Monday, 7 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 08-08-2017

અહીંથી તમે તારીખ ૦૭-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. આ રાજ્યમાં 50થી વધુ ઉંમરના શિક્ષકો થશે ફરજિયાત નિવૃત્ત

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે શિક્ષણ ક્ષેત્ર માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં લેવામાં આવેલી ઇન્ટર પરીક્ષામાં શૂન્ય પરિણામ આપનારી શાળાઓના 50 થી વધુ ઉંમરના શિક્ષકોને ફરજિયાત સેવાનિવૃત્ત કરવામાં આવશે. નીતીશકુમારે શિક્ષણ વિભાગની આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ વર્ષે ઇન્ટરની પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી ઉત્તીર્ણ નથી થયા તેવી શાળાની સંખ્યા 250 છે. આ શાળાઓના 50થી મોટી વર્ષની ઉંમર ધરાવનારા શિક્ષકોને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવશે. આ શાળાઓ જે જિલ્લામાં આવેલી છે તેના શિક્ષણ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કડક કામગીરી થશે. બિહારમાં આ વખતે ગ્રેસ માક્ર્સ અપાયા હોવા છતાં 50.32 ટકા વિદ્યાર્થી જ ઉત્તીર્ણ થયા હતા અર્થાત 49 ટકા વિદ્યાર્થી નાપાસ થયા હતા.

મોદી સરકારનો મોટો નિર્ણય, ગાયવાળુ નહીં હવે પેકેટવાળુ દૂધ પીશે જવાનો

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી દેશમાં ફરીથી રાજકારણમાં ગરમાવો થઇ શકે છે. રક્ષા મંત્રાલયએ દેશમાં 39 સૈન્ય ફાર્મ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ આ નિર્ણય પર ઘણા પ્રકારના પ્રશ્નો ઊઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે જે ફાર્મ બંધ કરવાના આદેશ આપ્યા છે એમાં દેશની સૌથી સારી નસ્લની ગાયનો સમાવેશ થાય છે.
39 ફાર્મમાં લગભગ 20 હજાર ગાય છે. તો બીજી બાજુ અહીંયા આશરે 2500 કર્મચારીઓ કામ કરે છે. સરકારના આ નિર્ણય બાદ એમની નોકરી પર પણ સીધી અસર પડશે. તમને જણાવી દઇએ કે ગત મહિને જ કેબિનેટની કમિટીએ સેનાને આદેશ આપીને 3 મહિનાની અંદર આ ગૌશાળાઓને બંધ કરવા માટે કહ્યું હતું.
સરકારનું માનવું છે કે દેશમાં ખાનગી ડેરી અને દૂધનો ધંધો એટલો મોટો થઇ ગયો છે કે સેનાને પોતાના ફાર્મની જરૂર નથી. સેનાને હવે એ ખાનગી ડેરી દ્વારા દૂધ પૂરું પાડવામાં આવી શકે છે. 

૩. બોલીવૂડ અભિનેતા આમિર ખાનને અને પત્ની કિરણ રાવ સ્વાઇન ફુલુના ભરડામાં

બોલીવૂડ અભિનેતા આમિર ખાન અને પત્ની કિરણ રાવને સ્વાઇન સ્વાઇન૭ફુલુ બીમારી થઇ છે. પુણેમાં સત્યમેવ જયતે વૉટર કપ સ્પર્ધાના ઇનામે વિતરણ સમારંભામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આમિર ખાન કાર્યક્રમમાં સામેલ થયો હતો. તે આ દરમિયાન સ્વાઇન ફુલુમાં કારણે કાર્યાક્રમમાં હાજર રહી ના શકયો હોવાનું આમિરે જણાવ્યું હતું.

૪. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુ.પી.-પંજાબના ઈવીએમ વપરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ (યુ.પી.) અને પંજાબના ઈલેક્ટ્રોનિંગ વોટીંગ મશીન (ઈ.વી.એમ.)નો ઉપયોગ થશે. આ માટે અધિકારીઓની બનેલી કુલ ત્રણ ટીમ ઉત્તરપ્રદેશ અને પંજાબ ગઈ હતી. જેમાંથી બે ટીમ પરત આવી પહોંચી છે.
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પણ શરૃ કરી દેવામાં આવી છે. વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે જે ઈ.વી.એમ.નો ઉપયોગ થનાર છે તેને લાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૃપે જુદીજુદી ત્રણ ટીમને ઉત્તરપ્રદેશ અને પંજાબ મોકલવામાં આવેલ હતી.

૫. ઉત્તરપ્રદેશના માફીયાઓ સાવધાન! યોગી સરકાર લાવી રહી છે UPCOCA કાયદો

ઉત્તર પ્રદેશમાં આરોપીઓ અને માફિયાઓ પર લગામ કસવા માટે યોગી સરકાર હવે નવો કાયદો લાવી રહી છે. રાજ્ય સરકાર મકોકાની જેમ હવે UPCOCA એટલે કે ઉત્તર પ્રદેશ કંટ્રોલ ઓફ ઓગ્રેનાઇઝ ક્રાઇમ લાવી શકે છે, અને તેને જલ્દી જ કેબિનેટમાં રજૂ કરી શકે છે. યોગી સરકારના ગૃહ વિભાગે આ કાયદાના ડ્રાફ્ટને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. જલ્દી જ તેને યૂપી કેબિનેટમાં રાખવામાં આવશે.

૬. ધનરાજ નથવાણી સ્ટેટ ફૂટબોલ એસો.ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં તેમની સર્વાનુમતે વરણી ઔકરાઈ હતી.

૭. પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સુધારાની કામગીરીનો કાલથી પ્રારંભ થશે

પોસ્ટ વિભાગ અને યુનીક આઈડેન્ટીફીકેશન ડેવલપમેન્ટ ઓથોરીટી ઈન્ડીયાના સંયુકત ઉપક્રમે આધારકાર્ડમાં સુધારા કરવાની કામગીરી પોસ્ટ ઓફીસોમાં કરવામાં આવશે.

૮. ભાજપનો ત્રિપુરામાં સપાટો TMCનાં 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

અગરતલા : ભાજપ અધ્યક્ષ અમિત શાહ સતત વિપક્ષ પર નિશાન સાધી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને ઉત્તરપ્રદેશમાં સપા બસપા ધારાસભ્યોને ભાજપમાં સાવ્યા બાદ હવે શાહનાં નિશાન પર મમતા બેનર્જીની પાર્ટી છે. પસ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા બર્ખાસ્ત કરવામાં આવેલ ત્રિપુરા એકમનાં છ ધારાસભ્ય આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. શ્રીસંતને મળી મોટી રાહત, BCCIએ લગાવેલો આજીવન પ્રતિબંધ કેરળ હાઈકોર્ટે હટાવ્યો

નવી દિલ્લી: સ્પૉટ ફિક્સિંગ મામલામાં આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા એસ. શ્રીસંતને મોટી રાહત મળી છે. સોમવારે કેરળ હાઈકોર્ટે બીસીસીઆઈ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. શ્રીસંત પર આ પ્રતિબંધ દેશમાં રમાયેલી 2013 ની આઈપીએલ-6ની સ્પોટ ફિક્સિંગમાં આવ્યું હતું. શ્રીસંત આ વર્ષે કેરળના કર્નાકુલમ ક્લબની બે દિવસના ફર્સ્ટ ડિવીઝન મેચમાં વાપસી કરે તેવા અહેવાલ મળી રહ્યા છે. પરંતુ તેના પહેલી શ્રીસંતને સ્કોટલેંડમાં ક્લબ ક્રિકેટ રમવાની હતી. પરંતુ બીસીસીઆઈએ તેના માટે એનઓસી આપી નહોતી.

રમત ગમત:-  

૧. જાડેજાને ICCએ કર્યો સસ્પેન્ડસ, નહીં રમે ત્રીજી ટેસ્ટ

શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. આઇસીસીના કોડ ઓફ કન્ક્ટના ભંગના કારણે જાડેજાને આગામી ટેસ્ટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટથી પલ્લેકેલમાં રમાશે.


આર્થિક:-

૧. રાજસ્થાન સરકારનો કચેરીઓમાં સ્માર્ટ ફોન પર પ્રતિબંધ : નિયમભંગ બદલ પગારમાં કપાત

રાજસ્થાન સરકારે સરકારી કચેરીઓમાં સ્માર્ટ ફોન લઇને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નિયમભંગ કરનારના પગારમાં કપાત સહિતની દંડનીય કાર્યવાહીના આદેશ કરાયો છે. ઉદયપુર સંભાગના જળ સંશાધન વિભાગમાં જારી કરાયેલ આદેશમાં જણાવાયું છે કે, કોઇપણ કર્મચારી ઓફિસમાં સ્માર્ટ ફોન લઇને નહીં આવે. મતલબ કે આ કચેરીના અધિકારીઓ સહિત કર્મચારીઓ સવારે ૧૦થી સાંજે ૬-૩૦ સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ નહીં કરી શકે.

અન્ય:-

૧. 'મહાબલી' ખલીને મળ્યા વિરાટ કોહલી

કોલંબોઃ ભારતીય ટીમે બીજા ટેસ્ટ મેચમાં શ્રીલંકાને હરાવીને સીરીઝ પર કબ્જો કર્યો છે. મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રેસલિંગ સ્ટાર ધ ઘ્રેટ ખલી સાથે મુલાકાત કરી. કોહલીએ ખલી સાથે બે તસવીર ટ્વિટર ટ્વિટ કરી છે. કોહલીએ લખ્યું છે કે, ધ ગ્રેટ ખલીને મળવાનું શાનદાર રહ્યું. આ તસવીર સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી કોહલીના આ ટ્વિટને 4 હજારથી વધારે વખત રિટ્વીટ કરવામાં આવ્યું છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point
www.prashantbhatt.in