અહીંથી તમે તારીખ ૦૮-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. 15 ઓગસ્ટથી ભીમ એપ યૂઝર્સને સરકારની ભેટ મળશે
જો તમે બીએચઆઇએમ
એપ યૂઝર છો તો આ સમચારા તમને ખુશ કરી શકે છે. સરકાર આ વકથે સ્વતંત્રતા દિવસના અવસર
પર તમને ભેટ આપી શકે છે. સરકાર ભી એપ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મોટી
સંખ્યામાં કેશબેક આપી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)
દ્વારા સંચાલિત બીએચઆઇએમ એપ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર કામ કરે છે.
૨. જસ્ટિસ
દીપક મિશ્રા ભારતના આગામી ચીફ જસ્ટિસ બનશે
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટમાં બીજા સૌથી સીનિયર જસ્ટિસ
દીપક મિશ્રા ભારતના આગામી ચીફ જસ્ટિસ હશે. જસ્ટિસ દીપક મિશ્રા જસ્ટિસ ખૈહરાનું
સ્થાન લેશે, જે 27 ઓગસ્ટે રિટાયર્ડ થઈ રહ્યા છે.
જ્સિટસ મિશ્રાનો કાર્યકાળ ઓક્ટોબર 2018એ પુરો થશે. હાલના ચીફ જસ્ટિસ જગદીશ સિંહ
ખૈહરાએ નવા સીજેઆઈ માટે જસ્ટિસ મિશ્રાના નામની ભલામણ કરી હતી.
૩. ફિફા
યુવા વર્લ્ડ કપની ટ્રોફીનો છ શહેરનો પ્રવાસ નવી દિલ્હી ખાતેથી ૧૭મી ઑગસ્ટે શરૂ થશે
નવી દિલ્હી: ફિફા
યુવા (૧૭-હેઠળનાઓ) વર્લ્ડ કપ માટે છ શહેરની ટ્રોફીના પ્રવાસનો રાજધાની ખાતેથી ૧૭મી
ઑગસ્ટે પ્રારંભ થશે, એમ સ્થાનિક આયોજન સમિતિએ જણાવ્યું હતું.
પ્રવાસ દરમિયાન લગભગ ૯,૦૦૦ કિલોમીટરનું અંતર ૧૭મી ઑગસ્ટથી ૨૬મી સપ્ટેમ્બર દરમિયાન ૪૦ દિવસમાં પસાર કરવામાં આવશે.
સ્થાનિક સમિતિના ચેરમેન પ્રફુલ પટેલના જણાવ્યા પ્રમાણે ફૂટબોલ ચાહકોને યુવા વર્લ્ડ કપની ટ્રોફીને નવી દિલ્હીથી છ શહેરમાં જોવાની તક મળશે.
પ્રવાસ દરમિયાન લગભગ ૯,૦૦૦ કિલોમીટરનું અંતર ૧૭મી ઑગસ્ટથી ૨૬મી સપ્ટેમ્બર દરમિયાન ૪૦ દિવસમાં પસાર કરવામાં આવશે.
સ્થાનિક સમિતિના ચેરમેન પ્રફુલ પટેલના જણાવ્યા પ્રમાણે ફૂટબોલ ચાહકોને યુવા વર્લ્ડ કપની ટ્રોફીને નવી દિલ્હીથી છ શહેરમાં જોવાની તક મળશે.
૪. શાળાઓમાં
ફરજિયાત યોગની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય યોગ નીતિ ઘડવા અને
સમગ્ર દેશમાં આઠમાં ધોરણથી વિદ્યાર્થીઓને યોગનું શિક્ષણ આપવાની માગણી કરતી પિટિશન
ફગાવી છે અને જણાવ્યું છે કે આ મુદ્દે સરકારે નિર્ણય કરવાનો છે. શાળાઓમાં શું
ભણાવવું જોઈએ તે વિશે અમે કાંઈ કહી શકીએ નહીં. આ અમારું કામ નથી. અમે આવો આદેશ
જેવી રીતે ફરમાવી શકીએ.
૫. શું
જમ્મુ-કાશ્મીરમાંથી દૂર થશે કલમ-370? SCએ કેન્દ્રને આપી નોટીસ
જમ્મુ-કાશ્મીરમાં બંધારણના અનુચ્છેદ-370ને ખતમ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને
સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. હવે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ-370 રદ્દ કરવાની અરજી પર સુનાવણી કરશે. તેની સાથે
જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે
નિર્દેશ આપ્યો છે.
અરજીમાં અપીલ કરવામાં આવી છે કે અનુચ્છેદ-370 સમાપ્ત કરવામાં આવે અને તેને કારણે
જમ્મુ-કાશ્મીરમાં અમલી અલગ બંધારણને પણ ગેરકાયદેસર ગણાવવું જોઈએ. બંધારણના
અનુચ્છેદ-35-એ પર ચર્ચા છેડાઈ છે, ત્યારે જ સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ-370 દૂર કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે.
અનુચ્છેદ-35-એ હેઠળ જમ્મુ-કાશ્મીર પોતાના રાજ્યના સ્થાયી
નિવાસીઓ સંદર્ભે નિર્ણય લઈ શકે છે. લાંબા સમયથી ભાજપ અને આરએસએસ દ્વારા અનુચ્છેદ-370 સમાપ્ત કરવાની માગણી થઈ રહી છે. આ અરજી
પ્રમાણે અનુચ્છેદ-370
બંધારણીય
સભાના અસ્તિત્વ સુધી જ કાયદેસર હતી.
૬. શ્રીનગરના
લાલચોકમાં અમદાવાદની દિકરીએ ત્રિરંગો લહેરાવી જવાનોને બાંધી રાખડી
અમદાવાદની બોપલની ન્યુ તુલિપ ઈન્ટરનેશનલ
સ્કૂલની 14
વર્ષની
વિદ્યાર્થીની તન્ઝીમ મેરાણીએ રક્ષાબંધનના દિવસે શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો
લહેરાવીને કોમી એક્તાનો મજબૂત સંદેશો આપ્યો હતો.
૭. વડોદરાનાં
નેશનલ વિમેન ક્રિકેટરે ઇરફાન પઠાણ પર કર્યું PhD કર્યુ
ક્રિકેટર ઇરફાન
પઠાણ પર વડોદરાનાં મહિલા આસિ. પ્રોફેસર અને તેનાં જ કોચની પુત્રી તનવીર શેખે
પીએચડી કરી છે. તનવીર ઇરફાનને એક ખેલાડી, વ્યક્તિ અને પ્રેરણાં એવા ત્રણ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી પીએચડી કરી હતી.
આંતરરાષ્ટ્રીય:-
૧. નેપાળના PM દેઉબાની પહેલી
વિદેશયાત્રા, 23 ઓગસ્ટે આવશે ભારત
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ભારતના
પ્રવાસે આવી રહ્યાં છે. જે અંગેની માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
આગામી 23 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહેલી આ યાત્રા 5 દિવસની હશે. 5 દિવસની યાત્રા દરમિયાન ભારત અને નેપાળ વચ્ચે
અનેક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. શેર બહારદુર દેઉબાના ભારત પ્રવાસ પહેલા ચીનનું
એક ઉચ્ચ સત્તરીય પ્રતિનિધિમંડળ નેપાળની મુલાકાત લેશે.
૨. ઑસ્ટ્રે.ની મહાન મહિલા એથ્લેટ
બેટ્ટી કથબર્ટનું અવસાન
સિડની: ઑસ્ટ્રેલિયાની મહાન મહિલા ઑલિમ્પિક એથ્લેટ બેટ્ટી કથબર્ટનું ૭૯
વર્ષની વયે બહુ રોગી અવસ્થામાં અવસાન નીપજ્યું હોવાનું સત્તાવાળાઓએ સોમવારે
જણાવ્યું હતું.
તે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની હરીફાઈ જીતનાર એકમાત્ર એથ્લેટ હતી.
કથબર્ટે ૧૯૫૬માં ૧૮ વર્ષની ઉંમરે મેલબર્ન ઑલિમ્પિક રમતોત્સવમાં પ્રસિદ્ધિ મેળવી હતી જેમાં તેણે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૧૦૦ મીટરની હરીફાઈ જીતી હતી કે જે કારણે તે સ્થાનિક પ્રસાર માધ્યમો તરફથી ‘ગોલ્ડન ગર્લ’ કહેવાતી હતી.
તે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની હરીફાઈ જીતનાર એકમાત્ર એથ્લેટ હતી.
કથબર્ટે ૧૯૫૬માં ૧૮ વર્ષની ઉંમરે મેલબર્ન ઑલિમ્પિક રમતોત્સવમાં પ્રસિદ્ધિ મેળવી હતી જેમાં તેણે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૧૦૦ મીટરની હરીફાઈ જીતી હતી કે જે કારણે તે સ્થાનિક પ્રસાર માધ્યમો તરફથી ‘ગોલ્ડન ગર્લ’ કહેવાતી હતી.
૩. વર્લ્ડ એથ્લેટિક્સ : વિમેન્સ ૧૦૦ મીટર રેસમાં અમેરિકાની
ટોરી બોવીને ગોલ્ડ
લંડન ખાતે યોજાઇ રહેલી આઇએએએફ વર્લ્ડ
એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષ બાદ મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં પણ અણધાર્યું
પરિણામ આવ્યું છે. યોગાનુયોગ પુરુષોની ૧૦૦ મીટરની રેસ જેમ જ મહિલાઓની ૧૦૦ મીટર
રેસમાં પણ જમૈકાની હોટફેવરિટ એલાઇન થોમ્પસનનો પરાજય થયો હતો જ્યારે અમેરિકાની ટોરી
બોવી વિજેતા રહી હતી. મહિલાઓની ૧૦૦ મીટર રેસ ખૂબ જ રોમાંચક બની રહી હતી. જેમાં
ટોરી બોવી અને આઇવરી કોસ્ટની મેરિ-જોસે ટા લૌ છેક સુધી લગોલગ રહ્યા હતા.
રમત
ગમત:-
૧. વિમેન ક્રિકેટ
વર્લ્ડકપની ફાઈનલમાં ટીવી દર્શકોની સંખ્યાનો નવો રેકોર્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૩ જુલાઈએ
રમાયેલી આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલ મેચને ટીવી પર અત્યાર સુધીનું સૌથી ઊંચું
રેટિંગ મળ્યું છે. મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પરાજય છતાં પ્રસારણકર્તાના
ડેટા અનુસાર સરેરાશ ૧.૯૬ કરોડ લોકોએ ફાઇનલને ટીવી પર નિહાળી હતી. એનો અર્થ એ થયો કે, મેચ ચાલુ હતી એ દરમિયાન કોઈ પણ સમયે ૧.૯૬
કરોડ લોકો મેચ જોતા હતા.એકંદરે મેચના દર્શકોની સંખ્યા રેકોર્ડ ૧૨.૬ કરોડે પહોંચી
હતી, જે ચાલુ વર્ષની
આઇપીએલ ફાઇનલ જેટલી છે.
૨. ફિફા
U-17 WC માટે કોલકાતામાં તડામાર તૈયારી…
ફિફા અન્ડર-17
સોકર વર્લ્ડ કપ-2017 સ્પર્ધા ભારતમાં યોજાવાની છે. મેચો માટે કોલકાતા પણ એક આયોજક શહેર છે.
ત્યાંના વિવેકાનંદ યુબા ભારતી ક્રિડાંગણ સ્ટેડિયમ, જેને સોલ્ટ લેક સ્ટેડિયમ પણ કહેવાય છે, ત્યાં હાલ બાંધકામ જોરદાર ગતિએ ચાલી રહ્યું છે. ફિફા U-17 વર્લ્ડ કપ સ્પર્ધા આ વર્ષની 6-28 ઓક્ટોબરે ભારતમાં છ શહેરોમાં યોજાવાની છે.
ફાઈનલ મેચ કોલકાતાના સ્ટેડિયમમાં રમાશે.
૩. ભારતના
સાચા હિરો, શારીરિક
ખામી ભુલી રચ્યો ઈતિહાસ
ટ્યુનીશિયામાં યોજાયેલી આઈપીસી ગ્રાંડ
પ્રિક્સમાં પુરુષોની હાઇ જમ્પિંગમાં 5 ફુટ 10ની લાંબી કુદ સાથે ભારતને સુવર્ણપદક અપાવ્યો
હતો. મરિયપ્પનના અદ્વિતિય સાહસ અને મહેનતને સન્માનિત કરવા માટે તથા તેના રમતમાં
યોગદાન બદલ જાન્યુઆરી,
2017માં પદ્મશ્રી
આપવામાં આવ્યો હતો. સાથે જ અર્જુન પુરસ્કાર માટે પણ તેમનું નામ મોકલવામાં આવ્યું
છે.
૪. ડેન્માર્કને પરાજય આપી
નેધરલેન્ડની મહિલા ટીમ યૂરો કપમાં ચેમ્પિયન
૨૦૧૭ની મહિલા યૂરો કપની ફાઇનલમાં ડેન્માર્કને
૪-૨થી પરાજય આપી યજમાન નેધરલેન્ડની ટીમે પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી
છે. આ મેચમાં હોલેન્ડ માટે હેનરવીન અને બાયર્ન મ્યુનિચની પૂર્વ સ્ટ્રાઇકર
વિવિએન્ને મિડેમાએ બે ગોલ ફટકાર્યા હતા. આ ઉપરાંત મેર્ટેન્સ અને સ્પિટ્સે પણ એક-એક
ગોલ નોંધાવ્યો હતો.
૫. અમદાવાદની ઝીલ દેસાઈ
યુ. એસ. ઓપન જુનિયરમાં રમશે
આમ તો ટેનિસ ક્ષેત્રે ગુજરાતે બહુ ખેલાડીઓ
નથી આપ્યા પણ આજકાલ ઝીલ દેસાઈની માત્ર ગુજરાતમાં જ નહિ પણ અમદાવાદમાં પણ ચર્ચા છે
અને હવે તે સપ્ટેમ્બર ૩થી શરુ થઇ રહેલી યુ એસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં
ભાગ લેવા જઈ રહી છે જ્યાં તે જુનિયર કેટેગરીમાં રમશે અમદાવાદની ઇન્ટરનેશનલ ટેનિસ
સ્ટાર ઝીલ દેસાઇ ૧૭ વર્ષની ઉંમરમાં જ ૧૦૦થી વધુ ટાઇટલ જીતી ચુકી છે. ઝીલ દેસાઇએ ૧૨
તો ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યા છે.
આર્થિક:-
૧. ચાઈનામાં બન્યો દુનિયાનો સૌથી ઉંચો બ્રીજ
ચાઈના સતત એવા બ્રીજનું નિર્માણ કરી રહ્યું છે, જે માત્ર દુનિયામાં સૌથી ઉંચા જ નહિ પરંતુ
જોવામાં પણ ભયાનક હોય. આ વખતે ચાઈનાએ ૫૬૫ મીટરનો દુનિયાનો સૌથી ઉંચો બ્રીજ બનાવ્યો
છે.
અન્ય:-
૧. માધ્યમિકમાં આચાર્ય તરીકે એચ-ટાટની નિમણૂંક નહી થાય તો
શિક્ષણને નૂકશાન
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં
આચાર્ય તરીકે એચ-ટાટ ઉમેદવારની નિમણૂંક નહી કરવામાં આવે તો શિક્ષણને નૂકશાન થવાની
ભીતિ સેવાઈ રહી છે. એચ-ટાટ પાસ ઉમેદવાર અન્ય ઉમેદવાર કરતા વધારે વિઝનરી હોવાથી
શાળાનુ સંચાલન ઉત્તમ બની રહેવાની ઉમ્મીદ શિક્ષણકારો જતાવી રહ્યા છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point