Thursday, 10 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 11-08-2017

અહીંથી તમે તારીખ ૧૦-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. 2022 સુધી દેશના તમામ ઘરોમાં હશે વિજળી: પીયૂષ ગોયલ

દેશના તમામ ઘરોમાં 15 ઓગસ્ટ 2022 સુધીમાં વિજળી પહોંચી જશે. ત્યાં જ મે 2018 સુધી દેશના તમામ ગામડાઓમાં વિજળી પહોંચાડવામાં આવશે. આ વાત જણાવી ગુરુવારે લોકસભામાં ઊર્જા પ્રધાન પીયૂષ ગોયલે કહી છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર તેમને જે ટારગેટ નક્કી કર્યો છે તેના પહેલા જ આ કામ પરિપૂર્ણ કરી શકે છે.

૨. ઉપરાષ્ટ્રપતિ અન્સારીનો વિદાય સમારોહ, PM મોદીએ અર્થપૂર્ણશબ્દોમાં આપી વિદાય

સંસદના મોનસૂન સત્ર દરમિયાન રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને વિદાય આપવામાં આવી છે. અન્સારીના વિદાય સમારંભમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ઉપરાષ્ટ્રપતિ તરીકેના 10 વર્ષ સુધી દેશ માટે તમારું યોગદાન મહત્વનું રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. અન્સારીજી તમે યાદો છોડીને જઈ રહ્યાં છો, તમે કરેલા માટે તેમને યાદ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે હામિદ અન્સારીનો ઉપરાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે.

૩. ધો.૧-૩ અને ૬માં આગામી વર્ષથી NCERTનો અભ્યાસક્રમ અમલી

અમદાવાદ: સીબીએસઇ શાળાઓમાં ચલાવવામાં આવતો એનસીઇઆરટી (નેશનલ કાઉ‌િન્સલ ઓફ એજ્યુકેશન ‌િરસર્ચ એન્ડ ટ્રેનિંગ)નો અભ્યાસક્રમ હવે આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯થી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ અને ધોરણ-૩ અને ધોરણ-૬માં ભણાવવામાં આવશે.

૪. નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકરની ધરપકડ કરાઈ

નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકરની આજે મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. તેઓ નર્મદા સરોવર પ્રોજેક્ટને કારણે હાંકી કઢાયેલો ખેડૂતોને મળવા ધાર જિલ્લામાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસે ધરપકડ કરી હતી.

ઈન્દોરના પોલીસ વડાએ જણાવ્યું હતું કે ધારમાં ૧૪૪મી કલમ લાગુ હોવાથી મેઘા પાટકરની ધરપકડ કરાઈ હતી. પોલીસે મેઘા પાટકરને અટકાવી ધાર નહીં જવા સૂચના આપી હતી. પરંતુ મેઘા પાટકરે ધાર જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં પોલીસે ધાર જિલ્લાની સરહદે ધરપકડ કરી હતી. ૧૪૪ કલમના ભંગ બદલ ધરપકડ કરીને પાટકરને ધાર લઈ જવાયેલા હતા. તેમને કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૬૨ વર્ષીય મેઘા પાટકર તેમના ૧૧ સાથીદાર સાથે ધારના ચિખલદા ગામે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર હતાં. ૭મી ઓગસ્ટે પોલીસે તેમને બળજબરીથી દૂર કર્યા હતા. દરમિયાન પાટકરની તબીયત બગડી હતી. હોસ્પિટલમાં સાજા થયા બાદ ફરીથી ભૂખ હડતાળ પર જવાની ચીમકી આપી હતી.

૫. પૂરે તબાહ કરેલાં ગુજરાતનાં 4 ગામ દત્તક લેશે નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણીએ ભારે વરસાદ અને પૂરના પ્રકોપથી અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ગઈ કાલે મુલાકાત લીધી હતી. તેઓ જ્યાં ગયા ત્યાં લોકોએ પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. પાટણ જિલ્લાના અબિયાણા ગામે તેમણે ગ્રામ્ય મહિલાઓ સાથે નીચે બેસીને તેમની આપવીતી સાંભળી હતી અને તેમને સાંત્વન આપ્યું હતું.

૬. મુંબઈમાં ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે બનશે ટૅક્સટાઈલ મ્યુઝિયમ

મુંબઈ: મુંંબઈનો એક સમયનો વૈભવ ગણાતી ટૅકસટાઈલ મિલની યાદને કાયમ રાખવા માટે કાળાચોકીમાં ટૅક્સટાઈલ મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. જોકે સરકારી ફાઈલોમાં અટવાઈ પડેલા શિવસેનાના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનો માર્ગ છેવટે સાત વર્ષે માર્ગ ખુલ્યો છે. તેને કારણે કેન્દ્ર સરકારના યુનાઈટેડ ટૅક્સટાઈલ મિલ નંબર બે અને ત્રણની જમીન પર ટૅક્સટાઈલ મ્યુઝિયમ બનાવવામાં આવવાનું છે. તે અગાઉ જોકે જે.જે.કૉલેજ ઑફ આર્કિટૅક્ટની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવવાની છે. આ પ્રોજેક્ટ માટે સુધરાઈ લગભગ ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની છે જેમાંથી સલાહકારને ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવવાના છે. 

૭. રાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ વિશાલ કુમાર વર્મા પાણી ભરાયેલા સ્ટેડિયમમાં વીજ કરંટથી મૃત્યુ

એક અકસ્માતમાં, રાંચીના જયપાલસિંહ સ્ટેડિયમમાં મંગળવારે રાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ વિશાલ કુમાર વર્માની પાણી ભરાયેલા સ્ટેડિયમમાં વીજ પ્રવાહની ઘટનામાં મૃત્યુ થયું હતું.
અહેવાલોએ એવો દાવો કર્યો હતો કે ઝરાખંડ રાજ્ય રેસલીંગ એસોસિએશન (જેએસડબ્લ્યુએ) સ્ટેડિયમ બિલ્ડિંગની કચેરીમાં શૉર્ટ સર્કિટને કારણે વીજ કરંટથી વિશાલનું મૃત્યુ થયું હતું.

૮. વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપમાં 15 વર્ષે ગુજરાતને સ્થાન

વિવિધ કંપનીઓ તેમજ વેપારી સંસ્થ્ઓ સાથે કામ કરતા સેલ્સ પર્સનની મુશ્કેલીઓને વાચા આપી કંપ્નીઓ તથા વેપારી સંસ્થાઓ સાથે બેઠક યોજી સકારાત્મક વાતાવરણમાં સમસ્યાઓ અને પ્રશ્ર્નોનો નિકાલ કરતી વેસ્ટ ઝોન માર્કેટીંગ પર્સન ગ્રુપ્ના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રકચ્છના રઘુવંશી સમાજના યુવા અગ્રણી દીપક મદલાણીની વરણી કરવામાં આવી છે. 35 વર્ષથી કાર્યરત આ સંસ્થામાં ગુજરાત રાજ્યને પ્રથમ વખત જ સ્થાન પ્રાપ્ત થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના રઘુવંશી સમાજના યુવા સામાજિક અગ્રણી દિપક મદલાણીની વરણી કરવામાં આવતા ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

૯. મુંબઈ : BMCની શાળાઓમાં વંદેમાતરમ ગાવું ફરજિયાત કરાયું

મુંબઇ મહાપાલિકાની શાળાઓમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગાવું ફરજિયાત કરવાના પ્રસ્તાવને પાલિકાના સભાગૃહમાં મંજૂર કરવામાં આવ્યો છે. પ્રસ્તાવને પાલિકા કમિશનર અજોય મહેતાના અભિપ્રાય માટે મોકલવામાં આવશે, ત્યારબાદ આ નિર્ણયનો અમલ થશે. જે મુજબ મુંબઇની તમામ પાલિકાની શાળામાં અઠવાડિયામાં બે દિવસ વંદે માતરમ ગાવું ફરજિયાત રહેશે.

૧૦. સિંધુએ આંધ્રપ્રદેશમાં નાયબ કલેક્ટરનો પદભાર સંભાળ્યો

રિયો ઓલિમ્પિકની રજત મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બુધવારે આંધ્રપ્રદેશમાં ડેપ્યુટી કલેકટરનો પદભાર સંભાળ્યો હતો.



આંતરરાષ્ટ્રીય:-  

૧. ડોકલામમાં 53 ભારતીય સૈનિકો હાજર: ચીન, અમારે યુદ્ધ નથી કરવું: ભારત

બેઈજિંગ-ચીને કહ્યું છે કે, અત્યારે પણ ડોકલામમાં 53 ભારતીય સૈનિકો બુલ્ડોઝર લઈને હાજર છે. ભારતે તેમની સેના અને શસ્ત્રો ત્યાંથી હટાવવા પડશે. ભારતે કહ્યું છે કે, ડોકલામમાં તેમની આર્મી 'નો વોર-નો પીસ'ના મોડમાં છે. અમે યુદ્ધ નથી ઈચ્છતા. નોંધનીય છે કે 16 જૂનથી સિક્કિમ સેક્ટરમાં ડોકલામ પર ભારત-ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. ચીન ભારતની સેના પીછે હટ કરે તે પછી જ વાત કરવા તૈયાર કરે છે. જ્યારે ભારતે શરત મુકી છે કે બંને દેશની સેના પરત ફરશે પછી જ કોઈ પણ વાત થશે.

૨. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બન્યા નજમ શેઠી

August 9 (CRICKETNMORE) - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નજમ શેઠીને પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ માટે આજે ઇલેક્શન થયું હતું. જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ન્યુ બોર્ડ ઓફ ગવર્નર્સ દ્રારા નજમ શેઠીને સર્વાનુમતે જીત મેળવી છે. હવે નજમ શેઠી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 3 વર્ષ માટે અધ્યક્ષ પદ માટે નિમવામાં આવ્યા છે.


રમત ગમત:-  

૧. બેલ્જિયમ સામે ભારતીય હૉકી ટીમનો પરાજ્ય

યુવા ભારતીય પુરુષ હૉકી ટીમનો પાંચ મેચોના યૂરોપ પ્રવાસની પ્રથમ મેચમાં યજમાન બેલ્જિયમ સામે એક ગોલથી પરાજ્ય થયો હતો.

૨. અમેરિકાની Phyllis Francis ૪૦૦ મીટર દોડમાં બની ચેમ્પિયન

અમેરિકાની Phyllis Francis ઓલમ્પિક ચેમ્પિયન બહેરાનની શોની મિલર યુઓબોને પછાડતા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ૪૦૦ મીટર દોડનું ગોલ્ડ મેડલ જીતી લીધું છે. ફેલિસ ફ્રાન્સિસે ૮૦ મીટર સુધી દોડમાં કોઈ પણ રીતે પણ મેડલની દોડમાં સામેલ નહોતા. પરંતુ ત્યાર બાદ તેમને ગજબની વાપસી કરી અને ૪૯.૯૨ સેકેન્ડમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવી લીધું હતું. બહેરાનની ૧૯ વર્ષીય સલવા ઈદ નાસીરે આ અઠવાડિયે પોતાનો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા ૫૦.૦૬ સેકેન્ડનો સમય લઈને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું હતું.

૩. IND Vs SL: T20માં વિરાટ કોહલીના બદલે રોહિત શર્માને મળશે ટીમ ઈન્ડિયાની કેપ્ટનસી!

શ્રીલંકા વિરૂદ્ધ 6 સપ્ટેમ્બરે રમાનાર એકમાત્ર ટી-20 મેચની કેપ્ટનસી રોહિત શર્માને આપવામાં આવી શકે છે. આ પાછળનું કારણ વિરાટ કોહલીને આરામ આપવાનો છે. 26 જુલાઈએ શરૂ થયેલી ટેસ્ટ સીરીઝની બે મેચો ભારત જીતી ચૂક્યું છે, જ્યારે અંતિમ મેચ 12 ઓગસ્ટે રમાવાની છે. ત્યાર બાદ 6 સપ્ટેમ્બર સુધી 3 ટેસ્ટ, 5 વનડે અને 1 ટી-20 મેચ રમાશે.

આર્થિક:-

. ગુજરાતઃ સૌની યોજના ફેઝ-2 માટે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસે રૂ.3200 કરોડની લોનની માગ કરાઈ

નવી દિલ્હી-સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચડવા માટે સૌની યોજના છે, જે સૌની યોજનાના ફેઝ-1નું કામ પુરુ થયું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌની યોજના અંતગર્ત નર્મદાના પાણીનું અવતરણ કરવામાં આવ્યું છે, હવે ફેઝ-2ના કામકાજ માટે ગુજરાત સરકારે રૂપિયા 3200 કરોડની લોનની માગ કરી છે  જે માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

૨. RBI નો નવો આદેશ, ઓક્ટોબરથી એટીએમમાંથી નહી નીકળે ૫૦૦ અને ૨,૦૦૦ રૂપિયાની નોટ

રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેક સર્ક્યુલરમાં દેશની બેંકોને આ પ્રકારની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, ઓક્ટોબરથી કુલ એટીએમનાં ૧૦ ટકા મશીનમાં માત્ર ૧૦૦ રૂપિયાની નોટ નાખવામાં આવે. નામ ન છાપવાની શરત પર એક બેંક અધિકારીએ જણાવ્યું છે કે, બજારમાં ૫૦૦ રૂપિયાની નોટનો ઘટાડો આવ્યો છે.



અન્ય:-

ભારત સહિત દુનિયાના 260 દેશોનું ધ્વજ નકશા-વિકાસ ગાથાનું પ્રદર્શન

સુરત મ્યુનિસિપલના સીટી લાઈટના મ્યુઝિયમમાં ભારત સહિત દુનિયાના ૨૬૦ દેશના રાષ્ટ્રધ્વજ તથા દેશની વિગતોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારત દેશના રાષ્ટ્રધ્વજનો ઉદભવ કેવી રીતે થયો તેમજ ભારતના રાષ્ટ્રીય ચિન્હો સહિતની માહિતી મૂકવામાં આવી છે. આ પ્રદર્શનમાં ૧૦ દેશોના ધ્વજ પણ મૂકવામા આવ્યા છે.

૨. યોગ ગુરુ બાબા રામદેવ બોલિવૂડમાં કરશે ડેબ્યુ, આ ફિલ્મમાં દેખાશે

ડાન્સ આધારિત રિયાલિટી શોમાં મહેમાન તરીકે જોયા મળ્યા યોગ ગુરુ બાબા રામદેવ હવે એક અન્ય રિયાલિટી શોમાં સોનાક્ષી સિન્હા સાથે જજની ખુરશી સંભાળતા દેખાશે. જો કે હજી આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. પણ બીજી એક વાત સામે આવી છે કે બાબા રામદેવ દેશભક્તિ પર આધારિત એક ફિલ્મ યે હૈ ઇન્ડિયાથી ડેબ્યુ કરી શકે છે. જો કે ફિલ્મના એક ગીત સઇયાં સઈયામાં બાબા રામદેવ દેખાશે, જેને તપેશ પવાર દ્વારા લખવા અને જાવેદ અલી દ્વારા ગાવામા આવ્યું છે. લોમ હર્ષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 વર્ષીયા એક એનઆરઆઈ પર આધારિત છે. જે ભારતને અવિકસિત દેશ તરીકે ગણે છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તો તેણે તેની ભૂલ સમજાય છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point