અહીંથી તમે તારીખ ૦૯-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧.
સેપ્ટ પ્રોફેસરના પીએચ.ડી. થિસિસને ઈન્ટરનેશનલ એવોર્ડ
સેપ્ટ યુનિ.માં
એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ગૌરી ભારતના પીએચ.ડી. થિસિસને બેસ્ટ થિસિસનો
એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર એશિયન સ્કોલર એ એશિયા ખંડના
સંશોધકોનું વિશાળ ગેધરીંગ છે. આ ગેધરીંગમાં તાજેતરમાં પીએચ.ડી. કરનારા ૨૦ દેશની ૯૫
કોલેજના ૧૨૬ પાર્ટીસિપેટે ભાગ લીધો હતો. જેમાંથી ૫૯ પીએચ.ડી. હ્યુમાનિટીઝ પર અને
૬૭ સોશિયલ સાયન્સિસ પર આધારિત હતા. સેપ્ટના ગૌરી ભારતનો પીએચ.ડી. થિસિસ 'પ્લેસ મેકિંગ થુ્ર પ્રેક્ટિસ' વિષય ઉપર હતો. તેને સોશિયલ સાયન્સિસ
કેટેગરીમાં બેસ્ટ પીએચ.ડી. થિસિસનો એવોર્ડ મળ્યો છે.
૨. પૂર્વ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સાંવરલાલ જાટનું અવસાન
રાજસ્થાનના
અજમેરથી બીજેપીના સાંસદ સાંવર લાલ જાટનું દિલ્હીમાં બુધવારે અવસાન થયું છે. તેઓ
કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. 22 જુલાઈના રોજ અમિત શાહની મીટિંગમાં તેમની તબિયત બગડી હતી. જે બાદ તેમને
જયપુરની એસએમએસ મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
જયપુરમાં તબિયતમાં કોઈ સુધારો ન થતાં 27 જુલાઈએ તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલા સીએમ વસુંધરા રાજેએ એમ્સમાં જરૂરી સુવિધા ઉભી કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે વાત કરી હતી.
જયપુરમાં તબિયતમાં કોઈ સુધારો ન થતાં 27 જુલાઈએ તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલા સીએમ વસુંધરા રાજેએ એમ્સમાં જરૂરી સુવિધા ઉભી કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે વાત કરી હતી.
૨. ભાજપને
તગડો ઝટકો આપતા અહમદ પટેલ ગુજરાતથી રાજ્યસભા ચૂંટણી જીત્યા, જાણો કેટલા મત મળ્યા
ગાંધીનગરઃ
રાજયસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપના અથાગ
પ્રયાસ છતાં કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને ૪૪ મત મળ્યા
છે. સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં એહમદભાઇના વિજયની રાત્રે પોણા બે વાગે જાહેરાત
થતા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ ઝૂમી ઉઠયા હતા અને કોંગ્રેસ ઝિંદાબાદના
નારાથી સ્વર્ણિમ સંકુલ ગજાવી દેવાયું હતું. આ સાથે જ ભાજપના અમિત શાહ 46 અને સ્મૃતિ ઈરાનીનો પણ 46 મત સાથે વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ
છોડી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપુતને 38 મત મળતા તેમનો પરાજય થયો હતો.
૩. આજના
મરાઠા આંદોલન માટે મુંબઈ મહાનગરપાલિકા સજ્જ; દક્ષિણ મુંબઈની
શાળા-કોલેજોમાં રજા જાહેર
મુંબઈ – મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓમાં બેઠકો અનામત રાખવાની
માગણીના ટેકામાં આજે મુંબઈમાં મરાઠા ક્રાંતિ મોરચાના નેજા હેઠળ વિરાટ મોરચો
કાઢવામાં આવનાર છે.
આ મોરચો મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તાર સ્થિત
જીજામાતા ઉદ્યાન (પ્રાણીબાગ)થી સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવશે અને તે દક્ષિણ
મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન સામેના આઝાદ મેદાન ખાતે મોટે
ભાગે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થશે.
આ મોરચો મૂક-શાંત રહેશે, તે છતાં એની વ્યાપકતાને ધ્યાનમાં લઈને
મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર કોઈ
પ્રકારની કચાશ રાખવા માગતા નથી.
ટ્રાફિક જામની સમસ્યાની શક્યતાને ધ્યાનમાં
લઈને રાજ્યના શિક્ષણ વિભાગે દક્ષિણ મુંબઈની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
મુંબઈમાં જડબેસલાક ટ્રાફિક વ્યવસ્થા રાખવામાં
આવી છે. ખાસ કરીને સાયન-પનવેલ હાઈવે પર પોલીસનો કડક બંદોબસ્ત છે.
૪. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ
વોટિંગ કરનારા કોંગ્રેસના 8 ધારાસભ્યોને
6 વર્ષ
માટે કરાયા સસ્પેંડ
નવી દિલ્લી: રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર
કૉંગ્રેસના આઠ ધારાસભ્યોને છ વર્ષ માટે બરતરફ કરાયા છે. શંકરસિંહ વાઘેલા સહિત આઠ
ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેંડ કરવાનો આદેશ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો
છે.
શંકરસિંહ વાઘેલા, તેમના પૂત્ર મહેંદ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધર્મેદ્રસિંહ જાડેજા, ભોળાભાઈ ગોહિલ, સી.કે.રાઉલજી, કરમશી પટેલ,અમિત ચૌધરીને સસ્પેંડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના નિયમો હેઠળ
કાયદાકીય પગલા પણ આ ધારાસભ્યો સામે લેવાશે.
૫. 13મી ગુજરાત વિધાનસભાના
અંતિમ દિવસે જમીન વિધેયક સહિતના અન્ય વિધેયક પસાર
ગાંધીનગર-મહાત્મા મંદિરમાં તેરમી ગુજરાત વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર પૂર્ણ થઇ ચૂક્યું છે. આ
સાથે ભાજપશાસિત તેરમી વિધાનસભા પણ પૂર્ણકાળ ભોગવી ચૂકી છે અને હવે નવી 14મી વિધાનસભા આગામી સામાન્ય ચૂંટણી બાદ નવી
સરકારના નેતૃત્વમાં મળશે. ત્યારે આજના અંતિમ દિવસે ભાજપ શાસિત ગુજરાત સરકારે
કેટલીક મહત્ત્વની કાર્યવાહી કરી હતી.
૬. મરાઠા
અનામત આંદોલનથી ડર્યા CM ફડણવીસ, OBC અનામત આપવાની કરી
જાહેરાત
નવી દિલ્હીઃ મુંબઇના રસ્તા પર મરાઠા ક્રાંતિ મોરચો દ્ધારા
આયોજીત માર્ચ ખત્મ થયા અગાઉ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે મરાઠાઓને ઓબીસી હેઠળ અનામત
આપવામાં આવશે. સાથે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં મરાઠા વિદ્યાર્થીઓ
માટે હોસ્ટેલ બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.
૭. આ વર્ષે ભારત 'સ્વતંત્રતા દિવસ'ની સાથે 'ભારત છોડો આંદોલન'ની 75મી વર્ષગાંઠ મનાવશે
- 9 ઓગષ્ટ 1942ના રોજ 'ભારત છોડો આંદોલન' શરૂ થયુ હતું
- 70માં
સ્વાતંત્રતા દિવસની સંકલ્પ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવશે
૮. સમાજવાદી પાર્ટીને ઝટકો,
MLC અશોક
વાજપેઇએ આપ્યું રાજીનામું, BJPમાં જઇ શકે છે
લખનઉઃ સમાજવાદી પાર્ટીના એમએલસી અશોક વાજપેઇએ સભાપતિ
પદેથી આજે રાજીનામું આપી દીધું છે. વાજપેઇ એમએલસી પદ છોડનારા ચોથા નેતા બની ગયા
છે. આ અગાઉ સરોજની અગ્રવાલે અચાનક પાર્ટી અને વિધાન પરિષદની સભ્યતા છોડી દીધી હતી.
૯. અમિત શાહે ધારાસભ્યપદેથી
રાજીનામું આપ્યું
અમદાવાદ: અપેક્ષા મુજબ ભાજપના રાષ્ટ્રીય
અધ્યક્ષ અને નારણપુરાના ધારાસભ્ય અમિત શાહે ગઇ કાલની રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થયા
બાદ આજે ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ
વોરાને તેમણે પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. ચીનમાં ભયાનક ભૂકંપ: 100 લોકોના મોતની આશંકા
મધ્ય ચીનના એક પહાડી વિસ્તારમાં આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપથી 100 લોકોના માયર્િ જવાની આશંકા સેવાઈ રહી છે. સરકારી ટેલિવીઝને પોતાના
અહેવાલમાં 7 લોકોના માયર્િ
જવાની સ્પષ્ટતા કરી છે. ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં રહેતાં અંદાજે 100 લોકો આ ભૂકંપમાં માયર્િ ગયાની આશંકા વ્યક્ત
કરી છે.
યુ.એસ.જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે સિચુઆન પ્રાંતના જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો ત્યા ઓછી વસતી છે. ભૂકંપ્નું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. કુદરતી આફત સામે રાહત બચાવનું કાર્ય કરનારા ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં રહેતાં અંદાજે 100 લોકોના મૃત્યુ થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે. 13,000થી વધુ ઘરોને નુકસાન થયાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. ન્યુઝ એજન્સી એએફપીએ સરકારી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે 2010ની જનગણનાના આંકડાના આધારે આ વાત કહેવામાં આવી છે.
યુ.એસ.જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે સિચુઆન પ્રાંતના જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો ત્યા ઓછી વસતી છે. ભૂકંપ્નું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. કુદરતી આફત સામે રાહત બચાવનું કાર્ય કરનારા ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં રહેતાં અંદાજે 100 લોકોના મૃત્યુ થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે. 13,000થી વધુ ઘરોને નુકસાન થયાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. ન્યુઝ એજન્સી એએફપીએ સરકારી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે 2010ની જનગણનાના આંકડાના આધારે આ વાત કહેવામાં આવી છે.
૨. સિદ્ધ
ભગવાનની આ મૂર્તિ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પામી સ્થાન
મધ્યપ્રદેશના બુદેલખંડના અંચલમાં આવેલી
સિદ્ધાયતનના સિદ્ધ ભગવાનની પ્રતિમા ગીનીસ બુક ઓફ વર્લડ રેકોર્ડમાં સ્થાન પામી છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બહાર
પડાયેલા પ્રમાણપત્ર મુજબ વિશ્વની આ સૌથી મોટી ક્રિસ્ટલ એઠલે કે સ્ફટિકની પ્રતિમા
છે.
જેની ઉંચાઈ 32. 5 ઇંચ અને પહોળાઈ 24 ઇંચ છે. પ્રમાણપત્ર પ્રાપ્ત થયા બાદ ડોક્ટર હરિસિંહ
ગૌર તથા કેન્દ્રીય વિદ્યાલયના ભૂર્ગભ શાસ્ત્રના પ્રોફેસર્સે આ માહિતી આપી હતી. પ્રોફેસર અરૂણ કુમાર શાંડિલ્યએ જણાવ્યું હતું
કે
સિંગલ
ક્રિસ્ટલમાંથી બનેલી આ એકમાત્ર પ્રતિમા છે. જે 130 કિલોની છે. પ્રોફેસર એલ.પી.ચૌરસિયાએ જણાવ્યું હતું કે
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ નોંધ થયા અગાઉ પાંચ સભ્યની સમિતિ બનાવવામાં આવી હતી. જેમણે
ક્રિસ્ટલનું સૂક્ષ્મ પરિક્ષણ કર્યું હતું. ત્યાર બાદ મૂર્તિને ગીનિસ બુકમાં સામેલ
કરવામાં આવી હતી.
રમત
ગમત:-
૧. પ્રો. કબડ્ડી લીગ :
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટૂર્નામેન્ટમાં પ્રથમ હાર
પ્રો. કબડ્ડી લીગમાં હરિયાણા સ્ટીલર્સે ગુજરાત
ફોર્ચ્યુન જાયન્ટ્સને ૩૨-૨૦થી પરાજય આપ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે ગત એક ઓગસ્ટે
દિલ્હી સામે વિજય મેળવ્યો હતો જ્યારે હરિયાણા સ્ટીલર્સ સામે બીજી ઓગસ્ટે યોજાયેલો
મુકાબલો ૨૭-૨૭થી ડ્રો રહ્યો હતો. આમ, ગુજરાતની ટીમને પ્રો. કબડ્ડીમાં પ્રથમવાર
હારનો સામનો કરવો પડયો હતો. ગુજરાતના સ્ટાર ખેલાડી કેપ્ટન સુકેશ હેગડે અને ઇરાનનો
ફઝલ અત્રાચલી નિષ્ફળ રહ્યા હતા.
૨. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિ.માં
સિંધુને ચોથો, શ્રીકાંતને
આઠમો ક્રમાંક
ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ અને
વિશ્વના આઠમાં ક્રમાંકિત ખેલાડી કિદાંબી શ્રીકાંતને ૨૧ ઓગસ્ટથી શરૂ થનારી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે અનુક્રમે ચોથો અને આઠમો
ક્રમાંક આપવામાં આવ્યો છે. ૨૦૧૩ અને ૨૦૧૪માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
બ્રોન્ઝ મેડલ વિજેતા સિંધુને ઓલિમ્પિક ચેમ્પિયન સ્પેનની કેરોલિન મારિન બાદ સ્થાન
આપવામાં આવ્યું છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૫માં સિલ્વર મેડલ
જીતનારી વિશ્વની ૧૬મી ક્રમાંકિત ખેલાડી સાઇના નેહવાલને આ ટૂર્નામેન્ટમાં ૧૨મો ક્રમ
આપવામાં આવ્યો છે. ચાઇનીઝ તાઇપેઇની અને વર્લ્ડની નંબર વન ખેલાડી તાઇ ઝૂના
ટૂર્નામેન્ટમાં ખસી જવાનાં કારણે જાપાનની અકાને યાગામુચી અને કોરિયાની સુંગ કી
હ્યુનને અનુક્રમે પ્રથમ અને બીજો ક્રમાંક આપવામાં આવ્યો છે.
૩. ટીમ ઇન્ડિયામાં જાડેજાના સ્થાને
ગુજરાતના અક્ષર પટેલનો સમાવેશ થયો
August 9 (CRICKETNMORE) - શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ
ઇન્ડિયાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેવામાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવીન્દ્ર
જાડેજાએ ICC
ના નિયમોનું
ઉલ્લઘમ કરતા એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે રવિન્દ્ર
જાડેજા શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ નહી રમી શકે. BCCI એ આજે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમ
ઇન્ડિયામાં ગુજરાતના અક્ષર પટેલની પસંદગી કરી છે.
આર્થિક:-
૧. નીતા અંબાણી આજે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
બનાસકાંઠામાં
તાજેતરમાં જળસંકટની બેવડીઆફતમાં લોકોના જાનમાલની ભારે ખુવારી થઇ છે ત્યારે
રિલાયંન્સ પરિવારના નીતા અંબાણી પાટણના રાધનપુર પંથકમાં અસરગ્રસ્તોની મુલાકાતે
બુધવારે આવી રહયા છે. જ્યારે તેઓ કાંકરેજ હેલીપેડ પર ઉતરશે ત્યારબાદ પૂરપીડિતોની
મુલાકાત માટે મોટર માર્ગે રાધનપુર પંથકમાં જનાર છે.
૨. સરકારી
બાંધકામમાં GSTનો દર ઘટાડીને ૧ર ટકા કરાયો
ગુજરાત રાજયના
કોન્ટ્રાકટરોની માંગણી મુજબ, રાજયના જાહેર બાંધકામના સરકારી કામોમાં જીએસટીના દર ૧૮ ટકાથી ઘટાડી ૧૨
ટકાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતાં રાજયભરના કોન્ટ્રાકટરોમાં રાહતની
લાગણી ફેલાઇ છે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદ પટેલે સરકારના આ
નિર્ણયને આવકારતાં અને સરકારનો આભાર માની કોન્ટ્રાકટરોના અન્ય પડતર પ્રશ્નોના
મુદ્દે પણ સત્વરે ઉકેલ લાવવા સરકારને અનુરોધ કર્યો હતો. ગુજરાત કોન્ટ્રાકટર્સ
એસોસીએશનના પ્રમુુખ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, સરકારે કોન્ટ્રાકટરોની માંગણીને ધ્યાનમાં લઇ જાહેર બાંધકામના સરકારી
કામોમાં જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કર્યો છે, તે સરકારનો હકારાત્મક અભિગમ છે. જો કે, હજુ પ્રગતિમાં હોય તેવા રોડ પ્રોજેકટના કામોમાં ચાર ટકા જેટલો વધારાનો
આર્થિક બોજ ઘટાડવાની જરૂર છે. પડતર પ્રશ્નોના મુદ્દે એસોસીએશન દ્વારા આગામી
દિવસોમાં બેઠકો બોલાવવામાં આવશે અને આ મામલે ચર્ચા વિચારણા હાથ ધરાશે. તેમણે આશા
વ્યકત કરી હતી કે, કોન્ટ્રાકટરોની પડતર માંગણીઓ અંગે સરકાર સાથેની વાટાઘાટોથી નિરાકરણ આવી જશે.
અન્ય:-
૧. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે વિશ્વ આદિવાસી દિન
ઉજવણી
આવતીકાલે ૯મી ઓગસ્ટ યુનોએ ઘોષીત કરેલે વિશ્વ
આદિવાસી દિવસને નર્મદામા ભારે આનંદ અને ગૌરવભેર ઉજવાશે. ગુજરાત સરકાર પણ આદિવાસી
દિવસની ગૌરવભેર ઉજવણી કરવા કટીબધ્ધ બન્યુ છે. આ ઉજવણીમા આદિવાસી સમાજ ભાગ લઇ શકે
તે માટે સરકારે પણ આદિવાસી વિસ્તારની શાળાઓમા રજા જાહેર કરી છે. તો બીજી તરફ
આદિવાસી તાલુકાઓમા ૯મીએે આદિવાસી સમાજનુ ગૌરવ વધે તે માટેના વિવિધ કાર્યક્રમોનુ
આયોજન હાથ ધરવામા આવ્યુ છે.
૨. પારસીઓનું પાવન પર્વ પતેતી
પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું
પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું. અષો જરથુષ્ટ્રે આશરે ઇ.સ.પૂર્વે ૫૯૦માં જરથોસ્તી
ધર્મની સ્થાપના કરી. જરથોસ્તી ધર્મ માનનારા અને તેના વંશજો પારસી તરીકે ઓળખાય છે.
અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ.પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનમાં અજર બેજાન નામના પ્રાંતમાં
થયો હતો.
૩. રાજ્યપાલ ઓ.પી. કોહલીનો જન્મદિવસ
ગુજરાતના રાજ્યપાલ
ઓ. પી. કોહલીનો આજે જન્મદિવસ છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે બુધવારે સવારે
રાજ્યપાલ ઓ.પી.કોહલીને જન્મદિવસ અવસરે રાજભવનમાં મળીને દીર્ઘાયુ અને સ્વસ્થ
તંદુરસ્ત જીવનની શુભ કામના પાઠવી હતી.
-પ્રશાંત ભટ્ટ
Educational Point