્ક એજ્યુકેશન ફાઉન્ડેશનનું
સમર્થન પ્રાપ્ત છે. નોવો નોર્ડિસ્ક ઈન્ડિયાએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન
અનિલ કુંબલને ચેન્જિગ ડાયાબિટીસનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
૭. વેંકૈયા
નાયડૂએ 13માં
ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા-
દેશના
13માં ઉપરાષ્ટ્રપતિના પદ માટે આજે વેંકૈયા
નાયડૂ શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તેમને ઉપરાષ્ટ્રપતિના પદ માટે
ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે.
વેંકૈયા નાયડૂએ
આંધ્રપ્રદેશના નેલ્લૂરથી નવી દિલ્હી સુધીની લાંબી મજલ કાપી છે. નાયડૂ દેશના બીજા
સૌથી મોટા સંવૈધાનિક પદની જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. નાયડૂ આજે સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા.
આ શપથગ્રહણ
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારના અનેક મોટા મંત્રીઓ ઉપસ્થિત
રહ્યા હતા. એનડીએના ઉમેદવાર નાયડૂને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીંમાં 516 મત મળ્યા હતા. જ્યારે તેમના હરિફ ગોપાલ
કૃષ્ણ ગાંધીને 244 મત મળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય:-
૧. આબેહૂબ અનારકલી, સૌંદર્ય સમ્રાજ્ઞી
મધુબાલાના વેક્સ સ્ટેચ્યુનું થયું અનાવરણ, pics
હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીમાંની એક છે મધુબાલા. હજુ પણ ચાહકો
તેમની માનીતી અભિનેત્રીને ભૂલ્યા નથી. મધુબાલાના ચાહકો તેની સુંદરતાને આજે પણ
નજીકથી જોવા માગે છે. આ જ કારણ છે કે મધુબાલાનું મીણનું પૂતળું દિલ્હીમાં શરુ થઈ
રહેલા મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે.
૨. ટ્રમ્પની પુત્રી
ઈવાન્કા નવેમ્બરમાં ભારતની મુલાકાતે, GES 2017માં થશે સામેલ
ભારત અને અમેરિકા હૈદરાબાદમાં 28 નવેમ્બરથી GES 2017( ગ્લોબલ આંતરપ્રિન્યોર સમિટ 2017)ની સહમેજબાની કરશે અને અમેરિકી
પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા
કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે ત્રણ દિવસના
સંમેલનનો ઉદ્દેશ બંને દેશોના આંતરપ્રિન્યોર્સને એકસાથે લાવવાનો છે. પીએમ મોદીએ
ટ્વિટ કરી કે આ સંમેલન આંતરપ્રિન્યોર્સને એક સાથે લાવવાનો અદ્વિતિય અવસર છે. તેમણે
કહ્યું કે તેઓ અમેરિકી પ્રતિનિધિમંડળના નેતાના રૂપમાં જીઈએસ 2017 હૈદરાબાદમાં ઈવાન્કા ટ્રમ્પની હાજરીને લઈને
આશાવાદી છે. આ સંમેલન નીતિ આયોગ દ્વારા વિદેશ મંત્રાલયના સમન્વયથી આયોજિત કરવામાં
આવ્યું છે.
૩. વિકેટકીપર Brad
Haddin બન્યા
ઓસ્ટ્રેલિયા ટીમના નવા ફિલ્ડીંગ કોચ
ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન બ્રેડ હેડિન
હવે ઓસ્ટ્રેલિયા ટીમના ફિલ્ડીંગ કોચ બની ગયા છે. બ્રેડ હેડિનનો કાર્યકાળ ૨૦૧૯
સુધીનો છે, જે ઓસ્ટ્રેલિયાના
બાંગ્લાદેશના પ્રવાસ સાથે શરૂ થશે. ૨૦૧૯ માં જ આઈસીસી વર્લ્ડ કપ પણ થવાનો છે, આ કારણે બ્રેડ હેડિનને મોટી જવાબદારી મળી
છે.
૪. મેક્સિકોના
સ્ટાર ફૂટબોલર રાફેલ માર્કેજ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવી દીધો
મેક્સિકો સિટીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે મેક્સિકોના કુખ્યાત ડ્રગ માફિયાઓનો ખતમ કરવાનાં વચન પર અમલની દિશામાં
ચોંકાવનારું પગલું ભર્યું છે. શિનાલોઆ ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલો કુખ્યાત ડ્રગ
માફિયા રાઉલ ફ્લોર્સ હર્નાનદેજ સાથે સંપર્ક રાખવાને કારણે અમેરિકાના નાણાં વિભાગે
મેક્સિકોના સ્ટાર ફૂટબોલર રાફેલ રાફા માર્કેજ સહિત ૨૦થી વધુ લોકોને પ્રતિબંધિત કરી
દીધા છે. મશહૂર ગાયક જુલિયન અલ્વારેજનું નામ પણ આ યાદીમાં સામેલ છે. માર્કેજ અને
અલ્વાજે જોકે અમેરિકાએ લગાલેવાલ આરોપો નકારી કાઢ્યા છે.
રમત
ગમત:-
૧. દવિંદર ભાલા ફેંકની વિશ્વ
ચેમ્પિયનશિપની ફાઇનલમાં
વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા
ફેંક સ્પર્ધામાં 26
વર્ષિય
દવિદંર સિંહ કંગે ઇતિહાસ રચ્યો છે. દવિદંર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરનાર પ્રથમ
ભારતીય છે. જ્યારે આઇએએએફ વર્લ્ડ અન્ડર-20 એથેલેટિક્સ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ વિજેતા
નીરજ ચોપડા ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાથી ચૂક્યો હતો.
૨. નોર્વેના વોરહોલ્મે ૪૦૦ મી.
હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને અપસેટ સર્જ્યો
લંડનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેન્સ ૪૦૦ મીટરની
હર્ડલ્સ રેસમાં ઓલિમ્પિક ચેમ્પિયન અમેરિકાના કેરોન ક્લેમેન્ટ અને યુરોપીયન
ચેમ્પિયન તુર્કીના યોસ્માની કોપોલેને હરાવીને નોર્વેના ૨૧ વર્ષીય એથ્લીટ કર્સ્ટન
વોરહોલ્મે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કારકિર્દીની પહેલી જ મેજર ચેમ્પિયનશીપમાં
દોડી રહેલા વોરહોલ્મે શાનદાર દેખાવ કરતાં માત્ર ૪૮.૩૫ સેકન્ડમાં રેસ પુરી કરીને
ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે તુર્કીના યાસ્માની કોપેલોને ૪૮.૪૯ સેકન્ડના સમય
સાથે સિલ્વર મેડલ તેમજ અમેરિકાના કેરોન ક્લેમેન્ટને ૪૮.૫૨ સેકન્ડના સમય સાથે
બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ૩૧ વર્ષના અમેરિકન એથ્લીટને તેની કારકિર્દીમાં પહેલી વખત
બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.
૩. રોબીન
ઉથપ્પા હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએસન તરફથી રમશે
August 11 (CRICKETNMORE) -
રોબીન ઉથપ્પા
કર્નાટક માટે 2002
થી રમતો
આવ્યો છે. જે હવે એની આગળની રમત સોરાષ્ટ્રની ટીમ સાથે 2017-18ની સીઝનમાં રમશે. ઉથપ્પાએ ગત વર્ષે NOC માટે અરજી કરી હતી. પરંતુ કર્ણાટક સ્ટેટ
ક્રિકેટ અસોસિયેશન પણ તેના સ્ટાર ખેલાડીને જવા દેવા માંગતુ ન હતું. પરંતુ અંતે
તમામ કાયદાકીય કાર્યવાહી પુરી થયા બાદ સોરીષ્ટ્ર ક્રિકેટ ટીમ અસોસિયેશનએ ગુરૂવારને
જાહેર કર્યુ કે ઉથપ્પાએ બધી જરૂરી ઔપચારિક્તા પુરી કરી દીધી છે અને તે હવે
સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમશે.
૪. રોજર્સ કપ : કાર્બેર
પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં
ત્રીજી ક્રમાંકિત જર્મનીની એન્જેલિક કાર્બેરે
અહીં યોજાઈ રહેલા રોજર્સ કપમાં ક્રોએશિયાની ક્વોલિફાયર ખેલાડી ડોનો વેકિકને પરાજય
આપી અંતિમ-૧૬માં પ્રવેશ મેળવી લીધો છે. વેકિકે પ્રથમ રાઉન્ડમાં યુજની બુચાર્ડને
હરાવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. પોણા બે કલાક સુધી ચાલેલી મેચમાં કાર્બેરે
વેકિક સામે ૬-૪, ૭-૬થી વિજય મેળવ્યો હતો. ગત વર્ષે રોજર્સ કપની
સેમિમાં પહોંચનાર કાર્બેર વિમ્બલ્ડન બાદ પ્રથમ મેચ રમી રહી હતી. વિમ્બલ્ડનના
પ્રિ-ક્વાર્ટરમાં મુગુરુઝા સામે પરાજય મેળવતાં નંબર વનનું સ્થાન પણ ગુમાવ્યું
હતું. હવે કાર્બેરનો સામનો અમેરિકાની સ્લોએન સ્ટીફન્સ સામે થશે. સ્ટીફન્સે ચેક
ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાને ૭-૬, ૩-૬, ૬-૨થી હરાવી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
મેળવ્યો હતો.
૫. આજથી ગુજરાતમાં પ્રો. કબડ્ડી
લીગનો ફીવર
પ્રો. કબડ્ડી લીગની પાંચમી સિઝનમાં પ્રથમવાર
સામેલ કરાયેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમ આજથી હોમ લેગમાં રમવા સજ્જ છે.
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમ આગામી સાત દિવસમાં હોમ ગ્રાઉન્ડ પર છ મુકાબલા રમશે
જેનો પ્રથમ મુકાબલો બીજી સિઝનની ચેમ્પિયન યુ મુમ્બા સામે થશે.
આર્થિક:-
૧. મહિલા અને પુરૂષ પસંદગીકારોને BCCI
એ
પુરષ્કાર રૂપે આપ્યા 15 લાખ
August 11 (CRICKETNMORE) -
9 ઓગષ્ટના રોજ
થયેલી BCCI
અને CoA ના ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં ભારતીય
ક્રિકેટ ટીમના પુરૂષ અને મહિલા ખેલાડીઓના પસંદગીકર્તાઓને 15 લાખ રૂપીયા આપવાનો બેઠકમાં નિર્યણ કર્યો છે.
પસંદગી કર્તાઓને 15
લાખની ઇનામી
રકમની જાહેરાત કર્યા બાદ આ અંગે CoA ના સભ્ય ડાયના એડુલ્જીએ જણાવ્યું હતું કે તેને સારી સારી ટીમ પસંદ કરવા બદલ
પુરસ્કાર મળ્યું છે.
અન્ય:-
૧. આજે શહીદ વીર ખુદીરામ બોઝની 109મી પુણ્યતિથિ
ભારતને આઝાદી
અપાવવા માટે અસંખ્ય દેશભક્ત્તો અને શહીદોને પોતાના પ્રાણની આહુતિ દેવી પડી હતી. તે
અમર શહીદોમાં એક ખુદીરામ બોઝ હતા. 3 ડિસેમ્બર 1889ના રોજ તત્કાલીન અવિભાજિત બંગાળના ગામ કેશપુરમાં જન્મેલા ખુદીરામ બોઝમાં
બાળપણમાંથી જ દેશભક્ત્તિની પ્રબળ ભાવના હતી.
તેઓ ઘણીવાર પોતાના મિત્રોની સાથે દેશને આઝાદ કરાવવાની વાતો કરતા હતા. તે દરમિયાન તત્કાલીન ગવર્નર લોર્ડ કર્જનએ બંગાળના વિભાજનનો પ્રસ્તાવ રાખ્યો, જેના આધાર પર બંગાળના બે ભાગ પાડવામાં આવ્યા. ત્યાર બાદ સમગ્ર દેશમાં જબરદસ્ત પ્રતિક્રિયા સામે આવી. આના કારણે દેશભરમાં વિદ્રોહની જ્વાળાઓ સળગવા લાગી.
શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતાએ વર્ષ 1902 અને 1903માં મિદનાપુરમાં જાહેર વ્યાખ્યાન આપ્યા હતા અને કેટલીક ખાનગી વિચારગોષ્ઠિના આયોજન કર્યા હતા. તે વખતે ક્રાંતિકારી જૂથોએ તેમાં ભાગ લીધો હતો જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ યુવા વર્ગ જોશીલો અને ઉત્સાહથી ભરપૂર અને કંઈક કરી દેખાડવાના મતના હતા. ખુદીરામે પોતાના શિક્ષક પાસે રિવોલ્વર માગી હતી.
આ દરમિયાન મુઝફ્ફરપુરમાં ભારતીયોને કોલકાતાના મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ દ્વારા આકરી સજા કરવામાં આવી રહીં હતી. કિંગ્સ ફોર્ડ નામનો એક અંગ્રેજ ઉચ્ચ અધિકારી આ દેશની સ્વતંત્રતા જંખતા અનેકોનેક ક્રાંતીવીરો માટે શેતાન બનેલો હતો. સ્વભાવે ખૂબ જ નિર્દયી અને ક્રાંતિકારીઓને કચડી નાંખવાનું જાણે તેણે બીડુ ઝડપ્યું હતું. ક્રાંતિકારીઓ ઉપર અત્યાચાર કરવો એ જાણે એનો ધર્મ બની ગયો હતો. ખુદીરામ બોઝે આ મહા અત્યાચારીને સદાયને માટે સુવાડી દેવાનો નિર્ણય કર્યો.
1908ની 30મી એપ્રિલનો એ દિવસ. ખુદીરામ અને તેનો ક્રાંતિકારી મિત્ર પ્રફુલ્લ ચાકીએ આ કિંગ્સ ફોર્ડને સદાય માટે રામશરણ કરવાનો નિર્ધાર કર્યો. 30મી એપ્રિલે મુજફ્ફરપુર (બિહાર)માં કિંગ્સ ફોર્ડની ફિટન ગાડી પર બોંબ ઝીંકી દીધો. પરંતુ છેલ્લી ઘડીએ કિંગ્સફોર્ડ નહીં આવવાના કારણે તે બચી ગયા અને બે યૂરોપિયન મહિલાઓને પોતાની જાનથી હાથ ધોવા પડ્યા હતા. ભારતના ઇતિહાસમાં આ પહેલો બોમ્બ બ્લાસ્ટ હતો જેની અવાજ ત્રણ મીલ સુધી સાંભળવા મળી હતી. ખુદીરામને પકડવા માટે રૂ. 1000ના ઇનામની રકમની જાહેરાત પણ કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં બોમ્બ ફેંકવાના આરોપમાં ખુદીરામ બોઝની ધરપકડ કરી લેવામાં આવી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો. તેઓને જજ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. ફાંસીના દિવસ પહેલાના દિવસોમાં જેલના ડેપ્યુટી જેલર સાથે ખુદીરામના ખુબ જ મીઠા સબંધો થઈ ગયા હતા. ખુદીરામ જેલરને ‘બાબા’ કહીને બોલાવતા.
11મી ઓગષ્ટે સવારે-4 વાગે ખુદીરામને ફાંસી આપવાની હતી. 10મી ઓગષ્ટે રાત્રે જેલર સાહેબ ખુદીરામ માટે ચૂસવાની કેરીઓ લઈને આવ્યા અને કહ્યું, “બેટા, આ થોડીક કેરીઓ તારા માટે લાવ્યો છું, ખાઈ લે જે. કાલે સવારે તો તને ફાંસી થવાની છે.” ખુદીરામે હસીને કેરીઓ લઈ લીધી.

-પ્રશાંત ભટ્ટ
Educational Point